Monday, November 5, 2007

ગીર પંથકમાં માવઠું : તાલાલામાં એક ઈંચ વરસાદ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Talala
Monday, November 05, 2007 00:05 [IST]

ધુંસિયા પાસે તોતિંગ વૃક્ષો ધસી પડતાં વાહનવ્યવહાર ઠપ્પ : મગફળી કપાસની માઠી

girઆસો મહિનામાં વરસાદે શ્રાવણી માહોલ સર્જવાનું નક્કી કર્યું હોય તેમ બે દિવસથી સૌરાષ્ટ્રમાં મુકામ કર્યોછે અને અનેક સ્થળોએ મન મૂકીને વરસી માર્ગોપર પાણી ચાલતા કરી દીધા છે. આજે ગીર પંથકનો રાઉન્ડ વરસાદે લેતાં તાલાલામાં એક ઇંચ વરસાદ ખાબકયો હતો અને આસો માસમાં જાણે અષ્ાાઢી માહોલ રચાચો હતો. ઉપરાંત ધુંસિયા પાસે ભારે પવન સાથે વરસાદ ત્રાટકતાં સડકની બન્ને સાઈડના અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

તાલાલા સહિત ગીર પંથકમાં આજે બપોરે એક વાગ્યે વાતાવરણ ઓચિંતુ પલટાયું હતું અને થોડીવારમાં ભારે પવન ફૂંકાવા સાથે ધ્રાબડ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું અને પવનની સાથે થોડીવારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તાલાલામાં અડધો કલાકથી વધુ સમય સુધી ધોધમાર વરસાદ પડતા રોડ ઉપર પાણી દોડવા લાગ્યા હતા. આજે પડેલ વરસાદથી મગફળી અને કપાસનાં પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.

ખેતરોમાં મગફળીમાં પાકના ઢગલા પડયા હોય તેવા સમયે વરસાદ થતાં મગફળીમાં બગાડ થવાથી ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે આલીદર, હરમડિયા, ઘાંટવડ તથા સુત્રાપાડા તાલુકાના પ્રાચીતીર્થ સહિતના વિસ્તારોમાં વ્યાપક વરસાદના વાવડ મળ્યા છે અને અનેક નદીઓમાં પુન: પૂર આવ્યાની વિગતો સાંપડી છે.

આજે તાલાલા સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડયો હોવાના અહેવાલો મળેલ છે. તાલાલા શહેરમાં દિવાળીના તહેવાર માટે ફટાકડાનો વેપાર કરતાં ફટાકડાના સ્ટોલ ધરાવતા વેપારીઓ ઓચિંતો વરસાદ ખાબકતા ધંધાની સિઝન નબળી જવાથી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.શહેરમાં વેપારીઓ રવિવારનો દિવસ હોય દિવાળી પહેલા દુકાનોમાં સાફ સફાઈ અને રંગરોગાન કરવાતા હોવાથી ઘણા દુકાનદારોનો માલ દુકાન બહાર ખુલ્લામાં પડેલો. તે સમયે વરસાદ ખાબકતા વેપારીઓ માલને પલળતો બચાવવા વરસાદમાં દોડધામ કરતાં જોવા મળતા હતા.

ધુંસિયા પાસે વૃક્ષો ધરાશાયી

ધુંસિયા ગામ પાસે વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના લીધે રોડની બન્ને સાઈડોમાંથી આઠથી દસ તોતિંગ વૃક્ષો ઢળી પડતાં વાહન વ્યવહાર ત્રણ કલાક સુધી સંપૂણર્પણે બંધ થઈ ગયો હતો. રોડ વરચે પડેલાં ઝાડ હટાવવા તાલાલાથી મજૂરો બોલાવી વૃક્ષોની વિશાળ ડાળો કુહાડાથી કાપી વૃક્ષો હાટવવાની કામગીરી કરવામાં આવી હતી.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/05/0711050011_un-seasonal_rain.html

No comments: