Monday, November 5, 2007

ગીરગઢડા-જામવાળા-તાલાલા રોડ અતિ બિસ્માર હાલતમાં

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ગીરગઢડા, તા૪
ગીરગઢડા-જામવાળા-તાલાલા માર્ગ ૫૦ કિ.મી.નો છે. આ રસ્તો પી.ડબલ્યુ.ડી.(સ્ટેટ) હસ્તક છે. આ રોડ છેલ્લા પાંચ વર્ષથી તદન બિસ્માર હાલતમાં છે આ અંગે અનેક વખત પત્રો દ્વારા તથા રૂબરૂ તથા ધારાસભ્યની ફરિયાદ સમિતિમાં રજૂઆત કરવા છતા માર્ગ મકાન વિભાગના બહેરાકાને આ રોડની વાત સંભળાતી જ નથી.આ રોડ ઉપર કોઈપણ વાહન ચલાવવું દુષ્કર છે. ઉના અને તાલાલા-મેંદરડાના ધારાસભ્યોએ અનેક વખત રજૂઆતો કરી છે. છતાં જાહેર બાંધકામ ખાતાનું પેટનું પાણી હલતુ નથી. આ રોડની અત્યંત ખરાબ હાલત જોતા જાહેર બાંધકામ ખાતાના કાર્યપાલકની અંગત જવાબદારી નકકી કરી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ તેવી પણ લોકમાગણી ઉઠવા પામી છે.આ રોડની સીંગલપટ્ટી ડામર રોડ કરવા માટે માર્ગ અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ ગાંધીનગર તરફથી ૨/૧૨/૦૬ ના રોજ મંજુરી આપવામાં આવેલ છે. જેને આજે ૧૦ મહિના થવા છતાં જાહેર બાંધકામ ખાતું કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું છે.

ભાખાના કાર્યકર ભરતભાઈ ઠાકરે તા.૮/૧૦/૦૭ ના રોજ કાર્યપાલક ઈજનેર, જૂનાગઢને પત્ર લખી ગીરગઢડા-જામવાળા-તાલાલા માર્ગને તાત્કાલિક અસરથી પેવર કરવો તથા જે બે-ત્રણ નાલા મંજુર થઈ ગયેલ છે તે તથા ચોમાસામાં ડેમેજ થયેલ અન્ય નાલાનું કામ માસ એકમાં જો શરૂ કરવામાં નહીં આવે તો આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની પણ ચિમકી આપી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=33303&Keywords=Saurashtra%20Gujarati%20News

No comments: