Wednesday, January 30, 2019

અહી ટેકરાઓ પર એક, બે નહી પરંતુ પુરી 62

Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 02:00 AM

Amreli News - અહી ટેકરાઓ પર એક, બે નહી પરંતુ પુરી 62 ગુફાઓ છે. આ ગુફાઓ ઇસવીસન પુર્વેની પહેલી સદી આસપાસની હોવાનુ મનાય છે. પરંતુ...

અહી ટેકરાઓ પર એક, બે નહી પરંતુ પુરી 62 ગુફાઓ છે. આ ગુફાઓ ઇસવીસન પુર્વેની પહેલી સદી આસપાસની હોવાનુ મનાય છે. પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા અહી કોઇ રખરખાવ કરાતો નથી. અહી પ્રવાસનના વિકાસની તો માત્ર વાતો જ થાય છે. હદ તો એ વાતની છે કે પુરાતત્વ વિભાગનુ બોર્ડ પણ અહી જર્જરિત બની ગયુ છે. ઐતિહાસિક ધરોહરની જાળવણી અહી ખુબ જરૂરી દેખાઇ રહી છે.

આ વાત છે ખાંભા નજીક આવેલી શાણા વાંકીયાની ગુફાઓની. ઉનાથી 25 કિમી દુર અને વાંકીયાથી માત્ર ત્રણ કિમી દુર શાણા ડુંગર આવેલો છે. જેમા છેક નીચેથી લઇ ઉપર સુધી આ બૌધ્ધકાલિન ગુફાઓ આવેલી છે. બાજુમા રૂપેણ નદી અને ડેમ પણ છે. ચોમાસામા અહીનુ દ્રશ્ય ખુબ જ મનોરમ્ય હોય છે. જો પ્રવાસનની દ્રષ્ટિએ અહી વિકાસ હાથ ધરવામા આવે તો લોકો માટે હરવાફરવા લાયક સ્થળ પર બને તેમ છે. પરંતુ સરકારનુ વલણ આ દિશામા નિરાશાજનક છે.

આ ટેકરી પર ચડવા માટેના પગથીયા નજીક જ પુરાતત્વ વિભાગે બૌધ્ધકાલિન ગુફાઓના રક્ષણ માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવેલુ છે. પરંતુ નિભંર તંત્રનુ કામ એટલી હદે નિરાશાજનક છે કે હવે તો આ બોર્ડ પણ જર્જરિત થઇ ગયુ છે. તંત્ર બોર્ડની જાળવણી કરી શકયુ નથી ત્યાં ગુફાઓની જાળવણી કેવી રીતે કરે ?. એવુ મનાય છે કે આ ગુફાઓ ઇસવીસન પુર્વેની પહેલી સદીની છે. કદાચ તે સમયે બૌધ્ધ વિદ્યાપીઠ હશે. કારણ કે અહી વિહારો, સ્તુપો, ચૈત્ય વિગેરેનો સંગમ જોવા મળે છે. નેપાળ અને સારનાથમા આવેલા ચૈત્ય અને સ્તુપ જેવા જ ચૈત્ય અને સ્તુપ અહી છે. આ વિસ્તારમા સાવજોની પણ સતત અવરજવર રહે છે. જો અહી પ્રવાસન વિકસાવવામા આવે તો તો પ્રકૃતિ અને ઇતિહાસના રસિક લોકોનો ભારે ધસારો રહેશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-here-one-on-two-but-not-62-020039-3711818-NOR.html

અમદાવાદથી 1 હજાર ચકલીના માળા બનાવી મોકલ્યા

Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 02:31 AM

Amreli News - લીલીયા તાલુકા નાના એવા ઢાંગલા ગામે રહેતા અને પ્રકૃતિપ્રેમી એવા યુવાને અમદાવાદને કર્મભુમિ બનાવી છે. તેણે ગ્રામ્ય...

લીલીયા તાલુકા નાના એવા ઢાંગલા ગામે રહેતા અને પ્રકૃતિપ્રેમી એવા યુવાને અમદાવાદને કર્મભુમિ બનાવી છે. તેણે ગ્રામ્ય વિસ્તારમા પણ બેરોજગારોને થોડી રોજીરોટી મળી રહે અને સાથે પક્ષી અને પર્યાવરણ પણ જળવાઇ રહે તે હેતુથી એક હજાર ચકલીના માળા માટીમાથી બનાવી ગામમા મોકલ્યા હતા.

પ્રકૃતિપ્રેમી રમેશભાઈ રામજીભાઈ માંગુકિયા સામાન્ય ખેડૂત પરિવારમાથી આવે છે. તેમણે અમદાવાદને કર્મભૂમિ બનાવી નામ દામ બંને કમાયા છે. વ્યક્તિ ગમે એટલો વિકસે, વિસ્તરે પણ વતનને ક્યારેય વિસરી શકે નહીં. એમાં પણ રમેશભાઈનો પ્રકૃતિ પર્યાવરણ પ્રેમ અને શોખ છે. પ્રકૃતિના ખોળે ઉછળકુદ કરતા અબોલ જીવ, પશુ પક્ષીઓ માટે કંઈકને કઈક પ્રવૃતિ તેઓ કરતા રહે છે.વતનથી દુર અમદાવાદ બેઠાબેઠા પણ લીલીયા તાલુકાના નાના એવા ઢાંગલા ગામે એક હજાર ચકલી માળા મોકલાવ્યા હતા. એ પણ માટીમાંથી બનાવીને. જેથી અહી નાના કારીગરો પણ આ માળાનુ વેચાણ કરી રોજીરોટી મેળવી શકે તેની સાથે પ્રકૃતિ અને પર્યાવરણને પણ પ્રોત્સાહન મળે તેવુ કાર્ય કર્યુ હતુ. તેમની આ પ્રકારની પ્રવૃતિને ગામ લોકો પણ બિરદાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-1-thousand-sparrows-of-beads-made-from-ahmedabad-023138-3711821-NOR.html

8 વર્ષથી બંધ પડેલા ID કોલરનાં પટ્ટામાંથી મુક્ત, રાજમાતા સિંહણે નકામો ભાર સહન કર્યો

Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 11:09 AM
radio caller leave of rajmata lioness at liliya
રાજમાતા સિંહણની ફાઇલ તસવીર
 
  • લીલીયા: જેના પર સિંહપ્રેમીઓને ગર્વ છે તે રાજમાતા સિંહણ હવે ગળામા લટકતા બિનજરૂરી ભારથી મુક્ત થઇ છે. ક્રાંકચ પંથકમા વસતુ 40થી વધુ સાવજોનું ગૃપ આ ઘરડી સિંહણે વસાવ્યું છે. તેના ગળામા 11 વર્ષ પહેલા કોલર આઇડી લગાવાયો હતો. પરંતુ આઠ વર્ષ પહેલા તે બંધ પડી જવા છતાં સિંહણના ગળામાંથી પટ્ટો દૂર કરાયો ન હતો. આખરે તાજેતરમા માંદગીના રેસ્ક્યુ દરમિયાન આટલા વર્ષે રાજમાતાના ગળામાંથી આ ભાર દૂર કરાયો હતો.

    દહેરાદુનની સંસ્થાએ આ સિંહણના ગળામા રેડીયો કોલર પહેરાવ્યો હતો
  • 1.જેવી રીતે ગીરના ગૌરવશાળી સાવજોમા ક્રાંકચ પંથકના પ્રાઇડની એક અનોખી ઓળખ છે. તેવી જ રીતે 40 સાવજોના આ પ્રાઇડમા રાજમાતા સિંહણની અનોખી ઓળખ છે. કારણ કે ક્રાંકચ પંથકમા સૌપ્રથમ આ જ સિંહણ આવી હતી અને હાલમા અહીં વસતા તમામ સાવજો તેનો જ પરિવાર છે. આ સિંહણ 18 વર્ષ કરતા પણ મોટી ઉંમરની છે અને પોતાની વૃદ્ધાવસ્થા ગાળી રહી છે. વર્ષ 2008માં સરકારના આદેશ મુજબ દહેરાદુનની સંસ્થા દ્વારા આ સિંહણના ગળામા રેડીયો કોલર પહેરાવાયો હતો. રેડીયો કોલરના કારણે સેટેલાઇટ મારફત આ સિંહણની મુવમેન્ટની સતત જાણકારી મળતી હતી.
     
  • એસીએફ આ વાતથી અજાણ છે
    2.ગીર પૂર્વના એસીએફ ગોજીયા સાથે ટેલીફોનિક વાતચીત થતા તેમણે રેડીયો કોલર સિંહણનો પટ્ટો છોડી નખાયો છે કે કેમ તે અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું.
     
  • સિંહણનાં ગળામાં હાલમાં બેલ્ટ નથી: આરએફઓ
    3.સ્થાનિક આરએફઓ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલ રાજમાતા સિંહણના ગળામાં બેલ્ટ જોવા મળતો નથી. જે તૂટી ગયો હોવાનું મનાય રહ્યું છે. 
  • રેડીયો કોલર જોઇ લોકો સિંહ દર્શન માંડી વાળતા
    4.આ રેવન્યુ વિસ્તારમાં સાવજો નજરે પડી જાય તો લોકોના ટોળા એકઠા થઇ જાય છે. જો કે રેડીયો કોલર સિંહણની એટલી ધાક હતી કે લોકો રેડીયો કોલરના પટ્ટાવાળી સિંહણને જુએ એટલે સિંહ દર્શનનું માંડી વાળતા હતા.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-radio-caller-leave-of-rajmata-lioness-at-liliya-gujarati-news-6011702.html

રાજુલા નજીક મકાનમાંથી બહાર ખેંચી ત્રણ સિંહે કર્યો પશુનો શિકાર, ઘટના CCTVમાં કેદ

Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 08:28 PM
અમરેલી: રાજુલાના ધુડિયા આગરીયા ગામમાં ત્રણ સિંહો ઘૂસી આવ્યા હતા. જેમાં એક મકાનમાંથી પશુને બહાર ખેંચી શિકાર કરી મિજબાની માણી હતી. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ ઘટના છ દિવસ પહેલા બની હોવાનું પ્રાથમિક અનુમાન છે.
(માહિતી અને તસવીર: જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-three-lion-hunting-of-animal-near-rajula-village-gujarati-news-6011860-NOR.html

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર શિકારની શોધમાં

Divyabhaskar.com | Updated - Jan 30, 2019, 02:07 AM

Amreli News - અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર શિકારની શોધમાં કોઇને કોઇ ગામમાં આવી ચડે છે. હવે તો ગ્રામ્ય...
અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર શિકારની શોધમાં કોઇને કોઇ ગામમાં આવી ચડે છે. હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લાગવા માંડ્યા હોય સાવજોની અવર જવર તેમાં કેદ થઇ જાય છે. ચલાલાના વાવડી ગામમાં ગઇરાત્રે બે સાવજોએ લટાર મારતા તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં.

અમરેલી જીલ્લામાં રાજુલા, જાફરબાદ, સાવરકુંડલા, ખાંભા, લીલીયા, અમરેલી અને ધારી તાલુકામાં સાવજોની મોટી વસતી છે. આ ઉપરાંત બગસરા, વડીયા, બાબરા કે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોની અવર જવર થતી રહે છે. ગીર કાંઠાના ગામડાના લોકો તો સીમમાં સાવજોની હાજરીથી ટેવાઇ ગયા છે. પરંતુ હવે આ સાવજો કોઇપણ ગામમાં ઘુસી જાય છે. શિકાર અને પાણીની શોધ સાવજોને ગામડાની શેરીઓમાં લઇ આવે છે.

જો કે સાવજો દિવસના ભાગે કોઇ ગામમાં આવતા નથી પરંતુ રાત્રીના સમયે સુનકાર થયા બાદ કોઇપણ ગામની બજારમાં લટાર મારવા નિકળી પડે છે. ચલાલા નજીક આવેલા વાવડી ગામે ગઇરાત્રે બે સાવજોએ બજારમાં લટાર મારી હતી. એક ઘરના સીસીટીવી કેમેરામાં તેની તસવીરો કેદ થઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-revenue-area-of-amreli-district-regularly-looking-for-hunting-020737-3773408-NOR.html

Tuesday, January 29, 2019

ગીર કાંઠાના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં સાવજો શિકારની શોધમાં અવાર

Divyabhaskar.com | Updated - Jan 22, 2019, 02:07 AM

Amreli News - ગીર કાંઠાના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં સાવજો શિકારની શોધમાં અવાર નવાર ગામડાઓમાં ઘુસી જાય છે અને ખેડૂતો,...


સાવજોએ ગામમાં ઘુસી ગાયનું મારણ કર્યાની આ ઘટના રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામે બની હતી. રાજુલા પંથકમાં સાવજોની મોટી વસ્તી છે. આ સાવજો શિકાર માટે આમથી તેમ ભટકતા જ રહે છે. સીમમાં મારણ ન મળે તો ગામમાં પણ ઘુસી જાય છે. આવી જ એક ઘટના રાજુલાના ધુડીયા આગરીયામાં બની હતી. અહિં ગઇમધરાત્રે ત્રણ સાવજો શિકાર માટે ગામમાં આવી ચડયા હતાં. ગામની બજારોમાં સાવજોએ આટા મારી એક રેઢીયાર ગાયનું મારણ પણ કર્યુ હતું.

હવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક સ્થળે સીસીટીવી કેમેરા લાગી રહ્યા છે જેને પગલે આગરીયામાં પણ રાત્રીના સમયે સાવજોની બજારમાં અવર જવરના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. અહિં સાવજ ગાયના મૃત દેહને ઢસડી જતો પણ કેદ થયો હતો. ઘટનાથી ગામલોકોમાં ફફડાટની લાગણી જોવા મળી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-rural-areas-of-gir-coastal-areas-in-search-of-prey-precipitated-in-rural-areas-020715-3719656-NOR.html

સાવરકુંડલાના આદસંગ ગામે ખેડૂતની પીઠ પાછળ સિંહે નખ માર્યા, લોહીલૂહાણ થયા

Divyabhaskar.com | Updated - Jan 22, 2019, 04:45 PM
  • lion attack on farmer near savarkundala so refer to rajula   hospital
    અમરેલી: સાવરકુંડલાના આદસંગ ગામના સીમ વિસ્તારમાં બાબુભાઇ જેરામભાઇ વાઘેલા (ઉ.43) પર સિંહે હુમલો કર્યો હતો. બાબુભાઇની પીઠમાં સિંહે નખ મારતા લોહીલૂહાણ થયા હતા છતાં સિંહ સાથે બાથ ભીડી પોતાનો જીવ બચાવ્યો હતો. ધોળા દિવસે સિંહે હુમલો કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
    ખેડૂતને સારવાર માટે રાજુલા હોસ્પિટલે ખસેડાયા
    બાબુભાઇએ બૂમાબૂમ કરતા આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને લોહીલૂહાણ હાલતમાં બાબુભાઇને રાજુલા સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા રાજુલા વન વિભાગની ટીમ પણ હોસ્પિટલે પહોંચી હતી.
    (માહિતી અને તસવીર: જયદેવ વરૂ, અમરેલી)
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-attack-on-farmer-near-savarkundala-so-refer-to-rajula-hospital-gujarati-news-6012529-NOR.html