Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 02:00 AM
Amreli News - અહી ટેકરાઓ પર એક, બે નહી પરંતુ પુરી 62 ગુફાઓ છે. આ ગુફાઓ ઇસવીસન પુર્વેની પહેલી સદી આસપાસની હોવાનુ મનાય છે. પરંતુ...
અહી ટેકરાઓ પર એક, બે નહી પરંતુ પુરી 62 ગુફાઓ છે. આ ગુફાઓ ઇસવીસન પુર્વેની પહેલી સદી આસપાસની હોવાનુ મનાય છે. પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા અહી કોઇ રખરખાવ કરાતો નથી. અહી પ્રવાસનના વિકાસની તો માત્ર વાતો જ થાય છે. હદ તો એ વાતની છે કે પુરાતત્વ વિભાગનુ બોર્ડ પણ અહી જર્જરિત બની ગયુ છે. ઐતિહાસિક ધરોહરની જાળવણી અહી ખુબ જરૂરી દેખાઇ રહી છે.આ વાત છે ખાંભા નજીક આવેલી શાણા વાંકીયાની ગુફાઓની. ઉનાથી 25 કિમી દુર અને વાંકીયાથી માત્ર ત્રણ કિમી દુર શાણા ડુંગર આવેલો છે. જેમા છેક નીચેથી લઇ ઉપર સુધી આ બૌધ્ધકાલિન ગુફાઓ આવેલી છે. બાજુમા રૂપેણ નદી અને ડેમ પણ છે. ચોમાસામા અહીનુ દ્રશ્ય ખુબ જ મનોરમ્ય હોય છે. જો પ્રવાસનની દ્રષ્ટિએ અહી વિકાસ હાથ ધરવામા આવે તો લોકો માટે હરવાફરવા લાયક સ્થળ પર બને તેમ છે. પરંતુ સરકારનુ વલણ આ દિશામા નિરાશાજનક છે.
આ ટેકરી પર ચડવા માટેના પગથીયા નજીક જ પુરાતત્વ વિભાગે બૌધ્ધકાલિન ગુફાઓના રક્ષણ માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવેલુ છે. પરંતુ નિભંર તંત્રનુ કામ એટલી હદે નિરાશાજનક છે કે હવે તો આ બોર્ડ પણ જર્જરિત થઇ ગયુ છે. તંત્ર બોર્ડની જાળવણી કરી શકયુ નથી ત્યાં ગુફાઓની જાળવણી કેવી રીતે કરે ?. એવુ મનાય છે કે આ ગુફાઓ ઇસવીસન પુર્વેની પહેલી સદીની છે. કદાચ તે સમયે બૌધ્ધ વિદ્યાપીઠ હશે. કારણ કે અહી વિહારો, સ્તુપો, ચૈત્ય વિગેરેનો સંગમ જોવા મળે છે. નેપાળ અને સારનાથમા આવેલા ચૈત્ય અને સ્તુપ જેવા જ ચૈત્ય અને સ્તુપ અહી છે. આ વિસ્તારમા સાવજોની પણ સતત અવરજવર રહે છે. જો અહી પ્રવાસન વિકસાવવામા આવે તો તો પ્રકૃતિ અને ઇતિહાસના રસિક લોકોનો ભારે ધસારો રહેશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-here-one-on-two-but-not-62-020039-3711818-NOR.html
No comments:
Post a Comment