Saturday, September 30, 2017

જીવિત મચ્છરાજને દરિયામાં મુકત કરાઇ ને નાંદણ કાંઠે મૃતદેહ મળ્યો

મૃત માછલીની પુંછ, મીણ, અન્ય અંગની લાખોની કિંમત ગણાઇ છે
 
જૂનાગઢ:ઉના તાલુકાના નવાબંદરનાં દરિયા કિનારે બે દિવસ પહેલા ત્રીસ ફુટ લાંબી અને દશ ટન વજન ધરાવતી મચ્છરાજ માછલી જીવીત મળી આવ્યા બાદ બોટની સહાયતાથી દરિયામાં મુકત કરી દેવાઇ હતી. આ મહાકાય માછલી નાંદણ દરિયાકાંઠે મૃત અવસ્થામાં મળી આવતા લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.
ઊનાનાં નવાબંદરનાં દરિયામાં મચ્છરાજ નામની શક્તિશાળી માછલી અચાનક કુદરતી રીતે તણાઇ જીવીત આવી ચડતા બંદર કાંઠા પર કાદવ કિંચડમાં ફસાઇ જતાં માછીમારોએ તેને બહાર કાઢવા પ્રયત્નો કરાયેલ પરંતુ ખસેડી શકાતી ન હતી. 10 ટન વજન અને 30 ફુટની લંબાઇની મચ્છરાજ અચાનક નવાબંદરના દરિયા કાંઠે આવી ચડતા લોકો અને માછીમારો તેને જોવા ઉમટી પડેલ હતા. જીવીત માછલીને બચાવવા લોકોએ સતત મહેનત કરી ઉંડા પાણીમાં ધકેલવા પ્રયાસ કરવા છતાં માટીમાં ખુંચી જવાના કારણે બહાર કાઢવા અને સુરક્ષીત રીતે પાણીમાં ઉતારવા પ્રયાસ શરૂ કરાયાં છે.
ફિણ બની જાય છે મીણ

મચ્છરાજ મોં માંથી ફિણો કાઢે ત્યારે સેંકડો કિ.મી. સુધી ફેલાઇ અને આ ફિણો મીણ બની જાય છે. આ મીણ લોકોના શરીરના સ્નાયુ માટે મહત્વનાં ઉપયોગી બનતા હોય છે. મચ્છરાજ પોતાના શ્વાસ ક્રિયા મારફત પરંત પણ લઇ લેવાની શક્તિ ધરાવે છે.

No comments: