Saturday, October 31, 2015

અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ

DivyaBhaskar News Network

Oct 05, 2015, 07:40 AM IST
અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ લીલીયા તાલુકાનો ક્રાંકચ વિસ્તાર એટલે સાવજો માટે સ્વર્ગ. ગીરમાં સાવજોની વસતિ વધી એટલે તેમને નવું ઘર શોધવાની ફરજ પડી.ગીરમાંથી નીકળતી શેત્રુજી નદીના સથવારે આગળ વધી સાવજો ક્રાંકચ પંથકના બાવળના જંગલમાં પહોંચી ગયા અને અહીં કાયમી વસવાટ બનાવી લીધો. નદી સિંહોને રહેઠાણ, રક્ષણ અને ખોરાક પુરો પાડી જીવનદાયિની સાબિત થઇ. નદીના પટમાં આઠ-દસ સિંહ બેઠા હોય તેવા દ્રશ્ય થોડા સમય પહેલા સામાન્ય હતાં. પરંતુ હવે તેવું નથી. પુર હોનારતમાં બચી ગયેલા સાવજો નદીના પટથી દુર રહે છે. એકલ દોકલ સાવજ જરૂર નજરે પડે છે, તસવીર અમેરલીનાં વાઇલ્ડ લાઇફ ફોટો ગ્રાફર અમજદ કુરેશીએ ખેંચી હતી.

અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો

અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો
Bhaskar News, Amreli

Oct 05, 2015, 01:42 AM IST
- અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો
- પુર હોનારતની અસર થતાં સાવજો નદીના પટથી દુર જ રહે છે
 
અમરેલી: અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ લીલીયા તાલુકાનો ક્રાંકચ વિસ્તાર એટલે સાવજો માટે સ્વર્ગ. ગીરમાં સાવજોની વસતિ વધી એટલે તેમને નવું ઘર શોધવાની ફરજ પડી.ગીરમાંથી નીકળતી શેત્રુજી નદીના સથવારે આગળ વધી સાવજો ક્રાંકચ પંથકના બાવળના જંગલમાં પહોંચી ગયા અને અહીં કાયમી વસવાટ બનાવી લીધો. આ નદી સિંહોને રહેઠાણ, રક્ષણ અને ખોરાક પુરો પાડી જીવનદાયિની સાબિત થઇ. નદીના પટમાં આઠ-દસ સિંહ બેઠા હોય તેવા દ્રશ્ય થોડા સમય પહેલા સામાન્ય હતાં. પરંતુ હવે તેવું નથી. પુર હોનારતમાં બચી ગયેલા સાવજો નદીના પટથી દુર જ રહે છે. એકલ દોકલ સાવજ જરૂર નજરે પડે છે, આ તસવીર અમેરલીનાં વાઇલ્ડ લાઇફ ફોટો ગ્રાફર અમજદ કુરેશીએ ખેંચી હતી.

અમરેલી: નાની ધારીનાં જંગલમાં વહેતા પાણીમાં બેસી શિકારની શોધ કરતા વનરાજ


અમરેલી: નાની ધારીનાં જંગલમાં વહેતા પાણીમાં બેસી શિકારની શોધ કરતા વનરાજ

Bhaskar News, Amreli

Oct 04, 2015, 00:37 AM IST

અમરેલી: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. જંગલ અને ગીરકાંઠાના વિસ્તારોમાં ચોતરફ કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું છે. નદી, તળાવો અને ઝરણાઓ વહેતા થયા છે. ત્યારે ખાંભાના નાની ધારીના જંગલ વિસ્તારમાં આવા જ વહેતા પાણી પાસે એક સિંહ બેસીને ખળખળ વહેતુ પાણી નિહાળી રહ્યો હોય આ દ્રશ્ય કેમેરામા કેદ થઇ ગયુ હતુ.

Wednesday, September 30, 2015

વેકેશન પૂર્ણ : 16 ઓકટોબરથી ગીર જંગલનાં દ્વાર પ્રવાસી માટે ખુલશે

વેકેશન પૂર્ણ : 16 ઓકટોબરથી ગીર જંગલનાં દ્વાર પ્રવાસી માટે ખુલશે
  • DivyaBhaskar News Network
  • Sep 30, 2015, 05:20 AM IST
ચોમાસાદરમિયાન ગીર જંગલનો રસ્તા ખરાબ હોવાથી તેમજ સિંહનો સંવનનકાળ ચાલતો હોવાથી દર વર્ષની16જુનથી1400ચોરસ કિમીમાં ફેલાયેલ ગીર અભ્યારણને 4માસ સુધી અભ્યારણમાં પ્રવાસીઓ માટે બંધ કરવામા આવ્યુ હતુ જે 16 ઓકટોબરથી ફરી શરૂ કરાશે

ગીર જંગલમાં સિંહ દર્શન માટે તલપાપડ થતા પ્રવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે. 4માસના વેકેશન માણ્યા બાદ ડાલામથ્થા હવેની ડણક સાંભળવા પ્રવાસીએ વધુ રાહ નહી જોવી પડે અાગામી 16 ઓકટોબરથી ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ફરીથી ચાલુ થશે 16જૂનથી 16ઓક્ટોબર 4માસ દરમિયાન ચોમાસાની સીઝનમાં ગીરના કાચા રસ્તા પર વાહનો ચાલી શકતા નથી તેમજ ચાર માસ દરમિયાનજ સિહોનો સંવનનકાળ ચાલતો હોય છે અને સમયગાળામાં સિંહો વધુ આક્રમક બની જતા હોય છે અને પ્રવાસી પર હુમલા કરવાની શક્યતા વધી જાય છે તેથી વન્યપ્રાણી (સંરક્ષણ)અધિનિયમ 1972 હેઠળ પ્રવેશબંધી લાદી દેવાય છે જેથી પ્રવાસીઓને સિંહ દર્શન માટે ચાર માસ રાહ જોવી પડે છે.આ અતુરતા હવે આગામી 16તારીખથી અંત આવી જશે. ફરીથી ગીરના જંગલમાં પ્રવાસીનો દોર શરૂ થઇ જશે.

જૂનાગઢમાં વન્યપ્રાણી સપ્તાહ નિમિતે ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે

  • DivyaBhaskar News Network
  • Sep 30, 2015, 05:20 AM IST
જૂનાગઢમાંતા 2 ઓકટોબરથી 61માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે સપ્તાહ દરમિયાન સકકરબાગ ખાતે વન્યપ્રાણીની જાણકારી સામાન્ય લોકો સુધી પહોચાડવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે જેના ભાગ રૂપે તા 4 ઓકટોબરના રોજ વન્યજીવ ફોટોગ્રાફીસ્પર્ધા તથા 7 ઓકટોબરે વિચારમંચ કાર્યક્રમનુ આયોજન કરાયુ છે

જૂનાગઢમાં દર વર્ષે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને સામાન્ય પ્રજાને વન્યપ્રાણી અંગે જાગૃતી ફેલાય તેવા વિવિધ કાર્યક્રમો કરાય છે દર વર્ષની માફક વર્ષે પણ61માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાશે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓકટોબરથી થતી હોય છે ઉજવણીમાં જિલ્લા કક્ષા તથા વનવિભાગ દ્વારા કાર્યક્રમ થતા હોય છે પરંતુ તેની સાથે જૂનાગઢ સ્થિત સક્કરબાગમાં શાળા કોલેજો તથા સામાજીક સંસ્થાને સાથે રાખી વન્યપ્રાણીને લગતા વિવિધ કાર્યક્રમ થાય છે. વર્ષે પણ સકકરબાગ દ્વારા શાળા કોલેજોના છાત્રો માટે 2અને5 ઓકટોબકરના રોજ શારિરિક વિકલાંગ બાળકોમાટે ખાસ સકકરબાગ ઝુ ની મુલાકાત, તા 3 ગીરનાર જંગલ વિસ્તારમાં છાત્રો દ્વારા રેલી ,તા4 ઓક્ટોબરે વન્યજીવ ફોટોગ્રાફી સ્પર્ધા,તા 6ના રોજ ચિત્ર સ્પર્ધા,તથા તા.7વિચારમંચ જેવા કાર્યક્રમનુ આયોજન કરાયુ છે કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા શાળા કોલેજના છાત્રોઅે તા 1 ઓકટોબર સુધીમાં સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની ઓફીસેથી વિનામુલ્યે ઓફીસ સમય દરમિયાન ફોર્મ મેળવી સંપુર્ણ વિગત સાથે જમા કરાવાનુ રહેશે તેવુ સંગ્રાહલયના નિયામક એસજે પંડીતે જણાવ્યુ હતુ.

મોતનો સકંજો: અજગર ગળી ગયો આખી બકરી, જૂનાગઢના હરમડીયાની ઘટના


બકરીને પોતાના સકંજામાં લઈ રહેલો અજગર

  • Bhaskar News, Junagadh
  • Sep 29, 2015, 10:01 AM IST
 
બકરીને પોતાના સકંજામાં લઈ રહેલો અજગર
 
બકરીને ગળી ગયેલા 12 ફૂટના અજગરને જોવા લોકોના ટોળાં ઉમટ્યાં
- વનવિભાગે બે કલાકનું દીલધડક રેસ્કયુ કરી અજગરને પાંજરે પુર્યો
 
 જૂનાગઢ: ગીરગઢડાનાં હરમડીયા ગામે સાંગાવાડી નદીનાં કાંઠે 12 ફૂટના અજગરે બકરીનો શિકાર કર્યો હતો. આ નિહાળવા લોકો ઉમટ્યા હતા. બકરીને ગળી ગયેલા અજગરને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતાં અને વન વિભાગને જાણ કરી હતી. સ્ટાફે આવી રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. વન તંત્રનાં સોલંકી, ઓળકીયા, હકાભાઇ સહિતનાં સ્ટાફે બે કલાકનું દીલધડક રેસ્કયુ કરી અજગરને બાંધી પાંજરે પુર્યો હતો.

જૂનાગઢના ઇકો સેન્સેટીવ ઝોનમાં હોટલ, લોજ માટે મનાઇ નથી

જૂનાગઢના ઇકો સેન્સેટીવ ઝોનમાં  હોટલ, લોજ માટે મનાઇ નથી
  • Bhaskar News, Junagadh
  • Sep 29, 2015, 02:30 AM I
જાહેરનામું બહાર પડે પછી લોકો વાંધા સુચન રજૂ કરી શકશે

- ખેતી,બાંધકામમાં કોઇ નિયંત્રણ નથી : વન વિભાગ
 
જૂનાગઢ: ગીર,પાણીયા અને મીતીયાળા અભયારણ્ય ફરતે 10 કીમી વિસ્તારમા઼ ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.જેમાં 290 ગામનો સમવાશે થઇ રહ્યો છે. નાયબ નવ સંરક્ષકએ  જણાવ્યુ હતુ કે, ઇકો સેન્સેટીવ ઝોનમાં તમામ ગામડાનો સમાવેશ થતો નથી. ઇકો સેન્સેટીવ ઝોનમાં હોટલ,ફાર્મ હાઉસ,લોજ માટે મનાઇ કરવામાં આવશે નહી.તેમજ ખેતી,બાંધકામમાં પણ કોઇ નિયંત્રણ નથી. આ અંગે જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ વાંધા અરજી કરી શકાશે. સૌરાષ્ટ્રનાં ગીર, પાણીયા અને મિતીયાળા અભયારણ્ય ફરતે ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં આવનાર છે. આ અંગે ગીર પશ્વિમ વિભાગનાં ડીઅેફઓ રામરતન નાલાએ જણાવ્યુ હતુ કે, ઇકો સેન્સેટીવ ઝોનમાં બધા તાલુકાનાં તમામ ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કોઇ પણ વ્યક્તિ કે સમાજ ઘર, દુકાન,હોટલ,કારખાનાને નાના- મોટા ઉદ્યોગ કરી શકશે. આમાં ફકત મોટા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો પર નિયંત્રણ કરવામાં અાવશે.
 
લોકો પીવા માટેના કુવા-બોર કરી શકશે. ઇકો સેન્સેટીવ ઝોનનાં કારણે હોટલ,ફાર્મ હાઉસ, લોજ માટે મનાઇ કરાશે નહી.સરકારની નીતી મુજબ આ હેતુઓ માટે સંબંધિત કચેરીઓ દ્વારા પરવાનગી આપવામાં આવ છે.રાત્રીમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાહનોની અવર-જવર કે ઘરધાટી ચલાવવા પર પ્રતિબંધ નથી.  માલીકીનાં વૃક્ષો, કાપવા પર કોઇ પ્રતિબંધ નથી. ઝાડનું છેદન હાલનાં નિયમો મુજબ કરી શકાશે. વન વિભાગનુ કાર્યક્ષેત્ર જાહેર કરવામાં આવેલા અભયારણ્ય અનેવન વિસ્તારો પુરતુ રહેશે.કોઇની માલીકીની ખેતીવાડીની જમીન પર વન વિભાગનો કોઇ અધિકાર નથી.
 
 
- ઘરેલુ ઉપયોગ માટે નદીમાંથી રેતી લઇ શકાશે : વન વિભાગે જણાવ્યુ હતુ કે,ઘરેલુ ઉપયોગ માટે રેતીનો ઉપયોગ પર પ્રતિબંધ નથી.તેમા છુટછાટ રહેશે. ઇકો સેન્સેટીવ ઝોનનાં કારણે બાંધકામનાં ખર્ચ ઉપર અસર થતી નથી.
 
- ઇકો સેન્સેટીવ ઝોન અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરાઇ: ઇકો સેન્સેટીવ ઝોન અંગે અભ્યાસ કરીને વન વિભાગ દ્વારા રાજય સરકારને રીપોર્ટર રજૂ કરાયો છે.હવે રાજય સરકારે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે. હવે કેન્દ્ર સરકાર જાહેરનામુ બહાર પડાશે.
 
- બાંધકામની પરવાની માટે ભોપાલ જવાની જરૂર નથી

નાયબ વન સંરક્ષક રામરતન નાલાએ જણાવ્યુ હતુ કે, ઇકો સેન્સેટીવ ઝોનમાં બાંધકામની મંજૂરી માટે ભોપાલ કે અન્ય જગ્યાએ પરવાનગી લેવા જવાની જરૂર નથી. અા પ્રકારની ખોટીવાતથી લોકોએ ભરવાનુ નહી. અત્રે નોંધનીય છે કે, અત્યારે સોરઠનાં જૂનાગઢ ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ઇકો સેન્સેટીવી ઝોનને લઇને ઠેર-ઠેર આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે આ બાબતની જાણકારી જરૂરી બને છે.