DivyaBhaskar News Network | Oct 28, 2016, 08:55 AM IST
જૂનાગઢમાંલીલી પરિક્રમા અને શિવરાત્રી દરમિયાન પે એન્ડ યુઝ શૌચાલયોનાં
કોન્ટ્રાક્ટરો દ્વારા મનમાની આચરી યાત્રાળુઅો પાસેથી તોતીંગ ભાવ વધારો
લેવામાં આવે છે. જે બાબતે કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાનાં કમિશ્નરને પરેશ મોરવાડીયાએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં
જૂનાગઢનાં મુખ્ય બે તહેવારો પરિક્રમા અને શિવરાત્રી દરમિયાન લાખોની
સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ઉત્સવો દરમિયાન અનેક સામાજિક સંસ્થા,
ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિનાં ઉતારાઓ યાત્રાળુઓની ખડેપડે સેવા ચાકરી કરે
છે. તેમના માટે લાખો રૂપિયા ખર્ચી વિનામૂલ્યે ભોજન પ્રસાદ અને પાણીની
વ્યવસ્થા કરે છે. સરકાર દ્વારા આવી વ્યવસ્થા કરવામાં આવતી નથી. મુખ્ય બે
તહેવારો દરમિયાન શૌચાલયનાં સંચાલકો મીલી ભગત કરી તોતીંગ ભાવ વધારો કરે છે.
જેનાં કારણે યાત્રાળુઅો જાહેરમાં શૌચક્રિયા અને સ્નાન ક્રિયા કરવા મજબુર
બની જાય છે. પરિણામે ગીરનાર તીર્થક્ષેત્રની ભૂમી પ્રદૂષિત પણ થાય છે અને
જંગલમાં પણ ગંદકી ફેલાય છે. સરકાર દ્વારા મફત કે વ્યાજબી ભાવે યાત્રાળુઓને
આવી સેવા મળે અેવું અભિયાન ચલાવવું જોઇએ.
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Monday, October 31, 2016
પરિક્રમા બાદ સફાઇ માટે નામ નોંધાવી શકાશે
DivyaBhaskar News Network | Oct 27, 2016, 04:55 AM IST
ગિરનારનીપરીક્રમા બાદ જંગલમાં વેરાયેલા પ્લાસ્ટીકનાં કચરાની સફાઇ માટે નું અભિયાન એક થી દોઢ માસ સુધી ચાલશે. જેમાં જોડાવા માટે કોઇપણ વ્યક્તિ, મંડળો કે સંસ્થાઓએ નામ નોંધાવી દેવા. સફાઇ ઝૂંબેશમાં જોડાનાર તમામ માટે જલારામ મંદિર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાશે. અને દરમ્યાન એમ્બ્યુલન્સ પણ તૈયાર રહેશે.તેમ મહેન્દ્રભાઇ મશરૂએ કહ્યું હતું.

પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે વનવિભાગ સજ્જ
DivyaBhaskar News Network | Oct 27, 2016, 04:55 AM IST
ગરવાગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાની તૈયારીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ચાલુ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવા વન વિભાગે કવાયત હાથ ધરી છે. પરિક્રમાનાં 36 કિમીનાં રૂટ ઉપર દર 50 મીટરનાં અંતરે એક-અેક સ્વયંસેવક ઉભો રહેશે અને યાત્રાળુઓને પ્લાસ્ટિક લઇ જવા અપીલ કરશે. ઉપરાંત રૂટ ઉપર કચરો નાંખવાનાં ઠેલા પણ મૂકવામાં આવશે. અને જરૂર પડ્યે દંડાત્મક કાર્યવાહી કરાશે.
જૂનાગઢનાં ગિરનારની લીલી પરિક્રમા વર્ષે તા. 11 થી 15 નવેમ્બર દરમ્યાન યોજાશે. પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે. આથી જંગલ, વન્ય પ્રાણી અને પર્યાવરણનાં નિયમન માટે વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે. વરસાદનાં કારણે રસ્તા રીપેરીંગનું કામ મોડું થયું છે. પરિક્રમા દરમિયાન ઝરણાં ચાલુ હોવાને કારણે બેરીકેટની વ્યવસ્થા કરાશે. પ્લાસ્ટિક મુક્તિ માટે સંસ્થાઓ દ્વારા વૈકલ્પિક કામગીરી કરવામાં આવશે.

Bhaskar News, Junagadh | Oct 27, 2016, 02:56 AM IST
(તસવીર પ્રતિકાત્મક)
જૂનાગઢ:
મુળ વિસાવદર તાલુકાનાં માંગનાથ પીપળી ગામનાં અને બેલાગામની સીમમાં ભાગીયું
રાખી ખેતી કરતા વીપુલભાઇ ચારોલિયાનાં સાત માસનાં પુત્ર શિવમને માતાનાં
પડખામાંથી દીપડો ઉપાડી ગયો હતો. અને ઝુંપડાની બાજુમાં ફાડી ખાધો હતો. આ
ઘટના બાદ વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ
ધરી હતી.
જોકે, ચાલાક દીપડાને પાંજરે પૂરવા માટે વન
વિભાગે જુદા-જુદા વિસ્તારમાં ચાર પાંજરા રાખ્યા હતા. પરંતુ ત્રણ દિવસથી તે
છટકામાં આવ્યો નહોતો. બાદમાં આરએફઓ એસ. ડી. ટીલાળા અને રેસ્ક્યુ ટીમ
ઘટનાસ્થળે પહોંચી હતી. અને દીપડાનાં પગનાં નિશાન અને અહીં રહેતા લોકો
પાસેથી તેની વિગતો મેળવી હતી. સ્મશાન પાસે વોંકળામાં દીપડો હોઇ ત્યાં
પાંજરૂં ગોઠવ્યું હતુ. દીપડાને પાંજરા સુધી લાવવા માટે 400 મીટરનાં
વિસ્તારમાં માછલીની ગંધવાળા પાણીનો છંટકાવ કર્યો હતો.
જેને
પગલે દીપડો પાંજરા સુધી પહોંચ્યો હતો. અને અંતે તે પાંજરામાં પૂરાઇ ગયો
હતો. વન વિભાગે દીપડાને પકડી લઇ જૂનાગઢ સક્કરબાગમાં મૂકી દીધો હતો. ચાર
દિવસે દીપડો પાંજરે પુરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. પકડાયેલા
દીપડાની વય પાંચ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.
પરિક્રમાનાં રૂટ પર કામચલાઉ 10 દવાખાનાં કાર્યરત રહેશે
DivyaBhaskar News Network | Oct 26, 2016, 08:10 AM IST
ઝીણાબાવાની મઢી, માળવેલા, ભવનાથ, બોરદેવીએ સેવારત રહેશે
જૂનાગઢનીલીલી પરિક્રમાને લઇ દરેક વિભાગ દ્વારા કામગીરી પ્રારંભી દેવામાં આવી હોય તેમ જણાઇ રહ્યું છે. આરોગ્ય શાખા દ્વારા જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી અને ભવનાથ વિસ્તારમાં કામચલાઉ 10 દવાખાના કાર્યરત કરવામાં આવશે. તેમજ 3 જગ્યાએ 108ની સુવિધા રાખવામાં આવશે.જૂનાગઢમાં ગિરનાર ફરતે તા. 11 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. જેમાં પરિક્રમાર્થીર્થીઓનાં આરોગ્યની તકેદારી માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પરિક્રમાંનાં રૂટ પર પરિક્રમાંનાં પડાવો પૈકી જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્તારમાં 10 જેટલા કામચલાઉ સરકારી દવાખાના કાર્યરત કરવામાં આવશે. જેમાં 20 જેટલા મેડીકલ ઓફીસર રાઉન્ડ ધી ક્લોક સેવારત રહેશે. પરીક્રમા રૂટ પર ત્રણ જગ્યાએ 108 આપતકાલીન આરોગ્ય સેવા માટે ખેડેપગે તૈયાર રહેશે. યાત્રાળુઓએ તેમના આરોગ્યની તકેદારી માટે આરોગ્યને હાનિકારક હોય તેવા ફરસાણ, વાસી કે પડતર ફળો તથા ખરાબ ખાણી-પીણીની વસ્તુઓ ખાવાની તકેદારી રાખવી. તેમજ ખરાબ પાણી, નદી-નાળાનું પાણી પીવાના ઉપયોગમાં લેવું નહિં, પીવા માટે કલોરીનેશન કરેલું પાણી પીવાના ઉપયોગમાં લેવું, અંગે ખાસ તકેદારી રાખવા, તેમજ આકસ્મિક સંજોગોમાં દરેક સ્થળોએ રાખવામાં આવેલ સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવા આરોગ્ય અધિકારી ડો. સાપરિયા, ડો. સી.એલ. વ્યાસે જણાવ્યું છે.

ગિરનાર રોપ-વેની કામગીરીને લઇ સમીક્ષા બેઠક મળી
DivyaBhaskar News Network | Oct 25, 2016, 02:50 AM IST
બે માસમાં રોપ-વેની કામગિરી શરૂ થશે
9 નવેમ્બરે મુખ્યમંત્રી રોપ-વે સાઇટની મુલાકાત લેશે
ગિરનાર રોપ-વેને મંજૂરી મળી ગઇ છે. બે માસની અંદર ગિરનાર રોપ-વેને લઇ કામગીરી શરૂ થશે. તેમજ ગિરનાર રોપ-વેની કામગીરીને લઇ સોમવારે કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. ઉપરાંત 9 નવેમ્બરે મુખ્યમંત્રી જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે રોપ-વે સાઇટની મુલાકાત લેશે અને ગિરનાર રોપ-વે અંગે માહિતી મેળવશે. ગિરનાર પર્વત ઉપર આકાર પામનાર રોપ-વેને ભારતીય પર્યાવરણ કમિટીની લીલીઝંડી મળી ગઇ છે. તેમજ કાયદાઓની વહિવટી પ્રક્રિયાઓ સંપન્ન થઇ છે. પરિણામે હવે બે માસની અંદર ગિરનાર રોપ-વેની કામગીરી શરૂ થશે. ત્યારે સોમવારે જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં ગિરનાર રોપ-વેની કામગિરીની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં રોપ-વે કંપનીનાં અધિકૃત પ્રતિનિધીઓ, મેયર જીતુ હિરપરા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ડે. મેયર ગિરીશ કોટેચા, નિલેષ ધુલેશીયા સહિતનાં હાજર રહ્યા હતા. ગિરનાર રોપ-વેની કામગિરીની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આગામી તા. 9 નવેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ગિરનાર રોપ-વે સાઇટની મુલાકાત લેશે. રોપ-વે બનાવનાર કંપની દ્વારા પ્રોજેકટ અને નકશા વગેરે બતાવવામાં આવશે. તેમજ મુખ્યમંત્રીનાં હસ્તે જૂનાગઢમાં વિકાસનાં કામોનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી જૂનાગઢ આવતા હોઇ કોર્પોરેશન અને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

4 ટેકર્સ ટીમ દ્વારા 10 સિંહનાં ગૃપ પર નજર, પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડાશે
- ફાઇલ ફોટો
જૂનાગઢ:ગિરનાર
ફરતે 36 કિમીનાં રૂટમાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમાનું ઓયોજન કરતા હોય છે.
લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાતા હોવાથી વન વિભાગ દ્વારા હિંસક
પ્રાણીઓને પરિક્રમાનાં રૂટ પરથી દૂર ખસેડાતા હોય છે. ચાલુ વર્ષે 4 ટેકર્સ
ટીમની દેખરેખ હેઠળ 10 સિંહનાં ગૃપને પરિક્રમાનાં રૂટ પરથી ખસેડાશે.
આ વર્ષે 2 ટેકર્સટીમનો વધારો, કુલ 4 ટીમ સિંહ-દિપડા પર નજર રાખશે
જૂનાગઢમાં ગિરનાર ફરતે 36 કિમીનાં રૂટમાં લીલી પરિક્રમા થાય છે. પર્વતની ટેકરી, ચારેબાજુ હરિયાળી, જોખમી ચઢાણ, શાંતિનો અહેસાસ વગેરેને માણવા ગુજરાતભરનાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વનમાં ચાર દિવસનું રોકાણ કરતા શ્રદ્ધાળુઓને હિંસક પશુ જેવા કે સિંહ, દિપડાથી હાની ન પહોંચે તેની કાળજી વન વિભાગ રાખતું હોય છે. વન વિભાગ દ્વારા પરિક્રમાનાં રૂટની સાફ સફાઇ કરવામાં આવી છે. જંગલમાં સિંહનાં 10 ગૃપ ભ્રમણ કરતા હોય છે, જેને પરિક્રમા દરમિયાન રૂટથી દૂર ખસેડી 4 ટેકર્સની ટીમ દ્વારા દેખરેખ રખાશે. દિપડાને પણ દૂર રાખી 24 કલાક રેસ્કયુ ટીમ નીગરાની કરશે. હાલમાં વન વિભાગ સિંહ, દિપડાનું લોકેશન ટ્રેક કરી દેખરેખ રાખે છે. ગત વર્ષે 2 ટ્રેકર્સ ટીમ હતી પરંતુ ચાલુ વર્ષે 2 ટીમને વધારી પેટ્રોલીંગ કરશે.
38 સિંહ, 20 દિપડા જંગલમાં ફરે છે
ગિરનારમાં 33 સિંહ અને 5 સિંહબાળ, 20 જેટલા દિપડા પરિભ્રમણ કરે છે. જાંબુડી, પાતુરણ, કાળાગડબા, રણશીવાવ, રામનાથ, ભવનાથ વિસ્તારોને આવરી લઇ પરિક્રમાથી દૂર ખસેડાશે. જેનાં પર ટ્રેકર્સ ટીમ અને રેસ્ક્યુ ટીમ સતત નજર રાખશે. - એસ.પી.ટીલાળા, લાયઝનીંગ ઓફીસર, વન વિભાગ
પ્લાસ્ટિક ન વાપરવા સુચન
લાખો શ્રદ્ધાળુઓ દ્વારા પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હોવાથી સામાજિક સંસ્થા અને વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરવામાં તકલીફ પડે છે. જેનાં કારણે વનને નુકશાન થતું હોવાથી પ્લાસ્ટિક ન વાપરવા વન વિભાગે સુચન કર્યુ છે.
વાહન સાથે પેટ્રોલીંગ કરાશે
વન્ય પ્રાણીઓને પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડી દરેક ટ્રેકર્સ ટીમ વાહન દ્વારા પેટ્રોલીંગ કરશે. જ્યાં જરૂરીયાત રહેશે ત્યાં રેસ્ક્યુ ટીમને તાત્કાલિક બોલાવી કામગીરી કરવામાં આવશે.
રાવટી મૂકી 30 જેટલા કર્મચારીઓ નજર રાખશે
દરેક ટ્રેકર્સ ટીમમાં 5 કર્મચારીઓ દેખરેખ કરશે તેમજ અન્ય પોઇન્ટ પર 10 જેટલા કર્મચારીઓ નજર રાખશે. રાઉટી મુકી વન્ય પ્રાણીઓ પર નજર રાખવામાં આવશે.
Subscribe to:
Posts (Atom)