Bhaskar News, Junagadh/ Liliya
Aug 24, 2015, 12:11 PM IST
- સિંહ બારેમાસ સંવનન કરે, પણ ગર્ભધારણ ઓક્ટોબરમાં જAug 24, 2015, 12:11 PM IST
- મેટિંગ મેથડ: સંવનન કર્યા પછી પણ સિંહણનાં જનનાંગોમાં ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા થાય તો જ બચ્ચાંનો જન્મ થાય છે: જી સાયન્ટિસ્ટ
જૂનાગઢ લીલિયા: સિંહની વસતી સતત વધતી રહે એ માટે વનવિભાગ જ નહીં, સૌરાષ્ટ્રના લોકો ઇચ્છે છે, પરંતુ બચ્ચાંના જન્મ માટે સિંહણના જનનાંગોમાં થતી આંતરિક પ્રક્રિયા પણ એટલી જ જવાબદાર છે. સિંહો બારેમાસ સંવનન કરે છે, પરંતુ ત્યાર પછી બચ્ચાં જન્મશે કે નહીં, એ બાબત સિંહણનાં જનનાંગોમાં થતી ઇન્ડ્યુસ પોરુલેશન નામની પ્રક્રિયા પર આધારિત હોય છે.
ચોમાસા અને શિયાળા દરમિયાન ઇન્ડ્યુસ પોરુલેશનની પ્રક્રિયા બીજી સિઝન કરતાં વધુ થતી હોય છે. એટલે જે મેટિંગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થાય તે દરમિયાન આ પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે, જેથી મેટિંગ સફળ રહે છે. એમ ડો. વાય. વી. ઝાલા કહે છે.
વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જી સાયન્ટિસ્ટ ડો. વાય. વી. ઝાલા કહે છે, સિંહોમાં બહુ ઓછા પ્રમાણમાં સિઝનલ બ્રીડિંગ જોવા મળે છે. તે બારે માસ મેટિંગ કરે છે, પણ મેટિંગ બાદ બચ્ચાં જન્મે કે નહીં, એ બાબત ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા પર આધારિત હોય છે.
આ પ્રક્રિયા સિંહણની રજપીંડ ગ્રંથિમાં થતી હોય છે. આ પ્રક્રિયા થાય તો જ સિંહણને બચ્ચાં જન્મે. ઘણી વાર સિંહ-સિંહણ વચ્ચે સંવનન થવા છત્તાં તેની ફલશ્રુતિ થતી નથી. તેની પાછળ પણ આજ પ્રક્રિયા જવાબદાર
બચ્ચાં આપ્યા બાદ સિંહણ બે વર્ષ મેટિંગ કરતી નથી
બચ્ચાં આપ્યા બાદ સામાન્ય રીતે સિંહણ બે વર્ષ સુધી મેટિંગ કરતી નથી, કારણ કે જો કોઈ બીજા નર મેટિંગમાં આવે તો બચ્ચાંને મારી ન નાખે. અમુક કિસ્સામાં બે વર્ષ પહેલાં પણ સિંહણ હીટમાં આવી જાય છે અને મેટિંગ કરે છે.
જો કોઈ નર સિંહ બચ્ચાંનો પિતા હોય તો બચ્ચાં તેની સાથે રહે છે. સામાન્ય રીતે બીજા કોઈ સિંહ સાથે બચ્ચાં રહેતાં નથી તેમ ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોષી જણાવે છે.
સિંહણ મેટિંગ બાદ 110 દિવસ બાદ બચ્ચાંને જન્મ આપે છે
ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા સિંહ ઉપરાંત વાઘ, દીપડામાં પણ થાય છે. સિંહણ મેટિંગ બાદ અંદાજે 110 દિવસ બાદ બચ્ચાંને જન્મ આપે છે. એટલે કે, તેનો ગર્ભાધાનકાળ 110 દિવસ હોય છે.
No comments:
Post a Comment