Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Saturday, May 22, 2010
પ્રેયસીને પામવા બે સિંહોની ઈન ફાઈટમાં એક સિંહ ઘાયલ થયો.
May 13,2010
ધારી તા.૧૩
ધારીના છેવાડાના રાજપરા રેન્જમાં એક સિંહની પ્રણયલીલામાં ભંગ પાડવા અન્ય સિંહ આવતા બે સિંહોંની ઈનફાઈટમાં એક સિંહ બૂરી રીતે ઘાયલ થતાં સાસણ વેટરનરી હોસ્પિટલનાં તબીબે તાબડતોબ સારવાર આપી ફરી સિંહને ફરી વનમાં વિચરતો કરી દીધો હતો.
વાઈલ્ડ લાઈફમાં બનેલા રસપ્રદ બનાવની વધુ વિગત મુજબ રાજપરા રાઉન્ડમાં એક સિંહ અને એની પ્રિયતમા પ્રણયલીલામાં મસ્ત હતા. સામાન્ય રીતે આ સિઝનમાં સિંહ અને સિંહણ બન્ને પોતાની જોડી બનાવી લે છે. એ વખતે બીજો સિંહ એમની નવી પ્રિયતમાની શોધમાં હતો. જે આવી ચડતાં એને જોઈને પ્રેમમાં ગળાડૂબ સિંહે એને ખદેડી મૂકવા ઘૂરકિયાં શરૃ કરી દીધા હતા. આમ છતાં સિંહ ન ખસતા સિંહાની ઈનફાઈટ થઈ હતી. આંગતૂક સિંહ બૂરી રીતે ઘાયલ થયો હતો. બરાબર આ જ સમયે વનવિભાગના કર્મચારી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એને ખબર પડતા ઘાયલ થયેલા સિંહની સારવાર કરવા માટે વ્યવસ્થા કરી હતી. જંગલમાં જ સાસણના વેટરનરી ડોકટરને બોલાવીને સારવાર આપી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=186565
“સિંહ”
એપ્રિલ 30, 2010 — Bhupendrasinh Raol
સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી.મેં નેશનલ જીયોગ્રાફી અને ડીસ્કવરી ચેનલ્સ પર સિંહો ના ફેમીલી લાઈફ અને જીવન વિષે ઘણું જોયું છે.ગીર માં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો.લોકકવીઓ સિંહો ને પણ છોડતા નથી.
* સિંહ સિંહણ ની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી.તદ્દન ખોટી વાત છે.સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે.ખાસ તો સિંહ ના ટોળાં માં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે.પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મુકે છે.પછી લહેર થી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે.સિંહ ભાગ્યેજ શિકાર માં જોડાય છે.ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે.ટોળાં સિવાય એકલા રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે.ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મુકવામાં આવે છે.ટોળાં નો માલિક સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાં નો માલિક બની જાય છે.અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે.એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવ ના જોખમે સિંહ નો સામનો કરે છે,પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે,અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે.છે ને હૃદય દ્રાવક?કુદરત ના રાજ્ય માં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમી માં આવીને પેલા સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે.પોતાના છોકરાવ ને મારનાર ના જોડે પ્રેમ?Any morality?There is no morality in ‘The world of Nature. * કેટ એટલે બિલાડી ના કુલ માંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે.પંથેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે.ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજન માં હોય છે.૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી દુનિયા માં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી.સિંહ સામાજિક પ્રાણી છે.જંગલ માં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે,જયારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ જીવી શકે છે.હવે ખાલી આફ્રિકા ના ઘાસિયા મેદાનો અને ગીર માં જ બચ્યા છે.છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઇ ગઈ છે.સંસ્કૃત માં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહ નું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે.ટાયગર,જેગુઆર ને લેપર્ડ એ સિંહ ના પિત્રાઈ કહેવાય.કોમન પૂર્વજ માંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆર ને સિંહ છુટા પડેલા જયારે લેપર્ડ દસ લાખ ને આશરે ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા.
૧)P.l.persica, એશિયાટિક લાયન એક સમયે ઈરાન,પાકિસ્તાન,ટર્કી,બાંગ્લાદેશ બધે ફેલાયેલા હતા.હવે ગીર માં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે બચ્યા છે.
૨)P.l.leo,બાર્બેરી લાયન ઈજીપ્ત ને મોરોક્કો માં હતા.બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા.૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કો માં મરાયો હતો.
૩)P.l,senegalensis,વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયા માં મળે છે.
૪)P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન કોન્ગો માં મળે છે.
૫)P.l.nubica, મસાઈ લાયન ઈથિયોપિયા,કેન્યા,તાન્ઝાનિયા,મોઝામ્બિક માં મળે છે.
૬)P.l. bleyenberghi, કતંગા લાયન નામિબિયા,બોત્સવાના,અંગોલા,કતંગા,ઝામ્બીયા,ઝીમ્બાબ્વે માં મળે છે.
૭)P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્ક માં જોવા મળે છે.
૮)P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.
એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકા માં પણ સિંહ હતા.નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે.જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે.એવી રીતે સિહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે.કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે.ભૂખ લાગે તો જ ઉભા થવાનું.સિંહ ને લગભગ ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.
Source: http://brsinh.wordpress.com/2010/04/30/%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9/
ગિરનારના જોગણીયા ડૂંગરમાં આગ, સાત એકરનું જંગલ ખાક્.
May 19,2010
જૂનાગઢ, તા.૧૯
જૂનાગઢની ગિરનાર પર્વતમાળામાં આવેલ જોગણીયા ડૂંગરમાં આજે બપોરના અરસામાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આ ગ્રાઉન્ડ ફાયરને કારણે આશરે સાતેક એકર જેટલી જમીનમાં આવેલ જંગલ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. આગમાં કોઈ વન્ય પ્રાણીને ઈજા થયાના અહેવાલો નથી. ગિરનાર પર્વતમાળામાં આવેલ જોગણીયા ડૂંગર પર સમુદ્ર સપાટીથી આશરે એકાદ હજાર મિટરની ઉંચાઈએ આજે બપોરના બે વાગ્યાના અરસામાં અચાનક જ ભીષણ આગ ફાટી નિકળી હતી. જેની જાણ થતા જ ડી.સી.એફ. વસાવા અને એ.સી.એફ. પી.એસ.બાબરીયા તથા આર.એફ.ઓ. દિપક પંડયાની આગેવાની હેઠળ વનવિભાગનાં પ૦ કર્મીનો કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો. સાંજે સવા પાંચ વાગ્યે આગ કાબૂમાં આવી હતી. આ આગમાં આશરે સાતેક હેક્ટર જેટલો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. ગિરનાર જંગલનો આ વિસ્તાર સુકા ઘાંસ અને વાંસનો છે. અત્યારે પાનખરની સિઝન હોવાથી સાગના જમીન પર પડેલા સુકા પાંદડાથી આગ વધારે પ્રસરવા માંડી હતી. ઉનાળાનો સમય હોવાથી જંગલમાં લાકડા એકબીજા સાથે ઘસાવાથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આગને કારણે વન્યપ્રાણીઓને કોઈ પણ પ્રકારની નૂકશાની થઈ હોવાના અહેવાલ મળતા નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=188154

ગિરનાર અભયારણ્ય ૧પ૦ જાતના પ્રવાસી પક્ષીનું ‘હિલસ્ટેશન’.
May 17,2010
જૂનાગઢ, તા.૧૭
ગિરનાર અભયારણ્યનું નામ પડતા જ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના નિવાસસ્થાન તરીકે તેની ઓળખ જન માનસમાં અંકિત થઈ જાય છે. પરંતુ હકિકતમાં ગિરનાર અભયારણ્ય રપ૦ જેટલી પ્રજાતિના વિવિધ પક્ષીઓનું રહેઠાંણ છે જ પરંતુ આ સ્થળ ૧પ૦ જેટલા વિદેશી પક્ષીઓ માટે હિલસ્ટેશન પણ બન્યું છે. આવા પક્ષીઓ ઋતુ પ્રમાણે ગિરનાર જંગલમાં આવક જાવક કરતા હોય છે.
ગિરનાર જંગલની પક્ષી અભયારણ્ય સમાન નવી ઓળખની આ ઉજ્જવળ દિશા છે. ૧૮પ ચો.કિ.મી. વિસ્તારમાં પથરાયેલ ગિરનારમાં અત્યારે ર૪ સિંહો અને ૭પ જેટલા દીપડાનો વસવાટ છે. વિવિધ પ્રકારની વનસ્પતિઓથી ભરપૂર એવા ગિરનારમાં મોટાભાગના પ્રવાસીઓ આવા પ્રાણીઓ જોવાની ઈચ્છા જ રાખતા હોય છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે ગિરનાર જંગલમાં પક્ષી અભયારણ્ય બનવાની પણ પૂરી ક્ષમતા છે. જૂદી જૂદી ઋતુઓ દરમિયાન અહી ૧પ૦ જેટલી જાતોના પ્રવાસી પક્ષીઓનું આવન જાવન રહે છે. જેમા ભારતભરમાંથી તેમજ વિદેશી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. પ્રવાસી પક્ષીઓમાં મુખ્યત્વે દૂધરાજ, ચાસ, દિવાળી ઘોડા, નવરંગ વગેરેનો સમાવેશ થાય છે. જે ગિરનારમાં આવીને કેટલોક સમય સુધી રહીને પરત જતાં રહે છે.
પક્ષીઓમાં મુખ્યત્વે માખીમાર, પાણીમાં વસતા અને શિકારી એમ ત્રણ પ્રકાર હોય છે. ગિરનાર જંગલમાં રપ૦ જેટલી જાતોના પક્ષીઓનો કાયમી વસવાટ પણ છે. બુલબુલ, પોપટ, તૂઈ, કાગડા, કોયલ, ત્રણ પ્રકારના ગીધ, ત્રણ પ્રકારના કાંકણસાર, દશરથીયું, ઘુવડ, સમડી, બાઝ, ચોટલીયો, કલકલીયો, તેતર, બગલા, લીલુ કબુતર, ચકલી વગેરે પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે.પક્ષી અભયારણ્યની દિશામાં ગિરનાર જંગલનો વિકાસ કરવામાં આવે અને તંત્ર દ્વારા આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ગિરનાર જંગલની વધારાની નવી એક ઓળખ પણ પ્રસ્થાપિત થઈ શકે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=187520
ગીરના સાવજ ઊભો રે’જે.
Vidyut Joshi, Samudra-Manthan-
First Published 01:04 AM [IST](22/05/2010)
Last Updated 1:33 AM [IST](22/05/2010)
જો ગીરનાં જંગલમાંથી માલધારીઓને ખસેડી લઈશું તો ગીરનાં જંગલ અને સક્કર બાગ ઝૂ વચ્ચે કોઈ ફર્ક નહીં રહે. ટુરિઝમ વધશે, પણ ગીરની સંસ્કૃતિ નાશ પામશે.
એશિયન સિંહો હવે માત્ર ગુજરાતમાં જ બચ્યાં છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગિરનાર અભયારણ્ય, પોરબંદર, જૂનાગઢ, અમરેલીનો સમુદ્રતટ વિસ્તાર, પાણિયા, મિતિયાળા તથા નજીકના અન્ય વિસ્તારોમા થઈને ૯૭ સિંહ અને ૧૬૨ સિંહણ તથા બાકીનાં બચ્ચાં સાથે કુલ સંખ્યા ૪૧૧ની થાય છે. આમાં ૭૭ તો માત્ર એક વર્ષ સુધીનાં બચ્ચાં છે. એશિયન સિંહોની વસતી માત્ર ગુજરાતમાં જ બચી છે અને વૃદ્ધિ પામતી રહી છે તેનો યશ કોઈનેય આપવો ઘટે તો જંગલ, જન અને જનાવરનાં સહ- અસ્તિત્વને જ આપી શકાય.
જૂનાગઢના નવાબી રાજ્ય સમયે સિંહની ઘટતી વસતીથી ચિંતિત નવાબે સિંહના શિકાર પર પ્રતબિંધ મૂક્યો ત્યારથી ગુજરાતમાં સિંહની વસતી સતત વધતી રહી છે. તે પહેલાં રાજા-મહારાજાઓમાં સિંહનો શિકાર કરવો તે શૌર્યનું પ્રતીક ગણાતું. સિંહને મારનારા રાજાઓનાં સંતાનો આજે પર્યાવરણવાદી થઈ ગયા છે. આ પર્યાવરણવાદીઓ અને સરકારનું જંગલ ખાતું સિંહને બચાવવા માટે જંગલમાં રહેતા માનવીઓને જંગલની બહાર કાઢવા માગે છે.
તાજેતરમાં જ ગીરના જંગલના નેસમાં રહેતા એક્સો માલધારી અથવા પશુપાલક કુટુંબોને ગીરની બહાર વસાવવાની યોજના અમલી બની રહી હોવાની વાત આવી છે. ગીર અભયારણ્યમાંથી આ માલધારીઓને બહાર વસાવવાની સરકારનાં પર્યાવરણ અને વન ખાતાંની આ યોજના સિંહોને બચાવવાના વ્યાપક પ્રકલ્પનો એક ભાગ છે. એક માલધારીને બહાર વસાવવાનો ખર્ચ લગભગ દસ લાખ આવશે તેવો અંદાજ છે.
જ્યારે જ્યારે સિંહોને બચાવવાની વાત આવે છે ત્યારે ત્યારે ગીર અને નજીકનાં જંગલોમાંથી માણસોને બહાર કાઢવાની વાત આવે છે. અહીં પાયાનો સવાલ એ ઉપસ્થિત થાય છે કે એશિયન સિંહો આજે ક્યાંય ન બચતાં માત્ર સૌરાષ્ટ્રમાં જ બચ્યા અને તેમની વસતી તથા વિસ્તાર સતત વધતો ગયો તેવું શી રીતે બન્યું? ભારતમાં વાઘ બચાવવા ખાસ પ્રકલ્પ બનાવ્યો હોવા છતાં વાઘની વસતી ચિંતાજનક રીતે ઘટતી ગઈ છે, તેની સામે આવા કોઈ ખાસ પ્રયાસો વિના સૌરાષ્ટ્રમાં સિંહોની વસતી કઈ રીતે વધી તેનો ખાસ વિચાર કરવો પડે.
આ સવાલ એવી સમગ્ર ઇકો સિસ્ટમનો છે જેમાં જંગલ, જલસ્રોત, હિંસક પશુ, પાલતુ પશુ, પક્ષીઓ અને માણસો પરસ્પરાધારિત જીવન ગુજારે છે. આ પરસ્પરાધારિત જીવન વ્યવસ્થાએ ગીરની એક સંસ્કૃતિ ઊભી કરી છે. જો માણસો તથા તેમનાં પાલતુ પશુઓને આ ઇકો સિસ્ટમમાંથી ખસેડી લઈશું તો ગીરનાં જંગલ અને સક્કર બાગ ઝૂ વચ્ચે કોઈ ફર્ક નહીં રહે. ટુરિઝમ વધશે, ગીરની સંસ્કૃતિ નાશ પામશે.
શું છે ગીરની કુદરતી ઇકો સિસ્ટમ? ગીરનાં જંગલમાં અત્યારે સિંહ ઉપરાંત દીપડા, ઝરખ, શિયાળ, મોટી સંખ્યામાં નીલ ગાય, ધરા અને તળાવોમાં મગર અને માછલાં, વાંદરા, મોરથી માંડીને દેવચકલી સુધીનાં પક્ષીઓ, માલધારીના લગભગ ચાલીસ જેટલા નેસ, તેમનાં પાલતુ પશુઓ (મુખ્યત્વે ગાય અને ભેંસ), તેમના રખેવાળ કૂતરાઓ, નેસમાં ચારણ-રબારી-ભરવાડ અને કાઠી, લગભગ ૧૫૦ જેટલાં ધર્મસ્થાનો જેમાં આશ્રમો, મઠો, સ્થાનકો, મંદિરો અખાડા તથા તપ કરતા અઘોરી બાવાઓ પણ છે.
૧૯૭૨થી ૭૪ ગુજરાતમાં દુકાળ પડતાં ગીરની બહાર રહેતાં કેટલાક માલધારીઓ પોતાનો માલ લઈને ગીરમાં ઊતરી ગયા. સણોસરાની લોકભારતી સંસ્થાની ગૌશાળા બહુ સારી. તે ગાયો લઈને ભટ બાપા (નરેન્દ્ર ભટ્ટ) ગીરમાં ચાલ્યા ગયા. દુકાળ ઊતરતાં પાછા આવ્યા ત્યારે પૂછ્યું, ‘તમને ખુલ્લામાં સિંહનો ડર નહોતો લાગતો?’ ‘ના રે, સાવજ માણહને નો મારે. અટકચાળું કરો તો જ પરચો બતાવે.
રસ્તે ઊભો હોય તો તરીને (બાજુમાંથી) હાલ્યા જવાનું.’ ‘પણ ગાયોનું શું?’ ‘આખલા અને મજબૂત ગાયો કુંડાળું બનાવે. વચમાં વાછરડાં અને નબળી ગાયો રહે. સાવજ આવી ચડે તો આખલા ને મજબૂત ગાયો ઈને મારી ભગાડે.’ ‘તમે સિંહને નો મારો?’ ‘સાવજને નો મરાય, ઈ જંગલનો રાજા કહેવાય. અમે ગાયું બચાવા ગીરમાં ગ્યા’તા, સાવજ મારવા નહીં.’ આ છે માણસ, પાલતુ પશુ અને સિંહનો કુદરતી સંબંધ.
નેસમાં ચારણો ભેંસો રાખે. રબારી તથા ભરવાડ મુખ્યત્વે ગાયો રાખે. સિંહ ક્યારેક નબળાં, અપંગ કે વૃદ્ધ પ્રાણીનો શિકાર કરી પણ લે. આની સામે માલધારીઓ સિંહોને મારી ન નાખે. કડિયાળી ડાંગથી સામનો કરી ભગાડી દે. રાતના અંધારામાં સિંહની ડણક સંભળાય તો ‘કૂત્તો લાગે છે’ કહી લોકો સાવધ થઈ જાય. યાદ કરો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ‘ચારણકન્યા’ કાવ્ય. કેવી હતી આ નેસમાં રહેનારી ચારણકન્યા?
આવા ચાલીસેક નેસોમાં પાડાપાણી નેસ, કુટિયા નેસ, કાંટિયા નેસ, લીલાપાણ નેસ તથા દેવલિયા નેસ મુખ્ય છે. દેવલિયા નેસની જગ્યા સિંહદર્શન માટે જાણીતી છે.એનો અર્થ એ નથી કે ગીરમાં પ્રશ્નો નથી. ગીરનાં ચરિયાણો પર ખાનગી કબજા મોટા પ્રમાણમાં થવા લાગ્યા છે. લાડુવાળો હાથ પોતાના મોઢાં તરફ વળે તેમ કેટલાક લોકોએ સત્તાનો ઉપયોગ કરી જમીન કબજે કરી છે. આથી માલધારીઓના માલને અને નીલગાયને ઘાસની તંગી પડવા લાગી છે.
ગીરની ઇકોલોજીને માલધારીઓ અને બાવા-સાધુ કરતાં આવા જમીન માફિયાઓ વધુ નુકસાન કરે છે. જંગલની જમીન ઓછી થતી જાય છે અને સિંહ વધતા જાય છે, તેથી મારણ માટે સિંહો ક્યારેક સીમાડા પરનાં ગામોમાં પ્રવેશે છે. આજની રીતે જોઈએ તો ગીરમાં ૩૦૦થી વધુ સિંહો સમાઈ શકે તેમ નથી.
માલધારીઓએ નેસમાં રહેવું કે જંગલની બહાર આવવું તેનો નિર્ણય માલધારીએ લેવાનો છે. તેમનાં સંતાનો ભણશે તો શિક્ષણ મુજબની રોજગારી શોધવા આપો આપ મેંદરડા, જૂનાગઢ કે વિસાવદરમાં આવશે. વિકાસની સહજ પ્રક્રિયા થાય તે જરૂરી છે.જેમની પાસે સત્તા આવે છે તેમના પર્યાવરણના ખ્યાલો સત્તાથી દૂષિત થાય છે. મેકિયાવેલીએ કહ્યું હતું, ‘પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર ટેન્ડ્ઝ ટુ કરપ્ટ એબ્સોલ્યુટલી.’
vidyutj@gmail.com

ગીરનું અભ્યારણ...
| ||||||||
|
આમ તો આખા ભારતમાં ઘણી જગ્યાએ સિંહ જોવા મળી જાય છે પરંતુ ગીરનું અભ્યારણ એશિયામાં ખુબ જ પ્રખ્યાત છે જે ગુજરાતમાં આવેલ છે. આજકાલ પ્રાણીઓને જોવા માટે ઝૂમાં જવું પડે છે. કેમકે લોકોના શિકારને લીધે દિવસે દિવસે તેમની સંખ્યા સતત ઘટતી જાય છે. પરંતુ ગીરનાં અભ્યારણમાં પ્રાણીઓને ખુબ જ સરળતાથી જોઈ શકાય છે. તેઓ ત્યાં પ્રાકૃતિક આશ્રયસ્થાનમાં રહે છે તેથી તેમને ત્યાં તેમના સહપરિવાર સાથે અને તેમના પ્રાકૃતિક અંદાજમાં જોઈ શકાય છે. પહેલાં ગીરની અંદર સિંહોનો વધું પ્રમાણમાં શિકાર થવાને લીધે માત્ર 15 જ સિંહ બચ્યાં હતાં તેથી જૂનાગઢના નવાબે તેમનું રક્ષણ કરવાની સલાહ આપી હતી પરંતુ તે માટેના પગલાં ખુબ જ મોડા ભરવામાં આવ્યાં હતાં.
|
ગીરમાં ચિત્તાની સંખ્યા પણ ખુબ જ વધું પ્રમાણમાં છે. ભારતમાં અન્ય અભ્યારણો કરતાં અહીંયા ચિત્તાની સંખ્યા વધારે છે. ગીરની અંદર સાબર, હરણ, કાળીયાર, નીલગાય, શિયાળ, વાંદરા વગેરે જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓની પણ કેટલીયે જાતો જોવા મળે છે. ગીર એક એવું અભ્યારણ છે જ્યાં પ્રાણીઓ અને પક્ષીઓની વધુમાં વધું જાતો જોવા મળે છે. અહીંયા સસ્તન પ્રાણીઓની ત્રીસ, સરીસૃપોની વીસ તેમજ જીવજંતુઓની કેટલીયે જાતો જોવા મળે છે.
ગીરનું અભ્યારણ 1414 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંયા પ્રાણીઓ ખાસ કરીને વહેલી સવારે અને સમી સાંજે નીકળે છે તેથી તેમને જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે અને સાંજનો છે. આ સમયે જંગલની આસપાસ જીપ ચલાવીને તેમને નિહાળી શકાય છે.
|
ગીર જવા માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બર મહિનાથી જુન મહિનાની વચ્ચેનો છે. આ સ્થળ અમદાવાદથી 400 કિલોમીટર દૂર આવેલ છે. તેથી બસ મારફતે ત્યાં જઈ શકાય છે. ત્યાં જવા માટે ગુજરાત રાજ્ય સરકારની બસો પણ ખુબ જ સરળતાથી મળી રહે છે. નજીકનું હવાઈ મથક રાજકોટ છે. રાજકોટથી મુંબઈની દરરોજ ફ્લાઈટ છે. અમદાવાદ અને રાજકોટથી રેલ્વે માર્ગ જૂનાગઢનો છે. જૂનાગઢથી સાસણગીર માત્ર 65 કિલોમીટરના અંતરે આવેલ છે.
Source: http://gujarati.webdunia.com/entertainment/tourism/gujaratdarshan/0804/07/1080407008_1.htm
‘સિંહદર્શન’ માટે ગોહિલવાડ બનશે મીની ગીર.
ભાવનગર/મહુવા તા.૫
ભાવનગરમાં મીની ગીર બને તેવી શક્યતા છે. ભાવનગરની ભાગોળે ભંડારિયા અને મહુવા પંથકમાં સિંહ દર્શન હવે સહજ બન્યું છે. રોજેરોજ આ વિસ્તારમાં સિંહોની અવર-જવર આમ બની છે.
ભાવનગરની ભાગોળે આવેલા ભંડારિયા-સિહોર તથા નજીકના પાલીતાણાની ગીરી માળાઓમાં ગીરીના કેસરી સાવજોએ રહેઠાણ બનાવતા આગામી દિવસોમાં ભાવનગરની ભાગોળે મીની ગીર કુદરતી રીતે આકાર પાશે અહિની ગીરીમાળા સિંહના વસવાટ માટે અનુકુળ છે નજીકના સમયમાં સંવનન કાળ આવી રહ્યો છે. ત્યારે અહિં વિચારતા સિંહ અહિંજ સ્થાયી થાય તેની શકયતાઓ છે. સંવનન કાળ બાદ જિલ્લામાં સિંહની સંખ્યા દોઢ ગણી થવાની સંભાવના જાણકારોએ વ્યકત કરી હતી.
ભાવનગર શહેરથી માત્ર ર૦ કિ.મી. દુરી પર આવેલા ડુંગરોમાં સિંહ પરિવાર વિચરતો અવારનવાર જોવા મળે છે. તાજેતરમાં માળનાથ પાસે પાંચ સિંહ અને બે બાળ સિંહને વિચરતા ભંડારિયાના ગ્રામજનોએ જોયા હતા. અગાઉ એકલ દોકલ વ્યકિતએ સિંહને નિહાળ્યા હતા. પરંતુ મંગળવારે રાત્રીના દોઢસો જેટલા છે. ગ્રામજનોએ સિંહોને મસ્ત મહાલતા ચાલતા ચાલતા જતા જોઈ ભારે રોમાંચ અનુભવ્યો હતો. સિંહ દેખા દેતા પશુપાલકોએ સાવચેતીના ભાગરૃપે માલઢોરને વાડીએથી ઘરે લઈ આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગીરના કેસરી સાવજો આ પંથકમાં વિચરી રહ્યા છે. તાજેતરની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યા ૩૩ની નોંધાઈ છે. જે ગોહિલવાડ માટે ગૌરવની વાત છે જો કે બીજી બાજુ માલધારીઓ અને ખેડૂતોની મુશ્કેલી ભારે વધી પડી છે.
મહુવા બ્યુરોથી મળતો અહેવાલ
ગોહિલવાડમાં ભાવનગર,તળાજા, મહુવા, પાલીતાણા અને સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની આવન-જાવન જોવા મળી રહી છે ત્યારે ગીરની માફક જ જિલ્લામાં હિંસક પશુઓ વિચરણના અવાર-નવાર વાવડ મળતા હોય છે.જેમા તાજેતરમાં ભંડારીયા બાદ મહુવા અને રાજુલા તાલુકાના દરિયા કિનારાના ડોળીયા-પટવા પંથકના ગામોમાં ત્રણ બચ્ચા સમેત સાવજ પરિવારે ધામા નાખતા સ્થાનીક લોકો ભયભીત બન્યા છે.
મહુવા-રાજુલા તાલુકાના ડોળીયા અને પટવા ગામના આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં સાવજ પરિવારના આંટાફેરાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.જેમા મહુવાના ડોળીયા ગામની સોંડાભાઈ અને લાલજીભાઈની વાડી વિસ્તારમાં રાત્રીના ૧૧-૦૦ વાગ્યા બાદ આવી ચડતા હોય છે.જેથી ખેડુતો ફટાકડા ફોડીને સિંહ પરિવારોને ભગાવીને પોતાના માલઢોરનું રક્ષણ કરતા હોય છે.
મહુવા અને રાજુલા તાલુકામાં વિચરણ કરી રહેલા સાવજ પરિવાર અંગે જંગલ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે મહુવા તાલુકાના ડોળીયાથી રાજુલાના પટવા સુધીના ગ્રામ્ય વિસ્તારના દરિયા કાંઠામાં વિચરણ કરી રહ્યા છે ત્યારે આ પંથકના ખેતીવાડી વિસ્તારમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી જરૃરી બની જતુ હોય છે.મહુવા અને રાજુલામાં ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર આંટાફેરા વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.છેલ્લે મળતા વાવડ અનુસાશ સાંજે ૭-૦૦ કલાકના અરસામાં રાજુલાના પટવા ગામની આસપાસમાં દેખા દીભા હતા.
Source: http://vahgujarati.com/content/news/22/0/16/10.html
Subscribe to:
Posts (Atom)