Thursday, December 31, 2015

લીલીયા પંથકમાં સિંહે કર્યું ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ


લીલીયા પંથકમાં સિંહે કર્યું ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ


  • Bhaskar News, Amreli
  • Dec 17, 2015, 23:49 PM IST
લીલીયા: લીલીયાના બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અવાનવાર સાવજો વાડી ખેતરોમાં આવી ચડે છે અને પશુઓનુ મારણ કરે છે. ત્યારે અહી બે દિવસમાં સાવજોએ જુદાજુદા સ્થળોએ ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ પણ દોડી ગયો હતો.  સાવજો દ્વારા પશુઓના મારણની આ ઘટના લીલીયા પંથકમાં બની હતી. અહી લીલીયાથી અમરેલી માર્ગ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પસો આવેલ મનુપરી બાપુના ખેતરમાં બે સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ એક પાડીનું મારણ કર્યુ હતુ. આ ઉપરા઼ત સનાળીયા માર્ગ પર આવેલ ફુલજીભાઇ ઝીંઝુંવાડીયાના ખેતરમાં પણ સાવજો આવી ચડયા હતા અહી સાવજોએ એક બળદનું મારણ કરી મિજબાની માણી હતી.  જયારે ધીરૂભાઇ શીંગાળાના ખેતરમાં સાવજોએ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. કડકડતી ઠંડીમાં સાવજોની ડણકોથી લોકો થથરી ઉઠયાં હતા. મારણની ઘટના અંગે જાણ થતા ફોરેસ્ટર કે.જી.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજો અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.

ખાંભા: આધેડને બચાવવા વનકર્મીએ સિંહણ સાથે બાથ ભીડી, થયો ઈજાગ્રસ્ત


ખાંભા: આધેડને બચાવવા વનકર્મીએ સિંહણ સાથે બાથ ભીડી, થયો ઈજાગ્રસ્ત


  • Hirendrasinh Rathod, Khambha
  • Dec 16, 2015, 12:33 PM IST
ખાંભા: ખાંભા તાલુકાના નસેડી-સમઢિયાળા ગામે સવારથી એક સિંહણ ઘુસી ગઈ હતી અને ગામને બાનમાં લીધું હતું. જોતજોતામાં સિંહણે એક આધેડ પર હુમલો કરવાની કોશિષ કરી હતી પરંતુ વનકર્મી વચ્ચે પડતાં આધેડ બચી ગયા હતા. સિંહણે વનકર્મીને ઈજા પહોંચાડતા તે હાલ અમરેલી સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતા વનવિભાગનો અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વનકર્મીનાં ઉમદા કાર્યની નોંધ લીધી હતી. વનવિભાગ દ્વારા વનકર્મીને બહાદુરી માટે એવોર્ડથી નવાજવામાં આવશે તેવી ચર્ચા વનવિભાગના સુત્રો તરફથી મળી રહી છે.
 
ખાંભા તાબાના સમઢિયાળા-2 ગામે મંગળવારે સવારે એક સિંહણ ગામમાં ઘૂસતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો, જેની વનવિભાગને જાણ કરાતા વનવિભાગની રેસ્કયુ ટીમ દોડી આવી હતી અને સિંહણને ગામની બહાર ખસેડવા પ્રયાસ શરૂ કર્યા હતા. દરમિયાન સિંહણ એક આધેડ વયની વ્યક્તિ પર હુમલો કરવા જતી હોવાનું જોતાં રેસ્કયુ ટીમના કર્મચારી બચાવવા જતાં સિંહણે તેમની પર હુમલો કકી ઘાયલ કર્યા હતા. ઇજાગ્રસ્ત વનકર્મીને પ્રથમ ખાંભા અને બાદમાં અમરેલી રિફર કરાયા હતા. બાદમાં રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ સિંહણને ગામ બહાર ખસેડાઈ હતી.
 
નિતલીમાં કરંટથી સિંહણનું મોત :
 
તુલસીશ્યામ રેંજના કોઠારિયા રાઉન્ડ હેઠળ આવતા નિતલી ગામે એક સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. સિંહણનું મોત વાડીમાં તાર ફેન્સિંગમાં વીજ કરંટથી થયાનું ખૂલતાં વનવિભાગે વાડી માલિકની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

Monday, November 30, 2015

ગિરિતળેટીના ઉંબરે કુમકુમ-અક્ષતના સાથિયા પુરી પરિક્રમાર્થીઓની વિદાય.

Nov 26, 2015 00:02

  • પરિક્રમા પાંચના બદલે આઠ દિવસ લાંબી ચાલી !! : બસ અને ટ્રેનમાં હજૂ ભીડ
જૂનાગઢ : ધાર્મિક માન્યતાઓ અને પરંપરા અનુસાર ગિરનાર પરિક્રમા માર્ગની બહાર નિકળતા પહેલા કુમકુમ અને અક્ષતના સાથિયા પુરી દિવડાઓ પ્રગટાવી દેવતાઓના પગલાના પૂજન સાથે આજે વધ્યા-ઘટયા પરિક્રમાર્થીઓએ વિદાય લીધી હતી. સાંજ સુધીમાં જંગલ વિસ્તાર તો ઠીક ભવનાથ તળેટી પણ સાવ ખાલી થઈ ગઈ હતી. આ વખતે પરિક્રમા પાંચના બદલે આઠ દિવસ લાંબી ચાલી હતી. જો કે બસ અને ટ્રેનમાં હજૂ પણ યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે.
પૌરાણિક સમયથી યોજાતી ગિરનારની પાવનકારી પરિક્રમાનો ઉતાવળિયા યાત્રિકોએ ગત બુધવારથી જ પ્રારંભ કરી દીધો હતો. ત્યારથી લઈને આજે બુધવારે સત્તાવાર રીતે પરિક્રમાની પૂર્ણાહૂતિ થઈ હતી. આઠ દિવસમાં નવ લાખ યાત્રિકો ઉમટી પડયા હતાં. ગઈકાલે રાત્રે પરિક્રમાના છેલ્લા પડાવ બોરદેવીમાં રોકાણ કરનાર યાત્રિકો આજે વહેલી સવારથી જ બહાર નિકળવા માંડયા હતાં. સાંજ સુધીમાં મોટાભાગના યાત્રિકો જંગલની બહાર આવી ભવનાથ તળેટી છોડી જતા રહ્યા હતાં. ધાર્મિક માન્યતા અનુસાર દેવતાઓએ આ પરિક્રમા કરી હોય તેના પડેલા પગલા અને આ ક્ષેત્રમાં વસવાટ કરતા દેવતાઓના પૂજન માટે યાત્રિકોએ બોરદેવી થાણા નજીકના જંગલના માર્ગ ઉપર ચોખા અને ઘઉં તથા કુમકુમના સાથિયા પુરી દિવડાઓ પ્રગટાવ્યા હતાં. અન્નક્ષેત્રોના સંચાલકો સામાન સમેટીને જતા રહ્યા છે. સામાન્ય રીતે પરિક્રમા પાંચ દિવસની હોય છે. આ વખતે એક તિથિનો ક્ષય હોવાથી સત્તાવાર રીતે ચાર દિવસ હતાં. પરંતુ પરિક્રમા આગોતરી શરૂ થઈ જતા આઠેક દિવસ જેટલી લાંબી ચાલી હતી. પરિક્રમા પુરી થઈ જતા તમામ તંત્રએ ગોઠવેલી વ્યવસ્થાઓ સંકેલાઈ રહી છે. જો કે પરત જતા યાત્રિકોની ભીડ હજૂ પણ બસ અને ટ્રેનમાં દેખાઈ રહી છે. આવતીકાલ સુધી આ ભીડ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Saturday, October 31, 2015

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસ થયો શરૂ

DivyaBhaskar News Network

Oct 31, 2015, 06:15 AM IST
જૂનાગઢ ઐતિહાસીક નગરી છે. જૂનાગઢમાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે દેશ-વિદેશનાં પ્રવાસીઓને વધુ આકર્ષી શકાય તે માટે ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ડિસેમ્બર માસનાં અંતિમ સપ્તાહમાં ગિરનારોત્સવ યોજાશે. જેની તૈયારી માટે આગામી તા. 2 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં મિટીંગ યોજાશે.

જૂનાગઢનાં ભવનાથમાં યોજાતા શિવરાત્રીનાં મેળા અને ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. તેમજ રજા અને વેકેશનનાં દિવસોમાં પણ જૂનાગઢમાં પ્રવાસીઓ આવતા રહે છે. જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ કરી શકાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવે તે માટે ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ભવનાથ, દામોદર કુંડ, ગિરનાર પર્વત પર અંબાજી માતા, ગુરૂ દતાત્રેય, વગેરે ધાર્મિક સ્થળો તેમજ ઉપરકોટ, મહોબ્બત મકબરા, બૌદ્ધ ગુફા, અશોકનો શિલાલેખ જેવા ઐતિહાસીક તથા પ્રાચીન સ્મારકો આવેલા છે.

તેમજ જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારોને આવરી લઇ મહોત્સવ યોજવામાં આવશે. આગામી ડિસેમ્બર માસનાં અંતિમ સપ્તાહમાં ગિરનારોત્સવ યોજાશે. ગિરનારોત્સવમાં સ્વચ્છ ભારત અભિયાન કલ્ચરલ પ્રોગ્રામ અને પરેડ જેવી જુદી-જુદી એક્ટિવીટીને સાંકળી લેવામાં આવે છે. હાલ ગિરનારોત્સવને લઇ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેને લઇ આગામી તા. 2 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાશે. જેમાં ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બરનાં અંતમાં ગિરનારોત્સવ

ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પાણીની તંગી સર્જાશે

DivyaBhaskar News Network

Oct 31, 2015, 06:10 AM IST
ગિરનારનીલીલી પરિક્રમા આગામી 22 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ચાલુ વર્ષે અોછા વરસાદનાં કારણે જંગલમાં કુદરતી પાણીનાં સ્ત્રોત ઓછા છે. પરિણામે પરિક્રમામાં પાણીની તંગી સર્જાશે. એવી રજૂઆત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટરે કરી છે.

ગિરનારની લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢિયારે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી કહ્યું હતું કે, ગતવર્ષની સરખામણીએ પીવાનાં પાણીની તંગી છે. ત્યારે વન વિભાગ હસ્તકનાં પાણીનાં બોર ચાલુ કરવા જોઇઅે. પરિક્રમામાં ત્રણ ઘોડી વિકટ છે. જગ્યાએ પાણી અને દવાની વ્યવસ્થા કરવી જોઇએ. પરિક્રમાનો સમગ્ર રૂટ તાત્કાલિક રીપેર કરવો જોઇએ. પરિક્રમામાં આવતી સેવાકીય સંસ્થાને એકજ જગ્યાઅેથી પરમીટ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. અને પાણીની વ્યવસ્થા પણ કરી દેવી જોઇએ. પરિક્રમા રૂટ પર રાત્રી રોકાણની મુખ્ય જગ્યાઓ પર સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા કરવી જેથી કરીને યાત્રાળુની સલામતી જળવાઇ રહે.

લોકો વન્ય સંપદાને નુકસાન કરે તે માટે સુત્રો લખવા જોઇએ. તેમજ તમામ તૈયારીઅો પૂર્ણ થયા બાદ વહિવટી તંત્ર, વન વિભાગ, સાધુ-સંતો, સામાજીક સંસ્થાઓ, રાજકીય પ્રતિનિધીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવું જોઇએ. તેમજ જે ભયજનક ઘોડીઓ છે ત્યાં દુર્ઘટના સર્જાય તે માટે બંદોબસ્ત ગોઠવવો જોઇએ.

2જી નવેમ્બરે પરિક્રમાને લઇ બેઠક

ગિરનારનીપરિક્રમાને લઇ તૈયારીઓ ચાલી રહી છે. યાત્રાળુઓની સુખાકારી તેમજ સુવિધા માટે આયોજન થઇ રહ્યું છે. જેને લઇ તા. 2 નવેમ્બરનાં રોજ કલેક્ટર કચેરીમાં એક મિટીંગનું આયોજન કરાયું છે.

ભાવનગરનાં યાત્રાળુનું ગિરનાર જંગલમાં મોત ભાવનગરનાં યાત્રાળુનું ગિરનાર જંગલમાં મોત

DivyaBhaskar News Network

Oct 30, 2015, 06:15 AM IST
ગિરનારજંગલનાં અસાયબાપીરની જગ્યાની બાજૂ માંથી ભાવનગર જિલ્લાનાં યાત્રાળુનો મૃતદેહ મળી આવ્યો હતો.ભવનાથ પોલીસે તેનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.

ગિરનાર જંગલમાં આવેલા અસાયબાપીરની જગ્યાથી 200 મીટર અંદર જંગલમાં મૃતદેહ પડયાની જાણ ભવનાથ પોલીસને જતા પીએસઆઇ એસ.બી.પરમાર અને સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તપાસ કરતા મૃતક ભાવનગર જિલ્લાનાં પાલડી ગામનાં ગોયાણી ધરમસીભાઇ હરજીભાઇ હોવાની જાણા મળ્યુ હતુ.પોલીસ તેના પરિવાર જનનો સંર્પક કરી જાણ કરી હતી.તેમજ કયા કારણે મોત થયુ તેની તપાસ હાથ ધરી હતી.

ગીર અભયારણમાં હવે 100 ટકા ઓનલાઇન બુકીંગ થશે

DivyaBhaskar News Network

Oct 28, 2015, 04:00 AM IST
ગીરનેશનલ પાર્ક ઓથોરીટી દ્વારા આગામી તા.1 લી નવેમ્બરે 100 ટકા ઓનલાઇન બુકીંગ કરી શકે તેવી સુવિધા પૂરી પાડી હતી. કેમકે મુલાકાતીઓને બુકીંગમાં પરેશાની થતી હતી પગલાને ધ્યાને લઇ વન વિભાગે આયોજન કર્યુ છે.

એશીયાઇ સિંહોની વાસહત ધરાવતા ગીર અભ્યારણની સુવિધમાં વધારો કર્યો હતો. જેમાં ગીર નેશનલ પાર્ક ઓથોરીટી દ્વારા અભ્યારણની સવારની વહેલી (6 થી 9 કલાકની) ટ્રીપ માટે 100 ટકા ઓનલાઇન બુકીંગ કરી શકશે. પહેલા 50 ટકા સુવિધા આપવામાં આવતી હતી. જેમાં વધારો કરવામાં આવ્યો હતો. ગીર પંથકમાં દેશ વિદેશથી સિંહ દર્શન માટે લાખો સહેલાણીઓ આવતા હોય છે અને તાજેતરમાં એક ખુલાસો થયો હતો કે અભ્યારણમાં કાળાબજાર થાય છે. મુલાકાતીઓ પાસેથી મસમોટી ફી લઇ તેમને કાળા બજારીયાઓ લૂંટી રહ્યા છે અને ચાર્જ કરતા વધુ ચાર્જ ચૂકવવો પડે છે. સાસણ આવતા ટૂરીસ્ટો લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમંથી મૂક્તિ મળશે અને જરૂરી ડોક્યુમેન્ટની માહિતી ઓનલાઇન મૂકી શકશે તેમવન્યપ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું.