DivyaBhaskar News Network
May 20, 2019, 05:50 AM ISTસાવરકુંડલા તાબાના કેવડાપરામા વાડી વિસ્તારમા રહેતી એક યુવતીને ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. અહી તબીબે તેને મૃત જાહેર કરી હતી.
યુવતીનુ ઝેરી જીવજંતુ કરડી જતા મોતની આ ઘટના સાવરકુંડલાના કેવડાપરામા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતી સોનલબેન દામજીભાઇ ગોહિલ (ઉ.વ.19) નામની યુવતીને કોઇ ઝેરી જીવજંતુ કરડી જતા તેને ઝેરની અસરતળે સાવરકુંડલા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામા આવી હતી.
અહી ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે મૃતક યુવતીના પિતા દામજીભાઇએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ જી.આર.ધાધલ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-kavadaparana39s-virulent-insect-bites-055040-4587742-NOR.html
No comments:
Post a Comment