Friday, May 31, 2019

કારમાં ધસી આવેલા શખ્સે બીટ ગાર્ડની ફરજમાં રૂકાવટ કરી

DivyaBhaskar News Network

May 16, 2019, 05:56 AM IST
ધારી તાબાના પાદરગઢની સીમમા નદી વિસ્તારમા કારમા ધસી આવેલા એક શખ્સે બીટગાર્ડની ફરજમા રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સરકારી ગાડીના કાચ તોડી નુકશાન કરતા તેની સામે ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

સરસીયા રેંજના ફોરેસ્ટ બીટગાર્ડ નરેશભાઇ ગોલણભાઇ વાળા (ઉ.વ.30)ને અહી જ રહેતો સંજય બાઘાભાઇ વાળા નામના શખ્સે કારમા ધસી આવી ફરજમા રૂકાવટ કરી ગાળો આપી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમા સંજયે પ્લાસ્ટિકના પાઇપથી ફોરેસ્ટ વિભાગની સરકારી બોલેરો ગાડીનો આગળનો કાચ તોડી રૂપિયા આઠ હજારનુ નુકશાન કરી નાસી ગયો હતો. આ બારામા નરેશભાઇએ તેની સામે ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-person-who-was-injured-in-the-car-stopped-the-beat-guards-055622-4559901-NOR.html

પશુના મારણની લાલચ આપીને સિંહની પજવણીનાં વીડિયોમાં ટ્રેકર સકંજામાં

DivyaBhaskar.com

May 17, 2019, 11:33 AM IST
સિંહને કૂતરાની જેમ મારણ પાછળ દોડાવાયો હતો
સિંહને કૂતરાની જેમ મારણ પાછળ દોડાવાયો હતો

  • બાઇક પાછળ મૃત પશુને બાંધી સિંહને મારણ માટે પાછળ દોડાવ્યો હતો
  • સિંહની કૂતરા જેવી હાલત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો

અમરેલી: અમરેલીનાં લાઠી પંથકમાં પશુનું મારણ બતાવી મારણની લાલચમાં સિંહને દોડાવીને પજવણીનો વીડિયો વાઇરલ થયા બાદ આ ઘટનામાં વન વિભાગનો એક ટ્રેકર સકંજામાં આવ્યો છે અને રાજકોટ પાસીંગવાળી મોટર સાયકલનાં નંબર સામે આવતા પજવણી સમયે સામેલ લોકોને વન વિભાગ શોધી રહ્યું છે.
લાઠીના મતીરા રાઉન્ડમાં ઘટના બની હોવાનું સામે આવ્યું
પશુ બતાવી સિંહની કૂતરા જેવી હાલત કરતો એક વીડિયો વાયરલ થયા બાદ આ બાબત વન વિભાગને જાણમાં આવતા વન વિભાગનાં સીસીએફ વસાવડાએ તપાસના આદેશ જારી કર્યા હતા. ત્યારે પ્રથમ તો આ ઘટના અમરેલીના લાઠીના મતીરા રાઉન્ડની લુહારીયા વીડી પાસે આવેલ કૃષ્ણનગર હનુમાન મંદિરના પાછળનો ભાગનો વિસ્તાર હોવાનુ તપાસમાં સામે આવ્યું હતું.
નંબરના આધારે બાઇક માલિકની શોધખોળ
બાદમાં વન વિભાગે ઘટના સ્થળે હાજર બાઈકના નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કરતા આ બાઈકના નંબર રાજકોટ પાસીંગના હોવાનું ખુલતા નંબરના આધારે બાઈક માલીકની શોધખોળ ચાલી રહી છે. દરમિયાન આ અશોભનીય કહી શકાય તેવી ઘટનામાં વન વિભાગના એક ટ્રેકરની ભૂમીકા જણાતા તેને પણ સકંજામાં લઈ લીધો હોવાનુ જાણવા મળ્યું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/lion-video-viral-so-one-person-arrested-by-forest-department-of-amreli-1558072498.html

સતત બીજા દિવસે અમરેલીના વાતાવરણમાં પલટો, ખાંભા, સાવરકુંડલા પંથકમાં ગાજવીજ અને કરા સાથે ભારે વરસાદ

  • જાફરાબાદના મીઠાપુરમાં કરા સાથે વરસાદ
    Divyabhaskar.com

May 18, 2019, 05:48 PM ISTઅમરેલી:વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. જાફરાબાદના નાગેશ્રી મીઠાપુરમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા છે. ખાંભાના બારમણે, ભુંડણી અને સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. તો બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત પણ મળી હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/rainfall-in-amreli-khambha-savarkundla-1558177560.html

કેવડાપરાની યુવતીનું ઝેરી જીવજંતુ કરડી જતાં મોત

DivyaBhaskar News Network

May 20, 2019, 05:50 AM IST
સાવરકુંડલા તાબાના કેવડાપરામા વાડી વિસ્તારમા રહેતી એક યુવતીને ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. અહી તબીબે તેને મૃત જાહેર કરી હતી.

યુવતીનુ ઝેરી જીવજંતુ કરડી જતા મોતની આ ઘટના સાવરકુંડલાના કેવડાપરામા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતી સોનલબેન દામજીભાઇ ગોહિલ (ઉ.વ.19) નામની યુવતીને કોઇ ઝેરી જીવજંતુ કરડી જતા તેને ઝેરની અસરતળે સાવરકુંડલા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામા આવી હતી.

અહી ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે મૃતક યુવતીના પિતા દામજીભાઇએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ જી.આર.ધાધલ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-kavadaparana39s-virulent-insect-bites-055040-4587742-NOR.html

ખોડીયાણા પાસે સિંહ દર્શન માટે ભીડ એકઠી થઇ છતાં વનતંત્ર ડોકાયંુ નહીં

DivyaBhaskar News Network

May 21, 2019, 05:51 AM IST
Amreli News - though the crowd gathered for a lion darshan kholijana would not have to worry 055120
મીતીયાળા અભ્યારણ્યમાં સાવજોની સંખ્યા ઘણી વધારે છે. વધતી સંખ્યા વચ્ચે હાલમાં મીતીયાળા અભ્યારણ્યમાં સાવજોને ખોરાક અને પાણી મળતા ન હોય આ સાવજો આસપાસના વિસ્તારમાં ખોરાક અને પાણીની શોધમાં ધસી જાય છે. મીતીયાળા અભ્યારણ્યની નજીક આંબરડી, બગોયા, ખોડીયાણા, આદસંગ વિગેરે વિસ્તારમાં સાવજોનો સતત વસવાટ રહે છે. આ સાવજો પાણીની શોધમાં આમથી તેમ ભટકતા રહે છે અને શિકારની શોધમાં પણ ભટકવુ પડે છે. આજે ખોડીયાણા અને બગોયા વચ્ચે ઘંટીયા વિસ્તારમાં આવેલી કડકધાર વિસ્તારમાં સાવજોની ટોળી ધસી આવી હતી.

સાવજોએ અહિં એક પશુનું મારણ કર્યુ હતું જેને નિહાળવા લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. અહિં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ થતી હોય લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે અહિં વન વિભાગમાંથી કોઇ કર્મચારી ડોકાયા ન હતાં. લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતા સાવજોની ભુખ્યા પેટે ભાગી જવુ પડયુ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-though-the-crowd-gathered-for-a-lion-darshan-kholijana-would-not-have-to-worry-055120-4593928-NOR.html

ધારીના દલખાણીયા રેન્જમાં ઇન્ફાઇટથી 7 માસના સિંહબાળનું મોત

DivyaBhaskar.com

May 28, 2019, 12:12 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • વન વિભાગે સિંહબાળના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો

અમરેલી: અમરેલીના ધારીમાં આવેલી દલખાણીયા રેન્જમાં વધુ એકસિંહબાળનું મોત થયું છે. દલખાણીયાના કરમદડી રાઉન્ડમાં 7 માસના સિંહળબાળનું મોત થયું છે. આ અંગે વન વિભાગે સિંહબાળનું ઇન્ફાઇથી મોત થયાનું જણાવ્યું છે. સિંહબાળનો કબ્જો મેળવી વન વિભાગે પીએમ માટે ખસેડ્યું છે. દલખાણીયા રેન્જમાં 23 સિંહોના વાઇરસથી મોત થયા હતા. ત્યારે આ રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત છે.
(રિપોર્ટ-જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/news/lion-cub-death-in-infight-at-dalakhaniya-range-of-amreli-1559026008.html


લાઠીના લુવારીયા ગામે સાવજે ત્રણ પશુનું મારણ કરી મિજબાની માણી

Divyabhaskar.com

May 31, 2019, 10:46 AM IST
In Luvariya village, LION KILLED 3 ANIMAL IN AMRELI

  • સાવજોના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ

અમરેલી:લાઠીના લુવારીયા ગામની સીમમાં આવેલા એક વાડીમાં ગઇકાલે એક ડાલામથ્થા સાવજે ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. સાવજના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહીં આવેલા પાનસુરીયા પરિવારની વાડીએ એક સિંહ શિકારની શોધમા આવી ચડ્યો હતો. આ સિંહે વાડીમાં એક વાછરડો અને એક વાછરડીને ફાડી ખાધા હતા અને એક ગાયને ઇજા પહોંચાડી હતી. ઘાયલ ગાયને જીવદયાપ્રેમીની મદદથી સારવાર આપવામા આવી હતી. જો કે સારવાર કારગત નિવડી ન હતી અને ગાયનુ પણ મોત નિપજયું હતુ. આમ અહી સિંહે ત્રણ પશુનું મારણ કરતા ગ્રામજનોમા પણ ફફડાટ ફેલાયો હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/in-luvariya-village-lion-killed-3-animal-in-amreli-1559279754.html