Saturday, October 31, 2015

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસ થયો શરૂ

DivyaBhaskar News Network

Oct 31, 2015, 06:15 AM IST
જૂનાગઢ ઐતિહાસીક નગરી છે. જૂનાગઢમાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે દેશ-વિદેશનાં પ્રવાસીઓને વધુ આકર્ષી શકાય તે માટે ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ડિસેમ્બર માસનાં અંતિમ સપ્તાહમાં ગિરનારોત્સવ યોજાશે. જેની તૈયારી માટે આગામી તા. 2 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં મિટીંગ યોજાશે.

જૂનાગઢનાં ભવનાથમાં યોજાતા શિવરાત્રીનાં મેળા અને ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. તેમજ રજા અને વેકેશનનાં દિવસોમાં પણ જૂનાગઢમાં પ્રવાસીઓ આવતા રહે છે. જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ કરી શકાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવે તે માટે ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ભવનાથ, દામોદર કુંડ, ગિરનાર પર્વત પર અંબાજી માતા, ગુરૂ દતાત્રેય, વગેરે ધાર્મિક સ્થળો તેમજ ઉપરકોટ, મહોબ્બત મકબરા, બૌદ્ધ ગુફા, અશોકનો શિલાલેખ જેવા ઐતિહાસીક તથા પ્રાચીન સ્મારકો આવેલા છે.

તેમજ જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારોને આવરી લઇ મહોત્સવ યોજવામાં આવશે. આગામી ડિસેમ્બર માસનાં અંતિમ સપ્તાહમાં ગિરનારોત્સવ યોજાશે. ગિરનારોત્સવમાં સ્વચ્છ ભારત અભિયાન કલ્ચરલ પ્રોગ્રામ અને પરેડ જેવી જુદી-જુદી એક્ટિવીટીને સાંકળી લેવામાં આવે છે. હાલ ગિરનારોત્સવને લઇ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેને લઇ આગામી તા. 2 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાશે. જેમાં ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બરનાં અંતમાં ગિરનારોત્સવ

ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પાણીની તંગી સર્જાશે

DivyaBhaskar News Network

Oct 31, 2015, 06:10 AM IST
ગિરનારનીલીલી પરિક્રમા આગામી 22 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ચાલુ વર્ષે અોછા વરસાદનાં કારણે જંગલમાં કુદરતી પાણીનાં સ્ત્રોત ઓછા છે. પરિણામે પરિક્રમામાં પાણીની તંગી સર્જાશે. એવી રજૂઆત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટરે કરી છે.

ગિરનારની લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢિયારે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી કહ્યું હતું કે, ગતવર્ષની સરખામણીએ પીવાનાં પાણીની તંગી છે. ત્યારે વન વિભાગ હસ્તકનાં પાણીનાં બોર ચાલુ કરવા જોઇઅે. પરિક્રમામાં ત્રણ ઘોડી વિકટ છે. જગ્યાએ પાણી અને દવાની વ્યવસ્થા કરવી જોઇએ. પરિક્રમાનો સમગ્ર રૂટ તાત્કાલિક રીપેર કરવો જોઇએ. પરિક્રમામાં આવતી સેવાકીય સંસ્થાને એકજ જગ્યાઅેથી પરમીટ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. અને પાણીની વ્યવસ્થા પણ કરી દેવી જોઇએ. પરિક્રમા રૂટ પર રાત્રી રોકાણની મુખ્ય જગ્યાઓ પર સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા કરવી જેથી કરીને યાત્રાળુની સલામતી જળવાઇ રહે.

લોકો વન્ય સંપદાને નુકસાન કરે તે માટે સુત્રો લખવા જોઇએ. તેમજ તમામ તૈયારીઅો પૂર્ણ થયા બાદ વહિવટી તંત્ર, વન વિભાગ, સાધુ-સંતો, સામાજીક સંસ્થાઓ, રાજકીય પ્રતિનિધીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવું જોઇએ. તેમજ જે ભયજનક ઘોડીઓ છે ત્યાં દુર્ઘટના સર્જાય તે માટે બંદોબસ્ત ગોઠવવો જોઇએ.

2જી નવેમ્બરે પરિક્રમાને લઇ બેઠક

ગિરનારનીપરિક્રમાને લઇ તૈયારીઓ ચાલી રહી છે. યાત્રાળુઓની સુખાકારી તેમજ સુવિધા માટે આયોજન થઇ રહ્યું છે. જેને લઇ તા. 2 નવેમ્બરનાં રોજ કલેક્ટર કચેરીમાં એક મિટીંગનું આયોજન કરાયું છે.

ભાવનગરનાં યાત્રાળુનું ગિરનાર જંગલમાં મોત ભાવનગરનાં યાત્રાળુનું ગિરનાર જંગલમાં મોત

DivyaBhaskar News Network

Oct 30, 2015, 06:15 AM IST
ગિરનારજંગલનાં અસાયબાપીરની જગ્યાની બાજૂ માંથી ભાવનગર જિલ્લાનાં યાત્રાળુનો મૃતદેહ મળી આવ્યો હતો.ભવનાથ પોલીસે તેનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.

ગિરનાર જંગલમાં આવેલા અસાયબાપીરની જગ્યાથી 200 મીટર અંદર જંગલમાં મૃતદેહ પડયાની જાણ ભવનાથ પોલીસને જતા પીએસઆઇ એસ.બી.પરમાર અને સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તપાસ કરતા મૃતક ભાવનગર જિલ્લાનાં પાલડી ગામનાં ગોયાણી ધરમસીભાઇ હરજીભાઇ હોવાની જાણા મળ્યુ હતુ.પોલીસ તેના પરિવાર જનનો સંર્પક કરી જાણ કરી હતી.તેમજ કયા કારણે મોત થયુ તેની તપાસ હાથ ધરી હતી.

ગીર અભયારણમાં હવે 100 ટકા ઓનલાઇન બુકીંગ થશે

DivyaBhaskar News Network

Oct 28, 2015, 04:00 AM IST
ગીરનેશનલ પાર્ક ઓથોરીટી દ્વારા આગામી તા.1 લી નવેમ્બરે 100 ટકા ઓનલાઇન બુકીંગ કરી શકે તેવી સુવિધા પૂરી પાડી હતી. કેમકે મુલાકાતીઓને બુકીંગમાં પરેશાની થતી હતી પગલાને ધ્યાને લઇ વન વિભાગે આયોજન કર્યુ છે.

એશીયાઇ સિંહોની વાસહત ધરાવતા ગીર અભ્યારણની સુવિધમાં વધારો કર્યો હતો. જેમાં ગીર નેશનલ પાર્ક ઓથોરીટી દ્વારા અભ્યારણની સવારની વહેલી (6 થી 9 કલાકની) ટ્રીપ માટે 100 ટકા ઓનલાઇન બુકીંગ કરી શકશે. પહેલા 50 ટકા સુવિધા આપવામાં આવતી હતી. જેમાં વધારો કરવામાં આવ્યો હતો. ગીર પંથકમાં દેશ વિદેશથી સિંહ દર્શન માટે લાખો સહેલાણીઓ આવતા હોય છે અને તાજેતરમાં એક ખુલાસો થયો હતો કે અભ્યારણમાં કાળાબજાર થાય છે. મુલાકાતીઓ પાસેથી મસમોટી ફી લઇ તેમને કાળા બજારીયાઓ લૂંટી રહ્યા છે અને ચાર્જ કરતા વધુ ચાર્જ ચૂકવવો પડે છે. સાસણ આવતા ટૂરીસ્ટો લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમંથી મૂક્તિ મળશે અને જરૂરી ડોક્યુમેન્ટની માહિતી ઓનલાઇન મૂકી શકશે તેમવન્યપ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું.

ગિરનારમાં લીલી પરિક્રમા માટેની તૈયારીઓ માટે બેઠક

DivyaBhaskar News Network

Oct 28, 2015, 04:00 AM IST
જૂનાગઢનાંગિરનારમાં લીલી પરિક્રમા માટે લાખો યાત્રાળુઓ અવર જવર કરતા હોય છે. ત્યારે અા કાર્યક્રમની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે તા. 30નાં રોજ અધિકારીઓની બેઠક મળશે. અને તા. 22 નવેમ્બરે લીલી પરિક્રમાં પ્રવાસીઓ માટે પ્રારંભ કરાશે.

જૂનાગઢનાં ગરવા ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમાં તા. ૨૨ થી શરૂ થનાર છે. પરિક્રમામાં દર વર્ષે લાખો યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે માટે આગામી સમયમાં માટેની પ્રક્રિયા કરવામાં આવશે. લીલી પરીક્રમાનાં સુચારૂ આયોજનાર્થે વિવિધ ખાતા- કચેરીઓનો લગત કામગીરીના આયોજનાર્થે અને અમલીકરણ સંબંધે કલેક્ટર આલોકકુમારનાં અધ્યક્ષ સ્‍થાને કલેકટર કચેરીનાં મીટીંગ હોલમાં તા. 30નાં રોજ 11:30 કલાકે બેઠક યોજાશે. બેઠકમાં લીલી પરિક્રમાં સંલગ્ન વિભાગોનાં અમલીકરણ અધિકારીઓએ તેમનાં વિભાગને લગત આધુનિક માહિતી સાથે બેઠકમાં ઉપસ્‍થિત રહેવા માટે અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી આર.જી.જાડેજાની યાદીમાં જણાવાયુ છે

સક્કરબાગની જેમ ભોપાલમાં લાયન સફારી, સિંહો મોકલાશે

DivyaBhaskar News Network

Oct 28, 2015, 03:55 AM IST
જૂનાગઢમાંસક્કરબાગ ઝુનાં નર-માદા સિંહોની જોડીને મધ્યપ્રદેશનાં પાટનગર ભોપાલ ખાતેનાં સફારી પાર્કમાં મોકલવામાં આવનાર છે. ભોપાલનાં વન વિહાર ખાતે માટે ખાસ 20 હેક્ટરનો વિસ્તાર ખાસ લાયન સફારી માટેજ સુનિશ્ચિત કરાયો છે. જેમાં લોકો જીપમાં બેસીને વિહરતા સિંહોને નિહાળી શકે. મધ્યપ્રદેશનાં વનવિભાગે સમાચારને પુષ્ટિ આપી છે. જ્યારે ગુજરાતનો વનવિભાગ બાબતે મૌન સેવી રહ્યો છે.

મધ્યપ્રદેશ વનવિભાગનાં વડા નરેન્દ્રકુમારે અંગેની માહિતી આપી હતી. જેમાં જણાવાયું હતું કે, ભોપાલ સ્થિત 445 હેક્ટરમાં પથરાયેલા વન વિહાર નામનાં સફારી પાર્કમાં ખાસ લાયન સફારી શરૂ કરવા માટે 20 હેક્ટર વિસ્તારને ખાસ લાયન સફારી માટે તૈયાર કરાયો છે. જેમાં લોકો જીપમાં બેસીને સિંહોને નિહાળી શકે. અહીં જૂનાગઢનાં સક્કરબાગ ઝુમાંથી નર-માદા સિંહોની જોડી મોકલવામાં આવનાર છે. માટે બંને રાજ્યોનાં વનવિભાગે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી પાસે મંજૂરી માંગી હતી. જેને મંજૂરી આપી દેવાઇ છે. અંગે નરેન્દ્રકુમારે કહ્યું હતું કે, આગામી મહિને સિંહો ભોપાલનાં વન વિહારમાં જોવા મળી શકશે. જોકે, મામલે ગુજરાતનું વનવિભાગ મૌન સેવી રહ્યું છે. અા વાતને પુષ્ટિ પણ નથી આપી તો નકારી પણ નથી. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ જોકે, મંજૂરી ગત વર્ષેજ આપી દીધી હોવાનું પણ મ.પ્ર.નાં વનવિભાગે જણાવ્યું હતું.

પરમીટ માટે 100 ટકા ઓન લાઇન બુકીંગ

Bhaskar News, Talala

Oct 27, 2015, 00:17 AM IST

પરમીટ માટે 100 ટકા ઓન લાઇન બુકીંગ

પ્રવાસીઓને લાઇનમાં ઉભા રહેવા છતાં પરમીટ મળશે કે કેમ તે અંગે મુશ્કેલી પડતી હોય ગીર ઓથોરીટી સમિતીની તાકીદની મળેલી બેઠકમાં સિંહ દર્શન માટે સવારનાં 6 થી 9 ની ટ્રીપનું 100 ટકા બુકીંગ 1 નવેમ્બરથી ઓનલાઇન કરવાનો નિર્ણય લેવાયો હતો. વન વિભાગની WWW.girlion.inની સાઇટમાંથી તા.27 નાં મધરાતથી ઓનલાઇન બુકીંગ કરી શકાશે એમ ડો.સંદિપકુમારે જણાવ્યું હતું.