DivyaBhaskar News Network
Oct 28, 2015, 03:55 AM IST
જૂનાગઢમાંસક્કરબાગ
ઝુનાં નર-માદા સિંહોની જોડીને મધ્યપ્રદેશનાં પાટનગર ભોપાલ ખાતેનાં સફારી
પાર્કમાં મોકલવામાં આવનાર છે. ભોપાલનાં વન વિહાર ખાતે માટે ખાસ 20 હેક્ટરનો
વિસ્તાર ખાસ લાયન સફારી માટેજ સુનિશ્ચિત કરાયો છે. જેમાં લોકો જીપમાં
બેસીને વિહરતા સિંહોને નિહાળી શકે. મધ્યપ્રદેશનાં વનવિભાગે સમાચારને પુષ્ટિ
આપી છે. જ્યારે ગુજરાતનો વનવિભાગ બાબતે મૌન સેવી રહ્યો છે. Oct 28, 2015, 03:55 AM IST
મધ્યપ્રદેશ વનવિભાગનાં વડા નરેન્દ્રકુમારે અંગેની માહિતી આપી હતી. જેમાં જણાવાયું હતું કે, ભોપાલ સ્થિત 445 હેક્ટરમાં પથરાયેલા વન વિહાર નામનાં સફારી પાર્કમાં ખાસ લાયન સફારી શરૂ કરવા માટે 20 હેક્ટર વિસ્તારને ખાસ લાયન સફારી માટે તૈયાર કરાયો છે. જેમાં લોકો જીપમાં બેસીને સિંહોને નિહાળી શકે. અહીં જૂનાગઢનાં સક્કરબાગ ઝુમાંથી નર-માદા સિંહોની જોડી મોકલવામાં આવનાર છે. માટે બંને રાજ્યોનાં વનવિભાગે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી પાસે મંજૂરી માંગી હતી. જેને મંજૂરી આપી દેવાઇ છે. અંગે નરેન્દ્રકુમારે કહ્યું હતું કે, આગામી મહિને સિંહો ભોપાલનાં વન વિહારમાં જોવા મળી શકશે. જોકે, મામલે ગુજરાતનું વનવિભાગ મૌન સેવી રહ્યું છે. અા વાતને પુષ્ટિ પણ નથી આપી તો નકારી પણ નથી. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ જોકે, મંજૂરી ગત વર્ષેજ આપી દીધી હોવાનું પણ મ.પ્ર.નાં વનવિભાગે જણાવ્યું હતું.
No comments:
Post a Comment