Monday, August 31, 2015

તાલાલા : ઈકો ઝોન મુદ્દે ગીરનાં 25 સરપંચો હાઈકોર્ટમાં

તાલાલા : ઈકો ઝોન મુદ્દે ગીરનાં 25 સરપંચો હાઈકોર્ટમાં
  • Bhaskar News, Talala
  • Aug 28, 2015, 02:31 AM IST
- સેન્સેટીવ ઝોનને લઈ ગામોની અંદર ચાલતા મંજૂરી વગરનાં કામો અટકાવવા આદેશને પગલે રોષ
- સરપંચોની તાકીદે બેઠક મળી હાઇકોર્ટમાં લડત આપવાનું આયોજન કરાયું : ધારાસભ્યો પણ સાથે જોડાયા

તાલાલા : ગીર સમીપનાં તાલાલા તાલુકાની ગ્રામ્ય પ્રજા ઉપર સેન્સેટીવ ઝોનરૂપી વધુ એક આફત વરસી છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ ફરિયાદ સંદર્ભે ગત તા.6 ઓગષ્ટનાં હાઇકોર્ટએ ઇકો સેન્સેટીવ ઝોન હેઠળ આપતા ગામોમાં મંજૂરી વગરનાં બાંધકામ બંધકરાવવા આદેશ કર્યો હતો. ત્યારે તાલાલાનાં 25 ગામોનાં સરપંચોની ધાવા (ગીર)માં તાકીદે મીટીંગ મળેલ જેમાં હાઇકોર્ટમાં લડત આપવા રણનિતી બનાવી હતી.
 

તાલાલાનાં ધાવા (ગીર) ગામે સરપંચ વિજયભાઇ કનેરીયા દ્વારા બોલાવવામાં આવેલી મીટીંગમાં પૂર્વ સાસંદ ગોરધનભાઇ જાવીયા અગ્રણી નરસિંહભાઇ મકવાણા આંકોલવાડી જિલ્લા પંચાયતનાં સદસ્ય જીકાભાઇ સુવાગીયા સહિત ઇકો સેન્સેટીવ ઝોન હેઠળ આવતા 25 ગામોનાં સરપંચો ઉપસ્થિત રહેલ બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય જીકાભાઇ સુવાગીયાએ ઇકો સેન્સેવીવ ઝોનથી ઉભી થનારી મુશ્કેલી જેમ કે ખેતરોનાં રસ્તા રીપેર કરવા, પાણીની લાઇનો નાંખવી, વીજપોલ નાંખવા, બાંધકામ કરવુ, આ ખેડૂતો અને ગ્રામ્ય પ્રજાને લગતા દરેક પ્રક્રિયામાં વન વિભાગનાી એનઓસી અને મંજૂરી મેળવી ફરજિયાત છે. હાલ તાલાલા તાલુકાનાં વિવિધ ગામોનાં બીનખેતીનાં 150 થી વધુ પ્રકરણ ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં પેન્ડીંગ છે.
 
 
લાંબા સમયથી મંજૂરી મળતી નથી જેની પાછળ ઇકો સેન્સેટીવ ઝોનનાં સુચિત કાયદાથી વન વિભાગની મંજૂરી માંગવામાં આવે છે. વન વિભાગ સાથે ગીરની પ્રજાને જટીલ કાયદાથી છાશવારે ઘર્ષણ થાય જ છે. ત્યારે ઇકો સેન્સેટીવ ઝોન રૂપી આફત ગ્રામ્ય પ્રજાને બાનમાં લેવા સમાન હોય તાકીદે હાઇકોર્ટમાં આ અંગે કાયદાકીય લડાઇ આપવાની અપીલ કરતા તમામ સરપંચોએ સ્વિકાર કરીશ અને હાઇકોર્ટમાં લડત આપવા જરૂરી ફંડ ઉભુ કરવાની જરૂરિયાત સાથે આવતા મીટીંગમાં જ પાંચ લાખ રૂપિયાનું ફંડ સરપંચોએ પોતાના ગામોની સ્થિતી પ્રમાણે જાહેરાત કરી એકઠુ કરેલ અને ઇકો સેન્સેટીવ ઝોનનાં સુચીત કાયદા સામે સામૂહિત લડત આપવનો નિર્ધાર વ્યક્ત કરેલ છે.

લડત આપવા 5 ધારાસભ્યો હાઈકોર્ટમાં
ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં જંગલ સમીપનાં તાલુકા અને ગામડાને ઇકો સેન્સેટીવ ઝોનથી ભારે અસર થનાર હોય આ જિલ્લાઓનો વિકાસ અટકી જવા સાથે લોકોને ખેડૂતોને બાનમાં લેવા જેવા કાયદા સાથે લડત આપવા સોરઠનાં પાંચ ધારાસભ્યો જશુભાઇ બારડ (તાલાલા, સુત્રાપાડા), પુંજાભાઇ વંશ (ઊના), બાબુભાઇ વાજા (માંગરોળ-માળિયા), હર્ષદભાઇ રીબડીયા (વિસાવદર-ભેંસાણ), જવાહરભાઇ ચાવડા (માણાવદર-મેંદરડા) આ ધારાસભ્યો ઉપરાંત વિવિધ તાલુકાનાં 45 સરપંચો પણ હાઇકોર્ટમાં ગયા છે.

કાયદાકીય લડત માટે સરપંચો દ્વારા ફંડ
ધાવા (ગીર) નાં સરપંચ વિજય કનેરીયા (51,000), જશાપુરનાં સરપંચ પ્રવિણભાઇ ઠુમ્મર (51,000), બોરવાવ (ગીર) નાં સરપંચ પ્રકાશ બાપુ (51,000), ભીમદેવળનાં સરપંચ તનસુખપુરીબાપુ (31,000) ની જાહેરાત કરી હતી.

ઇકો સેન્સેટીવ ઝોન હેઠળ અા 25 ગામો
આંકોલવાડી, બોરવાવ, ધાવા, જાવંત્રી, ખીરદાર, જેપુર, રમળેચી, ચિત્રાવડ, હિરણવેલ, સાંગોદ્રા, ચિત્રોડ, બામણાસા, વાડલા, હડમતીયા, રાતીધાર, જશાધાર, ભોજદે, સુરવા, મોરૂકા, રસુલપરા, જશાપુર, લુશાળા, મંડોરણા, ધણેજ, અનીડા }જીતેન્દ્ર માંડવીયા

No comments: