Thursday, October 4, 2012

ઉનાનું બાણેજ દેશમાં એકમાત્ર મતદાર ધરાવતું મતદાન મથક.


Bhaskar News, Una | Oct 04, 2012, 03:54AM IST
બાણેજનાં મહંતનાં એક મત માટે ૮ કર્મીઓનો સ્ટાફ

દેશભરનું એકજ મતદાર ધરાવતું મતદાન મથક ઊના નજીકનાં ઘનઘોર જંગલમાં આવેલું છે. ચૂંટણી વખતે બાણેજ ખાતે એક મત માટે ચૂંટણીપંચ ૮ કર્મચારીઓના સ્ટાફને અહીં મોકલે છે.

ઊના નજીકનાં ગિરના અડાબીડ જંગલ વચ્ચે આવેલું ર્તીથધામ એટલે બાણેજની જગ્યા. અહીંનાં મહંત ભરતદાસ ગુરૂ દર્શનદાસ આ મથદાન મથકનાં એકમાત્ર મતદાર છે. બાણેજનાં મહંત અહીંજ રહે છે. આથી તેમનાં મતદાન માટે ચૂંટણી પંચ જગ્યામાંજ મતદાન મથક ઉભું કરે છે. તે માટે ૮ લોકોનો સ્ટાફ પણ ફાળવે છે. આ સ્ટાફમાં એક પ્રિસાઇડીંગ ઓફિસર, બે પોલીંગ એજન્ટ, એક પટ્ટાવાળા, એક પોલીસ, એક હોમગાર્ડ અને બે વનવિભાગનાં કર્મચારીનો સમાવેશ થાય છે.

આ સ્ટાફ મતદાનની તારીખે ઇવીએમ મશીન લઇને પહોંચી જાય છે. અને આશ્રમમાંજ મથદાન મથક ઉભું કરાય છે. મતદાનનો સમય સવારે ૮ વાગ્યાનો હોય છે. અને ભરતદાસબાપુ સવારે ૮ વાગ્યેજ મતદાન કરે છે.

જોકે, ત્યારપછી ફરજ પરનાં સ્ટાફે છેક સાંજે પાંચ વાગ્યા સુધી વાહનની વાટ જોઇને બેસવું પડે છે. ઉમેદવારો પણ પાંચ વર્ષ દરમ્યાન ભલે તેમની પાસે ન ગયા હોય. પરંતુ ચૂંટણી વખતે તેમનાં એકમાત્ર મત માટે પણ તેઓ બાપુનાં શરણે પહોંચી જાય છે. જોકે, અધિકારીઓ એવો ગણગણાટ કરતા હોય છે કે, સરકારે એક મત માટે અન્ય સ્થળે મતદાન કરવાની વ્યવસ્થા કરવી જોઇએ.

No comments: