Bhaskar News, Junagadh | Last Modified - Nov 03, 2017, 11:25 PM IST
યાત્રાળુઓ જંગલમાં આવેલા પાણીનાં કુદરતી સ્ત્રોતમાં સાબુ,પાવડર, શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે
જૂનાગઢ: ગિરનારની
પરિક્રમા પૂર્ણ થઇ છે. પાંચ દિવસ સુધી વન વિભાગનો સ્ટાફ જંગલમાં ખડે પગે
રહ્યો હતો. એસીએફ બી.કે ખટાણા, આર. સિન્થીલકુમાર,આરએફઓ એસ.ડી.ટીલાળા,
જે.એ.મિયાત્રાનાં માર્ગદર્શનમાં વન વિભાગનાં સ્ટાફે અસામાજીક તત્વો ઉપર
કાર્યવાહી કરી હતી. પરિક્રમાનાં રૂટ ઉપર ઠેર-ઠેર ચેકીંગ કરવામાં આવ્યું
હતું. ચેકીંગ દરમિયાન અનેક યાત્રાળુઓ પાસેથી ગાંજો, દારૂ, ચલમ, છરી, માવા,
તમાકું, સાબુ, શેમ્પુ મળી આવ્યા હતાં.
સાબુ-પાવડર વાળા પાણી વન્ય પ્રાણી પી શકતા નથી
યાત્રાળુઓ જંગલમાં આવેલા પાણીનાં કુદરતી સ્ત્રોતમાં સાબુ,પાવડર,
શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે. સાબુ-પાવડર વાળા પાણી વન્ય પ્રાણી પી શકતા
નથી. તેમજ માછલા સહિતનાં જીવને પણ નુકસાની થાય છે.
માવા, તમાકુની પડીકી એકત્ર કરવી મુશ્કેલ
પ્લાસ્ટિકની મોટી થેલી એકત્ર કરવામાં મુશ્કેલી પડતી નથી પરંતુ
માવા,તમાકુ,શેમ્પુની નાના-નાની પડીકીઓ એકત્ર કરવામાં વન વિભાગ અને અન્ય
સંસ્થાઓને મુશ્કેલી પડે છે. વન વિભાગે માવા,તમાકુ, શેમ્પુનો જથ્થો જપ્ત
કર્યો હતો.
No comments:
Post a Comment