Wednesday, January 30, 2019

ખાંભા પંથકમાં નવ વનરાજોએ કર્યુ પાંચ પશુઓનંુ મારણ, ભય

Divyabhaskar.com | Updated - Jan 07, 2019, 03:00 AM

Amreli News - મોટાબારમણ, જામકા, કોદીયા, માલકનેસ ડેડાણમાં સાવજોના આંટાફેરા

તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રબારીકા રાઉન્ડના રેવન્યુ વિસ્તાર એવા ખાંભા તાલુકાના મોટા બારમણ, જામકા, કોદીયા, માલકનેસ ગામના રેવન્યુ વિસ્તારમાં ત્રણ બળદ, એક ગાય, એક નીલગાયનું 9 સિંહ સિંહણ દ્વારા મારણની ઘટના હાલ પ્રકાશમાં આવી છે. જ્યારે તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડમાં વધારે પડતા સિંહો વસવાટ કરી રહ્યા છે. તેના અને હાલ આ તમામ સિંહો રબારીકાનું રિઝર્વ ફોરેસ્ટ વિભાગની કહેવાતી અનામત વિડી છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા લાગ્યા છે. ત્યારે મોટા બારમણમાં એક સિંહ દ્વારા એક બળદનું મારણ તેમજ જામકામાં 3 સિંહ 2 સિંહણ દ્વારા 1 બળદનું મારણ, કોદીયામાં 2 સિંહ દ્વારા 1 ગાય 1 બળદનું મારણ, માલકનેસ ડેડાણ રોડ ઉપર 1 સિંહણ દ્વારા 1 નીલગાયના મારણની ઘટના બની હતી. સિંહો અનામત વિડી છોડી રેવન્યુ વિસ્તારમાં જ હાલ પડયા પાથર્યા રહે છે. કારણ કે અહી સિંહોને રેવન્યુ વિસ્તારમાં જરૂરિયાત મુજબનું મારણ તેમજ પાણી પીવા મળી જાય છે. જ્યારે અનામત વિડીમાં પાણી અને મારણની અછત હોવાના કારણે સિંહો રેવન્યુ વિસ્તારમાં વધારે રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે આ ગામોમાં સિંહો દ્વારા કરવામાં આવેલા મારણ માનવ રહેણાંક વિસ્તાર નજીક જ કરવામા આવ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-khambha-diocese-the-nine-gardens-made-five-dead-animals-dead-fear-030050-3598762-NOR.html

રાજુલામાં સિંહના ટોળાએ ગાયનો શિકાર કર્યો, ખુંખાર સિંહે મિજબાની માણી, 4 સિંહણોને પાસે ન આવવા દીધી

Divyabhaskar.com | Updated - Jan 08, 2019, 01:04 PM
અમરેલી: રાજુલાના વાવડી ગામ નજીક આવેલ ખેડૂતની વાડીમાં સિંહોના ટોળાએ ગાયનો શિકાર કર્યો હતો. પરંતુ અહીં એક નર સિંહ ખૂંખાર છે જેના કારણે તેણે આસપાસ રહેલી સિંહણોને મારણ કરવા દીધું નહોતું. આખી રાત સિંહે ભોજન સાથે મિજબાની માણી હતી. આસપાસમાં રહેલા ખેડૂતો પણ સિંહોના ડરના કારણે આખી રાત જાગી ઉજાગરા કર્યા હતા.
(અહેવાલ- જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-group-hunting-of-cow-near-rajula-area-gujarati-news-6005681.html

બગસરાનાં નટવરનગર પ્રાથમિક શાળાના બાળકોનો ગિરનારમાં એડવેન્ચર કેમ્પ યોજાયો

Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 02:05 AM

Amreli News - બાળકોમાં સાહસવૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા આવે અે હેતુથી આયોજન

Bagasara News - the children39s primary school children in bagasara organized an adventure camp in girnar 020528
બાળકોમાં સાહસવૃત્તિ તથા પ્રકૃતિ પ્રેમ જાગૃત થાય તેવા હેતુથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતા રોહણ તાલીમ સંસ્થા દ્રારા એડવેન્ચર કૅમ્પ નું આયોજન કરવામાં આવે છે. જેમાં તા.3 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી દિન 7 નટવરનગર પ્રા. શાળા ના 37 બાળકો આ કેમ્પમાં જઈ આવ્યા. આ કેમ્પમાં રેપલિંગ ક્લાઇમીંગ, રિવર ક્રોસિંગ અને ઓપ્ટિકલ જેવી પ્રવૃત્તિઓ પ્રતિદિન કરવામાં આવી હતી. જે બાળકોએ હિમંત પૂર્વક કરી તથા પ્રકૃતિ ના સાનિધ્યમાં રહેવાનો અમૂલ્ય લાભ લીધો અને ઉત્સાહ તથા આનંદપુર્વક કેમ્પ પૂર્ણ કર્યો હતો. નટવર નગર શાળાના શિક્ષક ગિરિરાજ ભાઈ આસોદરીયાના સુંદર માર્ગદર્શન નીચે આ કેમ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો. બગસરા તાલુકાના ટીપીઓ સુરભીબેન પાઘડાળ તથા જૂનાગઢ જિલ્લાના પ્રાચાર્ય કરકરે કેમ્પમાં હાજરી આપી બાળકોને ઉત્સાહ વધાર્યો હતો. ઉપેન્દ્રસિંહ રાઠોડ અને ઇન્સ્ટક્ટરના સુંદર સહયોગ માર્ગદર્શનથી તથા સુંદર ભોજન વ્યવસ્થાથી બાળકોને ખૂબજ આનંદ થયો હતો. બાળકોમાં રહેલી સાહસવૃતી તથા હિમત તથા શક્તિ જોઈ શિક્ષકગણ અને વાલીગણમા આંનદની લાગણી જન્મી છે.

છાત્રોને વન્યપ્રાણીઓ વિશે માહિતગાર કરવા પ્રાકૃતિક શિબીર યોજવામાં આવી

Divyabhaskar.com | Updated - Jan 13, 2019, 03:47 AM

Amreli News - 9 દિ alt39થી યોજાનાર શિબીરમાં 400 થી 500 છાત્રોએ ભાગ લીધો

Rajula News - a naturally organized camp was organized to educate the students about wildlife 034705
આવતા સમયમાં માનવી અને પર્યાવરણ સાથે જોડાઇ રહેવા અને પ્રકૃતિનું સોંદર્યની સાથે તાલમેલ મિલાવી અને વિવિધ પ્રાણી અને પક્ષી સાથે કેવા વર્તન કરવા અને વિકટ પરિસ્થતીમાં કેવી રીતે પહોંચી વળવા તે અંગે છાત્રોને સમજ આપી હતી. રાજુલામાં ધારેશ્વર ડેમ સાઈડ અને ધારેશ્વરની નર્સરીની મુલાકાત લેવડાવી અને ત્યાં જમવા અને વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને આર.એફ.ઓ. દ્વારા વિવિધ પ્રકારની માહિતી આપી અને પ્રોજેક્ટોમાં વાઈલ્ડ લાઈફ ફિલ્મ બતાવી હતી.અને બાદમાં જણાવ્યું કે મહિનાના અંતમાં તાલુકાની વિવિધ સ્કૂલમાંથી આવા શિબિરનું આયોજન કરવામાં આવશે. અને વિદ્યાર્થીને પ્રકૃતિ અને પર્યાવરણની સાથે મિત્રતા જાળવવા કટિબ્બધ થશે. અને આવા શિબિરમાં છેલ્લા ૯ દિવસથી આયોજન થયુ અને એમાં ૪૦૦થી ૫૦૦ વિદ્યાર્થીને શિબિરનો લાભ મેળવો અને વન વિભાગ દ્વારા બધું વિદ્યાર્થીને રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બાદમાં વિદ્યાર્થીઓને જમાડીને પોતાની સ્કૂલ તરફના રવાના કર્યા હતા. આમ ગાઈડ તરીકે ભાનુદાદા રહ્યાં હતા. તસવીર- કે.ડી.વરૂ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-a-naturally-organized-camp-was-organized-to-educate-the-students-about-wildlife-034705-3648855-NOR.html

સોમનાથ નેશનલ હાઇવે પર વાહન પસાર થતા હતા અને સિંહે રોડ ક્રોસ કર્યો, વીડિયો Viral

Divyabhaskar.com | Updated - Jan 15, 2019, 03:59 PM
  • રોડ ક્રોસ કરતો સિંહ
    અમરેલી: ભાવનગર-ગીર સોમનાખ નેશનલ હાઇવે પર જાફરાબાદના નાગેશ્રી-દુધાળા વચ્ચે સિંહોએ રોડ ક્રોસ કર્યો હતો. હાઇવે પર એક તરફ વાહનો પસાર થઇ રહ્યા હતા અને બીજી તરફ સિંહો રોડ ક્રોસ કરી રહ્યો હતો. જો કે ધીમી ગતિએ વાહનો પસાર થતા હોય કોઇ દુર્ઘટના થઇ નહોતી. આ વીડિયો વાયરલ થયો છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-cross-the-road-on-somanath-national-highway-gujarati-news-6008982.html

અગાઉ 3 સિંહોના વાહન હડફેટે મોત થયા હતા

  • 1.અગાઉ વાહન હડફેટે ત્રણ સિંહોના આ હાઇવે પર મોત થયા હતા. સિંહો રોડ ક્રોસ કરવાની ઘટના સામે વન વિભાગ લાચાર હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજા એક વીડિયોમાં કાર ચાલક સિંહ પાછળ જતો હોય તેવું દ્રશ્યમાન થાય છે. સિંહને જોવા માટે કાર ચાલક સિંહ પાછળ જાય છે.

ખાંભા ખાતે તુલસીશ્યામ રેન્જની કચેરી આવેલી છે. ત્યારે આ તુલસીશ્યામ રેન્જમાં મોટાભાગની કામગીરી કાગળ ઉપર જ થતી...

Divyabhaskar.com | Updated - Jan 17, 2019, 02:51 AM

Amreli News - ખાંભા ખાતે તુલસીશ્યામ રેન્જની કચેરી આવેલી છે. ત્યારે આ તુલસીશ્યામ રેન્જમાં મોટાભાગની કામગીરી કાગળ ઉપર જ થતી...ખાંભા ખાતે તુલસીશ્યામ રેન્જની કચેરી આવેલી છે. ત્યારે આ તુલસીશ્યામ રેન્જમાં મોટાભાગની કામગીરી કાગળ ઉપર જ થતી હોય અને બિલો બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની શકયતાના પગલે મોટા બારમણના આરટીઆઇ એકટીવીસ્ટ દ્વારા માહિતી માંગવામા આવતા અરજી પાછી ખેંચી લેવા આરએફઓ દબાણ કરવા હોવાનુ સામે આવ્યું છે.

હરેશભાઈ હિરપરા નામના આરટીઆઇ કાર્યકર્તા દ્વારા ગત તારીખ 18/11/18 ના રોજ જાહેર માહીતી અઘિકારી અને મદદનીશ વન સંરક્ષક ધારી પાસે તુલસીશ્યામ રેન્જના કાર્યક્ષેત્રની વિવિધ મુદાની માહીતી માગવા માટે અરજી કરી હતી. જે બાબતની માહીતી આપવા મદદનીશ વન સંરક્ષક દ્વારા તુલસીશ્યામ રેન્જના રેન્જર પરીમલ પટેલને અરદારની અરજી તપદીલ કરીને જરુરી ફી વસુલીને માહીતી આપવા લેખીત હુકમ કર્યો હતો. તેમ છતા અરજદારને આજદિન સુધી માહીતી આપવામાં આવી નથી. અને અરજદારને અરજી પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી આવી રહ્યાનું અરજદાર કહી રહ્યાં છે.

અરજીના અનુસંધાને આજદિન સુધી માહિતી આપી નથી. તેમજ જાહેર માહિતી અધિકારી આરએફઓ પરિમલ પટેલ દ્વારા આ માહિતી અરજી પાછી ખેંચાવવા માટે હરેશભાઇના નજીકના ગણાતા મિત્રો, રાજકીય આગેવાનો દ્વારા અરજી પાછી ખેંચવા માટે દબાણ કરવામા આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ આ અરજીમાં માંગવા આવેલ માહિતી અનુસંધાને જો જાહેર માહિતી અધિકારી દ્વારા માહિતી આપી દેવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ હોવાનું પણ અરજદાર જણાવી રહ્યા છે. બીજી તરફ આ અરજીના અનુસંધાને અરજદાર પાસે અરજી પાછી ખેંચવા માટે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ દુધાત પાસે પણ આરએફઓ પરિમલ પટેલ ભલામણ લઈને ગયા હતા. અને અરજી પાછી ખેંચવા તેમજ જરૂરિયાત મુજબની માહિતી લઈ માહિતી મળી ગઈ હોવાનું લખાણ કરી આપવા માટે જે સમજવાનું હોય તે સમજાવા માટે પણ તૈયારી બતાવી હોવાનું જાણવા મળી રહ્યું છે આરટીઆઇ કાર્યકર્તા હરેશભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે મેં ગત તારીખ 18/11/18 રોજ જાહેર માહિતી અધિકાર હેઠળ ખાંભા ખાતે આવેલ તુલસીશ્યામ રેન્જના જાહેર માહિતી અધિકારી પાસે જરૂરી માહિતી માંગી હતી. ત્યારે તેવો માહિતી આપવાના બદલે રાજકીય અને જ્ઞાતિના આગેવાનો દ્વારા અરજી પાછી ખેંચી લેવા માટે દબાણ કરાવી રહ્યા છે. જયારે માહિતી આપે તો તેઓ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે.

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ દુધાત સાથે ટેલિફોનિક વાતચીત થતા તેઓ દ્વારા જણાવ્યું હતું કે તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલ મારી પાસે આવ્યા હતા અને મોટા બારમણ હરેશભાઈ હિરપરા દ્વારા કરવામાં આવેલ આરટીઆઇ અંગે મને જણાવ્યું હતું અને તેવો મંગેલ માહિતીની જગ્યાએ તેમની જરૂરિયાત જે હોય તે મને જણાવે એ હું પુરી કરી આપીશ તેવું કહ્યું હતું. અને હરેશભાઇને ફોન કરી તેમની રૂબરૂમાં વાત કરી હતી ત્યારે હરેશભાઇ મારી તબિયત બરાબર નથી તેવું જણાવી ફોન કાપી નાખ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-tulsishyam-range-office-is-located-at-khambha-then-this-025139-3679704-NOR.html

ધારી ગીરપુર્વ વનવિભાગની સરસીયા રેંજમા બોગસ વાઉચર બનાવી ઉચાપત

Divyabhaskar.com | Updated - Jan 18, 2019, 02:25 AM

Amreli News - ધારી ગીરપુર્વ વનવિભાગની સરસીયા રેંજમા બોગસ વાઉચર બનાવી ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચરવામા આવતો હોવાની એક અરજદારે...
ધારી ગીરપુર્વ વનવિભાગની સરસીયા રેંજમા બોગસ વાઉચર બનાવી ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચરવામા આવતો હોવાની એક અરજદારે અગાઉ અરજી કરી હોય અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા આ બારામા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે જેને પગલે તત્કાલિન આરએફઓ, બિટગાર્ડ સહિત કર્મીઓમા ફફડાટ ફેલાયો છે.

ધારી નજીક કરોડોના ખર્ચે બનેલ આંબરડી સફારી પાર્ક સહિતના કામોમા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાની અરજદારે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી હતી. જે અંતર્ગત વનવિભાગની વડી કચેરી અગ્ર મુખ્ય વન સંરક્ષકની તકેદારી શાખા દ્વારા આ મામલે તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

અરજદારે દસ્તાવેજી પુરાવા તેમજ ફોટોગ્રાફસ પણ રજુ કર્યા હતા. અનેક ઇસમોના નામે બોગસ વાઉચર બનાવી ઉચાપત કરવામા આવી હોવાનુ અરજીમા જણાવાયું હતુ. વન સંરક્ષણ માટે ઉછેરવામા આવતા રોપા તેમજ ફાયર લાઇનની કામગીરીમા પણ બોગસ વાઉચર બનાવી ઉચાપત આચરવામા આવી હોવાનુ તેમા જણાવાયું હોય સ્થાનિક તંત્ર દ્વારા કયારેય આ અંગે તપાસ કરાઇ ન હોય વડી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામા આવતા અનેક અધિકારી, કર્મચારીઓના તપેલા ચડી જાય તેવુ જણાઇ રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-assuming-that-the-girijpuriw-forest-department39s-sarasia-ranjma-bogus-voucher-is-embezzlement-022555-3688391-NOR.html