Divyabhaskar.com | Updated - Jan 01, 2019, 02:30 AM
Amreli News - ભાસ્કર વિશેષ
-
રાષ્ટ્રપતિએ સિંહસદનમાં વૃક્ષારોપણ કર્યુ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાસણ ગીરની મુલાકાતનાં બીજા દિવસે સિંહસદન પરિસરમાં બારસોલીનાં છોડ રોપ્યા હતાં અને અહીં જોવા મળતી હરિયાળી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ સોવીનીયર શોપની મુલાકાત લઇ હસ્તકલાની વસ્તુઓ નિહાળી હતી. તેમજ માહિતી મેળવી હતી. બાદમાં વૃક્ષારોપણનાં સ્થળે ફુલની રંગોળી અને આકર્ષીત સુશોભન સોનલબેન શીલુએ કર્યુ હતું.
સિંહનાં સંવર્ધન માટે કરોડોનું પેકેજ મંજૂર
ગુજરાત સરકાર દ્વારા સિંહના સંવર્ધન માટે રૂ.351 કરોડ અને ભારત સરકાર દ્વારા રૂ.100 કરોડનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું હોવાનું વનમંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lion39s-roar-will-be-heard-forever-president-023003-3550419-NOR.html
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાસણ ગીરની મુલાકાતે આવ્યા હોય બીજા
દિવસે સિંહસદન ખાતે આવેલા હેરીટેજ લોજની મુલાકાત લઇ વિઝીટબુકમાં નોંધ કરી
હતી કે ગીરની મુલાકાત તેમના માટે યાદગાર રહેશે. તેમજ ગીરમાં સિંહ અને અન્ય
વન્યપ્રાણીઓ મુક્ત રીતે વિહરી રહ્યાં છે તે અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી.
તેઓએ વધુમાં નોંધ્યું હતું કે સિંહના સંવર્ધન અને દેખભાળમાં ગુજરાત સરકાર,
વનવિભાગનાં અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો ખાસ કરીને માલધારીઓ અને સિદી
સમુદાયનો ફાળો રહ્યો છે અને અથાગ પ્રયત્નો રહ્યાં છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું
હતું કે સિંહ આપણા દેશનું ગૌરવ છે. ગીરમાં સિંહોની ગર્જના કાયમ રહેશે તેવો
આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
No comments:
Post a Comment