Thursday, November 1, 2007

માળિયા હાટીના પાસેથી સિંહણનો મૃતદેહ સાંપડયો.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Junagarh
Thursday, November 01, 2007 03:46 [IST]

વૃજમી ડેમમાંથી મળેલા સિંહનો હત્યારો ઝડપાયો

માળિયા હાટીનાના ચુલડી ગામે આવેલી વાડીમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહણનું મોત ગળામાં પરુ થવાને લીધે થયાનું ખુલ્યું છે. જયારે ઓગસ્ટ માસમાં વૃજમી ડેમમાંથી પથ્થર સાથે બાંધેલી હાલતમાં મળી આવેલા સિંહના મૃતદેહ તેમજ સિંહની હત્યાનો ભેદ ખુલી ગયો છે. આ સિંહની હત્યા વીજ કરંટ આપીને થયાનું પણ ખુલ્યું છે.

માળિયા (હા.)ના ચુલડી ગામે આવેલ રામભાઇ નંદાણિયાના શેરડીના વાડમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે વનવિભાગના એસીએફ બી.ટી. ચઢાસણિયાના કહેવા મુજબ, ગળામાં ઇન્ફેકશનને લીધે પરુ થઇ જતાં આ સિંહણના ગળામાંથી ખોરાક નહોતો ઉતરતો. પરિણામે તેની હોજરી એકાદ સપ્તાહથી ખાલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

દરમિયાન, ગત ઓગસ્ટ માસ દરમિયાન વૃજમી ડેમમાંથી પથ્થરની સાથે બાંધેલા એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહનું મોત વીજ આંચકાથી થયાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું. આ અંગેની ઝીણવટભરી તપાસમાં વનવિભાગે અમરાપુર (સરકારી) ગામના ડાયા લખમણ સગરની ધરપકડ કરી છે. તેની સાથે મદદગારીમાં રહેલા શખ્સની ભાળ મેળવવા તપાસ આરંભી છે.

માંગરોળમાં મકાનમાંથી ૨પ કાચબા મળી આવ્યા

માંગરોળ સ્થિત ગીર નેચર કલબના કાર્યકરે રાજમોતી નામના અવાવરુ બંગલામાં કાચબાની હાજરી હોવા અંગે વનવિભાગને જાણ કરતાં આરએફઓ ઝાલાવડિયા અને સ્ટાફ રપ કાચબા કબજે કરી તેને ખોડાદાની તુંગા વીડીમાં છોડી મૂકયા હતા. આ કાચબાઓ પૈકી બે કાચબા અહીં આવી ચઢયા બાદ તેમાં ક્રમશ: વધારો થયાનું વનવિભાગનું માનવું છે. આ બનાવમાં કોઇ ગુનો બનતો ન હોવાનું પણ એસીએફ બી.ટી. રઢાસણિયાએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/01/0711010355_lion_death.html

No comments: