Arjun Dangar, Junagadh | Aug 30, 2014,
- ૪ જિલ્લાનાં ૧૪૭પ ગામોમાં ફરી રહ્યા છે ૪૧૧ સાવજ
- વિહાર - પોતાનું 'ઘર' સૌરાષ્ટ્રના ૨૦ હજાર ચોરસ કિલોમીટરમાં વિસ્તરી 'બૃહદ ગીર' સર્જતા વનરાજો
- ૨૦૧૦ ગણતરી મુજબની સિંહોની વસ્તી ૪૧૧ની છે
- વિહાર - પોતાનું 'ઘર' સૌરાષ્ટ્રના ૨૦ હજાર ચોરસ કિલોમીટરમાં વિસ્તરી 'બૃહદ ગીર' સર્જતા વનરાજો
- ૨૦૧૦ ગણતરી મુજબની સિંહોની વસ્તી ૪૧૧ની છે
જૂનાગઢ: એશિયાટિક સિંહોની ૨૦૧૦ મુજબની વસ્તી ૪૧૧ની છે. ત્યારબાદ જંગલમાં વનકેસરીઓને ત્યાં ઘણાં પારણાં બંધાયા છે. એક સૈકા પહેલાં માત્ર ગીર પૂરતા જ સિમીત થઇ ગયેલા સાવજોને દેશભરમાં એકમાત્ર જૂનાગઢનાં નવાબે રક્ષણ આપ્યું. અને એ રીતે અહીં તેની વસ્તી વધતી ગઇ છે. આઝાદી બાદ જૂનાગઢ જિલ્લામાં સાવજો આપમેળે વિહરે એ માટેનાં સંજોગોનું સર્જન વનવિભાગે બખૂબી કર્યું છે. ૨૦૧૦માં જેટલા વિસ્તારમાં સાવજો હતા. એના કરતાં અત્યારે બમણા વિસ્તારમાં તેઓ વિહરે છે.
જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓનાં ૨૩૮૨ પૈકી ૧૪૭પ ગામોમાં સાવજોની અવરજવર લગભગ રોજીંદી બની છે. આમ વસ્તીની સાથે વનરાજોએ પોતાનું ઘર પણ વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે. સાસણનાં ડીએફઓ ડો. સંદીપકુમાર આ અંગે કહે છે, સિંહ સંરક્ષણ માટે વનવિભાગ ઉપરાંત સ્થાનિક લોકો અને બીજા તંત્રોનો સહકાર મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે. વસ્તીની સાથોસાથ સિંહોએ પોતાની અવરજવરનો વિસ્તાર પણ વધાર્યો છે. આજે ચાર જિલ્લાનાં ૧૪૭પ ગામોમાં સિંહોની મુવમેન્ટ નોંધાઇ છે.
વિસ્તાર : સદીઓ પહેલાં સમગ્ર ગુજરાતમાં સિંહોનો વસવાટ હતો
વિસ્તાર વધવાનાં મુખ્ય પરિબળો
વિસ્તાર વધવાનાં મુખ્ય પરિબળો
ડીએફઓ ડો. સંદિપકુમાર કહે છે કે, સિંહોની વસ્તી વધી છે. એટલે નવી જગ્યા તેને જોઇએજ. આ ઉપરાંત સિંહોને પૂરતી સુરક્ષા પણ મળી રહે છે. ખાસ કરીને ખેડૂતોનો સહકાર મળ્યો છે. અને આ બધા વિસ્તારમાં તેને ખોરાક-પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
જૂના વિસ્તારોને ફરીથી ઘર બનાવે છે
સદીઓ પહેલાં સૌરાષ્ટ્ર આખું, અમદાવાદ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત, સહિતનાં વિસ્તારોમાં સાવજોનો વસવાટ હતો. એમ ઐતિહાસિક નોંધોમાં જોવા મળે છે. ત્યારે હવે સાવજો ફરી આ વિસ્તારમાં વિહરવાનું શરુ કરી રહ્યા છે. એમ ડો. સંદિપકુમારનું કહેવું છે.
No comments:
Post a Comment