માર્ગ પરથી નિકળતા વાહન ચાલકોએ કર્યા મફતમાં જ સિંહ દર્શન
રાજુલા: રાજુલાના મીરાદાતાર નજીક નવ સિંહો શિકારની શોધમા આવી
ચડયા હતા. અહી રોડની સામેની સાઈડમાં એક બળદનો શિકાર કરી મિજબાની માણી હતી.
માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ કર્યા સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.
સિંહો રોડ પર પસાર થાય તે વિસ્તાર સૌરાષ્ટ્રના રાજુલા પંથક દિવસે
દિવસે હવે પ્રખ્યાત થતો જાય છે. આ વિસ્તાર અને આ વિસ્તારના સિંહોને જંગલ
નહીં પરંતુ ખુલ્લા વિસ્તારમા રહેવુ પસંદ આવ્યું છે. તે પ્રકારની ફરીવાર
ઘટના સામે આવી છે. રાજુલાના દાતાર નજીક 9 સિંહોનું ટોળુ આવી ચડયું હતું અને
રોડ ક્રોસ કરી રોડની સામે જ બળદનો શિકાર કરી અડિંગો જમાવી મિજબાની માણી
હતી.
જેને લઇને કેટલાક વાહન ચાલકોએ સિંહ દર્શન કર્યા હતા અને મોડી રાત સુધી
સિંહોના ટોળા આ વિસ્તારમાં જોવા મળ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા
જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોના ગામડાઓ અને સીમમા પણ અનેક સાવજો વસવાટ
કરી રહ્યાં છે. અહી સાવજો અવારનવાર માર્ગો પર આવી જતા હોય સિંહપ્રેમીઓમા
ચિંતાની લાગણી વ્યાપી ઉઠી છે.
No comments:
Post a Comment