Wednesday, October 31, 2018

વન રક્ષક સંવર્ગની ૩૩૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની

Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 02:01 AM

વન રક્ષક સંવર્ગની ૩૩૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની કાર્યવાહી ચાલુ થતા રોજમદારોને વનરક્ષક તરીકે પ્રમોશન...

વન રક્ષક સંવર્ગની ૩૩૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની કાર્યવાહી ચાલુ થતા રોજમદારોને વનરક્ષક તરીકે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી. ૧૯૯૮-૯૯ મા રોજમદારોને પ્રમોશન આપી વનરક્ષક તરીકે બઢતી આપવામાં આવી હતી. ત્યારબાદ અંદાજે ૨૦ વર્ષ જેવો સમય થવા છતાં અન્ય લાયકાત ધરાવતા રોજમદારોને વનરક્ષક તરીકે પ્રમોશન આપવાની કાર્યવાહી આજ દિન સુધીમાં થઇ નથી. વન વિભાગમાં ફરજ બજાવતા અને કાયમી થયા હોય તેવા રોજમદારો અને ગીર વિસ્તારમાં ફરજ બજાવતા ટ્રેકરોને કાયમી રોજમદારોને વનરક્ષક તરીકે બઢતી આપી હાલમાં વન રક્ષક સંવર્ગની ૩૩૪ જગ્યાની સીધી ભરતીથી ભરવાની કાર્યવાહી થઇ રહી છે. તે જગ્યાઓ કાયમી રોજમદારો અને ટ્રેકરો દ્વારા પ્રમોશનથી ભરવામાં આવે તો વનવિભાગમાં અનુભવી વનરક્ષક મળી રહે તે માટે અરજી કરાઈ હતી.

ભારત સરકાર દ્વારા સિંહ બચાવો અભિયાન અંતર્ગત ગીરના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ટ્રેકરની ભરતી કરાઇ હતી. જેઓની કામગીરી જોતા આ ટ્રેકરો ગીરની આજુબાજુ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના હોય છે. તેઓ છેલ્લા દસ વર્ષથી વન્યપ્રાણીના રેસ્ક્યુંથી લઈને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય છે. હાલમાં જે ગીર અભ્યારણમાં સિંહના મૃત્યુ થવા પામેલ છે. તેવા વિસ્તારમાં ફરજ બજાવતા ટ્રેકર મિત્રોની કામગીરી જોતાં જણાયુ કે વન વિભાગની કામગીરી સમાન વન્યપ્રાણીઓની રેસ્ક્યુંની કામગીરી છે. ગીરમાં ફરજ બજાવતા ટ્રેકરો વન્યપ્રાણીના રેસ્ક્યુની કામગીરીમાં માહિર હોય છે. ગીરની આજુબાજુના રેવન્યુ વિસ્તાર થી વાકેફ હોય છે. આજુબાજુના વિસ્તારના લોકો સાથે પરિચિત હોય છે. વન્ય ગુના બનતા હોય ત્યારે આરોપીઓને પકડવામાં મદદરૂપ થતા હોય છે. આથી ગીર વિસ્તારમાં જો ટ્રેકરોને વન રક્ષક તરીકે બઢતી આપવામાં આવે તો વન વિભાગમાં અનુભવી વનરક્ષકો મળી રહે. આથી વિભાગને જંગલ પ્રોટેકશનની કામગીરીમાં સરળતા રહે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020126-3048208-NOR.html

તુલસીશ્યામ રેન્જના મૃત્યુ પામેલા 5 માસના ત્રણ સિંહબાળ હતા ખૂંખાર, ઇન્ફાઇટ કરતા થયા'તા મોત

Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 12:30 PM

ઇન્ફાઈટ કરેલા આ ગ્રુપના સિંહ કે સિંહણને કોઈ પણ પ્રકારની ઇજા પહોંચી નથી

three lion cub death in infight at tulsishyam range
મૃતક ત્રણ સિંહબાળ હતા ખૂંખાર
હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા: તુલસીશ્યામ રેન્જના ખાડધાર રેવન્યુ વિસ્તારમાં બે દિવસ પહેલા ત્રણ સિંહબાળના મોત નીપજ્યા હતા. ત્યારે આ સિંહબાળના મોત ઇન્ફાઈટમાં થયા હોવાનું વનવિભાગનું પ્રાથમિક તાપસમાં જાહેર કર્યું હતું. જ્યારે એક સાથે ત્રણ સિંહબાળના મૃતદેહ મળ્યા હોવાનું સામે આવતા સિંહપ્રેમીઓમાં પણ રોષની લાગણી જોવા મળી હતી. તઆ સિંહબાળના મોતના એક દિવસ પહેલા જ આ વિસ્તારમાં એક સિંહણ પર બકરાં ચરાવતા એક દેવીપૂજક દ્વારા સિંહણને ચાર જેટલા કુહાડીના ઘા મારવામાં આવ્યા હતા. ત્યારે હાલ આ સિંહણ પર હુમલો કરવાવાળો આરોપી જેલ હવાલે છે. તેના બીજા દિવસે ત્રણ સિંહબાળના મોત થતા સ્થાનિક વનતંત્રની બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે, આ ત્રણેય સિંહબાળ ખૂંખાર હોવાથી ઇન્ફાઇટમાં મોત થયાનું બહાર આવ્યું છે.
આ સિંહબાળો એક સિંહ અને ત્રણ સિંહણ સાથે ગ્રુપમાં હોવાનું પણ વનવિભાગ જણાવી રહ્યા છે
મળતી વિગત પ્રમાણે તુલસીશ્યામ રેન્જના ખાડધાર રેવન્યુ વિસ્તારમાં એક સાથે ત્રણ સિંહ બાળના મોતની ઘટના સામે આવી છે. ત્યારે વનવિભાગના જણાવ્યા પ્રમાણે આ સિંહબાળોના ઇન્ફાઈટમાં મોત થયા હતા. આ સિંહબાળો એક સિંહ અને ત્રણ સિંહણ સાથે ગ્રુપમાં હોવાનું પણ વનવિભાગ જણાવી રહ્યા છે. ત્યારે સિંહ અને સિંહણ વચ્ચે ઇન્ફાઈટ થઈ હોય ત્યારે આ 5 માસના સિંહબાળના મોત નીપજ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 5 માસના સિંહબાળ ખૂંખાર હશે કે તેઓ સિંહ અને સિંહણની ઇન્ફાઈટમાં વચ્ચે પડ્યા હશે. જ્યારે બીજી તરફ વનવિભાગ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરી કે સ્થળેથી સિંહબાળના મૃતદેહ મળ્યા છે ત્યાં એક નીલગાયનો મૃતદેહ મળ્યો હતો અને અહીં ઇન્ફાઈટ થઈ હોવાથી જમીન પર પગના ઉઝરડાના નિશાન પણ જોવા મળી રહ્યા છે.
બે લડાઈ કરતા સિંહ કે સિંહણને ઇજા ન થઇ શકે
આ સિંહબાળના સિંહ અને સિંહણની ઇન્ફાઈટમાં મોત નીપજ્યાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે બે લડાઈ કરતા સિંહ કે સિંહણને ઇજા ન થઇ શકે. કેમ કે એક સવાલ હાલ સિંહપ્રેમીઓને સતાવી રહ્યો છે, બીજી તરફ આ સિંહબાળના મોત અંગેનું સાચું કારણ સામે આવશે કે કેમ? જ્યારે વનવિભાગે જાહેર કરી રહ્યું છે કે બંને સિંહણના હાલ લોકેશન મળી ગયા છે ત્યારે ક્યાં અને કેવી પરિસ્થિતિમાં આ સિંહણ છે તે જાહેર નથી કર્યું. બીજી તરફ જે સિંહ સાથે ઇન્ફાઈટ થઈ તે સિંહનું હજુ સુધી લોકેશન મળ્યું છે કે નહીં તે પણ વનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. ત્યારે આ સિંહબાળના મોતને લઈ વનવિભાગ ઘણી બાબતો પર પડદો પાડી દીધો છે. આ પીપળવા બીટમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ બીટનો વનવિભાગનો સ્ટાફ લાયન શો કરવામાં વ્યસ્ત રહેતો હોય ત્યારે આ સિંહના ગ્રુપનું લોકેશન રાખવામાં વામળું સાબિત થયું છે તે એક વાસ્તવિકતા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-three-lion-cub-death-in-infight-at-tulsishyam-range-gujarati-news-5974008-NOR.html

આંબરડી વિસ્તારની ઘટના: 11 સિંહોએ સાથે મારણ ખાધા બાદ એક સિંહ બિમાર, 10 સિંહ તંદુરસ્ત

Divyabhaskar.com | Updated - Oct 24, 2018, 11:30 PM

બે દિવસ પહેલા સિંહનાં મોંમાથી લાળ પડતી હોઇ કેનાઇન ડીસ્ટેમ્પરની શંકા

A lion ill after eating a dead lion with 11 lions
બધા સાવજોએ સાથે ખાધંુ હતુ મારણ
અમરેલી: સાવરકુંડલા તાલુકાના આંબરડી અને બગોયા ગામ વચ્ચે છેલ્લા બે દિવસથી એક સિંહ બિમાર હાલતમા નદીના કાંઠે બેઠો હોય અને મોઢામાથી લાળ પડતી હોય સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા વનતંત્રની રેસ્કયુ ટીમ તાબડતોબ અહી દોડી ગઇ હતી અને આ સિંહને પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડયો હતો. વનવિભાગના સુત્રોએ આ સિંહને પાયરેસીયા હોવાનુ જણાવ્યું હતુ. તેની સાથેના અન્ય જનાવરો હેલ્ધી જણાતા તેને પાંજરે પુરાયા ન હતા.
વનવિભાગનો દાવો: સિંહને પાયરેસીયાની બિમારી છે
દલખાણીયા રેંજમા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાયા બાદ 23 સાવજોના મોતની ઘટના પછી આજે સાવરકુંડલા તાલુકાના બગોયા આંબરડીની સીમમા ધાતરવડી નદીના કાંઠે બાવળની કાટમા એક સિંહ બિમાર હાલતમા હોવાની વનતંત્રને સ્થાનિક લોકોએ જાણકારી આપતા તંત્રમા દોડધામ મચી ગઇ હતી. દલખાણીયાના સાવજોની જેમ આ સાવજને પણ મોઢામાથી લાળ પડતી હતી. જેને પગલે વનવિભાગની રેસ્કયુ ટીમે તાબડતોબ આ સિંહને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડી દીધો હતો. જો કે આ સાવજમા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી પ્રભાવિત સાવજો જેવા અન્ય કોઇ લક્ષણો જોવા મળ્યાં ન હતા તેમ વનવિભાગે જણાવ્યું હતુ. અહીથી ઝડપાયેલા સાવજને એક પ્રકારના તાવ પાયરેસીયાની બિમારી હોય જરૂરી સારવાર શરૂ કરી દેવાઇ હતી.
આ વિસ્તારમા 11 સાવજોનુ એક ગૃપ વસવાટ કરે છે. આ સાવજો દ્વારા આસપાસના વિસ્તારમા છેલ્લા એક સપ્તાહ દરમિયાન પાંચ મારણ કરવામા આવ્યા હતા. તમામ સાવજોએ સાથે જ મારણ ખાધુ હતુ. જો કે અહી માત્ર એક જ સાવજ બિમાર જોવા મળ્યો હતો. આજે આ સાવજની સાથે જ અન્ય બે સાવજો બાવળની કાટમા બેઠા હતા પરંતુ આ બંને સાવજો તંદુરસ્ત જણાતા તેમને પાંજરે પુરાયા ન હતા. વનવિભાગને આ બિમાર સાવજ છેલ્લા બે દિવસથી એક જ જગ્યાએ બેઠો હોવાની જાણકારી મળી હતી.
ચાર રેંજમા અવરજવર રહે છે આ સિંહ ગૃપની
11 સાવજોનુ આ ગૃપની ટેરેટરી જુદીજુદી ચાર રેંજમા ફેલાયેલી છે. આ સાવજો જયાં વસે છે ત્યાં સાવરકુંડલા રેંજ, મિતીયાળા રેંજ, રાજુલા રેંજ અને તુલશીશ્યામ રેંજની બોર્ડરો આવેલી છે. અને આ સાવજો ચારેય રેંજમા પોતાની ટેરેટરીમા ફરતા રહે છે.
કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ માટે હજુ સુધી નમુનાઓ નથી લેવાયા
વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી પ્રભાવિત સાવજોના મોમાથી લાળ પડવા ઉપરાંત આંખમાથી પાણી પડવુ અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જો કે આ સાવજને માત્ર લાળો પડતી હોય અને પાયરેસીયાના લક્ષણો હોય હજુ સુધી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસની ચકાસણી માટે નમુનાઓ નથી લેવાયા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-a-lion-ill-after-eating-a-dead-lion-with-11-lions-gujarati-news-5973899-NOR.html

સાવરકુંડલા તાલુકાના આંબરડી અને બગોયા ગામ વચ્ચે છેલ્લા બે

Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 02:01 AM

સાવરકુંડલા તાલુકાના આંબરડી અને બગોયા ગામ વચ્ચે છેલ્લા બે દિવસથી એક સિંહ બિમાર હાલતમા નદીના કાંઠે બેઠો હોય અને...

સાવરકુંડલા તાલુકાના આંબરડી અને બગોયા ગામ વચ્ચે છેલ્લા બે દિવસથી એક સિંહ બિમાર હાલતમા નદીના કાંઠે બેઠો હોય અને મોઢામાથી લાળ પડતી હોય સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા વનતંત્રની રેસ્કયુ ટીમ તાબડતોબ અહી દોડી ગઇ હતી અને આ સિંહને પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડયો હતો. વનવિભાગના સુત્રોએ આ સિંહને પાયરેસીયા હોવાનુ જણાવ્યું હતુ. તેની સાથેના અન્ય જનાવરો હેલ્ધી જણાતા તેને પાંજરે પુરાયા ન હતા.

દલખાણીયા રેંજમા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાયા બાદ 23 સાવજોના મોતની ઘટના પછી આજે સાવરકુંડલા તાલુકાના બગોયા આંબરડીની સીમમા ધાતરવડી નદીના કાંઠે બાવળની કાટમા એક સિંહ બિમાર હાલતમા હોવાની વનતંત્રને સ્થાનિક લોકોએ જાણકારી આપતા તંત્રમા દોડધામ મચી ગઇ હતી. દલખાણીયાના સાવજોની જેમ આ સાવજને પણ મોઢામાથી લાળ પડતી હતી. જેને પગલે વનવિભાગની રેસ્કયુ ટીમે તાબડતોબ આ સિંહને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડી દીધો હતો. જો કે આ સાવજમા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી પ્રભાવિત સાવજો જેવા અન્ય કોઇ લક્ષણો જોવા મળ્યાં ન હતા તેમ વનવિભાગે જણાવ્યું હતુ. અહીથી ઝડપાયેલા સાવજને એક પ્રકારના તાવ પાયરેસીયાની બિમારી હોય જરૂરી સારવાર શરૂ કરી દેવાઇ હતી.

આ વિસ્તારમા 11 સાવજોનુ એક ગૃપ વસવાટ કરે છે. આ સાવજો દ્વારા આસપાસના વિસ્તારમા છેલ્લા એક સપ્તાહ દરમિયાન પાંચ મારણ કરવામા આવ્યા હતા. તમામ સાવજોએ સાથે જ મારણ ખાધુ હતુ. જો કે અહી માત્ર એક જ સાવજ બિમાર જોવા મળ્યો હતો. આજે આ સાવજની સાથે જ અન્ય બે સાવજો બાવળની કાટમા બેઠા હતા પરંતુ આ બંને સાવજો તંદુરસ્ત જણાતા તેમને પાંજરે પુરાયા ન હતા. વનવિભાગને આ બિમાર સાવજ છેલ્લા બે દિવસથી એક જ જગ્યાએ બેઠો હોવાની જાણકારી મળી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020122-3048206-NOR.html

રાત્રે ચણાનો લોટ ખુટ્યો અને ભાંડો ફુટ્યોઃ ખાંભામાં સિંહણ પર ખૂની હુમલો કરનાર આરોપી સાથે વનકર્મીઓની મધરાતે ભજિયાં પાર્ટી...

Divyabhaskar.com | Updated - Oct 27, 2018, 04:19 AM

સાવજોની રક્ષામાં નિષ્ફળ ગયેલા વનતંત્રે બેશરમીની હદ વટાવી દીધી, મિજબાનીમાં ખડાધારના રાજકીય આગેવાન પણ હાજર રહેતા વિવાદ

  • Party of the workers with a murderous assault on the lioness in the shoulder
    પ્રતિકાત્મક તસવીર
    ખાંભા: ખાંભા વનવિભાગના કર્મચારીઓ આ વિસ્તારના સાવજોની રક્ષા કરવામા ભલે પાંગળા હોય પરંતુ મધરાતે ઓફિસમા ભજીયા પાર્ટી કરવામા પાવરધા છે. ખડાધારની સીમમા દેવીપુજક શખ્સે સિંહણ પર કુહાડીથી હુમલો કરતા આ કેસમા તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લેવામા આવેલ છે. આ રિમાન્ડ દરમિયાન ગઇરાત્રે ખડાધારના એક રાજકીય આગેવાનની ઉપસ્થિતિમા આરોપી અને વનકર્મીઓ વિગેરે દ્વારા ભજીયા પાર્ટી ગોઠવવામા આવતા ખાંભા પંથકમા ચકચાર મચી છે.

    આરોપીને રિમાન્ડ દરમિયાન જલસા કેમ કરાવવા તે કદાચ ખાંભાના વન અધિકારીઓ અને વન કર્મચારીઓ સારી રીતે જાણે છે. ગઇકાલે તેમણે આવુ જ કર્યુ હતુ. તુલશીશ્યામ રેંજમા ખડાધારના રેવન્યુ વિસ્તારમા સિંહણ પર કુહાડીથી હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડવાના કેસનો આરોપી બે દિવસના પોલીસ રિમાન્ડ પર હતો. તે દરમિયાન એક રાત્રીના સમયે આ આરોપીને જાણે સવલત આપવામા આવતી હોય તેમ ભજીયા પાર્ટી ગોઠવવામા આવી હતી. તેમા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તો સામેલ હતા જ સાથે સાથે ખાંભાના એક રાજકીય આગેવાન પણ જોડાયા હતા.
    આમ તો આ ભજીયા પાર્ટી ચર્ચાના ચકડોળે ન ચડત પરંતુ ચણાનો લોટ ખુટી પડતા વનકર્મીઓ ઉભી બજારે મધરાતે ચણાનો લોટ શોધવા નીકળ્યાં હતા. જેના કારણે શહેરભરમા આ ભજીયા પાર્ટી ચર્ચાનો વિષય બની હતી. સાવજોની રક્ષા માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. છતા વનતંત્ર તેની રક્ષામા ઉણુ ઉતરે છે. ખરેખર તો સાવજો પ્રત્યે નિર્દય બનેલા શખ્સો સામે કાયદાએ કડક હાથે કામ લેવુ જોઇએ પરંતુ મફતનુ ખાવા ટેવાયેલા ભ્રષ્ટ વનકર્મીઓ આવા આરોપીઓ સાથે પણ સાંઠગાંઠ કરી લે છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-party-of-the-workers-with-a-murderous-assault-on-the-lioness-in-the-shoulder-gujarati-news-5974754-NOR.html

સિંહણ પર કુહાડીનાં ચાર ઘા એક નહી પણ 3 શખ્સોએ ઝીંકયા હોવાની ચર્ચા

Divyabhaskar.com | Updated - Oct 28, 2018, 03:19 AM

ભજીયા પાર્ટી કરનાર વનતંત્ર બે આરોપીને છાવરી રહી હોવાનો આક્ષેપ

Discussion of three of the four axes of the ax on the lioness have not yet been done
ફાઇલ તસવીર
ખાંભા: જેને જોતા જ ભલભલાના હાજા ગગડી જાય તેવી એક સિંહણને કોઇ વ્યકિત ધડાધડ કુહાડીના ચાર ઘા ઝીંકી દે અને છતા સિંહણ તેને કંઇ ન કરી શકે તે વાત જ ગળે ઉતરે એવી નથી. જો ત્રણ ચાર વ્યકિત સાથે હુમલો કરે તો કદાચ સિંહણને આટલા ઘા મારી શકાય. પરંતુ ખાંભાનુ વનતંત્ર માત્ર એક જ વ્યકિતની આવા કેસમા ધરપકડ કરી અન્ય બે શખ્સોને છાવરતુ હોવાની ચર્ચા ઉઠી છે.
ખાંભાના વન અધિકારીઓ અને કર્મચારીઓ સિંહણ પર હુમલાના આરોપી સાથે ભજીયા પાર્ટી શા માટે કરી રહી છે ? તે લગભગ સ્વયં સ્પષ્ટ થઇ રહ્યું છે. દાળમા કંઇક કાળુ હોવાની તો પહેલેથી જ ગંધ હતી. પરંતુ હવે વનતંત્ર માત્ર એક જ વ્યકિતએ કોઇ સિંહણને કુહાડીના ચાર ઘા મારી દીધા હોય તે વાત સ્વીકારી રહ્યું છે. તેના પરથી ઘણુ બધુ સ્પષ્ટ થઇ રહ્યું છે. ખાંભાના ખડાધારની સીમમા સિંહણ પર હુમલાના કેસમા એક આરોપીની ધરપકડ કરાઇ હતી.
સિંહણ મારણ પર બેઠી હોય કે આરામ ફરમાવતી હોય કોઇ વ્યકિત ચોરી છુપીથી કે દુરથી હથિયારનો કદાચ એકાદ ઘા કરી શકે. બીજો ઘા ઉગામે તેવુ પણ બને. પરંતુ કુહાડી જેવા હથિયારના ચાર ઘા મારી શકે તે વાત કોઇના ગળે ઉતરતી નથી. એવુ કહેવાય છે કે સિંહણ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. પરંતુ વનતંત્ર તપાસમા દાળમા કંઇક કાળુ હોય તેમ એક જ વ્યકિતનુ નામ ખુલ્યુ અને બાદમા આરોપીઓ અને રાજકીય કાર્યકરોની હાજરીમા ભજીયા પાર્ટી પણ ગોઠવાઇ ગઇ. ખરેખર તો આ હુમલામા સંડોવાયેલા અન્ય બે શખ્સો કોણ છે ? તે તપાસ થવી જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-discussion-of-three-of-the-four-axes-of-the-ax-on-the-lioness-have-not-yet-been-done-gujarati-news-5975178-NOR.html

ધારીના આંબરડી નજીક સિંહણે રોડ વચ્ચે બળદનો કર્યો શિકાર, મારણનો વીડિયો Viral

Divyabhaskar.com | Updated - Oct 29, 2018, 03:04 PM

બળદ સિંહણની ચૂંગાલમાંથી છૂટવાનો ઘણો પ્રયાસ કરે છે પરંતુ છૂટી શકતો નથી

સિંહણે કર્યો બળદનો શિકાર
અમરેલી: અમરેલીના ધારીના આંબરડી ગામે સિંહણે રોડ વચ્ચે એક બળદનો શિકાર કરી મારણ કર્યું હતું. રોડ વચ્ચે સિંહણ મારણ કરી રહી હોવાથી કલાકો સુધી રસ્તો બંધ થઇ ગયો હતો. વાહનચાલકો પણ રોડની બન્ને સાઇડ ઉભા રહી સિંહણના મારણને નિહાળ્યું હતું. આ ઘટના કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. બળદ સિંહણની ચૂંગાલમાંથી છૂટવાનો ઘણો પ્રયાસ કરે છે પરંતુ છૂટી શકતો નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-lioness-hunting-of-bull-in-ambaradi-village-of-dhari-gujarati-news-5975638-PHO.html