DivyaBhaskar News Network
Oct 31, 2015, 06:10 AM IST
ગિરનારનીલીલી
પરિક્રમા આગામી 22 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં
આવી છે. પરંતુ ચાલુ વર્ષે અોછા વરસાદનાં કારણે જંગલમાં કુદરતી પાણીનાં
સ્ત્રોત ઓછા છે. પરિણામે પરિક્રમામાં પાણીની તંગી સર્જાશે. એવી રજૂઆત
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટરે કરી છે. Oct 31, 2015, 06:10 AM IST
ગિરનારની લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢિયારે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી કહ્યું હતું કે, ગતવર્ષની સરખામણીએ પીવાનાં પાણીની તંગી છે. ત્યારે વન વિભાગ હસ્તકનાં પાણીનાં બોર ચાલુ કરવા જોઇઅે. પરિક્રમામાં ત્રણ ઘોડી વિકટ છે. જગ્યાએ પાણી અને દવાની વ્યવસ્થા કરવી જોઇએ. પરિક્રમાનો સમગ્ર રૂટ તાત્કાલિક રીપેર કરવો જોઇએ. પરિક્રમામાં આવતી સેવાકીય સંસ્થાને એકજ જગ્યાઅેથી પરમીટ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. અને પાણીની વ્યવસ્થા પણ કરી દેવી જોઇએ. પરિક્રમા રૂટ પર રાત્રી રોકાણની મુખ્ય જગ્યાઓ પર સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા કરવી જેથી કરીને યાત્રાળુની સલામતી જળવાઇ રહે.
લોકો વન્ય સંપદાને નુકસાન કરે તે માટે સુત્રો લખવા જોઇએ. તેમજ તમામ તૈયારીઅો પૂર્ણ થયા બાદ વહિવટી તંત્ર, વન વિભાગ, સાધુ-સંતો, સામાજીક સંસ્થાઓ, રાજકીય પ્રતિનિધીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવું જોઇએ. તેમજ જે ભયજનક ઘોડીઓ છે ત્યાં દુર્ઘટના સર્જાય તે માટે બંદોબસ્ત ગોઠવવો જોઇએ.
2જી નવેમ્બરે પરિક્રમાને લઇ બેઠક
ગિરનારનીપરિક્રમાને લઇ તૈયારીઓ ચાલી રહી છે. યાત્રાળુઓની સુખાકારી તેમજ સુવિધા માટે આયોજન થઇ રહ્યું છે. જેને લઇ તા. 2 નવેમ્બરનાં રોજ કલેક્ટર કચેરીમાં એક મિટીંગનું આયોજન કરાયું છે.
No comments:
Post a Comment