Monday, November 13, 2017

બરડામાં 10 માસથી સરિતા સિંહવિહોણી


DivyaBhaskar News Network | Last Modified - Nov 05, 2017, 04:45 AM IST
એશિયાઈ સિંહોના જીનનું સંરક્ષણ, સંવર્ધન કરવાના ઉદેશ્યથી સિંહ જીનપુલ સેન્ટરની સ્થાપના કરાઇ યુવરાજના મોતનાં...
બરડામાં 10 માસથી સરિતા સિંહવિહોણી
એશિયાઈ સિંહોના જીનનું સંરક્ષણ, સંવર્ધન કરવાના ઉદેશ્યથી સિંહ જીનપુલ સેન્ટરની સ્થાપના કરાઇ

યુવરાજના મોતનાં મહિનાઓ વિતી ગયા બાદ પણ બરડામાં બીજો સિંહ લાવવામાં આવ્યો

એશિયાઈસિંહોના જીનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના ઉદેશ્યથી પોરબંદરના બરડાપંથકમાં સિંહ જીનપુલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. સાત વિરડા નેશ ખાતે લાયન એન્ક્લોઝર તથા લાયન એનિમલ હાઉસ બનાવવામાં આવ્યા હતા. જેમાં ગત તા. 13/10/2014 ના રોજ સિંહ યુવરાજ અને સરિતા તેમજ નાગરાજ અને પાર્વતી નામના બે સિંહ યુગલોને લાવવામાં આવ્યા હતા અને તેમનું યોગ્ય જતન પણ કરવામાં આવતું હતું. જેમાં બે સિંહ યુગલો પૈકી યુવરાજ નામના સિંહનું 10 માસ પહેલા બિમારી સબબ મોત નિપજ્યું હતું. જેને લઈને સરિતા એકલી પડી ગઈ છે. યુવરાજના મૃત્યુને 10 માસ વિતી ગયા તેમ છતાં પણ હજુસુધી વનવિભાગ દ્વારા અન્ય સિંહને કેમ નથી લાવવામાં આવ્યો તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

બરડા પંથકના અભ્યારણ્યમાં બે સિંહયુગલોને લાવવામાં આવ્યા હતા અને તેમનું યોગ્ય જતન પણ કરવામાં આવતું હતું. નાગરાજ અને પાર્વતીએ બે સિંહબાળને જન્મ આપ્યો હતો. તો બીજી તરફ બે સિંહયુગલો પૈકી યુવરાજ નામનો સિંહ એક સપ્તાહથી બિમાર હતો અને વેટરનરી ડોક્ટર પોરબંદર તથા સક્કરબાગ-જૂનાગઢ વેટરનરી ઓફિસરની સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં પણ 30 ડિસેમ્બરના રોજ યુવરાજનું મોત થયું હતું. યુવરાજના મોતને લઈને સરિતા નામની સિંહણ એકલી થઈ ગઈ હતી. યુવરાજના મોતને 10 માસ જેટલો સમય વિતી ગયો તેમ છતાં પણ હજુ સુધી બરડાપંથકના અભ્યારણ્યમાં સિંહ લાવવામાં આવ્યો નથી તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. સિંહવિહોણી સરિતા એકલી થઈ ગઈ છે. ત્યારે બરડા અભ્યારણ્યમાં ક્યારે સિંહને લાવવામાં આવશે અને ફરીથી સરિતાની જોડી જામશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

જૂનાગઢ સીદી સમાજ દ્વારા તંત્રને આવેદન અપાયું

DivyaBhaskar News Network | Last Modified - Nov 05, 2017, 04:40 AM IST
તાલાળાતાલુકાના ગુંદરણ ગામે તાજેતરમાં બનેલી મારામારીની ઘટનામાં ન્યાયીક તપાસની માંગ ઉઠવા પામી છે. મામલે જૂનાગઢ...
જૂનાગઢ સીદી સમાજ દ્વારા તંત્રને આવેદન અપાયું
તાલાળાતાલુકાના ગુંદરણ ગામે તાજેતરમાં બનેલી મારામારીની ઘટનામાં ન્યાયીક તપાસની માંગ ઉઠવા પામી છે.

મામલે જૂનાગઢ સીદી સેવા સમાજે જિલ્લા વહિવટી તંત્રને આવેદન આપી સત્વરે યોગ્ય કરવા રજુઆત કરી છે. આવેદનમાં પ્રમુખ નુરમામદ મકવાણાએ જણાવ્યું છે કે ગત તા.28 ઓકટોબરના રોજ ગુંદરણ ગામે આહિર અને સીદી આદીવાસી જ્ઞાતિના લોકો વચ્ચે કોઇ કારણોસર મારામારી સર્જાઇ હતી. જોકે ઘટનામાં પોલીસે દોષીતોને સજા કરવાના બદલે તેને છાવરી અને નિર્દોષ પર જુલ્મ કર્યો છે.ઉપરાંત મોટા માથાની બાદબાકી કરી દેવામાં આવી છે.ત્યારે બનાવમાં ન્યાયીક તપાસ કરવામાં આવે અને નિર્દોષ સજાનો ભોગ બને અને દોષિત વ્યકિતને સજા મળે તેવી કાર્યાવહી કરવા માંગ છે. ઉપરાંત ઘટના બાદ ઉશ્કેરણીજનક ભાષણ કરી ગામની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનારને પણ સજા કરવાની માંગ કરાઇ છે.

ગિરનારની લીલી પરિક્રમા બાદ બોરદેવીમાં સફાઇ કરાઇ

Bhaskar News, Junagadh | Last Modified - Nov 05, 2017, 01:07 AM IST
ગિરનારની લીલી પરિક્રમા 8.68 લાખ લોકોએ પૂર્ણ કરી છે. કેટલાક યાત્રાળુઓએ પરિક્રમા રૂટ ઉપર પ્લાસ્ટિક ફેક્યું હતું
ગિરનારની લીલી પરિક્રમા બાદ બોરદેવીમાં સફાઇ કરાઇ
ગિરનારની લીલી પરિક્રમા બાદ બોરદેવીમાં સફાઇ કરાઇ
જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઇ છે. પરિક્રમા રૂટ ઉપર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ઠલવાયું છે ત્યારે જુદી-જુદી સંસ્થાઅો દ્વારા સફાઇ કરવામાં આવી રહી છે. જૂનાગઢ દેવીપુજક ગૃપ દ્વારા બોરદેવી ખાતે સફાઇ કરવામાં આવી હતી.

ગિરનારની લીલી પરિક્રમા 8.68 લાખ લોકોએ પૂર્ણ કરી છે. કેટલાક યાત્રાળુઓએ પરિક્રમા રૂટ ઉપર પ્લાસ્ટિક ફેક્યું હતું. પરિક્રમા બાદ હવે જૂનાગઢની જુદી-જુદી સામાજીક સંસ્થાઓ દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ દેવી પુજક સમાજનાં દેવી ગૃપ દ્વારા શનિવારે બોરદેવી ખાતે શ્રમયજ્ઞ કરવામાં આવ્યો હતો. દેવી ગૃપનાં યુવાનોએ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કર્યો હતો.

ગિરનાર પરિક્રમા: વન વિભાગે ગાંજો, દારૂ, ચલમ, છરી- ચાકા જપ્ત કર્યા


Bhaskar News, Junagadh | Last Modified - Nov 03, 2017, 11:25 PM IST
યાત્રાળુઓ જંગલમાં આવેલા પાણીનાં કુદરતી સ્ત્રોતમાં સાબુ,પાવડર, શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે
ચેકીંગ દરમિયાન અનેક યાત્રાળુઓ પાસેથી ગાંજો, દારૂ, ચલમ, છરી, માવા, તમાકું, સાબુ, શેમ્પુ મળી આવ્યા હતાં
ચેકીંગ દરમિયાન અનેક યાત્રાળુઓ પાસેથી ગાંજો, દારૂ, ચલમ, છરી, માવા, તમાકું, સાબુ, શેમ્પુ મળી આવ્યા હતાં
જૂનાગઢ: ગિરનારની પરિક્રમા પૂર્ણ થઇ છે. પાંચ દિવસ સુધી વન વિભાગનો સ્ટાફ જંગલમાં ખડે પગે રહ્યો હતો. એસીએફ બી.કે ખટાણા, આર. સિન્થીલકુમાર,આરએફઓ એસ.ડી.ટીલાળા, જે.એ.મિયાત્રાનાં માર્ગદર્શનમાં વન વિભાગનાં સ્ટાફે અસામાજીક તત્વો ઉપર કાર્યવાહી કરી હતી. પરિક્રમાનાં રૂટ ઉપર ઠેર-ઠેર ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન અનેક યાત્રાળુઓ પાસેથી ગાંજો, દારૂ, ચલમ, છરી, માવા, તમાકું, સાબુ, શેમ્પુ મળી આવ્યા હતાં.
સાબુ-પાવડર વાળા પાણી વન્ય પ્રાણી પી શકતા નથી
યાત્રાળુઓ જંગલમાં આવેલા પાણીનાં કુદરતી સ્ત્રોતમાં સાબુ,પાવડર, શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે. સાબુ-પાવડર વાળા પાણી વન્ય પ્રાણી પી શકતા નથી. તેમજ માછલા સહિતનાં જીવને પણ નુકસાની થાય છે.
માવા, તમાકુની પડીકી એકત્ર કરવી મુશ્કેલ
પ્લાસ્ટિકની મોટી થેલી એકત્ર કરવામાં મુશ્કેલી પડતી નથી પરંતુ માવા,તમાકુ,શેમ્પુની નાના-નાની પડીકીઓ એકત્ર કરવામાં વન વિભાગ અને અન્ય સંસ્થાઓને મુશ્કેલી પડે છે. વન વિભાગે માવા,તમાકુ, શેમ્પુનો જથ્થો જપ્ત કર્યો હતો.

70 થી વધુ કર્મીઓએ 90 ટન કચરો, 25 બોરા પ્લાસ્ટીકનો કર્યો નિકાલ

Bhaskar News, Junagadh | Last Modified - Nov 03, 2017, 11:32 PM IST
જૂનાગઢમાં ગરવા ગીરનાર ફરતેની યોજાયેલી લીલી પરિક્રમા પૂર્ણતાના આરે પહોંચી છે
જૂનાગઢ: જૂનાગઢમાં ગરવા ગીરનાર ફરતેની યોજાયેલી લીલી પરિક્રમા પૂર્ણતાના આરે પહોંચી છે. વિધીવત રીતે 4 નવેમ્બરના રોજ પરિક્રમા પૂર્ણ થશે પરંતુ લગભગ જંગલ ખાલી થઇ ગયું છે. લોકો પરિક્રમા પૂર્ણ કરી પોતાના વતન ભણી રવાના થઇ ગયા છે. હવે મનપા દ્વારા સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા મનપાના સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ અતુલ મકવાણાના જણાવ્યા અનુસાર કમિશ્નર વી.જે. રાજપુતની સુચના અને નાયબ કમિશ્નર એમ. કે. નંદાણીયાના માર્ગદર્શન હેઠળ70 થી વધુ કર્મીઓએ ભવનાથમાં સફાઇ શરૂ કરી છે જેમાં 90 ટન કચરો, 25 બોરા પ્લાસ્ટીકનો નિકાલ કરાયો છે. આ ઉપરાંત ભવનાથના અનેક રોડમાં પણ સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દામોદર કુંડની પણ સફાઇ કરવામાં આવી છે. હજુ 1 અઠવાડિયા સુધી આ કામગીરી કરવામાં આવશે.

જુનાગઢ: સાવજોએ ગાયનું મારણ કર્યુ, ઘટના થઇ કેમેરામાં કેદ


Jayesh Ghondhiya, Junagadh | Last Modified - Nov 04, 2017, 04:11 AM IST
માળિયાહાટીનાનાં ચોરવાડ ગામે શુક્રવારે બપોરનાં અરસામાં સાવજોએ બે વ્યકિતને તિક્ષણ ન્હોર મારી ઘાયલ કર્યા હતાં
સિંહણે મધરાત્રીનાં સમયે ગાયને શિકાર કરી મિજબાની માણી રહી હોવાનો દ્રશ્ય કેમેરામાં ક્લીક થઇ ગયા
+9 બીજી સ્લાઈડ્સ જુઓ
સિંહણે મધરાત્રીનાં સમયે ગાયને શિકાર કરી મિજબાની માણી રહી હોવાનો દ્રશ્ય કેમેરામાં ક્લીક થઇ ગયા
ગડુ: માળિયાહાટીનાનાં ચોરવાડ ગામે શુક્રવારે બપોરનાં અરસામાં સાવજોએ બે વ્યકિતને તિક્ષણ ન્હોર મારી ઘાયલ કર્યા હતાં. જયારે ખેરા ગામે એક વાડીમાં બે સાવજોએ ગાયનું મારણ કર્યુ હતું.

ગિરનાર જંગલ ખાલી, 8.67 લાખ લોકોએ પરિક્રમા કરી


DivyaBhaskar News Network | Last Modified - Nov 04, 2017, 05:40 AM IST
ગિરનારનીલીલી પરિક્રમાનો પ્રારંભ મંગળવારે મધ્ય રાત્રીથી થયો હતો. પરિક્રમા વહેલી શરૂ થઇ હોવાનાં કારણે વહેલી...
ગિરનાર જંગલ ખાલી, 8.67 લાખ લોકોએ પરિક્રમા કરી
ગિરનારનીલીલી પરિક્રમાનો પ્રારંભ મંગળવારે મધ્ય રાત્રીથી થયો હતો. પરિક્રમા વહેલી શરૂ થઇ હોવાનાં કારણે વહેલી પૂર્ણ થઇ ગઇ છે. પરિક્રમા પૂર્ણ થતા ગિરનાર જંગલ અને ભવનાથ ખાલી થઇ ગયું છે. ચાલુ વર્ષે કુલ 8,67,818 ભાવિકો વન વિભાગનાં ચોપડે નોંધાયા છે. ગિરનારની પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા પરિક્રમા શરૂ થઇ ગઇ હતી. પરિક્રમા સત્તાવાર તા. 4 નવેમ્બરનાં પૂર્ણ થશે.