Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 02:01 AM
વન રક્ષક સંવર્ગની ૩૩૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની કાર્યવાહી ચાલુ થતા રોજમદારોને વનરક્ષક તરીકે પ્રમોશન...
વન રક્ષક સંવર્ગની ૩૩૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની કાર્યવાહી ચાલુ થતા રોજમદારોને વનરક્ષક તરીકે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી. ૧૯૯૮-૯૯ મા રોજમદારોને પ્રમોશન આપી વનરક્ષક તરીકે બઢતી આપવામાં આવી હતી. ત્યારબાદ અંદાજે ૨૦ વર્ષ જેવો સમય થવા છતાં અન્ય લાયકાત ધરાવતા રોજમદારોને વનરક્ષક તરીકે પ્રમોશન આપવાની કાર્યવાહી આજ દિન સુધીમાં થઇ નથી. વન વિભાગમાં ફરજ બજાવતા અને કાયમી થયા હોય તેવા રોજમદારો અને ગીર વિસ્તારમાં ફરજ બજાવતા ટ્રેકરોને કાયમી રોજમદારોને વનરક્ષક તરીકે બઢતી આપી હાલમાં વન રક્ષક સંવર્ગની ૩૩૪ જગ્યાની સીધી ભરતીથી ભરવાની કાર્યવાહી થઇ રહી છે. તે જગ્યાઓ કાયમી રોજમદારો અને ટ્રેકરો દ્વારા પ્રમોશનથી ભરવામાં આવે તો વનવિભાગમાં અનુભવી વનરક્ષક મળી રહે તે માટે અરજી કરાઈ હતી.ભારત સરકાર દ્વારા સિંહ બચાવો અભિયાન અંતર્ગત ગીરના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ટ્રેકરની ભરતી કરાઇ હતી. જેઓની કામગીરી જોતા આ ટ્રેકરો ગીરની આજુબાજુ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના હોય છે. તેઓ છેલ્લા દસ વર્ષથી વન્યપ્રાણીના રેસ્ક્યુંથી લઈને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય છે. હાલમાં જે ગીર અભ્યારણમાં સિંહના મૃત્યુ થવા પામેલ છે. તેવા વિસ્તારમાં ફરજ બજાવતા ટ્રેકર મિત્રોની કામગીરી જોતાં જણાયુ કે વન વિભાગની કામગીરી સમાન વન્યપ્રાણીઓની રેસ્ક્યુંની કામગીરી છે. ગીરમાં ફરજ બજાવતા ટ્રેકરો વન્યપ્રાણીના રેસ્ક્યુની કામગીરીમાં માહિર હોય છે. ગીરની આજુબાજુના રેવન્યુ વિસ્તાર થી વાકેફ હોય છે. આજુબાજુના વિસ્તારના લોકો સાથે પરિચિત હોય છે. વન્ય ગુના બનતા હોય ત્યારે આરોપીઓને પકડવામાં મદદરૂપ થતા હોય છે. આથી ગીર વિસ્તારમાં જો ટ્રેકરોને વન રક્ષક તરીકે બઢતી આપવામાં આવે તો વન વિભાગમાં અનુભવી વનરક્ષકો મળી રહે. આથી વિભાગને જંગલ પ્રોટેકશનની કામગીરીમાં સરળતા રહે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020126-3048208-NOR.html
No comments:
Post a Comment