DivyaBhaskar.com
May 17, 2019, 11:33 AM IST
- બાઇક પાછળ મૃત પશુને બાંધી સિંહને મારણ માટે પાછળ દોડાવ્યો હતો
- સિંહની કૂતરા જેવી હાલત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો
અમરેલી: અમરેલીનાં લાઠી પંથકમાં પશુનું મારણ બતાવી
મારણની લાલચમાં સિંહને દોડાવીને પજવણીનો વીડિયો વાઇરલ થયા બાદ આ ઘટનામાં વન
વિભાગનો એક ટ્રેકર સકંજામાં આવ્યો છે અને રાજકોટ પાસીંગવાળી મોટર સાયકલનાં
નંબર સામે આવતા પજવણી સમયે સામેલ લોકોને વન વિભાગ શોધી રહ્યું છે.લાઠીના મતીરા રાઉન્ડમાં ઘટના બની હોવાનું સામે આવ્યું
પશુ બતાવી સિંહની કૂતરા જેવી હાલત કરતો એક વીડિયો વાયરલ થયા બાદ આ બાબત વન વિભાગને જાણમાં આવતા વન વિભાગનાં સીસીએફ વસાવડાએ તપાસના આદેશ જારી કર્યા હતા. ત્યારે પ્રથમ તો આ ઘટના અમરેલીના લાઠીના મતીરા રાઉન્ડની લુહારીયા વીડી પાસે આવેલ કૃષ્ણનગર હનુમાન મંદિરના પાછળનો ભાગનો વિસ્તાર હોવાનુ તપાસમાં સામે આવ્યું હતું.
નંબરના આધારે બાઇક માલિકની શોધખોળ
બાદમાં વન વિભાગે ઘટના સ્થળે હાજર બાઈકના નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કરતા આ બાઈકના નંબર રાજકોટ પાસીંગના હોવાનું ખુલતા નંબરના આધારે બાઈક માલીકની શોધખોળ ચાલી રહી છે. દરમિયાન આ અશોભનીય કહી શકાય તેવી ઘટનામાં વન વિભાગના એક ટ્રેકરની ભૂમીકા જણાતા તેને પણ સકંજામાં લઈ લીધો હોવાનુ જાણવા મળ્યું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/lion-video-viral-so-one-person-arrested-by-forest-department-of-amreli-1558072498.html
No comments:
Post a Comment