Monday, November 5, 2007

Aaj Nu Aushadh

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

આદુંનો અવલેહ
આશરે ૫૦૦ ગ્રામ આદુંને ખૂબ લસોટી પેસ્ટ-ચટણી જેવું બનાવી તેમાં ૫૦૦ ગ્રામ શુદ્ધ ઘી મિશ્ર કરી મંદ તાપે શેકવું. જ્યારે શેકવાથી આદું લાલ બને ત્યારે તેમાં એક કિલો ગોળની ચાસણી ભેળવી તેમાં એક એક ચમચી તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, લવિંગ, નાની હરડે, ભારંગમૂળ, અરડૂસી, લીમડાની આંતરછાલ, દેવદાર, જાયફળ, અશ્વગંધા, જાવંત્રી, અગરુ, દ્રાક્ષ આ બધાં ઔષધો ખાંડીને આ પાકમાં ભેળવી શેકી નાખી બરણી ભરી લેવી. આ થયો આદ્રાકવલેહ. આદુંનો આ અવલેહ એકથી બે ચમચી જેટલો સવારે નાસ્તો કર્યા પછી લેવાથી મંદાગ્નિ, અરુચિ, અપચો, ઊબકા, ગેસ જેવી પાચનતંત્રની વિકૃતિઓ તથા શરદી, ઉધરસ, શ્વાસ, સસણી જેવાં કફના રોગો મટે છે. આ આદ્રકાવલેહ ઘણી ફાર્મસીઓ બનાવે છે.

ગીરમાં ચરિયાણ શરૂ નહીં થાય, ત્યાં સુધી સિંહોના કમોત થશ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
ે
Bhaskar News, Una
Thursday, November 01, 2007 23:38 [IST]

ગીરના જંગલમાં સિંહોને મળતો ખોરાક બંધ થતાં આસપાસનાં ગામોમાં સિંહોની રંજાડ વધી છે. જેને પરિણામે સિંહોની હત્યાના બનાવ પણ વધી રહ્યા છે, તેવું જણાવતો પત્ર ભાખાના કાર્યકરે મુખ્યમંત્રીને પાઠવી ગીરમાં ફરીથી ચરિયાણ શરૂ કરવા માગણી કરી હોવા છતાં તંત્રે કોઈ દાદ દીધી નથી.

ભાખાના કાર્યકર ભરતભાઈ ઠાકરે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે ૧૯૭૨માં સરકારે નિર્ણય લઈને માલધારીઓને ગીરમાંથી હાંકી કાઢી ચરિયાણ બંધ કરાવી દીધું, ત્યારથી જ ગીરના સિંહોનું પતન શરૂ થયું છે. ગીરના સિંહોને ખોરાક ન મળવાથી સિંહો ગીરકાંઠાનાં ગામોમાં ખોરાકની શોધમાં ભટકતા થયા છે.

સિંહો ગામમાં પ્રવેશતાં થયા હોઈ ખેડૂતોએ કાંટાળી વાડ બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ધારીના પ્રેમપરા ગામે વીજકરંટથી પાંચ સિંહોનાં મોત નિપજાવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જૉ આ અંગે સઘન તપાસ થાય તો અનેક ખેતરોમાંથી આવી વાડ મળે તેમ છે.

માટંે ગીરના સિંહોનાં મોત અને હત્યાના બનાવો અટકાવવા હશે તો માલધારીઓને જંગલમાં પુન:વસાવી ઢોરને ચરિયાણ માટેની છૂટ આપવી પડશે. આ કાર્યમાં જેટલો વિલંબ થશે, તેટલા વધારે સિંહો કમોતે મૃત્યુ પામશે.

ઠાકરના આ પત્ર બાદ પણ વનતંત્રે કોઈ દાદ દીધી ન હોઈ વન્યપ્રેમીઓમાં રોષની લાગણી ફરી વળી છે. ગીરના સાવજૉના કલ્યાણ માટે વનતંત્ર વિચારતું થાય તે જરૂરી છે, તેવો સૂર પણ ઊઠવા પામ્યો છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/01/0711012348_taking_care.html

ગીર પંથકમાં માવઠું : તાલાલામાં એક ઈંચ વરસાદ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Talala
Monday, November 05, 2007 00:05 [IST]

ધુંસિયા પાસે તોતિંગ વૃક્ષો ધસી પડતાં વાહનવ્યવહાર ઠપ્પ : મગફળી કપાસની માઠી

girઆસો મહિનામાં વરસાદે શ્રાવણી માહોલ સર્જવાનું નક્કી કર્યું હોય તેમ બે દિવસથી સૌરાષ્ટ્રમાં મુકામ કર્યોછે અને અનેક સ્થળોએ મન મૂકીને વરસી માર્ગોપર પાણી ચાલતા કરી દીધા છે. આજે ગીર પંથકનો રાઉન્ડ વરસાદે લેતાં તાલાલામાં એક ઇંચ વરસાદ ખાબકયો હતો અને આસો માસમાં જાણે અષ્ાાઢી માહોલ રચાચો હતો. ઉપરાંત ધુંસિયા પાસે ભારે પવન સાથે વરસાદ ત્રાટકતાં સડકની બન્ને સાઈડના અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

તાલાલા સહિત ગીર પંથકમાં આજે બપોરે એક વાગ્યે વાતાવરણ ઓચિંતુ પલટાયું હતું અને થોડીવારમાં ભારે પવન ફૂંકાવા સાથે ધ્રાબડ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું અને પવનની સાથે થોડીવારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તાલાલામાં અડધો કલાકથી વધુ સમય સુધી ધોધમાર વરસાદ પડતા રોડ ઉપર પાણી દોડવા લાગ્યા હતા. આજે પડેલ વરસાદથી મગફળી અને કપાસનાં પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.

ખેતરોમાં મગફળીમાં પાકના ઢગલા પડયા હોય તેવા સમયે વરસાદ થતાં મગફળીમાં બગાડ થવાથી ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે આલીદર, હરમડિયા, ઘાંટવડ તથા સુત્રાપાડા તાલુકાના પ્રાચીતીર્થ સહિતના વિસ્તારોમાં વ્યાપક વરસાદના વાવડ મળ્યા છે અને અનેક નદીઓમાં પુન: પૂર આવ્યાની વિગતો સાંપડી છે.

આજે તાલાલા સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડયો હોવાના અહેવાલો મળેલ છે. તાલાલા શહેરમાં દિવાળીના તહેવાર માટે ફટાકડાનો વેપાર કરતાં ફટાકડાના સ્ટોલ ધરાવતા વેપારીઓ ઓચિંતો વરસાદ ખાબકતા ધંધાની સિઝન નબળી જવાથી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.શહેરમાં વેપારીઓ રવિવારનો દિવસ હોય દિવાળી પહેલા દુકાનોમાં સાફ સફાઈ અને રંગરોગાન કરવાતા હોવાથી ઘણા દુકાનદારોનો માલ દુકાન બહાર ખુલ્લામાં પડેલો. તે સમયે વરસાદ ખાબકતા વેપારીઓ માલને પલળતો બચાવવા વરસાદમાં દોડધામ કરતાં જોવા મળતા હતા.

ધુંસિયા પાસે વૃક્ષો ધરાશાયી

ધુંસિયા ગામ પાસે વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના લીધે રોડની બન્ને સાઈડોમાંથી આઠથી દસ તોતિંગ વૃક્ષો ઢળી પડતાં વાહન વ્યવહાર ત્રણ કલાક સુધી સંપૂણર્પણે બંધ થઈ ગયો હતો. રોડ વરચે પડેલાં ઝાડ હટાવવા તાલાલાથી મજૂરો બોલાવી વૃક્ષોની વિશાળ ડાળો કુહાડાથી કાપી વૃક્ષો હાટવવાની કામગીરી કરવામાં આવી હતી.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/05/0711050011_un-seasonal_rain.html

Thursday, November 1, 2007

વનરાજનું રક્ષણ કેવી રીતે કરવું ? વનતંત્ર દ્વારા મિટિંગ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Junagadh
Tuesday, October 30, 2007 00:28 [IST]

ગીરના જંગલમાં વીજ કરંટથી પાંચ સિંહોના મૃત્યુની અત્યંત ચકચારી ઘટના બાદ વનરાજના રક્ષણ તથા જંગલ રક્ષણ માટે બોર્ડર વિસ્તારના ગામોના સરપંચો, મંડળીઓના પ્રમુખોની ગાંધીનગરથી આવેલા ઉરચ વન અધિકારીઓના અઘ્યક્ષ સ્થાને ફોરેસ્ટ ગેસ્ટહાઉસ ખાતે એક બેઠક મળી હતી.

જેમાં ગ્રામજનોનો સહકાર માંગવામાં આવ્યો હતો. સરપ્રાઇઝ વિઝિટ લેનાર સી.સી.એફ. એચ.સિંહે વન વિભાગના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન તથા સુચિત પગલાં લેવા તાકીદ કરી હતી. તેમજ ગામોના સરપંચો, મંડળીઓનાં પ્રમુખો અને વન્ય પ્રાણી સંરક્ષણ માટે ચર્ચા કરી હતી. અને આ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

તેમજ ધારીના પ્રેમપરામાં પાંચ વનરાજૉની વીજકરંટ દ્વારા હત્યાના બનાવો નિવારવા માટે જન જાગૃતિ આવશ્યક ગણાવી હતી. મિટિંગમાં દસ થી વધારે ગામોના સરપંચ, ભેંસાણના તાલુકા વિકાસ અધિકારી ભૂવા, માણાવદરનાં પીએસઆઇ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/30/0710300030_save_lion.html

સિંહના મોતને પગલે વન અધિકારીઓના ધારીમાં ધામા

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari
Tuesday, October 30, 2007 23:55 [IST]

ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતો નિવારવા વિચારણા

lionધારી પાસે વીજશોક લાગવાથી પાંચ વનરાજ માર્યા જવાની બનેલી ઘટના બાદ હવે વનવિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા છે, અને બેઠકો શરૂ કરી દીધી છે. ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતો ટાળી શકાય એ માટે સંકલન સમિતિની એક બેઠક મળી હતી.

થોડા દિવસો પહેલાં ધારીના ખેડૂત દ્વારા પોતાના ખેતરની ફરતે ઈલેકટ્રીક શોક આપે તેવા તારની વાડ તૈયાર કરાતાં પાંચ સિંહ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. ખેડૂતે આ વિગત જાહેર ન થાય એ માટે સિંહના મૃતદેહને દફનાવી દઈને ઘટનાને છૂપાવવા પ્રયાસ તો કર્યા હતા પણ ઘટના જાહેર થઈ ગઈ હતી.

આ કેસમાં કોટર્ે મુખ્ય આરોપીના જામીન નામંજૂર કરીને તેના નાર્કોટેસ્ટ કરવા માટે પણ મંજૂરી આપી દીધી હતી. જો કે, વનવિભાગ હવે આ મામલે ભારે સાવચેતી વર્તે છે. તેણે રાજય સરકારના મુખ્ય સંરક્ષક કક્ષાના પાંચ ઉરચ અધિકારીઓ જેવાં કે, વીજવિભાગ, રેવેન્યુ વિભાગ અને વનવિભાગ સાથે સંકલન સાધીને ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતો ન થાય એ માટે યોજનાઓ ઘડવા ચર્ચા કરી હતી. આ માટે ગાંધીનગરથી પાંચ ઉરચ અધિકારીઓ ધસી આવ્યા હતા.

તેમાં ગુજરાત રાજય મુખ્ય વનસંરક્ષક સુરેશચંદ્ર પંત, ધારી, સાવરકુંડલા, ખાંભા તેમજ વિસાવદર તાલુકાઓના પ્રવાસમાં વ્યસ્ત છે. ગઈકાલે ધારીના સરસિયા ગામે ધારી ગીર પૂર્વના નાયબ વન સંરક્ષક જયંત સોલંકી સાથે હેતુસર એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વનવિભાગના કર્મચારીઓ ઉપરાંત વીજખાતાના કર્મચારીઓએ પણ હાજરી આપી હતી.

ભાવિ આયોજન માટે સંકલન

ઈલેકિટ્રક વીજશોક આપીને સિંહને જે રીતે મોતને ઘાટ ઉતારાયા એ જોતાં વનવિભાગના અધિકારીઓ દ્વારા વીજવિભાગ સહિતના અધિકારીઓ સાથે સંકલન સધાય એ જરૂરી છે. જો કે, આ પૂર્વે અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખેતર ફરતે ઈલેકિટ્રક વાડ કરવાની સૂચના આપી દેવાઈ છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/30/0710302359_forest_officer.html

માળિયા હાટીના પાસેથી સિંહણનો મૃતદેહ સાંપડયો.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Junagarh
Thursday, November 01, 2007 03:46 [IST]

વૃજમી ડેમમાંથી મળેલા સિંહનો હત્યારો ઝડપાયો

માળિયા હાટીનાના ચુલડી ગામે આવેલી વાડીમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહણનું મોત ગળામાં પરુ થવાને લીધે થયાનું ખુલ્યું છે. જયારે ઓગસ્ટ માસમાં વૃજમી ડેમમાંથી પથ્થર સાથે બાંધેલી હાલતમાં મળી આવેલા સિંહના મૃતદેહ તેમજ સિંહની હત્યાનો ભેદ ખુલી ગયો છે. આ સિંહની હત્યા વીજ કરંટ આપીને થયાનું પણ ખુલ્યું છે.

માળિયા (હા.)ના ચુલડી ગામે આવેલ રામભાઇ નંદાણિયાના શેરડીના વાડમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે વનવિભાગના એસીએફ બી.ટી. ચઢાસણિયાના કહેવા મુજબ, ગળામાં ઇન્ફેકશનને લીધે પરુ થઇ જતાં આ સિંહણના ગળામાંથી ખોરાક નહોતો ઉતરતો. પરિણામે તેની હોજરી એકાદ સપ્તાહથી ખાલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

દરમિયાન, ગત ઓગસ્ટ માસ દરમિયાન વૃજમી ડેમમાંથી પથ્થરની સાથે બાંધેલા એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહનું મોત વીજ આંચકાથી થયાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું. આ અંગેની ઝીણવટભરી તપાસમાં વનવિભાગે અમરાપુર (સરકારી) ગામના ડાયા લખમણ સગરની ધરપકડ કરી છે. તેની સાથે મદદગારીમાં રહેલા શખ્સની ભાળ મેળવવા તપાસ આરંભી છે.

માંગરોળમાં મકાનમાંથી ૨પ કાચબા મળી આવ્યા

માંગરોળ સ્થિત ગીર નેચર કલબના કાર્યકરે રાજમોતી નામના અવાવરુ બંગલામાં કાચબાની હાજરી હોવા અંગે વનવિભાગને જાણ કરતાં આરએફઓ ઝાલાવડિયા અને સ્ટાફ રપ કાચબા કબજે કરી તેને ખોડાદાની તુંગા વીડીમાં છોડી મૂકયા હતા. આ કાચબાઓ પૈકી બે કાચબા અહીં આવી ચઢયા બાદ તેમાં ક્રમશ: વધારો થયાનું વનવિભાગનું માનવું છે. આ બનાવમાં કોઇ ગુનો બનતો ન હોવાનું પણ એસીએફ બી.ટી. રઢાસણિયાએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/01/0711010355_lion_death.html

Aaj Nu Aushadh

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

મૂત્રકષ્ટ-મૂત્રાવરોધ
અટકી અટકીને વેદના સાથે પેશાબ થતો હોય, અથવા પેશાબ છૂટથી થતો ન હોય તો ચાર-પાંચ એલચી દાણા, એક ચમચી સાટોડીનો ભૂક્કો અને એક ચમચી ગોખરુનો ભૂક્કો એક ગ્લાસ જેટલા પાણીમાં નાખી ધીમા તાપે ઉકાળવું. ઉકાળતા જ્યારે અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી ઠંડું પાડી પી જવું. આ ઉકાળો સવાર-સાંજ તાજેતાજો બનાવીને પીવાથી મૂત્રાવરોધ, મૂત્રકષ્ટ, મૂત્રદાહ થતો મટે છે. આ ઔષધ પ્રયોગ સાથે જો અડધા ચમચા જેટલો ખાંડેલા જવનો ભૂક્કો એક ગ્લાસ જેટલા પાણીમાં નાખી ઉકાળી, ઠંડું પાડી, ગાળીને સવાર-સાંજ પીવામાં આવે તો અષ્ટિલા ગ્રંથિનો (પ્રોસ્ટેટનો) સોજો, મૂત્રકષ્ટ, મૂત્રાવરોધ, મૂત્રમાર્ગનો ચેપ, પથરી અને સોજા મટી જાય છે. કીડની રોગોમાં હિતાવહ છે.