Saturday, September 30, 2017

ખાંભામાં બકરામાં ભેદી રોગચાળો સેંકડો બકરા બન્યા રોગનો ભોગ

Bhaskar News, Khambha | Last Modified - Sep 25, 2017, 12:55 AM IST
ટુંકી બિમારી બાદ બકરાઓ ટપોટપ મરી રહ્યાં છે : રોગ કાબુમાં નથી આવતો, માલધારીઓ મુંઝવણમાં મુકાયા
ખાંભામાં બકરામાં ભેદી રોગચાળો  સેંકડો બકરા બન્યા રોગનો ભોગ
ખાંભામાં બકરામાં ભેદી રોગચાળો સેંકડો બકરા બન્યા રોગનો ભોગ
ખાંભા: ખાંભા તાલુકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો છે. અને અહીં તાલુકાના લોકો ખેતી અને દૂધ ઉપર જ નિર્ભર છે. ત્યારે ખેતીમાં પણ આ વર્ષ નબળી થવાની ભીતિ છે ત્યારે બીજી તરફ પશુમાં પણ રોગચાળો ફેલાતા માલધારીઓ પણ વિસામણમાં મુકાયા છે. પોતાના મહામુલા પશુઓ ટૂંકી બીમારીમાં મોતને ભેટી રહ્યા છે. ત્યારે ખાનગી ડોકટરો પાસે કરાવવામાં આવતી સારવાર કારગત નથી નીવડતી ત્યારે આ રોગ કાબુમાં લેવામાં નહીં આવે તો દુધાળા પશુનો સફાયો થવાના એંધાણ વર્તાય રહ્યા છે.
ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં રહેતા મંજુબેન પોતાની પાસે માલિકીના 50 જેટલા બકરાંઓ છે. આ ઉપરાંત તેની બાજુમાં રહેતા બાલાભાઈ ભરવાડ નામના માલધારીને પણ માલિકીના બકરાં ધરાવે છે ત્યારે પાછલા થોડા દિવસોથી આ બંને માલધારીના બકરાંમાં ઉટાટીયા નામનો ગંભીર રોગ હાવી થયો છે. અને પોતાના તંદુરસ્ત રહેતા બકરામાં આ રોગ દિવસેને દિવસે વકરી રહ્યો છે. અને આ રોગના ઝાપટમાં આવતા બકરાંનું આયુષ્ય ઘટતું હોઈ તેમ લાગી રહ્યું છે.

માત્ર ટૂંકી બીમારીમાં જ બકરાં મોતને ભેટી રહ્યા છે ત્યારે મંજુબેનને ચાર દિવસમાં 30 જેટલા બકરાં આ રોગની ઝાપટમાં આવી ગયા છે. અને મંગાભાઈના બકરાં પણ 40 જેટલા આ રોગની ઝાપટમાં આવી ગયા છે અને મંજુબેનના 3 બકરાં મોત થયા છે. અને મંગાભાઈના 4 બકરાં ત્રણ દિવસમાં મોત નિપજયા છે. ત્યારે પોતાના બકરાંને બચાવવા આ બને માલધારી પશુ ડોકટરોના જણાવ્યા પ્રમાણે દવા પણ કરાવે છે તેમ છતાં આ રોગ કાબુમાં આવવવાને બદલે વધારે વકરી રહ્યો છે.
અને બીજા સાજા બકરાંમાં પણ આ રોગ ફેલાઈ રહ્યો છે. જ્યારે આ રોગથી મૃત્યુ પામેલા બકરાંના કારણે માનવ વસાહત પર પણ ગંભીર બીમારી મંડરાઈ રહી છે જ્યારે આ રોગમાં આવી ચૂકેલા બકરાંના લોહી અને મૃત પામેલા બકરાંના માસને લેબોરેટરીમાં મોકલી આ રોગને કઈ રીતે કાબુમાં લેવાઈ તેવી માલધારી માંગ કરી રહ્યા છે.

No comments: