Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 02:05 AM
Amreli News - બાળકોમાં સાહસવૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા આવે અે હેતુથી આયોજન
બાળકોમાં સાહસવૃત્તિ તથા પ્રકૃતિ પ્રેમ જાગૃત થાય તેવા હેતુથી
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સંચાલિત પંડિત
દીનદયાળ ઉપાધ્યાય પર્વતા રોહણ તાલીમ સંસ્થા દ્રારા એડવેન્ચર કૅમ્પ નું
આયોજન કરવામાં આવે છે. જેમાં તા.3 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી દિન 7
નટવરનગર પ્રા. શાળા ના 37 બાળકો આ કેમ્પમાં જઈ આવ્યા. આ કેમ્પમાં રેપલિંગ
ક્લાઇમીંગ, રિવર ક્રોસિંગ અને ઓપ્ટિકલ જેવી પ્રવૃત્તિઓ પ્રતિદિન કરવામાં
આવી હતી. જે બાળકોએ હિમંત પૂર્વક કરી તથા પ્રકૃતિ ના સાનિધ્યમાં રહેવાનો
અમૂલ્ય લાભ લીધો અને ઉત્સાહ તથા આનંદપુર્વક કેમ્પ પૂર્ણ કર્યો હતો. નટવર
નગર શાળાના શિક્ષક ગિરિરાજ ભાઈ આસોદરીયાના સુંદર માર્ગદર્શન નીચે આ કેમ્પ
પૂર્ણ કરવામાં આવ્યો હતો. બગસરા તાલુકાના ટીપીઓ સુરભીબેન પાઘડાળ તથા જૂનાગઢ
જિલ્લાના પ્રાચાર્ય કરકરે કેમ્પમાં હાજરી આપી બાળકોને ઉત્સાહ વધાર્યો હતો.
ઉપેન્દ્રસિંહ રાઠોડ અને ઇન્સ્ટક્ટરના સુંદર સહયોગ માર્ગદર્શનથી તથા સુંદર
ભોજન વ્યવસ્થાથી બાળકોને ખૂબજ આનંદ થયો હતો. બાળકોમાં રહેલી સાહસવૃતી તથા
હિમત તથા શક્તિ જોઈ શિક્ષકગણ અને વાલીગણમા આંનદની લાગણી જન્મી છે.
No comments:
Post a Comment