Thursday, November 8, 2007

તાલાલાનું હિરણવેલ ભૂકંપથી ખંઢેર બન્યું

તાલાલા, તા. ૭
તાલાલા ગિર : તાલાલા પંથકમાં મંગળવારે આવેલ ભારે ભૂકંપે તાલાળા પંથકનાં છેવાડાના હિરણવેલ ગીર ગામને સાવ ભાંગીને ભુકો કરી નાખ્યું છે, તાલાલા પંથકના સૌથી વધારે અસર પામેલ તાલાળા પંથકના છેવાડાના ગિરની બોર્ડર ઉપરના હિરણવેલ, ચિત્રાવડ અને હરીપુર ગીર ગામે રાજ્યા જળસંપતી મંત્રી રતિભાઇ સુરેજાએ મુલાકાત લીધી હતી, હિરણવેલ ગામે થયેલ ભારે તારાજી નિહાળી વ્યથીત થયેલા મંત્રીએ જણાવ્યું હતું કે, હિરણવેલ ગામમાં મોટાભાગના મકાનો ધરાશાયી થયા છે, જે મકાનો ભૂકંપથી બચી ગયા છે, તે રહેવાલાયક પણ રહ્યા નથી, તે માટે હિરણવેલ ગામ આખાનો જીર્ણોદ્ધાર કરવા સરકારમાં રજૂઆત કરી છે.

ગિર પંથકના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી તે દરમિયાન ભૂકંપનો ભોગ બનેલ પ્રજાએ ગામમાં રહેવા માટે તાકીદે તંબુની વ્યવસ્થા ઉભી કરવા તથા તંબુમાં લાઇટ પાણીની સુવિધા કરવા તેમજ ગિરની બોર્ડર ઉરરનો આ વિસ્તાર હોય વન્ય પ્રાણીઓથી પ્રજાનું તથા માલઢોરનું રક્ષણ કરવા વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરી આપવા માંગણી કરી હતી.

દરમયાન પ્રચંડ ભૂકંપે હિરણવેલ સહિતના વિસ્તારોના ભારે તારાજી સર્જી હોવાના અહેવાલો ઉચ્ચકક્ષા સુધી પહોંચી ગયા હોવા છતાં બુધવારે બપોર પછી પણ એટલે કે ૩૬ કલાક પછી પણ વહીવટી તંત્ર દ્વારા હિરણવેલ તથા આસપાસના ગામોમાં લોકોને રહેવા માટે તંબુ સહિતની કોઇ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી ન હોય હિરણવેલ સહિતના આજુબાજુના ગામના લોકોએ ટેકરા ઉપર ખુલ્લામાં બેસીને રાત ગુજારવી પડી હતી.

૯૪૦ની માનવ વસ્તી ધરાવતું સાવ પછાત હિરણવેલ ગામમાં ૧૭૫ પરિવાર રહે છે. બધા જ પરિવારો બક્ષીપંચના છે, પ્રચંડ ભૂકંપનો ભોગ બનેલા આ ગામમાં ૮૦ થી ૧૦૦ પરીવારોના મકાનો પડી ગયા છે. વહીવટી તંત્ર ગમે તેટલું દોડાદોડી કરે છતાં પણ આ ગામાં પરિવારોએ તંબુમાં લાંબો સમય રહેવું પડશે તેવું માનવામાં આવે છે.

હજી પણ અવિરત ભૂકંપના આંચકાઓ ચાલુ જ છે. આખું ગામ ભયથી થરથરે છે, ગામના મોટા ભાગના પરિવારો કે જેને વાડીમાં મકાનો છે અને વાડીએ મકાનો જેના બચી ગયા તે લોકો સરસામાન લઇ વાડીએ રહેવા લાગ્યા છે.

જ્યારે હિરણવેલ - હરીપુર- ચિત્રાવડ અને લાલછેલ સહિતના ગામોની કલેકટર અશ્વિનીકુમાર જીલ્લા વિકાસ અધિકારી જયપ્રકાશ શીવહરેએ આજે બપોરબાદ મુલાકાત લીધી હતી, અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને હિંમત આપતા બંને અધિકારીઓએ આજ રાત સુધીમાં રહેવા માટે તંબુ સહિતની સઘળી સુવિધા થઇ જશે તેવી ખાતરી આપી હતી અને તમામ આશ્વાસનો આપ્યા હતા.

ભૂકંપને પગલે - પગલે ઉભી થયેલી પરિસ્થિતિને થાળ પાડવા સ્થાનિક વહીવટી તંત્ર કામે લાગ્યું છે, ભૂકંપથી થયેલ નુકસાનનો સર્વે કરવા ટેકનિકલ માણસો સાથેની ટીમો બનાવી તાલાળા પંથકના ભૂકંપગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ભૂકંપનો સૌથી વધારે ભોગ બનેલ ગામોમાં અધિકારીઓની છાવણી શરૂ કરી છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ તથા મેડિકલ ટીમ તથા ફરતા દવાખાના સહિતની સુવિધા શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તાર જંગલની બોર્ડર ઉપર આવેલ હોય વન્ય પ્રાણીઓથી ગ્રામ્ય પ્રજા તથા પશુઓેને રક્ષીત રાખવા જંગલ ખાતા દ્વારા ખાસ પેટ્રોલીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જ્યારે બીજી બાજુ લોકોને રહેવા માટે ૨૫ તંબુ સહિતની સુવિધાઓ આગાખાન સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થાએ પ્રથમ ભૂકંપનો સૌથી વધારે ભોગ બનેલ હિરણવેલ ગામમાં લોકોને રહેવા માટે ૨૫ મોટા તંબુ ઉભા કર્યા છે.

મંગળવારના પ્રચંડ ભૂકંપ પછી પણ ધરતીકંપના આંચકા અવિરત ચાલુ રહ્યા છે, હિરણવેલ, હરીપુર, ચિત્રાવડ ગામના લોકોના જણાવ્યા પ્રમાણે પ્રચંડ ભૂકંપ બાદ શરૂ થયેલા ભૂકંપના ભારે આંચકા હજુ પણ અવિરત ચાલુ છે, મંગળવારે બપોર બાદ તેમજ બુધવારે દિવસ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા ઉચ્ચ અધિકારીઓને આ વિસ્તારમાં ચાલુ રહેલા અસંખ્ય ભારે આંચકાની અનુભુતી થઇ હતી.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=33987&Keywords=earthquake%20Sorath%20gujarati%20news

ભુકંપથી અસરગ્રસ્ત હિરણવેલ સહિતના ગામોમાં સર્વે શરૂ : ૧૬પ ટેન્ટ લગાવાયા

જૂનાગઢ,તા.૭
ભુકંપના બબ્બે આંચકાઓએ ગઈકાલે જૂનાગઢ જીલ્લાના ગીર પંથકને ધણધણાવી નાખ્યા બાદ ધીમે ધીમે લોકોના મનમાંથી ડર ઓછો થવાની સાથે વહિવટીતંત્રએ સર્વેની કામગીરી આરંભી દીધી છે અને સૌથી વધુ અસરગ્રસ્ત હિરણવેલ ગામ માટે ૧૬પ તંબુઓ વહીવટી તંત્રએ મંગાવ્યા છે તથા હરિપુર અને ચિત્રાવડમાં પણ પ - પ વિશાળ તંબુઓ ઉભા કરાયા છે. ભુકંપના આંચકાને ભુલી જૂનાગઢના શહેરીજનો પણ દિવાળીની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યુ છે.

ગઈકાલે વહેલી સવારે અને બપોરે મળી ધરતીકંપના બબ્બે આંચકાઓએ સોરઠ પંથકને હચમચાવી નાખ્યા બાદ આજે સૌથી વધુ અસરગ્રસ્ત એવા ગીર પંથકના હિરણવેલ, હરીપુર, સાંગોદ્રા, ચિત્રાવડ, ભાલછેલ સહીતના ગામડાઓમાં વહીવટીતંત્રએ સર્વેની કામગીરી શરૂ કરાવી દીધી છે. આજે કલેકટર અશ્વિનીકુમાર અને ડી.ડી.ઓ. જયપ્રકાશ શિવહરેએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગીર પંથકના હિરણવેલ નજીક જ ભુકંપનુ કેન્દ્ર બીંદુ હોવાથી આ ગામમાં સૌથી વધુ નુકશાની થઈ છે.

જીલ્લા કલેકટર અશ્વિનીકુમારે આ વિશે સંદેશ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ઘરવિહોણા બનેલા હિરણવેલ ગા
ના ગ્રામજનો માટે તાત્કાલીક ૧૬પ તંબુઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજરાત સુધીમાં તમામ તંબુઓ લગાવી દેવાશે જેમાં ગ્રામજનોને થોડા સમય માટે આશરો લઈ શકશે. ઉપરાંત હરિપુર અને ચિત્રાવડમાં વિશાળ મંડળ જેવા પાંચ પાંચ તંબુઓ લગાડવામાં આવ્યા છે.

જેથી ઘરમાં ન રહી શકે તેમ હોય તેવા ગ્રામજનો આ તંબુઓમાં આશરો લઈ શકે. સૌથી વધુ નુકશાની કાચા મકાનોમાં જ થઈ છે. પાકા મકાનોમાં માત્ર તીરડો જ પડી છે.

સર્વેની કામગીરી શરૂ થઈ જવાની સાથે ગીર પંથકના વધુ અસરગ્રસ્ત વિસ્તારો માટે ૮ એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટીમો કાર્યરત થઈ ગઈ છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જેસલપુરા અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પાંડે સહીત કુલ ૧૮ જેટલા તબીબો મેડીકલ સ્ટાફ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પ શરૂ કર્યા છે.

બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ જનજીવન ભુકંપને ભુલી ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યુ છે

ગઈકાલે શહેરીજનોમાં ફેલાયેલો ભય દુર થયો હોય તેમ પ્રજાજનો ધીમે ધીમે દિવાળીની ઉજવણીની તૈયારીમાં લાગી ગયા છે. બજારોમાં ઠેર ઠેર શહેરીજનોની આજે સારી એવી ભીડ જોવા મળી હતી.

Source:http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=33981&Keywords=earthquake%20Sorath%20gujarati%20news

Aaj Nu Aushadh

ધાવણશુદ્ધિ મસા
(1) આયુર્વેદમાં લખાયું છે કે, કડવા રસમાં ધાવણને શુદ્ધ કરવાનો ઉત્તમ ગુણ રહેલો છે. જ્યારે કોઈ પણ કારણને લીધે પ્રસૂતા સ્ત્રીના કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીના ધાવણમાં કફ કે પિત્તના ગુણોનો વધારો થયો હોય તે કારેલાના સેવનથી દૂર થશે. ચાર-પાંચ ચમચી કાચા કારેલાનો રસ સવાર-સાંજ પીવો. (૨) અર્શ એટલે કે પાઈલ્સ-મસામાં કાંચનારની છાલનું ચૂર્ણ બે ચમચીની માત્રામાં માખણ અથવા દહીંના મઠા સાથે સવાર-સાંજ લેવાથી ઉદર શુદ્ધિ સરળતાથી થાય છે અને રક્તસ્રાવી મસા એકદમ શાંત થઈ જાય છે. સુરણનું એક નામ છે અર્શોઘ્ન. અર્શોઘ્ન એટલે મસાનો નાશ કરનાર. મસાવાળાએ છાશમાં બાફેલું સુરણનું શાક ખાવું.

Monday, November 5, 2007

ધારીના સિંહોના મોત પ્રકરણમાં જંગલખાતુ જ જવાબદાર! જવાબદારો સામે કાનુની કાર્યવાહી થવી જઇએ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ધારી, તા.ર૧
છેલ્લા ઘણા સમયથી ગીરના જંગલના રક્ષિત પ્રાણીઓની લગલગાટ હત્યાઓ થઈ રહી છે અને જંગલખાતુ ઘોરી રહ્યું છે. સરકારી તંત્ર માત્ર હાકલા પડકારા કરીને કાયદાનો ભય બતાવી રહ્યા છે તે જોતા આખી સીસ્ટમ જ કયાંક ખામી ભરેલી હોય તેવું લાગી રહ્યંુ છે. છેલ્લા આઠ મહિનામાં સાંઈઠ કરતા વધારે સિંહોના અકુદરીતે મોત નિપજયા છે તો ગીરની અન્ય વનસંપતિનો કેટલો નાશ પામ્યો હશે! તેવો પ્રશ્ન બુધ્ધિજીવીઓમાં પૂછાય રહ્યો છે.

બે દિવસ પહેલા ધારી વિસ્તારમાં એક કીસાને પોતાના કૃષિપાકને બચાવવા માટે પોતાના ખેતરની ફરતે બાંધલા વીજતારને અટકીને એકસાથે પાંચ સિંહોના અકુદરતી મોત થયા હોવાનો સનસનીખેજ બનાવ બનવા પામતા દેશભરમાં તેના ગંભીર પ્રત્યાઘાતો પડયા છે. આ બનાવના પગલે ગીરનું જંગલખાતુ હાંફળુફાફળુ થઈ ગયું છે. ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે. એટલું જ નહીં પણ ધારી રેન્જમાં ભૂતકાળમાં નખ માટે અડધો ડઝન સિંહોને મારીને તેના અસ્થિઓને દાટી દીધા હોવાના ચકચારી બનાવો પણ જાહેર થયા છે. હમાલ હસનના નામે ચડેલા આ બનાવ ઉપરથી પણ જંગલખાતું કોઈ બોધપાઠ લઈ શકયું નથી. જંગલખાતું વ્યવસ્થિત સુસજજ હોવા છતાં જંગલમાં શિકાર થતા જ રહે છે, જંગલમાં કટીંગ થતું જ રહે છે. જંગલની અંદર થતા આવા બનાવોમાં કોઈ તપાસ કરવામાં આવતી નથી અને આંખમિચામણા કરવામાં આવી રહ્યા છે ત્યારે જંગલ બહારના રેવન્યુ વિસ્તારમાં આવેલા ગામડાઓ અને ખેતીવાડીવાળાઓને એકબાજુ જંગલખાતુ કોઈને કોઈ બહાને હેરાન પરેશાન કરે છે તો બીજી બાજુ જંગલી પ્રાણીઓના ત્રાસને કારણે લોકો રક્ષણ મેળવવા માટે સરકારી તંત્રમાં બહેરાંકાને અરજ અહેવાલ કરે છે અને અંતે થાકીને કોઠાસુઝ પ્રમાણે ફેન્સીંગ, કાંટાળી વાડ, રાત આખી ચોકીદારી, જીવંત ઈલેકટ્રીક તારની વાડ વગેરે જેવા પ્રયોગો કરે છે. ગીરના સિંહો અને અન્ય પ્રાણીઓની જાળવણી અને રક્ષા કરવાનું કામ જંગલ ખાતાનું છે પણ આ કામ કરવામાં આવતું નથી અને દોષનો ટોપલો લોકો ઉપર ઢોળવામાં આવે છે.

હકીકતમાં જંગલખાતાનો વહીવટ બોદો ચાલી રહ્યો છે. વન્ય પ્રાણી વર્તુળ જુનાગઢના જંગલખાતાના વડા છ જીલ્લાના ઉચ્ચ અધિકારી થાય છે. હાલ આ અધિકારી એટલો લાગવગીયો છે કે છેલ્લા આઠ વર્ષથી તે એક જ જીલ્લામાં નોકરી કરી રહ્યો છે. ગીરના જંગલમાં જયારે જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ અધિકારી નીચેના અધિકારી-કર્મચારીઓ ઉપર જવાબદારી ઢોળીને એકાદ બેની બદલી કરી નાખીને આખા પ્રકરણને રફેદફે કરી નાખે છે. તેની નીચેના પ૦૦ જેટલા કર્મચારીઓની અત્યાર સુધીમાં તેમણે બદલી કરી છે. પણ તેની બદલી કોઈ કરી શકતું નથી. એક અભિપ્રાય પ્રમાણે જંગલખાતુ કાયદાની ભાષા જ સમજે છે પણ માનવીય અભિગમને સાવ કોરાણે મુકીને ચાલે છે. જેને કારણે આવી ઘટનાઓ બની છે અને બનતી રહેશે તેવું બૌધિકોનું માનવું છે. ગીરના જંગલની આજુબાજુ વસતા લોકો અને તેના ઢોરઢાંખર, ખેતી વગેરેને સુરક્ષિત કરવાની જવાબદારી પણ સરકારની છે.
આ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જનાર જંગલખાતાના જવાબદાર અધિકારીઓને પણ કાયદાના સાંણસામાં લેવા જોઈએ.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=30119&Keywords=Saurastra%20gujarati%20news

ધારીના સિંહ હત્યા પ્રકરણમાં બે શખ્સોના જામીન નામંજૂર

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

અમરેલી, તા. ૨
ધારીના પ્રેમપરા રેવન્યુ વિસ્તારમાં એક પટેલ ખેડૂતે બિછાવેલા વીજ તારથી પાંચ સિંહોની હત્યા પ્રકરણમાં ઝડપાયેલા બે શખ્સોની રાજુલા ફાસ્ટ ટ્રેક કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.વિગત મુજબ ધારી નજીક ખેતરમાં વીજશોકથી મૃત્યુ પામનાર પાંચ સિંહોની હત્યાના ગુન્હામાં મુખ્ય આરોપી દુર્લભ વાડદોરીયા સાથે મદદગારી કરનાર રવજી છગન હિરાણી અને ભલા ખીમા ભરવાડની વન વિભાગે અગાઉ ધરપકડ કર્યા બાદ આજે રવજી છગન અને ભલા ખીમાએ જામીન મેળવવા માટે રાજુલા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અરજી કરતાં કોર્ટે બન્ને આરોપીના જામીન નામંજુર કર્યા છે.

બળાત્કાર કેસમાં સ્વામી સહિત બેની મેડીકલ ચકાસણી બગસરાના માવજીંજવા ગામની પટેલ યુવતી ઉપર બળાત્કાર ગુજારનાર પંચાળા સ્વામિનારાયણ મંદિરના પાંચ સાધુઓ સામેના કેસમાં રાજુ મનસુખ અને પંચાળા મંદિરના કેશવ સ્વામીના બગસરા દવાખાને મેડીકલ ચકાસણી હાથ ધરી વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=21&NewsID=32810&Keywords=Saurastra%20gujarati%20news

ગીરના સિંહો ખોરાક માટે ભટકે છે

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ગીરગઢડા, તા.૪
એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં સિંહોનો વસવાટ છે. આ જંગલ ૧૪૦૦ ચો.કિ.મી.ની ત્રિજયામાં પથરાયેલ છે. માર્ચ-૦૭ માં ગીર વિસ્તારમાં ક્રમેક્રમે બે વખત સિંહોનો શિકાર થતાં કુલ ૬ સિંહોને શિકારીઓએ મારી નાખેલ હતા. તે વખતે ભાખાના કાર્યકર ભરતભાઈ ઠાકરે રાજયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખી જણાવેલ હતું કે ગીરના સિંહોને ખોરાક ન મળવાથી ગીરના સિંહો ગીરની બહાર ૫૦ કિ.મી.ના અંતરે ખોરાકની શોધમાં ભટકતા જોવા મળે છે.

ગીરમાંથી માલધારીઓને હાંકી કાઢવાનો અને ગીરમાં ચરિયાણ બંધ કરવાનો જે અઘટિત અને દુ:ખદ નિર્ણય ૧૯૭૨ માં સરકારે લીધો ત્યારથી ગીરના સિંહોના પતનનો પાયો નંખાઈ ચુકયો હતો અને તે પાયા ઉપર આજે સિંહના શિકારની ઘટનારૂપી બિલ્ડીંગો બંધાય છે ત્યારે હજુપણ સરકાર આ બાબતે ગીરના માલધારીઓને ફરી ગીરમાં વસવાટ કરવા તથા ગીર બોર્ડરના ગામડાઓની પ્રજાના માલઢોરને ગીર જંગલમાં ચરિયાણની છુટ આપવામાં જેટલો વિલંબ કરશે તેટલા વધારે સિંહોના શિકારની ઘટનાઓ ગીર જંગલના બહારના ગામડાઓમાં બનતી જ રહેવાની છે.

તાજેતરમાં ધારી ડિવિઝનના પ્રેમપરા ગામે લાઈટના કરંટથી તાર બાંધી પાંચ સિંહોના મોત નિપજાવવામાં આવેલ છે. ગીર પૂર્વ વન વિભાગના ગામડાઓમાં જો સધન તપાસ હાથ ધરવામાં આવે તો સેંકડો ખેતરમાં આવા તાર બંધાયેલ જોવા મળવાની સંભાવના છે.ળ

આ બાબતે ફરી વખત સિંહોની સલામતી માટે પત્ર લખી તેની માગણી દોહરાવી જંગલમાં માલધારીઓને પુન:વસવાટ આપવાની તથા ગીર જંગલમાં બોર્ડરના ગામડાઓનાં માલઢોરને ચરિયાણની છુટ આપવાની માગણી કરી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=33301&Keywords=Saurashtra%20Gujarati%20News

ગીરગઢડા-જામવાળા-તાલાલા રોડ અતિ બિસ્માર હાલતમાં

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ગીરગઢડા, તા૪
ગીરગઢડા-જામવાળા-તાલાલા માર્ગ ૫૦ કિ.મી.નો છે. આ રસ્તો પી.ડબલ્યુ.ડી.(સ્ટેટ) હસ્તક છે. આ રોડ છેલ્લા પાંચ વર્ષથી તદન બિસ્માર હાલતમાં છે આ અંગે અનેક વખત પત્રો દ્વારા તથા રૂબરૂ તથા ધારાસભ્યની ફરિયાદ સમિતિમાં રજૂઆત કરવા છતા માર્ગ મકાન વિભાગના બહેરાકાને આ રોડની વાત સંભળાતી જ નથી.આ રોડ ઉપર કોઈપણ વાહન ચલાવવું દુષ્કર છે. ઉના અને તાલાલા-મેંદરડાના ધારાસભ્યોએ અનેક વખત રજૂઆતો કરી છે. છતાં જાહેર બાંધકામ ખાતાનું પેટનું પાણી હલતુ નથી. આ રોડની અત્યંત ખરાબ હાલત જોતા જાહેર બાંધકામ ખાતાના કાર્યપાલકની અંગત જવાબદારી નકકી કરી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ તેવી પણ લોકમાગણી ઉઠવા પામી છે.આ રોડની સીંગલપટ્ટી ડામર રોડ કરવા માટે માર્ગ અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ ગાંધીનગર તરફથી ૨/૧૨/૦૬ ના રોજ મંજુરી આપવામાં આવેલ છે. જેને આજે ૧૦ મહિના થવા છતાં જાહેર બાંધકામ ખાતું કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું છે.

ભાખાના કાર્યકર ભરતભાઈ ઠાકરે તા.૮/૧૦/૦૭ ના રોજ કાર્યપાલક ઈજનેર, જૂનાગઢને પત્ર લખી ગીરગઢડા-જામવાળા-તાલાલા માર્ગને તાત્કાલિક અસરથી પેવર કરવો તથા જે બે-ત્રણ નાલા મંજુર થઈ ગયેલ છે તે તથા ચોમાસામાં ડેમેજ થયેલ અન્ય નાલાનું કામ માસ એકમાં જો શરૂ કરવામાં નહીં આવે તો આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની પણ ચિમકી આપી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=33303&Keywords=Saurashtra%20Gujarati%20News