Monday, August 31, 2015

ભાલછેલમાં ચંદન-સાગના 75 વર્ષ જૂ નાં કિંમતી વૃક્ષો કાપ્યાં, મામલતદારને રજુઆત

  • DivyaBhaskar News Network
  • Aug 28, 2015, 09:00 AM IST
જૂનાગઢજિલ્લા મહેશ તાલુકાના ભાલછેલ નામના ખેડુતને આઠ શખ્સોએ ખેતરનો રસ્તો બંધ કરી ચાલવાની ના પાડી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. રસ્તામાં 75 વર્ષ જુના કિંમતી સાગ-ચંદનના લાકડાઓ કાપીને મુકી દીધા હતા. બાબતે ખેડૂતે ખેતરમાં વાવેતર ભગવાન ભરોસે રહ્યુ છે અને સરકાર દ્વારા પગલાં નહીં લેવાય તો આત્મ વિલોપનને અંતિ માર્ગ કીધો હતો.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ભાલછેદ ગામના ખેડૂત ઓઘડભાઇ કંડારીયાએ જણાવ્યું હતુ કે, તેમનાં ખેતરમાં રસ્તાના સેઢે રહેતા આઠ લોકોએ હથિયાર સાથે રસ્તા પર ચાલવાની ના પાડી હતી. રસ્તો માલિકીનો નથી તમારે અહીથી ચાલવું નહીઅને જો ચાલશો તો તમને મારી નાખીશ અને ગાળો આપી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ખેતરમાં ખેતી કરવા જઇ હક્તા હોવાથી તેમજ તેઓએ રસ્તામાં સાગના તેમજ ચંદનના 75 વર્ષ જુના વૃક્ષો કાપી રસ્તાને આડે મુકી દીધા હતા. સામાવાળાએ મામલતદાર ઓફીસમાં ફરીયાદો કરતાં ઓઘડભાઇએ કલેકટર સમક્ષ રજુઆત કરી કાનુની કાર્યવાહી કરી પગલા લેવા માંગ કરી હતી.

તેમજ ખેડૂતે આગળ જણાવ્યું હતું કે. અમે આજની તારીખે ખેતરમાં જઇ શક્તા નથી. ખેતી રોજીરોટી હોય, ખેતરમાં કરેલું વાવેતર રામ ભરોસે રાખ્યું છે અને અમને ન્યાય નહીં મળે તો આત્મ વિલોપનનો અંતિ માર્ગ રહ્યો છે.

તાલાલા : ઈકો ઝોન મુદ્દે ગીરનાં 25 સરપંચો હાઈકોર્ટમાં

તાલાલા : ઈકો ઝોન મુદ્દે ગીરનાં 25 સરપંચો હાઈકોર્ટમાં
  • Bhaskar News, Talala
  • Aug 28, 2015, 02:31 AM IST
- સેન્સેટીવ ઝોનને લઈ ગામોની અંદર ચાલતા મંજૂરી વગરનાં કામો અટકાવવા આદેશને પગલે રોષ
- સરપંચોની તાકીદે બેઠક મળી હાઇકોર્ટમાં લડત આપવાનું આયોજન કરાયું : ધારાસભ્યો પણ સાથે જોડાયા

તાલાલા : ગીર સમીપનાં તાલાલા તાલુકાની ગ્રામ્ય પ્રજા ઉપર સેન્સેટીવ ઝોનરૂપી વધુ એક આફત વરસી છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ ફરિયાદ સંદર્ભે ગત તા.6 ઓગષ્ટનાં હાઇકોર્ટએ ઇકો સેન્સેટીવ ઝોન હેઠળ આપતા ગામોમાં મંજૂરી વગરનાં બાંધકામ બંધકરાવવા આદેશ કર્યો હતો. ત્યારે તાલાલાનાં 25 ગામોનાં સરપંચોની ધાવા (ગીર)માં તાકીદે મીટીંગ મળેલ જેમાં હાઇકોર્ટમાં લડત આપવા રણનિતી બનાવી હતી.
 

તાલાલાનાં ધાવા (ગીર) ગામે સરપંચ વિજયભાઇ કનેરીયા દ્વારા બોલાવવામાં આવેલી મીટીંગમાં પૂર્વ સાસંદ ગોરધનભાઇ જાવીયા અગ્રણી નરસિંહભાઇ મકવાણા આંકોલવાડી જિલ્લા પંચાયતનાં સદસ્ય જીકાભાઇ સુવાગીયા સહિત ઇકો સેન્સેટીવ ઝોન હેઠળ આવતા 25 ગામોનાં સરપંચો ઉપસ્થિત રહેલ બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય જીકાભાઇ સુવાગીયાએ ઇકો સેન્સેવીવ ઝોનથી ઉભી થનારી મુશ્કેલી જેમ કે ખેતરોનાં રસ્તા રીપેર કરવા, પાણીની લાઇનો નાંખવી, વીજપોલ નાંખવા, બાંધકામ કરવુ, આ ખેડૂતો અને ગ્રામ્ય પ્રજાને લગતા દરેક પ્રક્રિયામાં વન વિભાગનાી એનઓસી અને મંજૂરી મેળવી ફરજિયાત છે. હાલ તાલાલા તાલુકાનાં વિવિધ ગામોનાં બીનખેતીનાં 150 થી વધુ પ્રકરણ ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં પેન્ડીંગ છે.
 
 
લાંબા સમયથી મંજૂરી મળતી નથી જેની પાછળ ઇકો સેન્સેટીવ ઝોનનાં સુચિત કાયદાથી વન વિભાગની મંજૂરી માંગવામાં આવે છે. વન વિભાગ સાથે ગીરની પ્રજાને જટીલ કાયદાથી છાશવારે ઘર્ષણ થાય જ છે. ત્યારે ઇકો સેન્સેટીવ ઝોન રૂપી આફત ગ્રામ્ય પ્રજાને બાનમાં લેવા સમાન હોય તાકીદે હાઇકોર્ટમાં આ અંગે કાયદાકીય લડાઇ આપવાની અપીલ કરતા તમામ સરપંચોએ સ્વિકાર કરીશ અને હાઇકોર્ટમાં લડત આપવા જરૂરી ફંડ ઉભુ કરવાની જરૂરિયાત સાથે આવતા મીટીંગમાં જ પાંચ લાખ રૂપિયાનું ફંડ સરપંચોએ પોતાના ગામોની સ્થિતી પ્રમાણે જાહેરાત કરી એકઠુ કરેલ અને ઇકો સેન્સેટીવ ઝોનનાં સુચીત કાયદા સામે સામૂહિત લડત આપવનો નિર્ધાર વ્યક્ત કરેલ છે.

લડત આપવા 5 ધારાસભ્યો હાઈકોર્ટમાં
ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં જંગલ સમીપનાં તાલુકા અને ગામડાને ઇકો સેન્સેટીવ ઝોનથી ભારે અસર થનાર હોય આ જિલ્લાઓનો વિકાસ અટકી જવા સાથે લોકોને ખેડૂતોને બાનમાં લેવા જેવા કાયદા સાથે લડત આપવા સોરઠનાં પાંચ ધારાસભ્યો જશુભાઇ બારડ (તાલાલા, સુત્રાપાડા), પુંજાભાઇ વંશ (ઊના), બાબુભાઇ વાજા (માંગરોળ-માળિયા), હર્ષદભાઇ રીબડીયા (વિસાવદર-ભેંસાણ), જવાહરભાઇ ચાવડા (માણાવદર-મેંદરડા) આ ધારાસભ્યો ઉપરાંત વિવિધ તાલુકાનાં 45 સરપંચો પણ હાઇકોર્ટમાં ગયા છે.

કાયદાકીય લડત માટે સરપંચો દ્વારા ફંડ
ધાવા (ગીર) નાં સરપંચ વિજય કનેરીયા (51,000), જશાપુરનાં સરપંચ પ્રવિણભાઇ ઠુમ્મર (51,000), બોરવાવ (ગીર) નાં સરપંચ પ્રકાશ બાપુ (51,000), ભીમદેવળનાં સરપંચ તનસુખપુરીબાપુ (31,000) ની જાહેરાત કરી હતી.

ઇકો સેન્સેટીવ ઝોન હેઠળ અા 25 ગામો
આંકોલવાડી, બોરવાવ, ધાવા, જાવંત્રી, ખીરદાર, જેપુર, રમળેચી, ચિત્રાવડ, હિરણવેલ, સાંગોદ્રા, ચિત્રોડ, બામણાસા, વાડલા, હડમતીયા, રાતીધાર, જશાધાર, ભોજદે, સુરવા, મોરૂકા, રસુલપરા, જશાપુર, લુશાળા, મંડોરણા, ધણેજ, અનીડા }જીતેન્દ્ર માંડવીયા

મેંદરડા-સાસણ વચ્ચેનો રોડ પહોળો થશે

  • DivyaBhaskar News Network
  • Aug 27, 2015, 07:45 AM IST
ઘણાલાંબા સમયથી માણાવદર તેમજ આજુબાજુના ગામના લોકોની રસ્તાને લઇને માંગણી રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી. જેનું રાજ્ય સરકાર દ્વારા માણાવદરનાં વિકાસ કામો મંજુર કરવામાં આવ્યાં છે. કેટલા લાંબા સમયથી વનવિભાગો દ્વારા મેંદરડા-સાસણના રોડની મંજુરી આપવામાં આવતી હતી. તે માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ મેંદરડા-સાસણનો રોડ પહોળો અને નવનિર્માણ કરવાનું મંજુર કરાવ્યું છે.

માણાવદર તેમજ આજુબાજુના ગામના લોકોની ઘણાં લાંબા સમયથી જાંબુડા ગામનો રોડ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. માંગણી મુજબ સરકારમાં સતત રજુઆત કરી પોતાની જનતા માટે સખત મહેનત કરનાર ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ જાંબુડાના રોડ માટે રૂ. 60 લાખ મંજુર કરાવ્યા છે તેમજ માણાવદરના મેંદરડા ખડીયા રોડનું 17 કિમીનો રોડ 19 કરોડ 75 લાખના ખર્ચે ફોર ટ્રેક પહોળો થવાનું કામ પણ મંજુર કરાવ્યા છે. સરકારે કામ મંજુર કરી કાર્યપાલક ઇજનેરને તાત્કાલીક ટેનડર પ્રક્રિયા હાથ ધરાવાને આદેશ કર્યો છે. વનવિભાગ દ્વારા મેંદરડા-સાસણનાં રોડની મંજુરી ઘણાં કેટલાય સમયથી આપવામાં આવતી નહોતી તે મેંદરડા-સાસણનો 9 કિમીનો રોડ રૂ.37 કરોડ 25 લાખના ખર્ચે પહોળો તેમજ નવનિર્માણ કરવા માટે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. કામો તરત શરૂ કરવાનું ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું છે.

જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ તેમનાં સેવક સમુદાય સાથે

જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ તેમનાં સેવક સમુદાય સાથે
  • DivyaBhaskar News Network
  • Aug 26, 2015, 05:50 AM IST
જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ તેમનાં સેવક સમુદાય સાથે જંગલનાં રસ્તેથી ભવનાથ અામકુ બીટમાં આવેલી કાશ્મીરીબાપુની જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં બંને સંતોએ મળી એકબીજાનાં ખબરઅંતર પૂછ્યા હતા. તકે સેવક સમુદાય બે સંતોનાં અદ્ભુત મિલનનો સાક્ષી બન્યો હતો. સામાન્ય રીતે વિઠ્ઠલબાપુ જગ્યા છોડીને ક્યાંય જતા નથી. પરંતુ કાશ્મીરીબાપુ પ્રત્યેની તેમની અપાર લાગણી તેમણે ખેંચી લાવી હતી. }મેહુલ ચોટલીયા

સંતોનું મિલન

જૂનાગઢ ગિરનારની ગોદમાં બિરાજમાન ચાર દાયકા જૂના ચંદ્ર મોલેશ્વર મહાદેવ

જૂનાગઢ ગિરનારની ગોદમાં બિરાજમાન ચાર દાયકા જૂના ચંદ્ર મોલેશ્વર મહાદેવ
  • DivyaBhaskar News Network
  • Aug 25, 2015, 03:55 AM IST
જૂનાગઢ ગિરનારની ગોદમાં બિરાજમાન ચાર દાયકા જૂના ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર અત્યારે અપૂજ અને ખંઢેર હાલતમાં છે.જેને લઇ શિવભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. પરંતુ શ્રાવણ માસ નિમીતે પવિત્ર યાત્રા ધામ બોર્ડનાં સભ્ય યોગી પઢીયાર, શૈલેષ દવે સહિતનાં લોકોએ શીવની પૂજા કરી હતી. }મેહુલ ચોટલીયા

અપૂજ મહાદેવની પૂજા

માણેકવાડા વાડી વિસ્તારમાંથી રાત્રે 8 ફૂટનો મગર પકડી લેવાયો

માણેકવાડા વાડી વિસ્તારમાંથી રાત્રે 8 ફૂટનો મગર પકડી લેવાયો
Bhaskar News, Keshod/ Manekvada

Aug 25, 2015, 00:20 AM IST
કેશોદ, માણેકવાડા: કેશોદ માણેકવાડા અને મઘરવાડાની સીમ નજીક આવેલ પરબતભાઈડાંગરના ખેતરમાં રાત્રે 11 વાગ્યે જોવા મળતા તેમણે ફોરેસ્ટવિભાગને જાણ કરી હતી. આથી અજાબ વનપાલ સહાયક સ્ટાફના એસ.બી. ચાવડા તેમની ટીમ સાથે માણેકવાડા સીમ ખાતે દોડી ગયા હતા અને ખેડૂત પરબતભાઈની વાડીમાં પહોંચી મગરને ઝડપી લેવા રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અને મગર કોઈ જાનહાનિ કે કોઈને ઈજા પહોંચાડે તે પહેલા ઝડપાઈ જતા માણેકવાડા અને મઘરવાડાના વાડી વિસ્તારના ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે માણેકવાડાના સરપંચ અલ્પાબેન મુકેશભાઈ સોનારાએ મગર પકડવા માટે વનવિભાગને રજુઆતો પણ કરી હતી.

શું કહે છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ?

રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.બી. ચાવડાએ જણાવ્યું હતું કે, આ મગર વાડી વિસ્તારમાં આવ્યો હોવાની અમને રાત્રે 11:30 કલાકે જાણ કરવામાં આવી હતી. અને બે કલાકની જહેમત બાદ આ મગરને ઝડપી લેવામાં આવ્યો હતો. આ અંદાજે 8 ફૂટ લંબાઈ ધરાવતો વિશાળકાય મગર 7 થી 8 વર્ષની ઉંમરનો અને માદા હોવાનું ફોરેસ્ટ અધિકારી ચાવડાએ જણાવ્યું હતું. રાણીંગપરા નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો તેને સાસણ મગર ઉછેર કેન્દ્રમાં મોકલી આપવામાં આવશે.

જાણો સિંહની મેટિંગ મેથડ: બારેમાસ સંવનન કરે, પણ ગર્ભધારણ ઓક્ટોબરમાં જ

Bhaskar News, Junagadh/ Liliya

Aug 24, 2015, 12:11 PM IST
- સિંહ બારેમાસ સંવનન કરે, પણ ગર્ભધારણ ઓક્ટોબરમાં જ
- મેટિંગ મેથડ: સંવનન કર્યા પછી પણ સિંહણનાં જનનાંગોમાં ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા થાય તો જ બચ્ચાંનો જન્મ થાય છે: જી સાયન્ટિસ્ટ

જૂનાગઢ લીલિયા: સિંહની વસતી સતત વધતી રહે એ માટે વનવિભાગ જ નહીં, સૌરાષ્ટ્રના લોકો ઇચ્છે  છે, પરંતુ બચ્ચાંના જન્મ માટે સિંહણના જનનાંગોમાં થતી આંતરિક પ્રક્રિયા પણ એટલી જ જવાબદાર છે. સિંહો બારેમાસ સંવનન કરે છે, પરંતુ ત્યાર પછી બચ્ચાં જન્મશે કે નહીં, એ બાબત સિંહણનાં જનનાંગોમાં થતી ઇન્ડ્યુસ પોરુલેશન નામની પ્રક્રિયા પર આધારિત હોય છે.

ચોમાસા અને શિયાળા દરમિયાન ઇન્ડ્યુસ પોરુલેશનની પ્રક્રિયા બીજી સિઝન કરતાં વધુ થતી હોય છે. એટલે જે મેટિંગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થાય તે દરમિયાન આ પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે, જેથી મેટિંગ સફળ રહે છે. એમ ડો. વાય. વી. ઝાલા કહે છે.

વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જી સાયન્ટિસ્ટ ડો. વાય. વી. ઝાલા કહે છે, સિંહોમાં બહુ ઓછા પ્રમાણમાં સિઝનલ બ્રીડિંગ જોવા મળે છે. તે બારે માસ મેટિંગ કરે છે, પણ મેટિંગ બાદ બચ્ચાં જન્મે કે નહીં, એ બાબત ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા પર આધારિત હોય છે.

આ પ્રક્રિયા સિંહણની રજપીંડ ગ્રંથિમાં થતી હોય છે. આ પ્રક્રિયા થાય તો જ સિંહણને બચ્ચાં જન્મે. ઘણી વાર સિંહ-સિંહણ વચ્ચે સંવનન થવા છત્તાં તેની ફલશ્રુતિ થતી નથી. તેની પાછળ પણ આજ પ્રક્રિયા જવાબદાર
બચ્ચાં આપ્યા બાદ સિંહણ બે વર્ષ મેટિંગ કરતી નથી

બચ્ચાં આપ્યા બાદ સામાન્ય રીતે સિંહણ બે વર્ષ સુધી મેટિંગ કરતી નથી, કારણ કે જો કોઈ બીજા નર મેટિંગમાં આવે તો બચ્ચાંને મારી ન નાખે. અમુક કિસ્સામાં બે વર્ષ પહેલાં પણ સિંહણ હીટમાં આવી જાય છે અને મેટિંગ કરે છે.
જો કોઈ નર સિંહ બચ્ચાંનો પિતા હોય તો બચ્ચાં તેની સાથે રહે છે. સામાન્ય રીતે બીજા કોઈ સિંહ સાથે બચ્ચાં રહેતાં નથી તેમ ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોષી જણાવે છે.

સિંહણ મેટિંગ બાદ 110 દિવસ બાદ બચ્ચાંને જન્મ આપે છે

ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા સિંહ ઉપરાંત વાઘ, દીપડામાં પણ થાય છે. સિંહણ મેટિંગ બાદ અંદાજે 110 દિવસ બાદ બચ્ચાંને જન્મ આપે છે. એટલે કે, તેનો ગર્ભાધાનકાળ 110 દિવસ હોય છે.