Friday, October 19, 2012

જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત.


Bhaskar News, Khambha  |  Oct 19, 2012, 10:32AM IST
ખાંભા તાલુકામાં પાછલા એક વર્ષમાં ચાર સિંહોના મોત થયા હતા. જેમાં નિંગાળા ગામે ખુલ્લા કુવામાં પડી જતા એક સિંહનું મોત થયુ હતુ. તેમજ ડેડાણમાંથી એક સિંહનો મૃતદેહ મળ્યો હતો. ઉપરાંત રાયડી ગામેથી ઝેરી દવા ખાઇ લેતા એક સિંહનું મોત નિપજ્યું હતું. અને આંબરડીમા વીજ કરંટથી એક સિંહનું મોત થયું હતું. જ્યારે આજે ખુલ્લા કુવામાં પડી જતા સિંહનું મોત નપિજતા સિંહ પ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી.
ખાંભા તાલુકો જંગલ વિસ્તાર નજીક આવેલો હોય અને આસપાસ ડુંગર વિસ્તારમાં હાલમાં દસથી વધુ સિંહો અહી વસવાટ કરી રહ્યાં છે. અહી અવારનવાર સિંહો વાડી ખેતરોમાં શિકારની શોધમાં આવી ચડે છે.
અહી આવેલ વાડી ખેતરોમાં કુવાઓ ખુલ્લા હોય સિંહો તેમાં પડીને મોતને ભેટી રહ્યાં છે.
ખાંભાના નેસડી ગામે બની ઘટના, સિંહના મૃતદેહને મહામહેનતે બહાર કઢાયો ખાંભા તાલુકાના નેસડી ગામે આવેલ એક વાડીમાં ખુલ્લા કૂવામાં સિંહનો મૃતદેહ પડ્યો હોવાનું માલુમ પડતા વાડી માલિકે વન અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ખાંભા પંથકમાં છેલ્લા એક વર્ષમાં પાંચ સિંહોનાં મોતથી સિંહપ્રેમીઓમાં ચિંતાની લાગણી છવાઇ છે. (તસવીરોઃ કનુભાઇ વરૂ)
Images by Kanubhai Varu.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-death-in-nesdi-3940823.html?seq=7

જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત

ગિરનાર અભયારણ્યમાં ૧પ નવા સિંહબાળનું આગમન.

જૂનાગઢ, તા.૧૧
સિંહ સહિતના વન્યપ્રાણીઓનો સંવનનકાળ ચોમાસુ પુરૂ થતા જ ગીરની જેમ ગિરનાર અભયારણ્યમાં પણ નવા સિંહબાળનું આગમન થયું છે. વનવિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ વર્ષે ગિરનાર અભયારણ્યમાં પંદરેક જેટલા નવા સિંહબાળનો ઉમેરો થયો છે. કુદરતી અનમોલ ભેંટ સમાન ૧પ દિવસથી લઈને ત્રણ મહિના સુધીના બચ્ચાઓના કિલ્લોલથી હાલમાં ગિરનારની ગિરિકંદરાઓ જાણે કે જીવંત બની ઉઠી છે. વનવિભાગ પણ આ બચ્ચાઓનું ધ્યાન રાખવાની કામગીરીમાં લાગી ગયો છે. નવા બચ્ચાઓના આગમન સાથે જ ગિરનારમાં સિંહોની સંખ્યા ૩પ થી વધુ થઈ ગઈ છે. ખોરાક, પાણી અને સલામત આશ્રયસ્થાનની પાયાની જરૂરિયાતની પુરતી વ્યવસ્થાના કારણે ગિરનાર અભયારણ્યના જંગલમાં સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
  • ૧પ દિવસથી ત્રણ મહિના સુધીના બચ્ચાઓના કિલ્લોલથી ગિરિકંદરાઓ જીવંત બની ઉઠી
  • ખોરાક, પાણી અને સલામત આશ્રયસ્થાનની પાયાની જરૂરિયાતો પુરી થતી હોવાથી વધી રહેલી સિંહોની સંખ્યા : સિંહોનો પ્રિય રહેંણાક વિસ્તાર ઉત્તર રેન્જ
ચોમાસાની ઋતુ એટલે તમામ પ્રકારની વન્યસૃષ્ટિ માટે સંવનન અને સંવર્ધનનો સમય ગણાય છે. પ્રકૃત્તિની આહારકડીમાં સૌથી પહેલા આવતા ઘાસથી માંડીને સિંહો સુધીના પ્રાણીઓ માટે આ ઋતુમાં નવો ખોરાક તૈયાર થાય છે. સાથે સાથે જ તેની પ્રજાતિની સંખ્યામાં પણ વધારો થાય છે. અન્ય જીવો કરતા લુપ્ત થઈ રહેલા એશિયાઈ સિંહો ઉપર બધાનું ધ્યાન સૌથી વધુ કેન્દ્રિત થયેલું હોય છે.
ચોમાસાની સંવનનની ઋતુ દરમિયાન ગિરનાર અભયારણ્યમાં કેટલીક સિંહણો ગર્ભવતી બની હતી. હાલમાં બચ્ચાના જન્મ થવાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર ગિરનાર અભયારણ્યમાં ૧પ નવા સિંહબાળનો ઉમેરો થયો છે.
૧પ દિવસ, એક મહિનો, બે મહિનાથી લઈને ત્રણ મહિના સુધીના નવા બચ્ચાઓના કિલ્લોલથી ગિરનારનું જંગલ જાણે કે જીવંત બની ગયું છે. આ ૧પ બચ્ચાઓમાંથી ૧ર જેટલા માદા અને બાકીના નર હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. નવા બચ્ચાઓના ઉમેરા સાથે ગિરનાર અભયારણ્યમાં સિંહોની સંખ્યા ૩પ થી વધુ થઈ ગઈ છે. બચ્ચાઓ સાથે સિંહણો તેની ટેરેટરીમાં ફરતી જોવા મળી રહી છે. હાલમાં ડી.સી.એફ. આરાધના શાહૂના માર્ગદર્શન હેઠળ એ.સી.એફ. ગાંધી, આર.એફ.ઓ. પી.જે.મારૂ, પી.ટી.કનેરીયા વગેરે દ્વારા સિંહબાળ સહિતના વન્યપ્રાણીઓ તથા જંગલની કાળજી લેવામાં આવી રહી છે.
ગિરનાર જંગલમાં સિંહો માટે રહેવાનો સૌથી પ્રિય વિસ્તાર ઉત્તર રેન્જ ગણવામાં આવે છે. જૂનાગઢ અને ભેંસાણ તાલુકા સાથે જોડાયેલા આ જંગલ વિસ્તારમાં કાયમીના ધોરણે સિંહોની વધુ સંખ્યા જોવા મળે છે. આ વિસ્તારમાં લોકોની ઓછી અવર-જવર અને પાણી સહિતની અન્ય અનુકૂળતાઓના કારણે સિંહો વધુ રહેવાનું પસંદ કરે છે. માનવીય ખલેલ સિંહોને સ્થળાંતર કરવા તરફ પ્રેરી રહ્યા છે. જો કે દક્ષિણ રેન્જમાં પણ સિંહોની અવર-જવર તો કાયમી હોય જ છે. પરંતુ આ વિસ્તારમાં રહેવાનું ઓછુ પસંદ કરે છે. દક્ષિણ રેન્જમાં ફક્ત આંટો મારીને સિંહો પરત જતા રહે છે.
છેલ્લા કેટલાક દાયકાઓથી ગિરનાર અભયારણ્યમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ આપતા નિષ્ણાંતો જણાવે છે કે, અહી સિંહોની પાયાની જરૂરિયાત સરળતાથી પુરી થઈ રહી છે. સૌપ્રથમ તો અહીનું જંગલ રહેવાનું સલામત સ્થળ છે. તેમજ પાંખુ જંગલ હોવાથી સિંહો માટે ખુબ જ અનુકૂળ છે. જ્યારે જંગલમાં ખોરાક પણ સરળતાથી મળી જાય છે. આસપાસના વિસ્તારના પાલતુ પશુઓનો ખોરાક મળતો રહે છે. આ ઉપરાંત પાણી આખું વર્ષ મળતું રહે છે. આ ત્રણ મુખ્ય કારણોથી ગિરનાર અભયારણ્યમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
સિંહણ કેવી રીતે કરે છે બચ્ચાનો ઉછેર ??: પાંચ-સાત મહિનાનું સિંહબાળ શિકાર કરવા સક્ષમ બની જાય છે
જૂનાગઢ, તા.૧૧: સિંહબાળના જન્મબાદ સિંહણ તબક્કાવાર તેનો ઉછેર કરે છે. સિંહબાળની વૃદ્ધિ થોડી ઝડપથી થાય છે. જન્મથી લઈને શરૂઆતના ત્રણ મહિના સુધી સિંહણ બચ્ચાની ખુબ જ કાળજી રાખે છે. બચ્ચા આખો દિવસ સિંહણની સાથે જ હોય છે. કારણ કે આ સમયગાળા દરમિયાન બચ્ચા ખાવાનું પણ શિખ્યા હોતા નથી. શરૂઆતના ત્રણ મહિના બચ્ચાને ખાવાનું શિખવવાની તાલિમ સિંહણ દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી બચ્ચા પાંચ-સાત મહિનાના થાય આ દરમિયાન સિંહણથી ધીમે ધીમે દૂર જવાનું શિખવા માંડે છે. આ સમયમાં બચ્ચાને શિકાર અંગેની તાલિમ આપવામાં આવે છે. ત્રણ-ચાર મહિનાની તાલિમ મેળવ્યા બાદ છ થી આઠ માસનું સિંહબાળ શિકાર કરતા શિખી ગયું હોય છે. નાના પ્રાણીઓનો તે એકલા જ શિકાર કરી શકે એટલું સક્ષમ બની ગયું હોય છે. સમય પસાર થતો જાય તેમ બચ્ચુ માતાથી વધુને વધુ દૂર જતા શિખી જાય છે. અને દોઢ-બે વર્ષની ઉંમરે કિશોરાવસ્થામાં પહોંચી ગયેલા બચ્ચા પાલતું પશુઓનો શિકાર કરવા માટે પણ સક્ષમ બની ગયા હોય છે.

સિંહ-શ્વાનની દોસ્તી કરાવનારે અ'વાદ ઝૂને બનાવેલું રિમાર્કેબેલ.

City Reporter, Ahmedabad  |  Sep 19, 2012, 02:59AM IST
- ૨૦૦૭માં લખાયેલું 'માય ફાધર્સ ઝૂ’ પુસ્તક હવે ગુજરાતીમાં લોન્ચ થશે૧૯મી સપ્ટેમ્બરનાં રોજ પદ્મશ્રી રૂબિન ડેવિડની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે તેમનાં પુત્રી એસ્થર ડેવિડે ૨૦૦૭માં લખેલું અંગ્રેજી પુસ્તક 'માય ફાધર્સ ઝૂ’ ગુજરાતી અનુવાદિત થયું આજે એએમસી દ્વારા સેલિબ્રેશન અને બુક લોન્ચ...

રૂબિન ડેવિડે ઝૂના સિંહ અને ડોગ વચ્ચે ફ્રેન્ડશિપ કરાવેલી

પદ્મશ્રી રૂબિન ડેવિડની ૧૯મી સપ્ટેમ્બરનાં રોજ ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે તેમનાં પુત્રી એસ્થર ડેવિડ દ્વારા ૨૦૦૭માં લખાયેલા પુસ્તક 'માય ફાધર્સ ઝૂ’નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. 'માય ફાધર્સ ઝૂ ’બુકનું વિમોચન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેચરલિસ્ટ લવકુમાર કચર, મેયર અસિત વોરા અને મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રા દ્વારા ઝૂ ઓફિસ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવશે.આ પ્રસંગે શહેરના જાણીતા નાગરિકો અને એનિમલ લવર્સ ઉપસ્થિત રહેશે.

પદ્મશ્રી રૂબિન ડેવિડ માત્ર અમદાવાદ ઝૂનાં જ નહીં પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સમગ્ર ઝૂ કોમ્પલેક્સનાં સ્થાપક હતાં. તેમણે કમલા નહેરુ ઝૂઓલોજિક ગાર્ડન, ચાચા નહેરુ બાલવાટિકા અને નેચરલ હિ‌સ્ટ્રી મ્યુઝિયમ બનાવી તેમણે અમદાવાદનાં ઝૂને એશિયાનું રિમાર્કેબલ ઝૂ બનાવ્યું હતું.

પ્રાણીઓ માટે અત્યંત માયાળું અભિગમ ધરાવતાં રૂબિન ડેવિડે પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપ માટે હેબિટેટને અલગ જ શૈલીથી વિકસાવ્યું હતું. તેમને ૧૯૭પમાં ભારત સરકાર દ્વારા વન્યજીવ ક્ષેત્રેનાં યોગદાન માટે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રૂબિન ડેવિડ એક એવી વ્યક્તિ હતાં જે ઝૂનાં સિંહ મોન્ટુ અને ટોમી ધ ડોગની મિત્રતા કરાવી શકતાં હતાં.

સિંહ-શ્વાનની દોસ્તી કરાવનારે અ'વાદ ઝૂને બનાવેલું રિમાર્કેબેલ
જાણીતા લેખક અને કલ્ચરલ એક્સપર્ટ એસ્થર ડેવિડે આ પ્રસંગે તેમનાં પિતા વિશે વાત કરતાં કહ્યું કે, ૧૯૮૯માં જ્યારથી ડેડીની ડેથ થઇ, તે જ વર્ષનાં અંતે તેમના શિલ્પની ઝૂની ઓફિસ પાસે સ્થાપના થઇ હતી. ત્યારથી તેમની બર્થ અને ડેથ એનિવર્સરીની ઉજવણી મ્યુનિસિપલ ઓફિસર્સ અને અન્ય કાર્યકરો ધામધૂમથી કરતાં હોય છે. ફક્ત પુત્રી તરીકે જ નહીં, પણ અમદાવાદમાં જ જન્મ અને ઉછેર લીધો હોવાને લીધે હું તેનાંથી ઘણી ક્લોઝ છું. તેને લીધે મને લાગે છે કે હવે ગ્રીન વાઇલ્ડ લાઇફ, નેચર વગેરેનું મહત્વ લોકોમાં ઘટવા માંડ્યું છે. મારા ડેડીનું બનાવેલું ઝૂ એશિયાનું સૌથી મોટું અને બેસ્ટ ઝૂ ગણાતું હતું. મને સતત લાગતું હોય છે કે મારા ડેડીનું મ્યુઝિયમ બાલ વાટિકા અને ઝૂની વચ્ચે હોવાથી તેનાં પર ધ્યાન જતું નથી.
સિંહ-શ્વાનની દોસ્તી કરાવનારે અ'વાદ ઝૂને બનાવેલું રિમાર્કેબેલ
મને 'માય ફાધર્સ ઝૂ’ બુક લખવા માટે ખુશવંત સિંહનાં દિકરી માલાદયાએ પ્રોત્સાહિ‌ત કરી હતી. ૨૦૦૭માં અંગ્રેજીમાં પ્રકાશિત આ પુસ્તક લોકોને ખૂબ જ પસંદ પડ્યું હતું. હવે તેનું ગુજરાતી સંસ્કરણ થઈ રહ્યું છે તે ખરેખર આનંદની વાત છે, આજે મારા ડેડીની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે તેને લોન્ચ કરવામાં આવે છે, તે પ્રસંગ મારા માટે ઘણો મહત્વનો અને યાદગાર છે.
સિંહ-શ્વાનની દોસ્તી કરાવનારે અ'વાદ ઝૂને બનાવેલું રિમાર્કેબેલ
અમદાવાદના ઝૂને એશિયાનું રિમાર્કેબલ ઝૂ બનાવનાર અવ્વલ પ્રાણીપ્રેમી રૂબિન ડેવિડની કેટલીક યાદગાર તસવીરો. રૂબિન એક એવા વિલક્ષણ પ્રાણી પ્રેમી હતા કે તે હિંસક પ્રાણી સાથે પણ નિરાંતે બેસી શકતા.

જાંબુડી રાઉન્ડ સિંહણનું ‘મેટરનિટી હોમ’, ગિરનારમાં માત્ર બે નર સિંહ.


Bhaskar News, Junagadh | Oct 09, 2012, 02:46AM IST
- ખોરાક, પાણી અને સલામતી ધરાવતો જાંબુડી વિસ્તાર સાવજોની પ્રથમ પસંદગી

ગિરનાર જંગલ છેલ્લા બે દાયકાથી સિંહો માટે ગિર બહારનો બીજો રહેણાંક વિસ્તાર બન્યો છે. આજે ગિરનારનાં જંગલમાં ૩૫ થી વધૂ સિંહો વસ્તા હોવાનો અંદાજ છે.

ગિરનાર પરિક્રમાનાં રૂટ પર ઝીણાબાવાની મઢીથી ડેરવાણ વચ્ચેનો વિસ્તાર એટલે વન વિભાગોનો જાંબુડી રાઉન્ડ. આ વિસ્તારમાં હસ્નાપુર ડેમ આવેલો છે. વળી જૂનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ગામો નજીક હોય સિંહોને ખોરાક આસાનીથી ઉપલબ્ધ બને છે. આથી સિંહણો સંવનન બાદ બચ્ચાને જન્મ આપવા માટે જાંબુડી રાઉન્ડ સૌથી વધુ પસંદ કરતી હોવાનું જાણવા મળ્યું છે. હાલ વનખાતાનાં નોર્મલ વિભાગની ઉતર અને દક્ષિણ ડુંગર રેન્જમાં કુલ ૧૧ બચ્ચાનો જન્મો થયો છે. સિંહબાળનાં કિલકિલાટ થી જંગલ ગૂજી ઉઠયું છે.

- ગિરનાર જંગલમાં માત્ર બે નર સિંહ

જૂનાગઢનાં ગિરનાર જંગલમાં અંદાજે ૩૫ થી વધુ સાવજનો વસવાટ છે. પરંતુ અહીંયા માત્ર બે જ નરસિંહ હોવાનું જાણવા મળ્યું છે. જોકે નવા જન્મેલા સિંહબાળમાં કેટલા નરસિંહ છે તે હજુ જાણી શકાયું નથી.

- રેસ્કયુટીમ સાથે નાઇટ પટ્રોલિંગ

ગિરનાર જંગલમાં જન્મેલા બચ્ચાની કાળજી માટે ઉતર-દક્ષિણ ડુંગરબન્ને રેન્જનાં આરએફઓ કનેરીયા, મારૂ, સ્ટાફ અને રેસ્કયુટીમ સાથે નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવે છે. અને દરરોજ અવલોકન કરવામાં આવી રહયું છે.

- ટૂંક સમયમાં વધુ બે સિંહણ બચ્ચાંને જન્મ આપશે

ગિરનાર જંગલમાં નવા સિંહબાળનું આગમાન થયું છે. જો કે તેમાં હજુ વધારો થનાર છે. વનવિભાગનાં સુત્રોનાં જણાવ્યા મૂજબ હજુ બે સિંહણ સિંહબાળને ટૂંક સમયમાં જન્મ આપનાર છે.

- ૪ સિંહણ ૯બચ્ચાનું ૧ ગ્રૂપ

ગિરનાર જંગલ વિસ્તારમાં છેલ્લા છ માસમાં કુલ ૧૧ સિંહબાળનો જન્મ થયો છે. જેમાં ઉતર રેન્જમાં ચાર સિંહણ અને તેના નવ બચ્ચાનું એક ગ્રૃપ સાથે ફરી રહયું છે. જો કે તેમની સાથે ૧ પણ નર સિંહ નથી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-jambudi-is-lions-maternlity-home-3898364.html?RLT=

બે સિંહણ વચ્ચે લોહિયાળ જંગ, સિંહ બન્યો ‘શાંતિદૂત’, જુઓ તસવીરો

બે સિંહણ વચ્ચે લોહિયાળ જંગ, સિંહ બન્યો ‘શાંતિદૂત’, જુઓ તસવીરો
Dilip Raval, Amreli  |  Oct 10, 2012, 12:36PM IST
- ક્રાંકચમાં બે સિંહણો વચ્ચે જામ્યો ખરાખરીનો જંગ
- સિંહે દોડી આવી બન્ને સિંહણો વચ્ચેની લડાઇ અટકાવી

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં સાવજનું મહાકાય ટોળુ વસવાટ કરી રહ્યુ છે. જેવી રીતે માણસના ઘરમાં કજીયો, કંકાસ થાય તેમ આ સાવજ પરિવારમાં પણ કજીયા, કંકાસની પરંપરા ચાલી આવે છે.

ગઇકાલે શેત્રુંજી નદીના પટમાં આ પરિવારની કોલર આઇટી વાળી સિંહણ અને રાતડી સિંહણ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. બન્ને એકબીજાને લોહીલુહાણ કરે તે પહેલા મુંધડા સિંહ દોડી આવી આ લડાઇ અટકાવી હતી.

આ સિંહણફાઈટની વધુ રોમાંચક વિગતો તસવીરો સાથે વાંચવા આગળ ક્લિક કરો....

(તસવીરો: મનોજ જોષી, લીલીયા)

બે સિંહણ વચ્ચે લોહિયાળ જંગ, સિંહ બન્યો ‘શાંતિદૂત’, જુઓ તસવીરો
ગઇકાલે શેત્રુંજી નદીના પટમાં આ પરિવારની કોલર આઇટી વાળી સિંહણ અને રાતડી સિંહણ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. બન્ને એકબીજાને લોહીલુહાણ કરે તે પહેલા મુંધડા સિંહે દોડી આવી આ લડાઇ અટકાવી હતી.
બે સિંહણ વચ્ચે લોહિયાળ જંગ, સિંહ બન્યો ‘શાંતિદૂત’, જુઓ તસવીરો
સામાન્ય રીતે સાવજો વચ્ચે ઇલાકાને લઇને અથવા તો મારણને લઇને અવાર નવાર લડાઇ જામે છે. પરંતુ આ લડાઇ મોટેભાગે હરીફ ગૃપો વચ્ચે હોય છે. ક્યારેક ક્યારેક એક એક જ ગૃપના સાવજો વચ્ચે પણ લડાઇ થાય છે.
બે સિંહણ વચ્ચે લોહિયાળ જંગ, સિંહ બન્યો ‘શાંતિદૂત’, જુઓ તસવીરો
લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં સાવજનું મહાકાય ટોળુ વસવાટ કરી રહ્યુ છે. જેવી રીતે માણસના ઘરમાં કજીયો, કંકાસ થાય તેમ આ સાવજ પરિવારમાં પણ કજીયા, કંકાસની પરંપરા ચાલી આવે છે.
બે સિંહણ વચ્ચે લોહિયાળ જંગ, સિંહ બન્યો ‘શાંતિદૂત’, જુઓ તસવીરો
સિંહે દોડી આવી સિંહણો વચ્ચેની લડાઇ અટકાવી

બે સિંહણ વચ્ચે લોહિયાળ જંગ, સિંહ બન્યો ‘શાંતિદૂત’, જુઓ તસવીરો
બે સિંહણો વચ્ચે આવી જ એક લડાઇ સોમવારે જોવા મળી હતી. બન્ને વચ્ચે થોડી મીનીટો માટે ખુંખાર જંગ જામ્યો હતો. નદીના પટમાં પાણી વચ્ચે આ જંગમાં બન્ને સિંહણો લોહી લુહાણ થાય તે પહેલા જ મુંધડા તરીકે ઓળખાતા નરે દરમીયાનગીરી કરી હતી.
બે સિંહણ વચ્ચે લોહિયાળ જંગ, સિંહ બન્યો ‘શાંતિદૂત’, જુઓ તસવીરો
તાબડતોબ દોડી આવેલા આ નરે એક જ ડણક દેતા બન્ને સિંહણો લડતી બંધ થઇ ગઇ હતી. અહિં મુંધડા નરે જાણે ઘરના મોભી જેવી ભુમીકા ભજવી હતી.

Thursday, October 4, 2012

ઉનાનું બાણેજ દેશમાં એકમાત્ર મતદાર ધરાવતું મતદાન મથક.


Bhaskar News, Una | Oct 04, 2012, 03:54AM IST
બાણેજનાં મહંતનાં એક મત માટે ૮ કર્મીઓનો સ્ટાફ

દેશભરનું એકજ મતદાર ધરાવતું મતદાન મથક ઊના નજીકનાં ઘનઘોર જંગલમાં આવેલું છે. ચૂંટણી વખતે બાણેજ ખાતે એક મત માટે ચૂંટણીપંચ ૮ કર્મચારીઓના સ્ટાફને અહીં મોકલે છે.

ઊના નજીકનાં ગિરના અડાબીડ જંગલ વચ્ચે આવેલું ર્તીથધામ એટલે બાણેજની જગ્યા. અહીંનાં મહંત ભરતદાસ ગુરૂ દર્શનદાસ આ મથદાન મથકનાં એકમાત્ર મતદાર છે. બાણેજનાં મહંત અહીંજ રહે છે. આથી તેમનાં મતદાન માટે ચૂંટણી પંચ જગ્યામાંજ મતદાન મથક ઉભું કરે છે. તે માટે ૮ લોકોનો સ્ટાફ પણ ફાળવે છે. આ સ્ટાફમાં એક પ્રિસાઇડીંગ ઓફિસર, બે પોલીંગ એજન્ટ, એક પટ્ટાવાળા, એક પોલીસ, એક હોમગાર્ડ અને બે વનવિભાગનાં કર્મચારીનો સમાવેશ થાય છે.

આ સ્ટાફ મતદાનની તારીખે ઇવીએમ મશીન લઇને પહોંચી જાય છે. અને આશ્રમમાંજ મથદાન મથક ઉભું કરાય છે. મતદાનનો સમય સવારે ૮ વાગ્યાનો હોય છે. અને ભરતદાસબાપુ સવારે ૮ વાગ્યેજ મતદાન કરે છે.

જોકે, ત્યારપછી ફરજ પરનાં સ્ટાફે છેક સાંજે પાંચ વાગ્યા સુધી વાહનની વાટ જોઇને બેસવું પડે છે. ઉમેદવારો પણ પાંચ વર્ષ દરમ્યાન ભલે તેમની પાસે ન ગયા હોય. પરંતુ ચૂંટણી વખતે તેમનાં એકમાત્ર મત માટે પણ તેઓ બાપુનાં શરણે પહોંચી જાય છે. જોકે, અધિકારીઓ એવો ગણગણાટ કરતા હોય છે કે, સરકારે એક મત માટે અન્ય સ્થળે મતદાન કરવાની વ્યવસ્થા કરવી જોઇએ.

Wednesday, October 3, 2012

સિંહણના ગળે બંધ આઈ.ડી.કોલર કાઢવા માટે વન વિભાગની કસરત



લીલીયા, તા.૨
લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસવાટ કરી એક સિંહણને પહેરાવવામાં આવેલ આઈ.ડી.કોલર બંધ થઈ ગયેલ હોવાથી તેને કાઢવા માટે વન વિભાગ દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે, પરંતુ સાત દિવસની મહેનતા છતાં તેમાં સફળતા મળી નથી.સિહણ સાથે નાના બચ્ચા હોવાથી તે જોખમી હોય વન વિભાગ સાવચેતીપુર્વક પ્રયાસ કરી રહ્યું છે.
  • લીલીયા તાલુકાના ક્રાંકચ વિસ્તારમાં
  • બચ્ચા સાથે હોવાથી જોખમ, સતત સાત-સાત દિવસના પ્રયાસો નિષ્ફળ
ગીર જંગલ વિસ્તાર ટુંકો પડતા અનેક સિહો જંગલ બહાર નિકળી જુદા જુદા વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે.તે પૈકી એક સિંહણ આશરે દસેક વર્ષથી ક્રાંકચ આસપાસના વિસ્તારમાં વસવાટ કરી રહી છે. આ સિંહણ પરિવારમાં હાલ ૩૦ જેટલા સભ્યો છે.આ સિંહણને થોડા વર્ષો પહેલા રિસર્ચ માટે વન વિભાગ દ્વારા આઈ.ડી.કોલર લગાવવામાં આવેલ, જે છેલ્લા બે વર્ષથી બંધ છે.જેથી સિંહણને ભારરૂપ બનેલ બંધ આઈ.ડી.કોલર કાઢી લેવા અનેકવારની રજુઆતો બાદ વન વિભાગ જાગેલ છે અને હવે જિલ્લા વન અધિકારી જે.કે.મકવાણાની સુચનાથી આ આઈ.ડી.કોલર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. સિંહણને હાલ ચારેક માસના બે બચ્ચા છે.બચ્ચાવાળી સિંહણ જોખમી છે.
જેથી આઈ.ડી.કોલર કાઢવા માટે પ્રયાસ કરી રહેલા આર.એફ.ઓ. એ.કે.તુર્ક, સ્થાનિક બી.એમ.રાઠોડ, કે.જી.ગોહિલ, પ્રફુલભાઈ મહેતા વગેરે સાવધાનીપુર્વક પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ સાત દિવસની જહેમત છતાં સફળતા મળી નથી. સિંહણ સાથે બચ્ચા હોવાથી પાંજરે પુરવામાં નહીં આવે પરંતુ તેને બેહોશ બનાવી ગળામાં પહેરાવેલ આઈ.ડી.કોલર કાઢવાના પ્રયત્નો કરાઈ રહ્યાં છે. બીજી બાજુ સિંહણના વસવાટ નજીક શેત્રુંજી નદીના પટમાં પાણી ભરેલું હોવાથી સિંહણ કે, બચ્ચા પાણીમાં પડી ન જાય તેનો ખ્યાલ રાખવો પડે છે.
સિંહણનાં બચ્ચાના કાન પર ઈજા
સિંહણ સાથેના ત્રણથી ચાર માસના બે બચ્ચા પૈકી એક બચ્ચાના જમણાં કાન પર ઈજા થયાનું વન તંત્રના નજરે ચડયું હોય તેને સારવાર આપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=92605

ગીર આસપાસના બાળકોને જંગલ પ્રત્યે સંવેદનશીલ બનાવવા વનભ્રમણ કરાવશે.


જૂનાગઢ, તા.૨
ગીર અભયારણ્યમાં વસવાટ કરતા સિંહોના રક્ષણ માટે સ્થાનિક પ્રજાજનોને જોડવાના અભિગમ અંતર્ગત આજથી શરૂ થયેલી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ગીર આસપાસમાં વસવાટ કરતા બાળકોને જંગલ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે વનભ્રમણ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે ગાંધી જયંતીના દિવસથી સાસણમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સ્થાનિક પ્રજાજનો સિંહ અને જંગલના રક્ષણ માટે આગળ આવે તેવા જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાશે. આ ઉજવણી અંતર્ગત ગીર આસપાસની શાળાના બાળકોને વનભ્રમણ કરાવવામાં આવશે.
ખાસ કરીને બાળકોમાં નાનપણથી જ જંગલ અને સિંહો માટે સંવેદના આવે તેવા આશયથી આ કાર્યક્રમ યોજાશે. આ વિશે વધુ વિગતો આપતા ડી.સી.એફ.(વન્યપ્રાણી વર્તુળ) ડો.સંદિપકુમારે જણાવ્યું છે કે, આ ઉપરાંત બાળકોની એક રેલી પણ યોજાશે. જેમાં બાળકો વન્યપ્રાણીઓના મહોરા પહેરીને વન્યજીવન બચાવવાની લોકોને અપિલ કરશે. તેમજ નિબંધ, ચિત્ર, વક્તૃત્વ, પ્રશ્નોત્તરી, સુત્રલેખન જેવી સ્પર્ધાઓ પણ યોજાશે. બીજી તરફ વનકર્મીઓ સારી રીતે કર્તવ્યનિષ્ઠ રહે તેના માટે અદ્યતન માહિતિ સાથે પ્રેઝન્ટેશન કેપેસીટી બિલ્ડીંગ જેવા કાર્યક્રમો યોજાશે.
આગામી તા.૮ ના રોજ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલા બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવશે.

ગીરનાર-ભવનાથના વિકાસની દિશામાં ડગ મંડાયા.

Bhaskar News, Junagadh | Oct 03, 2012, 01:46AM IST
- અમલ થયા બાદ પ્રવાસનનાં માળખાકિય વિકાસ માટેનાં નિર્ણયો અને અમલીકરણની પ્રક્રિયા ઝડપી બનશે

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે ગિરનાર અને ભવનાથનો પ્રવાસનની દ્રષ્ટિએ વિકાસ કરવા માટે સત્તા મંડળ (ઓથોરિટી) રચવાની જાહેરાત કરી દીધી. આગામી તા. ૨૬ જાન્યુ. ૧૩ થી આ સત્તા મંડળ અમલમાં આવશે. એમ પણ જણાવ્યું. તેનું નામ ગમે તે રાખવામાં આવે.

પરંતુ જૂનાગઢવાસીઓની ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની માંગણી સાકાર થવાની દિશામાં ડગ મંડાયા છે. સાથોસાથ આ સત્તા મંડળની કામગિરીમાં વનવિભાગનો ચંચૂપાત ન હોવો જોઇએ. જો એમ થાય તો ઓથોરિટીનો કશો જ અર્થ નહીં સરે એવો સૂર પણ લોકોમાંથી ઉઠ્યો છે.

ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના માટે આજથી ૩૯ વર્ષ પહેલાં ૧૯૭૩ નાં વર્ષમાં શહેરનાં અનંત ધમૉલય ખાતે પ્રબુદ્ધ નાગરિકોની એક મીટિંગ મળી હતી. જેમાં ઉઠેલી માંગણીઓનો છેક હવે સ્વીકાર થયો છે. આ સત્તા મંડળને પગલે ગિરનાર અને ભવનાથ વિસ્તારનાં પ્રવાસન આંતરમાળખાકિય વિકાસ કાર્યો ઝડપી બનશે. આ સત્તા મંડળનો ફાયદો એ કે જો તે અમલમાં હોય તો પાજનાકા પુલને નવો બનાવવા માટે આજે બે વર્ષથી કામ ટલ્લે ચઢયું છે એ સ્થિતી ન હોત.

એ રીતે દામોદર કુંડનાં પાણીને બારેમાસ સ્વચ્છ રાખવા માટેનાં પગલાં તાકીદે લેવાઇ ગયાં હોત. હવે સ્થાનિક ભાજપનાં આગેવાનોએ તેની અમલવારી ઝડપથી કરાવવી જોઇએ. સરકાર માત્ર જીઆર બહાર પાડે તેનાથી કશું નહીં થાય. એમ જૂનાગઢનાં પૂર્વ નગરસેવક શશીકાંત દવે જણાવે છે. સંજય કોરડીયાએ કહ્યું હતુ કે, પ્રવાસનક્ષેત્રે વિકાસની ઉજળી તક ઉભી થઇ છે. ભવનાથ અને ગિરનાર આમ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

જ્યારે ચેમ્બર ઓફ કોમર્સનાં મંત્રી ભુરાભાઇ દેસાઇ કહે છે, સ્વાયત્ત ઓથોરિટી તિરૂવલમ ડેવલપમેન્ટ ઓથોરિટીની માફક કામ કરી શકવી જોઇએ. તો જ તિરૂપત્તિની માફક ગિરનારનો પણ વિકાસ થઇ શકે. સરકારે એ રીતનું ભંડોળ પણ ફાળવવું જોઇએ. કારણકે, જો એમ ન હોય તો વનવિભાગ પોતાની સત્તાનો અભયારણ્યનાં બહાના તળે દુરૂપયોગ કરે તો પછી આ સત્તા મંડળનો કશો જ અર્થ ન સરે. પાજનાકા પુલનાં મામલે વનવિભાગનાં ચંચૂપાત નડ્યો એવું ન થવું જોઇએ. આવા સત્તામંડળ માટે ચેમ્બરે છેક ૧૯૯૫ થી માંગણી કરી છે.

- અમલવારી થવી જોઇએ : ભારતીબાપુ

ગિરનાર અને ભવનાથનો પ્રવાસન દ્રષ્ટિએ વિકાસ કરવા માટે સત્તા મંડળની રચના થતાં જૂના અખાડાનાં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીએ જણાવ્યું હતું કે, અત્યારે તો જાહેરાત થઇ છે પરંતુ તેની અમલવારી થાય તો સારું. રાજ્યનાં પ્રવાસન વિભાગ સાથે મારે પત્રવ્યવહાર ચાલતો જ રહે છે. ગિરનાર એવું ક્ષેત્ર છે જ્યાં વર્ષે ૫૦ લાખ યાત્રાળુઓ આવે છે. ત્યારે ઓથોરિટી બનતાં કામો ઝડપથી થઇ શકે એ વાત ખરી છે. હાલ તો ઘણાં કામો બાકી છે. વિકાસ કામોનો લાભ આખરે મળવાનો તો લોકોને જ છે. મેં તો આ મામલે વારંવાર રજૂઆતો કરી છે.

- દિવ્ય ભાસ્કરે વિકાસની આ તક અંગે ટકોર કરી ‘તી

મુખ્યમંત્રીની વિવેકાનંદ યાત્રા વખતે જૂનાગઢની મુલાકાતનાં આગલા દિવસે દિવ્યભાસ્કરે પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢનાં વિકાસની ભરપૂર તકો હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત થવી જોઇએ. તે વાતનો ઉલ્લેખ પણ તેમા કર્યો હતો. એવી વર્ષો જૂની માંગણી શશીકાંત દવેએ દિવ્ય ભાસ્કર મારફત દોહરાવી હતી.

- સાથે પૂરતી ગ્રાન્ટ આપે તો સારું : ગોપાલાનંદજી

સત્તા મંડળ બને એ તો સારી વાત છે. પરંતુ સાથોસાથ વિકાસ કામો માટે પૂરતી ગ્રાન્ટો ફાળવાય તો તેનો અર્થ સરે. વળી સત્તા મંડળ પૂરતી સત્તાનો ઉપયોગ કરીને કામ કરે એ પણ જરૂરી છે.

- મંડળ ઝડપી નિર્ણયો લઇ શકશે : ખિમાણી

ભાજપ અગ્રણી પ્રદિપ ખિમાણીએ જણાવ્યુ હતુ કે, ઓથોરિટીની રચના થતાં તેમાં જેતે વિસ્તારનાં સરકારનાં સબંધીતો મેમ્બર બનશે. તેઓએ મંજૂરી જરૂર રહેશે નહી જેથી ઝડપી નિર્ણયો લેવાશે. શિવરાત્રીનો મેળો વગેરે આયોજનોમાં તેઓ પાસે સત્તા રહેશે. એકંદરે વિકાસને વેગ મળશે.

ક્રિકેટર યુસફ પઠણ બનશે સિંહોની રણભૂમિનો મહેમાન.


Bhaskar News, Talala | Oct 03, 2012, 01:22AM IST
- છાત્રો સહિત સૌએ વન્યપ્રાણી સંરક્ષણ કરવાનાં સંકલ્પ લીધા

સાસણ(ગીર)માં વન વિભાગ દ્વારા આજથી વન્યપ્રાણી સંરક્ષણ સપ્તાહ ઉજવણીનો પ્રારંભ થયો છે. આ ઉજવણીમાં હાજરી આપવા ક્રિકેટ યુસુફ પઠાણ આવતીકાલે સાસણ આવનાર છે. આજે છાત્રો સહિત સૌએ વન્યપ્રાણીનું સંરક્ષણ કરવાનાં સંકલ્પ લીધા હતા.
સાસણ(ગીર) ખાતે વન વિભાગ દ્વારા આજે ગાંધી જયંતીથી ૫૮માં વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આજે સિંહ સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડીએફઓ ડૉ. સંદીપકુમાર, સ્ટાફ, ગાઇડ પરિવાર, પ્રકૃતિ પ્રેમીઓ અને છાત્રોએ વન્યપ્રાણી સંરક્ષણ કરવાનાં સંકલ્પ કર્યા હતાં. સપ્તાહ દરમિયાન નબિંધ, ચિત્ર, વકૃત્વ, સુત્ર લેખન, પ્રશ્નોતરી સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત શાળાનાં બાળકોને વનભ્રમણ કરાવી વન્યસૃષ્ટિ અને પશુપ્રાણીઓનાં સંરક્ષણ અંગે જાગૃત કરાશે. ટીમ ઇન્ડીયાના ક્રિકેટર યુસુફ પઠાણ અગાઉ સાસણ(ગીર)ની મુલાકાત લઇ સિંહ દર્શન અને અન્ય વન્યપ્રાણીઓને નિહાળી અત્યંત પ્રભાવીત થયા હતાં. આ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે તેઓ સાસણ આવી વન્ય સૃષ્ટિને બચાવવા અને સંરક્ષણ કરવા લોકોને અપીલ કરશે.

Monday, October 1, 2012

પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢનાં વિકાસની છે ભરપૂર તકો.


Bhaskar News, Junagadh | Oct 01, 2012, 01:31AM IST
ગરવા ગિરનારની ગોદમાં વસેલુ જૂનાગઢ શહેર પ્રવાસીઓને કાયમી આકર્ષતુ રહ્યુ છે. પરંતુ હજી સુધી અન્ય શહેરમાં થયેલા વિકાસની સરખામણીમાં ધણુ પાછળ છે. પર્વત અને પ્રકૂતિનો અનોખો સમન્વય ધરાવતા આ શહેરમાં પ્રવાસન ક્ષેત્રે અકલ્પનીય વિકાસ થઇ શકેતેમ છે. ગિરનાર પર્વત અને શહેરના પ્રવર્તમાન સ્થળોને ચોક્કસ દ્રષ્ટી અને દિસામાં વિકસાવી પ્રવાસન પ્રવૃતીને વેગવંતી બનાવવાની ભરપુર તક છે.

પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ જૂનાગઢને મહાનગરનો દરજજો મળ્યાના એક દાયકા બાદ પણ ગિરનાર, ઉપરકોટ, ભવનાથ કે હેરીટેજ સ્મારકો સહિત સ્થળે વિકાસ માટે ગંભીરતાથી વિર્ચાયું જ નથી.જો આ દિશામાં નકકર આયોજન કરવામાં આવે તો જૂનાગઢ પ્રવાસન ધામ તરીકે વિકસી શકે.

- એફ.એસ.આઇ નાં નિયમોમાં ફેરફાર કરે

જૂનાગઢ માંથી સોમનાથ જિલ્લો અલગ થતાં શહેરનો આર્થીક આધાર બાંધકામ વ્યવસાય પર જ રહે છે. બાંધકામ ક્ષેત્રે વિકાસ થાય માટે વિકાસલક્ષી જાહેરાતની જરુરીયાત છે. રાજકોટની જેમ જૂનાગઢને પણ એફએસઆઇનાં નિયમો લાભ આપવો જોઇએ. જુંંડાની મીટિંગમાં ઠરાવ થઇ ગયો છે તેને માન્યતા આપો.
- બીપીન શિંગાળા

- આ ઘડી છે ... મોદીજી જૂનાગઢ વિકાસની રાહમાં બેઠું છે.

જૂનાગઢ બાળ કોર્પોરેશન છે તેવા જવાબો વર્ષોથી મળી રહ્યા છે ૧૫મી ઓગષ્ટે ગિર સોમનાથ જિલ્લાની જાહેરાત કરી પરંતુ ત્યારે જૂનાગઢને કશું જ ન મળ્યાનો વસવસો પ્રજાનાં હૃદયમાં સોઇની માફક ભોકાઇ રહ્યો છે. જ્યારે તમે સોમવારે જૂનાગઢ આવી રહ્યા છો તો ગિરનાર અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તેવી આશા પ્રત્યેક નાગરીક બાંધીને બેઠો છે.

માત્ર ગ્રાન્ટની જાહેરાતો નહીં નક્કર કામગીરી થાય તેવી પ્રબળ ઇચ્છા શહેરીજનો રાખીને બેઠા છે. અનેક ઐતિહાસીક ઇમારતો અને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકે તેવા સ્થળોને ધ્યાને રાખીને કોઇ ખાસ પ્રોજેક્ટ બને તો જૂનાગઢ માત્ર
ગુજરાત જ નહીં વિશ્વના નકશામાં ઉભરી આવે તેવા ઉજળા સંજોગો છે.

- ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીની જાહેરાત કરે

ગિરનાર અને ભવનાથનાં વિકાસ માટે ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના જરુરી છે. તેના માધ્યમથી ગિરનારનો વિકાસ થઇ શકે તેમ છે. શહેરના આર્થિક વિકાસ માટે પ્રવાસીઓને આર્કષીત વધુ ઉપયોગી બની રહે તેમ છે.
- શશીકાંત દવે

વિસાવદરમાં વિવેકાનંદ યાત્રાનાં માર્ગ પર વૃક્ષ છેદન.


Bhaskar News, Visavadar | Oct 01, 2012, 00:36AM IST
- પીડબલ્યુડીનાં કર્મચારીઓ ઘાતકી કઠીયારા બની ગયા

વિસાવદરમાં આવતીકાલે વિવેકાનંદ યાત્રા આવી રહી હોય તમામ તંત્ર ઉંઘા માથે કામે લાગી ગયું છે. ત્યારે પીડબલ્યુડીનાં કર્મચારીઓએ ઘાતકી કઠીયારા બની યાત્રાનાં માર્ગ પર નડતરરૂપ વૃક્ષો કાપવામાં લાગી જતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી છવાઈ જવા પામી છે.

વિસાવદરમાં આવતીકાલ તા.૧નાં રોજ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા આવી રહી હોય તમામ તંત્ર ઊંધા માથે કામે લાગી ગયું છે. ત્યારે પીડબલ્યુડીનાં કર્મચારીઓ દ્વારા ઘાતકી કઠીયારા બની માંડાવડ રોડ પર અને મુખ્યમંત્રીનાં સભા સ્થળ આસપાસ યાત્રાનાં માર્ગ પર નડતરરૂપ વર્ષો પુરાણા ઘટાદાર વૃક્ષોને આડેધડ કાપવાનું શરૂ કરી દેતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી છવાઈ જવા પામી છે.

આ ઉપરાંત માર્ગમાં આવતા સ્પીડબ્રેકરોને તોડી ખાડા-ખડબા બુરવાનાં કામમાં પણ જોશ બતાવી રહ્યાં છે. આ ઉપરાંત પીજીવીસીએલનાં કર્મચારીઓએ પણ પોતાની આળસ ખંખેરી વારંવાર વીજકાપ રાખી સર્વીસ વાયરો અને પોલ વાયરોનું રીપેરિંગ કામ શરૂ કરતા લોકોમાં નારાજગી છવાઈ જવા પામી છે.

- ઉપવાસી ખેડૂતો યાત્રા સભાનો બહિષ્કાર કરશે

મુખ્યમંત્રીનાં આગમન પૂર્વે પાકવિમા મુદ્દે આમરણાંત ઉપવાસ આંદોલનની ઘોષણા કરી દીધી છે. સાત વ્યક્તિ આમરણાંત અને તેમનાં ટેકામાં ૧૦૦૦ લોકો પ્રતિક ઉપવાસમાં જોડાશે તેમજ યાત્રા અને સભાનો પણ બહિષ્કાર કરાશે તેમ જાબુંડીનાં સરપંચ લાલજીભાઈ કોટડીયાએ જણાવ્યું છે.

શિકારી ખુદ યહાં શિકાર હો ગયા, દીપડી રાતભર લટકતી રહી.


Bhaskar News, Amreli, Dhari | Oct 01, 2012, 00:58AM IST
- ધારી પંથકના દીતલા ગામની સીમમાં બનેલો અભૂતપૂર્વ બનાવ

ધારી તાલુકાના દીતલા ગામની સીમમાં ગઇરાત્રે આશરે ચાર વર્ષની ઉમરની એક દીપડી પક્ષીના શિકાર માટે વીજપોલ પર ચડી હતી ત્યારે ટ્રાંન્સફોર્મરમાં વીજશોક લાગતા દીપડીનું મોત થયું હતું. વન વિભાગે ઘટના સ્થળે દોડી જઇ દીપડીનો મૃતદેહ કબજે લીધો હતો. અહીંથી પોલીસને બે કબૂતર મરેલા પણ મળી આવ્યા હતાં.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા વન્ય પ્રાણીઓની જાણે માઠી દશા ચાલી રહી છે. અવારનવાર સિંહ કે દીપડાના અપમૃત્યુની ઘટનાઓ બનતી રહે છે. ગઇરાત્રે ધારી તાલુકાના દીતલા ગામની સીમમાં વીજશોકથી દીપડીના મોતની ઘટના બની છે. વન વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ ઘટના ધારીના દીતલા ગામના ખોડાભાઇ ભુરાભાઇ ઝાલાની વાડીમાં બની હતી.

તેમની વાડીમાં આવેલા એક વીજ ટ્રાન્સફોર્મમર પર ગઇરાત્રે એક દીપડી પક્ષીના શિકાર માટે ચડી હતી. અહીં મોર અને કબુતરની વસતી વધારે હોય તેના શિકાર માટે દીપડી અહીં ચડ્યાનુ મનાઇ રહ્યું છે. દીપડી વીજપોલ પર ચડતા જ વીજશોક લાગવાથી મોતને ભેંટી હતી. સવારે દીપડીનો મૃતદેહ વીજપોલ પર લટકતો મળી આવ્યો હતો.

બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા સરસીયા રેન્જના આરએફઓ સી પી રાણપરિયા સ્ટાફ સાથે ત્યાં દોડી ગયાં હતાં. ઘટનાને પગલે ડીએફઓ અંશુમન શર્મા પણ દીતલા દોડી ગયાં હતાં. દીપડીની ઉંમર આશરે ચાર વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું દીપડીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા ખસેડવામાં આવ્યો હતો. વનખાતાના સ્ટાફને થાંભલા નીચેથી કબુતરના બે મૃતદેહ પણ મળી આવ્યા હતાં.