Bhaskar News, Dhari, Amreli | May 14, 2013, 02:47AM IST
પાછલા
બે દિવસથી અમરેલી પંથકમાં તાપમાન પણ નીચુ ગયુ છે અને આકાશમાં વરસાદી વાદળો
દોડાદોડ કરી રહ્યાં છે. તેની વચ્ચે આજે ધારી તાલુકાના જીરા ગામે ભારે પવન
સાથે વરસાદ પડયો હતો. અહી અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસી જતા ગામના
માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. સરસીયા ગામમાં પણ હળવા છાંટા પડ્યા હતા.
જિલ્લાભરમાં આજે છુટાછવાયા વાદળો નજરે પડ્યા હતા.
હવામાનમાં અચાનક બદલાવ આવ્યો છે. ચોમાસુ નજીક હોવાના એંધાણ મળતા હોય તેમ
આકાશમાં છુટાછવાયા વાદળો પણ દોડવા લાગ્યા છે. સામાન્ય રીતે ચોમાસાના આરંભે
હોય તેવા વાદળો આકાશમાં બંધાયા છે. પાછલા બે દિવસથી આ પ્રકારનું વાતાવરણ
છે. આજે પણ અમરેલી પંથકમાં ગરમીનુ પ્રમાણ થોડુ નીચુ હતુ.
આ સ્થિતિ વચ્ચે આજે ધારી તાલુકાના જીરા ગામે બપોરબાદ આકાશમાં ચડી આવેલા
વરસાદી વાદળો અચાનક વરસી પડ્યા હતા. અડધી કલાક સુધી ભારે પવન સાથે વરસાદ
ખાબકયો હતો. અહી અડધો ઇંચ જેટલો વરસાદ વરસી જતા ગામના માર્ગો પર પાણી દોડવા
લાગ્યા હતા. ધારીના સરસીયા ગામે પણ હળવા છાંટા પડ્યા હતા. અમરેલી,
રાજુલામાં પણ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ.
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment