- બકરીને ગળી ગયેલા 12 ફૂટના અજગરને જોવા લોકોના ટોળાં ઉમટ્યાં
- વનવિભાગે બે કલાકનું દીલધડક રેસ્કયુ કરી અજગરને પાંજરે પુર્યો
જૂનાગઢ: ગીરગઢડાનાં હરમડીયા ગામે સાંગાવાડી નદીનાં કાંઠે 12
ફૂટના અજગરે બકરીનો શિકાર કર્યો હતો. આ નિહાળવા લોકો ઉમટ્યા હતા. બકરીને
ગળી ગયેલા અજગરને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતાં અને વન વિભાગને
જાણ કરી હતી. સ્ટાફે આવી રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. વન તંત્રનાં સોલંકી,
ઓળકીયા, હકાભાઇ સહિતનાં સ્ટાફે બે કલાકનું દીલધડક રેસ્કયુ કરી અજગરને
બાંધી પાંજરે પુર્યો હતો.
No comments:
Post a Comment