Wednesday, January 30, 2019

અમદાવાદથી 1 હજાર ચકલીના માળા બનાવી મોકલ્યા

Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 02:31 AM

Amreli News - લીલીયા તાલુકા નાના એવા ઢાંગલા ગામે રહેતા અને પ્રકૃતિપ્રેમી એવા યુવાને અમદાવાદને કર્મભુમિ બનાવી છે. તેણે ગ્રામ્ય...

લીલીયા તાલુકા નાના એવા ઢાંગલા ગામે રહેતા અને પ્રકૃતિપ્રેમી એવા યુવાને અમદાવાદને કર્મભુમિ બનાવી છે. તેણે ગ્રામ્ય વિસ્તારમા પણ બેરોજગારોને થોડી રોજીરોટી મળી રહે અને સાથે પક્ષી અને પર્યાવરણ પણ જળવાઇ રહે તે હેતુથી એક હજાર ચકલીના માળા માટીમાથી બનાવી ગામમા મોકલ્યા હતા.

પ્રકૃતિપ્રેમી રમેશભાઈ રામજીભાઈ માંગુકિયા સામાન્ય ખેડૂત પરિવારમાથી આવે છે. તેમણે અમદાવાદને કર્મભૂમિ બનાવી નામ દામ બંને કમાયા છે. વ્યક્તિ ગમે એટલો વિકસે, વિસ્તરે પણ વતનને ક્યારેય વિસરી શકે નહીં. એમાં પણ રમેશભાઈનો પ્રકૃતિ પર્યાવરણ પ્રેમ અને શોખ છે. પ્રકૃતિના ખોળે ઉછળકુદ કરતા અબોલ જીવ, પશુ પક્ષીઓ માટે કંઈકને કઈક પ્રવૃતિ તેઓ કરતા રહે છે.વતનથી દુર અમદાવાદ બેઠાબેઠા પણ લીલીયા તાલુકાના નાના એવા ઢાંગલા ગામે એક હજાર ચકલી માળા મોકલાવ્યા હતા. એ પણ માટીમાંથી બનાવીને. જેથી અહી નાના કારીગરો પણ આ માળાનુ વેચાણ કરી રોજીરોટી મેળવી શકે તેની સાથે પ્રકૃતિ અને પર્યાવરણને પણ પ્રોત્સાહન મળે તેવુ કાર્ય કર્યુ હતુ. તેમની આ પ્રકારની પ્રવૃતિને ગામ લોકો પણ બિરદાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-1-thousand-sparrows-of-beads-made-from-ahmedabad-023138-3711821-NOR.html

No comments: