Wednesday, January 30, 2019

સિંહોની ગર્જના કાયમ સંભળાતી રહેશે : રાષ્ટ્રપતિ

Divyabhaskar.com | Updated - Jan 01, 2019, 02:30 AM

Amreli News - ભાસ્કર વિશેષ

Dhari News - the lion39s roar will be heard forever president 023003
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાસણ ગીરની મુલાકાતે આવ્યા હોય બીજા દિવસે સિંહસદન ખાતે આવેલા હેરીટેજ લોજની મુલાકાત લઇ વિઝીટબુકમાં નોંધ કરી હતી કે ગીરની મુલાકાત તેમના માટે યાદગાર રહેશે. તેમજ ગીરમાં સિંહ અને અન્ય વન્યપ્રાણીઓ મુક્ત રીતે વિહરી રહ્યાં છે તે અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ વધુમાં નોંધ્યું હતું કે સિંહના સંવર્ધન અને દેખભાળમાં ગુજરાત સરકાર, વનવિભાગનાં અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો ખાસ કરીને માલધારીઓ અને સિદી સમુદાયનો ફાળો રહ્યો છે અને અથાગ પ્રયત્નો રહ્યાં છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સિંહ આપણા દેશનું ગૌરવ છે. ગીરમાં સિંહોની ગર્જના કાયમ રહેશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    રાષ્ટ્રપતિએ સિંહસદનમાં વૃક્ષારોપણ કર્યુ

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાસણ ગીરની મુલાકાતનાં બીજા દિવસે સિંહસદન પરિસરમાં બારસોલીનાં છોડ રોપ્યા હતાં અને અહીં જોવા મળતી હરિયાળી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ સોવીનીયર શોપની મુલાકાત લઇ હસ્તકલાની વસ્તુઓ નિહાળી હતી. તેમજ માહિતી મેળવી હતી. બાદમાં વૃક્ષારોપણનાં સ્થળે ફુલની રંગોળી અને આકર્ષીત સુશોભન સોનલબેન શીલુએ કર્યુ હતું.

    સિંહનાં સંવર્ધન માટે કરોડોનું પેકેજ મંજૂર

    ગુજરાત સરકાર દ્વારા સિંહના સંવર્ધન માટે રૂ.351 કરોડ અને ભારત સરકાર દ્વારા રૂ.100 કરોડનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું હોવાનું વનમંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lion39s-roar-will-be-heard-forever-president-023003-3550419-NOR.html

માનવ શિકાર/ ચૂડાવડમાં વાડીમાં સૂતેલા અઢી વર્ષના બાળકને માતાની નજર સામે જ દીપડો ઉપાડી ગયો

Divyabhaskar.com | Updated - Jan 02, 2019, 02:23 PM

વન વિભાગ દ્વારા દીપડાની ભાળ મેળવવા તપાસ હાથ ધરી

    panther hunting two year old child in chudavad village of bagasara
  • બાળકના માતા-પિતા
    અમરેલી: બગસરાના ચૂડાવડ ગામની સીમમાં આજે વહેલી સવારે વાડીમાં સૂતેલા અઢી વર્ષના બાળકને માતાની નજર સામે જ દીપડો ઉપાડી જતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરની ઓરડી પાસે બાળક સૂતો હતો. ગામના બચુભાઇ કોરાટની વાડીમાં ખેતમજૂરી કરી રહેલા પરિવારના અઢી વર્ષના બાળકને ઉપાડી જતા વન વિભાગને જાણ કરવામાં આવી છે. મેહુલ પ્રભુભાઇ નામના બાળકને દીપડો ઉપાડી ગયો છે. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાની ભાલ મેળવવા તપાસ હાથ ધરી છે.

    * ખેતમજૂરી કરી રહેલા પરિવારના અઢી વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો * ચૂડાવડ ગામના લોકોમાં ભયનો માહોલ

    • રોટલા ઘડતી હતી અને મારો દીકરો પાસે ઉભો હતો: માતા
      આ અંગે માતાએ જણાવ્યું હતું કે, હું રોટલા ઘડતી હતી ત્યારે મારી બાજુમાં જ મારો દિકરો ઉભો હતો. ત્યારે ખેતર બાજુથી દીપડો અચાનક આવ્યો હતો અને હું કંઇ સમજુ તે પહેલા જ દીપડો તેને ઉઠાવી ગયો હતો. આથી મારા હાથમાંથી રોટલા પણ પડી ગયા હતા. મેં બૂમાબૂમ કરી દીપડા પાછળ દોટ મુકી હતી. આ સમયે લગભગ સવારના સાડા પાંચ વાગ્યા હતા. બાદમાં વાડીમાલિકને જાણ કરી તેઓ વાડીએ દોડી આવ્યા હતા અને સાત વાગ્યાની આસપાસ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરી હતી. વન વિભાગ દીપડાને શોધી રહી છે.
      https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-panther-hunting-two-year-old-child-in-chudavad-village-of-bagasara-gujarati-news-5989966.html

બે વર્ષના બાળકને ઉપાડી જનાર દિપડાની 30 કલાકે પણ ભાળ ન મળતા માતાનું આક્રંદ

Divyabhaskar.com | Updated - Jan 02, 2019, 02:55 PM

આસપાસના ખેતરમાંથી લોહીના નિશાનવાળુ ટીશર્ટ મળી આવ્યું

  • forest department not found panther and child in suadavad village of bagasara
    અમરેલી: બગસરાના સુડાવડ ગામે મંગળવારે વહેલી સવારે સાડા પાંચ વાગે ખેતમજૂરી કરતા પ્રભુભાઇ ભગોરાના બે વર્ષના પુત્ર મેહુલને દિપડો ઉપાડી ગયો હતો. ઘટનાને 30 કલાકથી વધુ સમય વીતવા છતાં હજુ સુધી કોઇ ભાળ ન મળતા માતાએ આક્રંદ કર્યું હતું.

    *પિડીત પરિવારને સહાય મળવી જોઇએ : સરપંચ *દિપડો ગળામાથી પકડી તેને લઇ ગયો
    આસપાસના ખેતરમાંથી લોહીના નિશાનવાળુ ટીશર્ટ મળી આવ્યું
    • 1.આ અંગે વન વિભાગે ગામ લોકો પાસે મદદ માગી છે. આસપાસના ખેતરમાંથી લોહીના નિશાનવાળુ ટીશર્ટ મળી આવ્યું છે. પરંતુ આ ટીશર્ટ બાળકનું છે કે અન્ય કોઇનું તે અંગે તપાસ હાથ ધરી છે. અમરેલી વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આસપાસના ખેતરો અને સીમ વિસ્તારમાં તપાસ હાથ ધરી છે.
      પિડીત પરિવારને સહાય મળવી જોઇએ : સરપંચ 
      સુડાવડના સરપંચ ચતુરભાઇ વિરપરાએ જણાવ્યું હતુ કે બે ખેતર છેટેથી એક બાળકનુ લોહીવાળુ સ્વેટર મળ્યું હતુ. જે આ બાળકનુ છે કે નહી તેની તપાસ ચાલી રહી છે. પિડીત મજુર પરિવારને સરકારે તાકિદે સહાય કરવી જોઇએ. દિપડાના ભયથી મજુરો વતનમા ભાગી જવાની વાતો કરતા હોય તાકિદે તે પાંજરે પુરાવો જોઇએ.
      બાળકની ભાળ મેળવવા પ્રયાસ ચાલુ છે : એસીએફ 
      અહીં એસીએફ ગોજીયાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા તુરંત સ્ટાફને સ્થળ પર મોકલાયો હતો. મેં પણ સ્થળ વિઝીટ કરી છે. ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઇ છે. બાળકની ભાળ મેળવવા પ્રયાસ ચાલુ છે.
      દિપડો ગળામાથી પકડી તેને લઇ ગયો: બાળકની માતા 
      બાળકની માતા મંજીબેને જણાવ્યું હતુ કે તે રોટલા ઘડીને દરવાજે આવી ત્યારે મેહુલ દરવાજા પાસે જ ઉભો હતો. દિપડો અચાનક દોડી આવ્યો અને મારી નજર સામે જ તેને ગળામાથી પકડી ખેતરમા લઇ ગયો હતો.
      https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-forest-department-not-found-panther-and-child-in-suadavad-village-of-bagasara-gujarati-news-5990508.html

ધારીનાં સેમરડીમાં યુવક પર તલવાર અને છરી વડે હુમલો

Divyabhaskar.com | Updated - Jan 04, 2019, 02:06 AM

Amreli News - અગાઉનું મનદુ:ખ રાખી સમાધાન માટે બોલાવી માર માર્યો
ધારી તાલુકાના સેમરડી ગામે રહેતા એક યુવકને અગાઉના મનદુખના કારણે બે શખ્સોએ સમાધાન માટે બોલાવી તલવાર અને છરી જેવા હથિયારોથી જીવલેણ હુમલો કરી ધમકી આપતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

યુવક પર તલવાર અને છરી વડે હુમલાની આ ઘટના ધારી તાલુકાના સેમરડી ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા ખુદાબક્ષ કાદરભાઇ બ્લોચ (ઉ.વ.22) નામના યુવકે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે શબુ ઉર્ફે શબીર આમનભાઇ નાયા નામના શખ્સને અજીતભાઇ મહોમદભાઇ બ્લોચ સાથે અગાઉનુ મનદુખ હોય જેના કારણે દલખાણીયા ગામે સમાધાન માટે અજીતભાઇને ફોન કરી બોલાવ્યા હતા.

બાદમા મારી નાખવાના ઇરાદે ખુદાબક્ષ કાદરભાઇ બ્લોચ પર તલવાર અને છરી જેવા હથિયારોથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ અજીતભાઇને પણ ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે તેમણે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીએસઆઇ વી.એલ.પરમાર તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-a-sword-with-a-knife-and-a-knife-on-a-young-man-in-the-seminary-020650-3573786-NOR.html

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સીમમાં પાછલા કેટલાક સમયથી એક

Divyabhaskar.com | Updated - Jan 05, 2019, 02:00 AM

Amreli News - સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સીમમાં પાછલા કેટલાક સમયથી એક દિપડાએ ધામા નાખ્યા હોય અને એક ખેતમજુર પર હુમલો...
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સીમમાં પાછલા કેટલાક સમયથી એક દિપડાએ ધામા નાખ્યા હોય અને એક ખેતમજુર પર હુમલો કરી ઇજા પણ પહોંચાડી હોય આખરે વનતંત્રએ આ દિપડાને પાંજરે પુરતા લોકોએ હાંશકારો અનુભવ્યો છે.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં ઠેકઠેકાણે દિપડાની રંજાડ છે. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે પણ આવી જ રંજાડ જોવા મળી હતી. અહિં સીમમાં પાછલા કેટલાક સમયથી દિપડાએ ધામા નાખ્યા હોય સીમમાં અવર જવર કરતા લોકોમાં અને ખાસ કરીને ખેડૂત વર્ગમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. આ દિપડાએ થોડા સમય પહેલા એક ખેતમજુર પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો.

ત્યારથી આ દિપડાને પાંજરે પુરવાની માંગ ઉઠી હતી. દરમિયાન ગામના બાવચંદભાઇ ચોડવડીયાની વાડીમાં દિપડાને પકડવા માટે પાંજરૂ મુકાયુ હતુ અને આજે વહેલી સવારે આ દિપડો પાંજરામાં સપડાઇ ગયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-one-of-the-last-few-days-in-the-village-of-amberi-in-savarkundla-taluka-020040-3581968-NOR.html

રાયડી વિડીમાં મંજુરી વગર ખોદકામ બદલ ખાનગી કંપનીને વનવિભાગનો 25 હજારનો દંડ

Divyabhaskar.com | Updated - Jan 05, 2019, 03:10 AM

Amreli News - રબારીકા રાઉન્ડમાં પરમિશન ન મળે ત્યાં સુધી કેબલ પાથરવાનું કામ બંધ
ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ જીઓ કંપનીનું પુરજોસમાં અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાનું કામગીરી શરૂ છે. ત્યારે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે રોડ રસ્તા ખોદકામ કરવું જરૂરી છે. અને ખોદકામમાં જીઓ કંપનીના કોન્ટ્રકટર દ્વારા તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રાયડી પાટી રિઝર્વ ફોરેસ્ટ વિભાગની વિડીમાં પરમિશન વગર ખોદકામ કરતા સ્થાનીક રાઉન્ડ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા જીઓ કંપનીના કોન્ટ્રાકટરને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રાયડી પાટી વિડી વિસ્તારમાં બે દિવસ પહેલા જીઓ કંપનીના કોન્ટ્રકટર દ્વારા જીઓ કંપનીની અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રબારીકા રાઉન્ડના સ્ટાફને જાણ થતા અનામત વિડી ખાતે પહોંચ્યા હતા. અને જીઓ કંપનીના કોન્ટ્રાકટર પાસે વિડીમાં ખોદકામ કરવા માટેની વનવિભાગ દ્વારા આપવામાં આવેલ પરમિશન માટેના જરૂરી દસ્તાવેજ બતાવવા કે રજુ કરવા કહેવામાં આવ્યું હતુ.

જો કે જીઓ કંપનીના કોન્ટ્રાકટર પાસે વનવિભાગની કોઈ જ પ્રકારની પરમિશન લેવામાં આવી ન હતી. અને વિડીમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્થળ ઉપર જ રબારીકા રાઉન્ડ સ્ટાફ મહેશ સૌંદરવા, યાસીનભાઈ જુનેજા, સાહિદખાન પઠાણ દ્વારા સ્થળ ઉપર જ જીઓના કોન્ટ્રાકટરને 25 હજારનો દંડ વસુલ કર્યો હતો અને પરમિશન વગરનું ખોદકામ બંધ કરવાયું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-25000-penalty-for-forest-land-for-private-company-for-excavation-without-approval-in-rydy-vidi-031026-3581956-NOR.html

તુલસીશ્યામ રેન્જના રેવન્યુ વિસ્તાર માત્ર 3 દિવસના ટૂંકાગાળામાં બે

Divyabhaskar.com | Updated - Jan 06, 2019, 02:55 AM

Amreli News - તુલસીશ્યામ રેન્જના રેવન્યુ વિસ્તાર માત્ર 3 દિવસના ટૂંકાગાળામાં બે દીપડાના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ બે...
તુલસીશ્યામ રેન્જના રેવન્યુ વિસ્તાર માત્ર 3 દિવસના ટૂંકાગાળામાં બે દીપડાના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ બે દિવસ પહેલા નાના વિસાવદરના રેવન્યુ વિસ્તારમાંથી એક 5 થી 9 વર્ષના દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આજે ફરી રબારીકા રાઉન્ડના સાળવા રેવન્યુ વિસ્તારમાં આવેલ ખડીયા ગૌચર વિસ્તારમાં 3 થી 4 વર્ષના નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગને ઘટનાની જાણ થતાં સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. અને દીપડાના મૃતદેહને કબજે લીધો હતો. દીપડાના માથા તેમજ ગળાના ભાગે દાંત અને નખના નિશાન મળી આવ્યા હતા.

બાદ માં આ વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે વનવિભાગ દ્વારા દીપડાના મૃતદેહની આજુબાજુમાં સિંહ કે સિંહણના પંજાના નિશાન મળી આવ્યા હતા. આ દીપડાનું મોત પણ ઇનફાઇટમાં થયું હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. આ દીપડાનું ખાંભા ખાતે આવેલ રેન્જ કચેરી ખાતે પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. ત્યારે પેનલ પીએમ કરનારા ડોક્ટર દ્વારા પણ વનવિભાગના સ્ટાફને ઇનફાઇટમાં દીપડાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-revenue-area-of-the-tulsi-shyam-range-is-just-two-in-the-short-3-day-period-025535-3590415-NOR.html