DivyaBhaskar News Network | Last Modified - Nov 05, 2017, 04:45 AM IST
એશિયાઈ સિંહોના જીનનું સંરક્ષણ, સંવર્ધન કરવાના ઉદેશ્યથી સિંહ જીનપુલ સેન્ટરની સ્થાપના કરાઇ
યુવરાજના મોતનાં...
એશિયાઈ સિંહોના જીનનું સંરક્ષણ, સંવર્ધન કરવાના ઉદેશ્યથી સિંહ જીનપુલ સેન્ટરની સ્થાપના કરાઇ યુવરાજના મોતનાં મહિનાઓ વિતી ગયા બાદ પણ બરડામાં બીજો સિંહ લાવવામાં આવ્યો
એશિયાઈસિંહોના જીનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના ઉદેશ્યથી પોરબંદરના બરડાપંથકમાં સિંહ જીનપુલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. સાત વિરડા નેશ ખાતે લાયન એન્ક્લોઝર તથા લાયન એનિમલ હાઉસ બનાવવામાં આવ્યા હતા. જેમાં ગત તા. 13/10/2014 ના રોજ સિંહ યુવરાજ અને સરિતા તેમજ નાગરાજ અને પાર્વતી નામના બે સિંહ યુગલોને લાવવામાં આવ્યા હતા અને તેમનું યોગ્ય જતન પણ કરવામાં આવતું હતું. જેમાં બે સિંહ યુગલો પૈકી યુવરાજ નામના સિંહનું 10 માસ પહેલા બિમારી સબબ મોત નિપજ્યું હતું. જેને લઈને સરિતા એકલી પડી ગઈ છે. યુવરાજના મૃત્યુને 10 માસ વિતી ગયા તેમ છતાં પણ હજુસુધી વનવિભાગ દ્વારા અન્ય સિંહને કેમ નથી લાવવામાં આવ્યો તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
બરડા પંથકના અભ્યારણ્યમાં બે સિંહયુગલોને લાવવામાં આવ્યા હતા અને તેમનું યોગ્ય જતન પણ કરવામાં આવતું હતું. નાગરાજ અને પાર્વતીએ બે સિંહબાળને જન્મ આપ્યો હતો. તો બીજી તરફ બે સિંહયુગલો પૈકી યુવરાજ નામનો સિંહ એક સપ્તાહથી બિમાર હતો અને વેટરનરી ડોક્ટર પોરબંદર તથા સક્કરબાગ-જૂનાગઢ વેટરનરી ઓફિસરની સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં પણ 30 ડિસેમ્બરના રોજ યુવરાજનું મોત થયું હતું. યુવરાજના મોતને લઈને સરિતા નામની સિંહણ એકલી થઈ ગઈ હતી. યુવરાજના મોતને 10 માસ જેટલો સમય વિતી ગયો તેમ છતાં પણ હજુ સુધી બરડાપંથકના અભ્યારણ્યમાં સિંહ લાવવામાં આવ્યો નથી તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. સિંહવિહોણી સરિતા એકલી થઈ ગઈ છે. ત્યારે બરડા અભ્યારણ્યમાં ક્યારે સિંહને લાવવામાં આવશે અને ફરીથી સરિતાની જોડી જામશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
No comments:
Post a Comment