Divyabhaskar.com | Updated - Oct 28, 2018, 03:19 AM
ભજીયા પાર્ટી કરનાર વનતંત્ર બે આરોપીને છાવરી રહી હોવાનો આક્ષેપ
ખાંભા: જેને જોતા જ ભલભલાના હાજા ગગડી જાય તેવી એક સિંહણને કોઇ વ્યકિત ધડાધડ કુહાડીના ચાર ઘા ઝીંકી દે અને છતા સિંહણ તેને કંઇ ન કરી શકે તે વાત જ ગળે ઉતરે એવી નથી. જો ત્રણ ચાર વ્યકિત સાથે હુમલો કરે તો કદાચ સિંહણને આટલા ઘા મારી શકાય. પરંતુ ખાંભાનુ વનતંત્ર માત્ર એક જ વ્યકિતની આવા કેસમા ધરપકડ કરી અન્ય બે શખ્સોને છાવરતુ હોવાની ચર્ચા ઉઠી છે.ખાંભાના વન અધિકારીઓ અને કર્મચારીઓ સિંહણ પર હુમલાના આરોપી સાથે ભજીયા પાર્ટી શા માટે કરી રહી છે ? તે લગભગ સ્વયં સ્પષ્ટ થઇ રહ્યું છે. દાળમા કંઇક કાળુ હોવાની તો પહેલેથી જ ગંધ હતી. પરંતુ હવે વનતંત્ર માત્ર એક જ વ્યકિતએ કોઇ સિંહણને કુહાડીના ચાર ઘા મારી દીધા હોય તે વાત સ્વીકારી રહ્યું છે. તેના પરથી ઘણુ બધુ સ્પષ્ટ થઇ રહ્યું છે. ખાંભાના ખડાધારની સીમમા સિંહણ પર હુમલાના કેસમા એક આરોપીની ધરપકડ કરાઇ હતી.
સિંહણ મારણ પર બેઠી હોય કે આરામ ફરમાવતી હોય કોઇ વ્યકિત ચોરી છુપીથી કે દુરથી હથિયારનો કદાચ એકાદ ઘા કરી શકે. બીજો ઘા ઉગામે તેવુ પણ બને. પરંતુ કુહાડી જેવા હથિયારના ચાર ઘા મારી શકે તે વાત કોઇના ગળે ઉતરતી નથી. એવુ કહેવાય છે કે સિંહણ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. પરંતુ વનતંત્ર તપાસમા દાળમા કંઇક કાળુ હોય તેમ એક જ વ્યકિતનુ નામ ખુલ્યુ અને બાદમા આરોપીઓ અને રાજકીય કાર્યકરોની હાજરીમા ભજીયા પાર્ટી પણ ગોઠવાઇ ગઇ. ખરેખર તો આ હુમલામા સંડોવાયેલા અન્ય બે શખ્સો કોણ છે ? તે તપાસ થવી જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-discussion-of-three-of-the-four-axes-of-the-ax-on-the-lioness-have-not-yet-been-done-gujarati-news-5975178-NOR.html
No comments:
Post a Comment