Sunday, August 31, 2014

ધારી: જશાધાર રેંજની સીમમાં સિંહણનો અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો.

Bhaskar News, Dhari | Aug 30, 2014, 10:06AM IST
ધારી: જશાધાર રેંજની સીમમાં સિંહણનો અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો
(સિંહણની પ્રતિમાનો પ્રતિકાત્મક ઉપયોગ)
 
- ઇનફાઇટમાં મોત થયાનું તારણ : ઉભા પાકમાં માત્ર અવશેષો પડયા હતાં

ધારી: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની જાણે માઠી દશા બેઠી હોય તેમ અવાર નવાર સાવજોના કમોતની ઘટના બનતી રહે છે. આવી વધુ એક ઘટના ગીરપૂર્વની જસાધાર રેંજમાં ઉના તાલુકાના સણોસરી ગામની સીમમાં બની હતી. જ્યાં એક દોઢ વર્ષની સિંહણના ઇનફાઇટમાં કદાવર સિંહે મારી નાખી હતી. આજે આ સિંહણનો અર્ધ ખવાયેલો મૃતદેહ વાડીના ઉભા પાકમાંથી મળી આવ્યો હતો.

ઇનફાઇટમાં સિંહણના મોતની આ ઘટના જસાધાર રેંજના સણોસરી ગામની સીમમાં સરપંચના ભાઇની વાડીમાં બની હતી. આજે સવારે અહિં વાડીમાં ઝારના ઉભા પાકમાં એક સિંહણના મૃતદેહના અવશેષો પડયા હોવાની જાત થતા વાડી માલીક દ્વારા વનતંત્રને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ધારીથી ડીએફઓ અંશુમન શર્મા, વેટરનરી ડો. હિ‌તેષ વામજા, સ્થાનીક આરએફઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

અહિં ઉભા પાક વચ્ચે આશરે દોઢેક વર્ષની ઉંમરની સિંહણનું માથુ, પગ, પુછડી જેવા અવશેષો મળી આવ્યા હતાં. સિંહણના બાકીના શરીરનો ભાગ ખવાઇ ગયો હતો. આ સિંહણનું મોત પ્રથમ દ્રષ્ટિએ ઇનફાઇટમાં થયાનું મનાઇ રહ્યુ છે. અહિં અન્ય સાવજોની અવર જવરના સગડ પણ મળી આવ્યા હતાં. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે અહિં એક કદાવર સાવજ પણ વસે છે. આ મૃતદેહને સાવજ ખાઇ ગયો હોવાનું મનાઇ રહ્યુ છે. સિંહણના મૃતદેહને પોસ્ટ ર્મોટમ માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં લઇ જવાયો હતો. ગીર પૂર્વના રેવન્યુ વિસ્તારમાં આ પ્રકારના સાવજોના કમોતની ઘટનાઓ અવાર નવાર બની રહી છે.
અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો છે-ડીએફઓ શર્મા

ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે સણોસરાની સીમમાંથી દોઢ વર્ષની સિંહણનો અર્ધ ખવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહણનું ઇનફાઇટમાં મોત થયાનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યુ છે. આમ છતાં પીએમ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

અમરેલી: જોતજોતામાં 5 સાવજોએ કર્યું 73 ઘેંટા, બકરાંનું મારણ.

Bhaskar News, Rajula | Aug 26, 2014, 09:51AM IST
અમરેલી: જોતજોતામાં 5 સાવજોએ કર્યું 73 ઘેંટા, બકરાંનું મારણ
(પાંચ સાવજોનું ટોળું જોકમાં ત્રાટકીને માલધારીના ઘેંટા બકરાને મારી નાખ્યા બાદ જંગલખાતાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા)
 
- રાજુલાના જીંજકામાં પાંચ સાવજોએ જોકમાં પડી ૭૩ ઘેંટા-બકરા મારી નાખ્યા
- અન્ય પંદર ઘેંટા-બકરા ઘાયલ : જોકમાં સુતેલા માલધારીઓ માંડ બચ્યા

રાજુલા: અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પોતાના પેટની ભુખ ભાંગવા માટે હાહાકાર વર્તાવી રહ્યા છે. ગમેત્યારે ગમે તે ગામમાં ઘુસી માલધારીઓના ઉપયોગી પશુઓનું મારણ કરે છે. રાજુલાના જીંજકામાં તો ગઇરાત્રે પાંચ સાવજોએ પાદરમાં જોકમાં કુદી પડી એક સાથે ૭૩ ઘેંટા-બકરા મારી નાખતા માલધારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. એેટલુ જ નહી ૧૫ ઘેંટા-બકરાને ઘાયલ પણ કરી દીધા હતાં.

ગીર જંગલના ખુંખાર સાવજો ત્રાડો નાખતા શિકાર માટે સામેથી ધસી આવે ત્યારે ઘેંટા-બકરા જેવા ગભરૂ પ્રાણી તો આમ પણ હુમલા વગર જ મરી જાય છે. સાવજની હાજરીનો જ ફફડાટ એવો હોય છે કે અનેક ઘેંટા-બકરા સાવજે પંજો ન માર્યો હોય તો પણ મોતને ભેટે છે. ત્યારે એક સાથે પાંચ પાંચ સાવજો શિકારનો ખેલ ખેલવા આવી પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે જ ખુનની હોળી ખેલાવાની. રાજુલા તાલુકાના જીંજકા ગામે ગઇકાલે રાત્રે કંઇક આવું જ બન્યુ હતું. જીંજકા ગામના પાદરમાં ભરતભાઇ ભરવાડ અને ભીખાભાઇ હરીજન જોક બનાવી પોતાના માલઢોર તેમાં રાખે છે.

ગઇરાત્રે આ બન્નેએ પોતાના માલઢોર જોકમાં પુરી તેઓ પણ બાજુમાં જ સુતા હતાં ત્યારે મધરાત્રે અચાનક જ ભુખ્યા થયેલા પાંચ સાવજો કાળ બનીને જોકમાં પડ્યા હતાં. દુરથી ઘેંટા બકરાની ગંધ પારખી ગયેલા સાવજોએ કુદીને સીધુ જ જોકમાં ઝુંકાવ્યુ હતું અને ટપોટપ ઘેંટા-બકરાને મારવા લાગ્યા હતાં. અહિં સવા સો જેટલા ઘેંટા-બકરા બાંધેલા હતાં. જેમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે સાવજોએ જોતજોતામાં ટપોટપ ૭૩ ઘેંટા-બકરાને મારી નાખ્યા હતાં. જેને પગલે ગામના પાદરમાં દેકારો બોલી ગયો હતો. આ ઘટનાને પગલે આ વિસ્તારના માલધારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ છે. રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો આ રીતે અવાર નવાર ઉપયોગી પશુઓનું મારણ કરે છે.

અમરેલી: જોતજોતામાં 5 સાવજોએ કર્યું 73 ઘેંટા, બકરાંનું મારણ
(પાંચ સાવજોનું ટોળું જોકમાં ત્રાટકીને માલધારીના ઘેંટા બકરાને મારી નાખ્યા બાદ જંગલખાતાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા)
 
માલધારીઓ માંડ બચી શક્યા

જ્યારે પાંચ સાવજોનું ટોળુ આ જોકમાં ત્રાટકયુ ત્યારે ભરતભાઇ ભરવાડ અને ભીખાભાઇ હરીજન તેમની જોકમાં જ સુતા હતાં. પરંતુ સાવજો જોકમાં ત્રાટકતા જ તેઓ માંડ માંડ બચીને ગામમાં ભાગવામાં સફળ રહ્યા હતાં.

મહા મુસીબતે સિંહોને ગામલોકોએ ખસેડ્યા

પાંચ સાવજો જોકમાં ત્રાટકતા માલધારીઓ તો માંડ બચી શક્યા પણ ૭૩ ઘેંટા-બકરા મોતને ભેટયા. બાદમાં અહિં એકઠા થઇ ગયેલા ગામલોકોએ હાંકલા પડકારા કરી મહા મુસીબતે સાવજોને અહિંથી ભગાડ્યા હતાં.
વનતંત્રનો જંગી કાફલો દોડ્યો

એક સાથે ૭૩ ઘેંટા-બકરાના મારણના સમાચાર મળતા જ સ્થાનિક આરએફઓ રાઠોડ ૩૦ જેટલા વન કર્મચારીઓ સાથે આ વિસ્તારમાં દોડી ગયા હતાં. સિંહોનુ આ ટોળુ રાત્રે નાગેશ્રી અને વડલી પંથકમાં હોવાનું જાણવા મળેલ છે.

ખાંભા નજીક ૧૦ ફુટ લાંબા અજગરનો મૃતદેહ મળ્યો.

Bhaskar News, Dhari |Aug 22, 2014, 00:05AM IST

-પીપળવા રાઉન્ડ રેવન્યુ વિસ્તારની ઘટના
-વનવિભાગના સ્ટાફે મૃતદેહ કબજે લઇ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી


ધારી: ધારી ગીરપુર્વની તુલશીશ્યામ રેંજના પીપળવા રાઉન્ડ ખાંભા નજીક માર્ગ પરથી એક દસ ફુટ લાંબા અજગરનો મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. અને અજગરના મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

અજગરનો મૃતદેહ મળી આવવાની આ ઘટના તુલશીશ્યામ રેંજના પીપળવા રાઉન્ડ રેવન્યુ વિસ્તાર ખાંભા નજીક બની હતી. અહી માર્ગ પર એક અજગરનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી ડો. હિ‌તેષ વામજા સહિ‌ત વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

અજગરનો મૃતદેહ કબજે લઇ પીએમની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. આ અજગરનુ મોત કોઇ વાહન હડફેટે થયાનુ વનવિભાગે પ્રાથમિક તારણ જણાવ્યું હતુ. અજગર માર્ગ પસાર કરતી વખતે વાહન હેઠળ ચગદાઇ ગયો હતો.

હસ્નાપુર અને વિલીંગ્ડન ડેમોમાં માછીમારીને સ્ટેન્ડિંગે નકારી.

DivyaBhaskar News Network | Aug 31, 2014, 08:50AM IST

જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. જેમાં જૂનાગઢ મનપા હસ્તાકનાં ડેમોમાં માછીમારીની પ્રવૃત્તિને કમિટીએ નકારી કાઢી હતી. જયારે વિવિધ વિકાસ કામોને મંજૂરીની મહોર મારી હતી. જેમાં મુખ્યત્વે યુડીપીની ગ્રાન્ટમાંથી સંત રોહિદાસનગરમાં બનનાર ઓવરહેડ ટેન્કનાં કામનો સમાવેશ થાય છે.
જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન સંજય કોરડિયાની અઘ્ય ાતામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરનાં વિકાસ કામોને મંજૂરી અને કમિશ્નરની દરખાસ્તો બાબતે ચર્ચા-વિચારણા કરી વિકાસનાં કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે જૂનાગઢ મનપા વિસ્તારમાં આવતા સંત રોહિદાસનગરમાં પાણીની સુવિધા પૂરી પાડવા માટે યુડીપી ગ્રાન્ટ તળે ૮૦ હજાર લિટરની ામતા ધરાવતી ૧૨ મીટર ઉચી ઓવરહેડ ટેન્કની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
જયારે જૂનાગઢ મનપા હસ્તકનાં બે મુખ્ય ડેમો હસ્નાપુર અને વિલીંગ્ડન ડેમમાં મત્સ્યપ્રવૃત્તિ શરુ કરવા અને માછીમારીની પ્રવૃત્તિને મંજૂરી આપવા માટેની કમિશ્નરની દરખાસ્તને નામંજૂર કરાઇ હતી. આગામી દિવસોમાં અમે શહેરનાં વિકાસની બાબતોને પ્રાધાન્ય અપાશે અને લોકોની સુખાકારીનાં કામો પહેલા કરીશું એમ સંજય કોરડિયાએ જણાવ્યું હતું.

વ્હેલને જીવનાં જોખમે બચાવીએ, પૂરતુ વળતર મળતું નથી.

Bhaskar News, Junagadh/ Gandhinagar | Aug 31, 2014, 00:05AM IST
- માછીમારોએ વ્યથા રજૂ કરી ; ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ વ્હેલ શાર્ક ડે ઉજવણીમાં માછીમારો બોલ્યા અને અધિકારીઓ ચોંક્યા
- ગુજરાતનાં સાગરખેડુઓએ ૪૨૧ વ્હેલને ઝાળમાંથી મૂકત કરી નવજીવન આપ્યુ છે

જૂનાગઢ,ગાંધીનગર: દૂનિયાની સૌથી મોટી માછલી શાર્ક વ્હેલની લૂપ્ત થઇ રહેલી પ્રજાતિને બચાવવા વાઇલ્ડ લાઇફ (પ્રોટેકશન)એક્ટ ૧૯૭૨નાં શિડયુલ-૧ હેઠળ સુરક્ષા આપીને આ અંગે કાયદો ઘડવામાં આવ્યો છે. શાર્ક વ્હેલ બચાવોની ઝુંબેશ અંતર્ગત ગુજરાતનાં માછીમારો દ્વારા ૪૨૧ જેટલી વ્હેલને બચાવવામાં આવી છે. પરંતુ સરકાર દ્રારા પુરતુ વળતર મળતુ નથી. ત્યારે વ્હેલ બચાવનાર માછીમારોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માછીમારો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. ૩૦મી ઓગસ્ટને આંતર રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટરનેશનલ શાર્ક વ્હેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત શનિવારે ગાંધીનગરમાં ફોરેસ્ટ રિસર્ચ એન્ડ ટ્રેનીગ કોમ્પલેક્ષ ખાતે શાર્ક વ્હેલ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

આ પ્રસંગ નિષ્ણાંતોએ જણાવ્યુ હતુ કે લૂપ્ત થઇ રહેલી શાર્ક વ્હેલ માટે પ્રજોત્પતી માટે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો સૌથી અનુકુળ છે. જેથી દર વર્ષે હજારોની સંખ્યામાં બિજા સમુદ્રોમાંથી વ્હેલ માછલીઓ ગુજરાતનાં દરિયા કિનારે બચ્ચા મુકવા આવે છે. જેમાં ઘણીવખત વ્હેલ માછલીઓ માછીમારોની ઝાળમાં ફસાઇ જવાની ઘટનાઓ બને છે. પરંતુ ગુજરાતનાં જાગૃતિ માછીમારોએ વ્હેલને 'વ્હાલી દિકરી ’ ગણીને અત્યાર સુધીમાં ૪૨૧ વ્હેલને જાળમાંથી મુકત કરીને બચાવી છે. જે પ્રસંશનીય છે.

આ કામગીરીમાં જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ લોક જાગૃતિમાં મહત્વનું યોગદાન આપ્યુ છે.જો કે આ પ્રસંગે હાજર માછીમાર સમાજનાં પ્રતિનીધીઓ જણાવ્યુ હતુ કે વ્હેલને બચાવવામાં અમારો પુરતો સહયોગ છે. પરંતુ વ્હેલને બચાવવામાં અમારે નુકશાની સહન કરવી પડી રહી છે. જાનની જોખમે વ્હેલને બચાવવાની કામગીરી કરવી પડે છે. જેની સામે યોગ્ય વળતર મળતુ નથી.

વ્હેલને બચાવવા કિંમતી જાળનો ભોગ લેવાય છે : રતિલાલ બારૈયા-માછીમાર

ધામળેજ બંદરનાં માછીમાર રતિલાલ બારૈયાએ રજુઆત કરતા જણાવ્યુ હતુ કે વ્હેલ કદાવર માછલી હોવાથી જાળમાં આવ્યા બાદ બોટ લઇને ડુબે તેવી શક્યતા હોય છે. ત્યારે માછીમારોએ જાનનાં જોખમે મોંધી જાળ કાપીને વ્હેલને બચાવવી પડે છે. વ્હેલને બચાવવા અમારા માટે પણ ઉમદા કામ છે. પરંતુ સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે મોધી જાળની કિંમત પુરતી પણ નથી મળતી. બીજી તરફ વ્હેલીની બચાવ કામગીરીનું ફોટોગ્રાફી પણ કરવી પડે છે. જેમાં માટે કેમેરા આપવામાં આવ્યા તે પણ રાત્રીનાં સમયે યો્ગ્ય કામ કરતા નથી.

માછીમારોને સરેરાસ ૧૬ હજારનું વળતર ચુકવાયુ છે: પી કે તનેજા- સચિવ

માછીમારોની યોગ્ય વળતરની માંગને સાંભળ્યા બાદ ગુજરાત રાજયનાં વન અને પર્યાવરણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ પી કે તનેજાએ જણાવ્યુ હતુ કે કાયદામાં વ્હેલ બચાવનાર માછીમાર માટે રૂ. ૨પ૦૦૦નાં વળતરની જોગવાઇ છે. પરંતુ રાજયમાં ૪૨૧ વ્હેલ બચાવવાનાં કિસ્સાઓમાં કુલ મળી રૂ. ૬પ લાખનું એટલે કે એક વ્હેલ બચાવવાનું રૂ. ૧૬૦૦૦નું વળતર જ ચુકવાયુ છે. તેમણે માછીમારોની યોગ્ય વળતરની માંગને ધ્યાને લઇને આ દિશામાં પુરતા પ્રયાસ કરવાની બાંહેધરી આપી હતી.

સોરઠમાં દરિયા કિનારેથી ૧૪ વર્ષમાં ૪૦પ વ્હેલ બચાવાઇ

સોરઠનાં માછીમારો અને વન વિભાગએ સોરઠનાં દરિયા કેનારેથી વર્ષ ૨૦૦૧ થી આજ સુધીમાં ૪૦પ વ્હેલ માછલીને બચાવી છે. જે દેશમાં બીજા નંબરે છે. સિધ્ધી બદલ એર્વોડ પણ આપવામાં આવ્યો છે. સોરઠનાં માછીમરો વ્હેલને તો બચાવી લે છે પરંતુ તેમા તેની કિમંતી જાળ નાશ પામે છે.

સિંહો ક્યાં કરે છે અવરજવર: સૌરાષ્ટ્રના ૧૪૭પ ગામોમાં ફરે છે ૪૧૧ સાવજ.


સિંહો ક્યાં કરે છે અવરજવર: સૌરાષ્ટ્રના ૧૪૭પ ગામોમાં ફરે છે ૪૧૧ સાવજ
Arjun Dangar, Junagadh | Aug 30, 2014,
- ૪ જિલ્લાનાં ૧૪૭પ ગામોમાં ફરી રહ્યા છે ૪૧૧ સાવજ
- વિહાર - પોતાનું 'ઘર' સૌરાષ્ટ્રના ૨૦ હજાર ચોરસ કિલોમીટરમાં વિસ્તરી 'બૃહદ ગીર' સર્જતા વનરાજો
- ૨૦૧૦ ગણતરી મુજબની સિંહોની વસ્તી ૪૧૧ની છે

જૂનાગઢ: એશિયાટિક સિંહોની ૨૦૧૦ મુજબની વસ્તી ૪૧૧ની છે. ત્યારબાદ જંગલમાં વનકેસરીઓને ત્યાં ઘણાં પારણાં બંધાયા છે. એક સૈકા પહેલાં માત્ર ગીર પૂરતા જ સિમીત થઇ ગયેલા સાવજોને દેશભરમાં એકમાત્ર જૂનાગઢનાં નવાબે રક્ષણ આપ્યું. અને એ રીતે અહીં તેની વસ્તી વધતી ગઇ છે. આઝાદી બાદ જૂનાગઢ જિલ્લામાં સાવજો આપમેળે વિહરે એ માટેનાં સંજોગોનું સર્જન વનવિભાગે બખૂબી કર્યું છે. ૨૦૧૦માં જેટલા વિસ્તારમાં સાવજો હતા. એના કરતાં અત્યારે બમણા વિસ્તારમાં તેઓ વિહરે છે.

જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓનાં ૨૩૮૨ પૈકી ૧૪૭પ ગામોમાં સાવજોની અવરજવર લગભગ રોજીંદી બની છે. આમ વસ્તીની સાથે વનરાજોએ પોતાનું ઘર પણ વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે. સાસણનાં ડીએફઓ ડો. સંદીપકુમાર આ અંગે કહે છે, સિંહ સંરક્ષણ માટે વનવિભાગ ઉપરાંત સ્થાનિક લોકો અને બીજા તંત્રોનો સહકાર મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે. વસ્તીની સાથોસાથ સિંહોએ પોતાની અવરજવરનો વિસ્તાર પણ વધાર્યો છે. આજે ચાર જિલ્લાનાં ૧૪૭પ ગામોમાં સિંહોની મુવમેન્ટ નોંધાઇ છે.
વિસ્તાર : સદીઓ પહેલાં સમગ્ર ગુજરાતમાં સિંહોનો વસવાટ હતો
વિસ્તાર વધવાનાં મુખ્ય પરિબળો

ડીએફઓ ડો. સંદિપકુમાર કહે છે કે, સિંહોની વસ્તી વધી છે. એટલે નવી જગ્યા તેને જોઇએજ. આ ઉપરાંત સિંહોને પૂરતી સુરક્ષા પણ મળી રહે છે. ખાસ કરીને ખેડૂતોનો સહકાર મળ્યો છે. અને આ બધા વિસ્તારમાં તેને ખોરાક-પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
સિંહો ક્યાં કરે છે અવરજવર: સૌરાષ્ટ્રના ૧૪૭પ ગામોમાં ફરે છે ૪૧૧ સાવજ
જૂના વિસ્તારોને ફરીથી ઘર બનાવે છે

સદીઓ પહેલાં સૌરાષ્ટ્ર આખું, અમદાવાદ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત, સહિ‌તનાં વિસ્તારોમાં સાવજોનો વસવાટ હતો. એમ ઐતિહાસિક નોંધોમાં જોવા મળે છે. ત્યારે હવે સાવજો ફરી આ વિસ્તારમાં વિહરવાનું શરુ કરી રહ્યા છે. એમ ડો. સંદિપકુમારનું કહેવું છે.

અશોક શિલાલેખની સ્થિતી યથાવત, બીજી બે દિવાલો પડવાની ભિતી.

DivyaBhaskar News Network | Aug 29, 2014, 06:40AM ISTઅશોક શિલાલેખની સ્થિતી યથાવત, બીજી બે દિવાલો પડવાની ભિતી
જૂનાગઢનાં ભવનાથ રોડ પર આવેલા અશોક શિલાલેખનાં ભવનની દિવાલ અને છત ધરાશાયી થઇ ગયા હતા. આ ઘટનાને એક માસ જેટલો સમય વિતી ગયો હોવા છતા સ્થિતી યથાવત છે. એમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજની તારીખે પણ અશોક શિલાલેખ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. પુરાતત્ત્વ વિભાગની બેદરકારીને લીધે ધરાશાયી થયા બાદ તંત્રની નિષ્કાળજી હજુ પણ જોવા મળી રહી છે. તેમજ હાલ જે બે દિવાલો ઉભી છે એ પણ પડું પડું થઇ રહી છે. ત્યારે આ દિવાલ પણ ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભવનાથમાં તિર્થ ોત્રમાં વર્ષે દહાડે લાખો લોકો ફરવા આવે છે. પ્રવાસીઓ અહીંનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નથી. ત્યારે ભવનાથ જવાનાં માર્ગ પર ૧૧૩ વર્ષ જૂનું અશોક શિલાલેખનું ભવન આવેલું છે. જે એક માસ પહેલાં ભવન ધરાશાયી થઇ ગયું હતું. એક માસ જેટલો સમય વિતી જવા છત્તાં તેમાં કોઇ સુધારો થયો નથી. ભવનમાં તિરાડો પણ પડી ગઇ હતી. છત્તાં તંત્રએ કોઇ કાર્યવાહી ન કરતાં ભવન પડી ગયું હતું. હજુ ભવનનાં નિર્માણમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. એક માસથી પ્રવાસીઓ માટે શિલાલેખની મુલાકાત બંધ રાખવામાં આવી છે. જન્માષ્ટમીનાં તહેવારમાં અનેક મુલાકાતીઓ નિરાશ થઇને જતા હતા. તેમ આજની તારીખે પણ મુલાકાતીઓ આવી રાા છે. હાલ ભવનની બે દિવાલો ઉભી છે. એ પણ ડેમેજ થવાનાં કારણે પડું પડું થઇ ગઇ છે. આ દિવાલો વહેલી તકે ઉતારી લેવામાં આવે એવી માંગ ઉઠી છે.
તસ્વીર : મેહુલ ચોટલીયા
ચોમાસા બાદ કામ શરૂ થવાની શકયતા
હાલ વરસાદની સીઝન ચાલી રહી હોઇ શિલાલેખનાં ભવનની કામગીરી આગળ વધતી નથી. પરંતુ ચોમાસા બાદ ભવનનાં નિર્માણની કામગીરી આગળ વધશે. એ વખતે હાલ ઉભેલી દિવાલો પણ ઉતારી લેવાશે.
કાટમાળ જેમનો તેમ
ભવન ધરાશાયી થયા બાદ શિલાલેખ ઉપર પડેલો કાટમાળ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં શિલાલેખને પ્લાસ્ટીકથી ઢાંકી દેવામાં આવ્યો છે. પરંતુ હાલ શિલાલેખની આસપાસ કાટમાળ જેમનો તેમ પડયો છે. જેને હજૂ દુર કરવામાં આવ્યો નથી.