Tuesday, September 16, 2008

તાલાલાના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા નીકળી

Bhaskar News, Talala
Monday, September 15, 2008 00:36 [IST]

તાલાલામાં વિવિધ મંડળો દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ગણેશની અગિયાર પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. તેર દિવસ સુધી દુંદાળા દેવનું પૂજા-અર્ચન કરી લોકો આજે વિધ્નહર્તાને વિદાય આપવા વિસર્જન શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાતા તાલાલામાં પ્રથમવાર એક કિ.મી. લાંબી વિશાળ શોભાયાત્રા જોવા મળી હતી.

પ્રતિમાઓ વિવિધ વિસ્તારો શહેરના જૂના બસસ્ટેશન ચોક ખાતે આવી, ત્યાંથી સમૂહ શોભાયાત્રા શરૂ થતાં ઢોલ-નગારાના ધૂમ અને ડી. જે. સાઉન્ડ સીસ્ટમ ઉપર અબીલ-ગુલાલની છોળ વરચે બાળકો-યુવાનો મનમૂકી નારયા હતા.

શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગ ઉપર ફરી બ્રહ્મેશ્વર મંદિરે પહોંચી હતી. જયાં મંદિરના મહંત સોબરનદાસ બાપુએ દરેક ગણેશ પ્રતિમાઓનું પૂજન કરી અને દરેક મંડળોએ સમુહમાં મંગલ આરતિ કર્યા બાદ વૈદિક મંત્રોરચારથી લોકમાતા હીરણનદીમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

ત્યા ઊમટી પડેલી માનવમેદનીએ પોતાના ભગવાન ગણેશને ‘ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલદી આ’ ના ગગનભેદી નાદ સાથે ભાવપૂર્વક વિદાય આપી હતી.

Source: http://www.divyabhaskar.co.in/2008/09/15/0809150038_ganesh_festival_celebrate.html

No comments: