Bhaskar News, Junagadh | Oct 09, 2012, 02:46AM IST
- ખોરાક, પાણી અને સલામતી ધરાવતો જાંબુડી વિસ્તાર સાવજોની પ્રથમ પસંદગીગિરનાર જંગલ છેલ્લા બે દાયકાથી સિંહો માટે ગિર બહારનો બીજો રહેણાંક વિસ્તાર બન્યો છે. આજે ગિરનારનાં જંગલમાં ૩૫ થી વધૂ સિંહો વસ્તા હોવાનો અંદાજ છે.
ગિરનાર પરિક્રમાનાં રૂટ પર ઝીણાબાવાની મઢીથી ડેરવાણ વચ્ચેનો વિસ્તાર એટલે વન વિભાગોનો જાંબુડી રાઉન્ડ. આ વિસ્તારમાં હસ્નાપુર ડેમ આવેલો છે. વળી જૂનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ગામો નજીક હોય સિંહોને ખોરાક આસાનીથી ઉપલબ્ધ બને છે. આથી સિંહણો સંવનન બાદ બચ્ચાને જન્મ આપવા માટે જાંબુડી રાઉન્ડ સૌથી વધુ પસંદ કરતી હોવાનું જાણવા મળ્યું છે. હાલ વનખાતાનાં નોર્મલ વિભાગની ઉતર અને દક્ષિણ ડુંગર રેન્જમાં કુલ ૧૧ બચ્ચાનો જન્મો થયો છે. સિંહબાળનાં કિલકિલાટ થી જંગલ ગૂજી ઉઠયું છે.
- ગિરનાર જંગલમાં માત્ર બે નર સિંહ
જૂનાગઢનાં ગિરનાર જંગલમાં અંદાજે ૩૫ થી વધુ સાવજનો વસવાટ છે. પરંતુ અહીંયા માત્ર બે જ નરસિંહ હોવાનું જાણવા મળ્યું છે. જોકે નવા જન્મેલા સિંહબાળમાં કેટલા નરસિંહ છે તે હજુ જાણી શકાયું નથી.
- રેસ્કયુટીમ સાથે નાઇટ પટ્રોલિંગ
ગિરનાર જંગલમાં જન્મેલા બચ્ચાની કાળજી માટે ઉતર-દક્ષિણ ડુંગરબન્ને રેન્જનાં આરએફઓ કનેરીયા, મારૂ, સ્ટાફ અને રેસ્કયુટીમ સાથે નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવે છે. અને દરરોજ અવલોકન કરવામાં આવી રહયું છે.
- ટૂંક સમયમાં વધુ બે સિંહણ બચ્ચાંને જન્મ આપશે
ગિરનાર જંગલમાં નવા સિંહબાળનું આગમાન થયું છે. જો કે તેમાં હજુ વધારો થનાર છે. વનવિભાગનાં સુત્રોનાં જણાવ્યા મૂજબ હજુ બે સિંહણ સિંહબાળને ટૂંક સમયમાં જન્મ આપનાર છે.
- ૪ સિંહણ ૯બચ્ચાનું ૧ ગ્રૂપ
ગિરનાર જંગલ વિસ્તારમાં છેલ્લા છ માસમાં કુલ ૧૧ સિંહબાળનો જન્મ થયો છે. જેમાં ઉતર રેન્જમાં ચાર સિંહણ અને તેના નવ બચ્ચાનું એક ગ્રૃપ સાથે ફરી રહયું છે. જો કે તેમની સાથે ૧ પણ નર સિંહ નથી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-jambudi-is-lions-maternlity-home-3898364.html?RLT=
No comments:
Post a Comment