DivyaBhaskar News Network
Oct 05, 2015, 07:40 AM IST
અમરેલી
જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ લીલીયા તાલુકાનો
ક્રાંકચ વિસ્તાર એટલે સાવજો માટે સ્વર્ગ. ગીરમાં સાવજોની વસતિ વધી એટલે
તેમને નવું ઘર શોધવાની ફરજ પડી.ગીરમાંથી નીકળતી શેત્રુજી નદીના સથવારે આગળ
વધી સાવજો ક્રાંકચ પંથકના બાવળના જંગલમાં પહોંચી ગયા અને અહીં કાયમી વસવાટ
બનાવી લીધો. નદી સિંહોને રહેઠાણ, રક્ષણ અને ખોરાક પુરો પાડી જીવનદાયિની
સાબિત થઇ. નદીના પટમાં આઠ-દસ સિંહ બેઠા હોય તેવા દ્રશ્ય થોડા સમય પહેલા
સામાન્ય હતાં. પરંતુ હવે તેવું નથી. પુર હોનારતમાં બચી ગયેલા સાવજો નદીના
પટથી દુર રહે છે. એકલ દોકલ સાવજ જરૂર નજરે પડે છે, તસવીર અમેરલીનાં વાઇલ્ડ
લાઇફ ફોટો ગ્રાફર અમજદ કુરેશીએ ખેંચી હતી.
Oct 05, 2015, 07:40 AM IST
No comments:
Post a Comment