Dilip Raval, Amreli | Oct 10, 2012, 12:36PM IST
- ક્રાંકચમાં બે સિંહણો વચ્ચે જામ્યો ખરાખરીનો જંગ- સિંહે દોડી આવી બન્ને સિંહણો વચ્ચેની લડાઇ અટકાવી
લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં સાવજનું મહાકાય ટોળુ વસવાટ કરી રહ્યુ છે. જેવી રીતે માણસના ઘરમાં કજીયો, કંકાસ થાય તેમ આ સાવજ પરિવારમાં પણ કજીયા, કંકાસની પરંપરા ચાલી આવે છે.
ગઇકાલે શેત્રુંજી નદીના પટમાં આ પરિવારની કોલર આઇટી વાળી સિંહણ અને રાતડી સિંહણ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. બન્ને એકબીજાને લોહીલુહાણ કરે તે પહેલા મુંધડા સિંહ દોડી આવી આ લડાઇ અટકાવી હતી.
આ સિંહણફાઈટની વધુ રોમાંચક વિગતો તસવીરો સાથે વાંચવા આગળ ક્લિક કરો....
(તસવીરો: મનોજ જોષી, લીલીયા)
ગઇકાલે શેત્રુંજી નદીના પટમાં આ પરિવારની કોલર આઇટી વાળી સિંહણ અને રાતડી સિંહણ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. બન્ને એકબીજાને લોહીલુહાણ કરે તે પહેલા મુંધડા સિંહે દોડી આવી આ લડાઇ અટકાવી હતી.
સામાન્ય રીતે સાવજો વચ્ચે ઇલાકાને લઇને અથવા તો મારણને લઇને અવાર નવાર લડાઇ જામે છે. પરંતુ આ લડાઇ મોટેભાગે હરીફ ગૃપો વચ્ચે હોય છે. ક્યારેક ક્યારેક એક એક જ ગૃપના સાવજો વચ્ચે પણ લડાઇ થાય છે.
લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં સાવજનું મહાકાય ટોળુ વસવાટ કરી રહ્યુ છે. જેવી રીતે માણસના ઘરમાં કજીયો, કંકાસ થાય તેમ આ સાવજ પરિવારમાં પણ કજીયા, કંકાસની પરંપરા ચાલી આવે છે.
સિંહે દોડી આવી સિંહણો વચ્ચેની લડાઇ અટકાવી
બે સિંહણો વચ્ચે આવી જ એક લડાઇ સોમવારે જોવા મળી હતી. બન્ને વચ્ચે થોડી મીનીટો માટે ખુંખાર જંગ જામ્યો હતો. નદીના પટમાં પાણી વચ્ચે આ જંગમાં બન્ને સિંહણો લોહી લુહાણ થાય તે પહેલા જ મુંધડા તરીકે ઓળખાતા નરે દરમીયાનગીરી કરી હતી.
તાબડતોબ દોડી આવેલા આ નરે એક જ ડણક દેતા બન્ને સિંહણો લડતી બંધ થઇ ગઇ હતી. અહિં મુંધડા નરે જાણે ઘરના મોભી જેવી ભુમીકા ભજવી હતી.
No comments:
Post a Comment