Tuesday, June 30, 2020

પ્રકૃતિ / બોરડીના ઝાડે આવેલી સુગરી કોલોની


Sugarcane colony in Bordi

દિવ્ય ભાસ્કર

Jun 14, 2020, 04:00 AM IST

ઊના. ઊના વેરાવળ રોડ પર આવેલ શિવાજી પાર્ક સોસાયટીના રહેણાંકીય વિસ્તારના ખુલ્લા પ્લોટમાં સુગરીએ બોરડીના ઝાડ પર 35 થી વધુ માળાઓ બનાવી રહેણાંક બનાવ્યું છે. સુગરી તેના માળા માટે પ્રખ્યાત પક્ષી ગણાય છે. વૈશ્વિક સ્તરે પક્ષીઓની જાતમાં આર્કિટેક્ટ એન્જીનિયરની આગવી ઓળખ ધરાવનાર આ નર સુગરી ખુબજ ચતુરાઇ પૂર્વક માળાનું સર્જન કરે છે.

આ સુગરી પોતાનો માળો બનાવવા ડાળીનો છેડો પસંદ કરે છે. જોકે આ માળામાં સાપ જેવા ઘાતક જીવ તેના ઘર સુધી પહોચી ન શકે તેથી ઝાડના છેડે પાતળી ડાળી પર બનાવે છે. માળામાં ભીની માટી રાખી સુગરી પવનથી પોતાના માળાને સુરક્ષીત રાખે છે. જેથી ભારે પવનમાં ઘાસથી બનેલો આ માળો ઉડી ન શકે અને આ પક્ષીનું નામ સુગૃહી શબ્દ પરથી પડ્યુ છે જેનો અર્થ સારૂ ઘર બનાવનાર થાય છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/sugarcane-colony-in-bordi-127407188.html

ક્રાઈમ / સિંહની પજવણી કરનાર જેલ હવાલે

દિવ્ય ભાસ્કર

Jun 15, 2020, 04:00 AM IST

જૂનાગઢ. વન વિભાગનાં સ્ટાફે સીંહોની પજવણી કરનાર નઇમ મહોમદ સોયેબભાઇ હાલાની અટક કરી હોય અને નાયબ વન સંરક્ષક જૂનાગઢ એસ.કે. બેરવાલનાં માર્ગદર્શન હેઠળ એચ.આર. રતનપરા સહિતનાં સ્ટાફે તપાસ શરૂ કરી હતી. બાદમાં  વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધાયો હતો. બાદ આ શખ્સને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે દલીલોને ધ્યાને લઇ નઇમ મહોમદની જામીન અરજી નામંજુર કરી અને જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-harasser-handed-over-to-jail-127409348.html

ક્રાઇમ / ખોડીયાર રેન્જના વન કર્મીને ધમકી આપનાર સામે ફરિયાદ

  • વિલીંગ્ડન ડેમમાં માછીમારી કરનાર પકડ્યો
  • માછીમારી કરનારને છોડાવવા માથાકુટ કરી હતી

દિવ્ય ભાસ્કર

Jun 15, 2020, 04:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢ વિલીંગ્ડન ડેમમાં પ્રવેશબંધી હોવા છતા ગેરકાયદેસર ઘુસી એક શખ્સ માછીમારી કરતો હોવાથી વન વિભાગને મળેલી બાતમીના આધારે આ શખ્સને ઝડપી લીધો હતો. પરંતુ આ શખ્સને છોડાવવા અન્ય ત્યાં ધસી આવ્યો અને વન કર્મીને ગાળો બોલી ધમકી આપી હોવાથી કર્મીએ તેમના વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી મળતી માહિતી મુજબ ખોડીયાર રેન્જમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા પી.વી.ગુજરાતી સહિતના સ્ટાફે વિલીગ્ડન ડેમમાં માછીમારી કરતા સાહીલ અમીન શેખને ઝડપી લીધો હતો અને તેમના વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ તેને છોડાવવા ઇમતીયાજ અબ્દુલ સમા ત્યાં ધસી આવ્યો અને ફોરેસ્ટર સામે ગેરવર્તન કરી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ફોરેસ્ટરે ઇમતીયાજ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઇ જે.એમ.કછોટ ચલાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/complaint-against-a-person-who-threatened-a-forest-worker-of-khodiyar-range-127409323.html

વિરોધ / ગાર્ડ માંથી ફોરેસ્ટરની બઢતી માન્ય રાખવા નિર્ણય સામે ઉઠતો વિરોધ

 

  • અમાન્ય તથા સમય મર્યાદા બહાર રજુ થયેલા સીસીસી સર્ટિ. હોવા છતાં
  • સીસીસી બાબતે સરકારના પરિપત્રોનો ઉલ્લંઘન કરી કુલડીમાં ગોળ ભાંગવાની નીતિ સામે સવાલો

દિવ્ય ભાસ્કર

Jun 15, 2020, 05:55 AM IST

વિસાવદર. વનવિભાગમાં ગાર્ડમાંથી ફોરેસ્ટર તરીકે પ્રમોશન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં સી.સી.સી મુદ્દે વન વિભાગના અધિકારીઓના નિર્ણય સામે ખુદ તેના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા માન્યતા આપવામાં નથી આવેલ તેવા સેન્ટરોમાં સીસીસી પાસ કરેલ તથા સમય મર્યાદામાં સીસીસી સર્ટિફિકેટ રજુ ન કરી શકનાર વનકર્મીઓને પણ પ્રમોશન આપવાના નિર્ણય બાબતે ભારોભાર રોષ ફેલાઇ રહ્યો છે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓના આ નિર્ણય સામે સમગ્ર ગુજરાતભરના અન્યાયનો ભોગ બનેલ વન કર્મીઓ દ્વારા વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. 

વન વિભાગમાં ફિક્સ પગારથી નિમણૂક થયેલા કર્મચારીઓએ દાખલ થયા બાદ અજમાયશી સમય ગાળા દરમિયાન સીસીસી પરીક્ષા માન્ય સંસ્થા માંથી પાસ કરેલી ન હોય તો આગામી બે વર્ષમાં આવી પરીક્ષાઓ પાસ કરે ત્યારે નિયમિત નિમણૂંક આપવી અને તેઓ નિયત સમયમર્યાદામાં પરીક્ષા પાસ ન કરે તો છુટા કરવા અને જ્યારે પરીક્ષા પાસ કરે ત્યારે પરત સેવામાં લેવા તેવી જોગવાઈ છે જે વન રક્ષકોએ દાખલ થયા બાદ નિયમિત નિમણૂંક નાં બે વર્ષ બાદ પણ પરીક્ષા પાસ કરી નથી તેઓએ જ્યારે આવી પરીક્ષા પાસ કરેલ છે તે તારીખ ધ્યાનમાં લઇ તેઓની સિનિયોરીટી નક્કી કરવામાં આવેલ છે.  આવા ફોરેસ્ટ ગાર્ડ માન્ય નથી તેવા સીસીસી સર્ટી રજુ કર્યા હતા તેના આધારે તેઓને નિયમિત નિમણૂંક આપવામાં પણ આવી હતી પરંતુ વનવિભાગ તરફથી તેઓના સર્ટી માન્ય નથી તે અંગેની જાણ કરવામાં આવી ન હતી.

ભરતીના સાત વર્ષમાં સીસીસી પાસ કરેલ નથી તેથી તેઓની સિનિયોરીટી લુઝ થશે તેવો નિર્ણય લેવામાં આવેલ તે ઉચિત નથી તેમ જણાવવામાં આવ્યું હતું આ મામલે આ મામલે જૂનાગઢ સર્કલના 63 ફોરેસ્ટ ગાર્ડને ફોરેસ્ટર તરીકે પ્રમોશન આપવાની તજવીજ ચાલી રહી છે સમયમર્યાદા બાદ પણ માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરી છે તેને સિનિયર રીતે યથાવત રાખવા વન વિભાગે નિર્ણય કર્યો છે જેની સામે સમય મર્યાદા કે માન્ય સંસ્થા માંથી સીસીસી પરીક્ષા પાસ કરેલ છે.તેવા વનકર્મીઓ માંથી વિરોધનો ગણગણાટ શરૂ થયો છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીસીસી મુદ્દે વનવિભાગના અમુક ગાર્ડ દ્વારા આ મુદ્દે ફંડ ફાળા પણ ઉઘરાવવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે ગુજરાત સરકારના સીસીસી મુદ્દે બહાર પાડવામાં આવેલા વર્ષ-૨૦૦૭ તથા વર્ષ ૨૦૧૫ના પરિપત્રોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે આ મુદ્દે કોર્ટના પણ દ્વાર ખખડાવવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે વનવિભાગ ના બેવડાં ધોરણો સામે ભારોભાર રોષ ફેલાઇ રહ્યો છે
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/visavadar/news/opposition-to-forresters-promotion-from-guard-127411216.html

કામગીરી / વર્ષો બાદ ફરી ગીર જંગલમાં વાંસની જાત સુધારવા કવાયત

  • જંગલમાં વધેલા વાંસનું કટીંગ કરી યોગ્ય જગ્યાએ ઉપયોગ કરાશે

દિવ્ય ભાસ્કર

Jun 15, 2020, 05:57 AM IST

જૂનાગઢ. વર્ષો બાદ ફરી એક વખત ગીરના જંગલમાં વાંસની જાત સુધારવાની કામગીરી થઇ રહી છે. વન વિભાગ દ્વારા હાલ વાંસની જાત સર્વે હાથ ધર્યો છે અને દક્ષિણ ડુંગર રેન્જના આરએફઓ, એસીએફ અને બીટ ગાર્ડના માર્ગદર્શન હેઠળ જંગલના કેટલા વિસ્તારમાં કેટલો વાંસ છે તે સહિતની કામગીરી કર્યા બાદ જે વાંસ જુડમાં અને તેમાં પીળા અને મોટા થયેલા વાંસનું કટીંગ કરી તેનો વિસ્તાર સુધારવામાં આવશે.

આ વાંસનું કટીંગ કર્યા બાદ જંગલમાં તેનો યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવામાં આવશે. ગીરના અભ્યારણમાં મોટી સંખ્યામાં વાંસના જંગલ છે. આ વાંસને કારણે જંગલમાં નીચતા વધી ગઇ છે. ત્યારે આ વિસ્તારની સાફ સફાઇ કરવા માટે વધારના વાંસનું કટીંગ કરી તેનો યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. 


વધારના વાંસ કટીંગથી આટલો ફાયદો
} સુકા વાંસને કારણે જંગલમાં આગ બનાવો વધારે બને છે. ત્યારે સુકા વાંસનું કટીંગ થાય તો આગને અટકાવી શકાય 
} વાંસના જુડને કારણે નીચતા ઘટી જાય છે જેથી વન્યપ્રાણીઓને મુશ્કેલી વધે છે પરંતુ તેની કટીંગ કરી સાફ સફાઇ કરાઇ વન્ય પ્રાણીઓ માટે રહેવાનું સ્થળ બને
} વાંસના જુડમાંથી વધારાના વાંસનું કટીંગ કરાઇ તો તેમાં નવી કુપણ ફુટે તે તૃણભક્ષી પ્રાણી માટે ખોરાકમાં ઉપયોગી થઇ શકે છે
} વધારાના વાંસનું કટીંગ કરી તેનો ઉપયોગ જંગલમાં માચડા બનાવવા, પાણીને રોકવામાં વોટર ટાવર બનાવવા સહિતમાં ઉપયોગ થઇ શકે છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/years-later-an-exercise-to-improve-the-quality-of-bamboo-in-gir-forest-again-127411222.html

સૌરાષ્ટ્રમાં મેઘમહેર / તાલાલાગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં

  • તાલાલાના ધાવા જશાપુર, અમૃતવેલ, રસુલપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ

દિવ્ય ભાસ્કર

Jun 16, 2020, 07:21 PM IST

રાજકોટ. સૌરાષ્ટ્રમાં આજે મંગળવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મિશ્ર વાતાવરણને કારણે અસહ્ય બફારાથી લોકો અકળાયા છે. ત્યારે તાલાલાગીરના ગામડાઓમાં આજે બપોર બાદ સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. તાલાલાના ધાવા જશાપુર, અમૃતવેલ, રસુલપરા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ખેતરો પાણી પાણી થઇ ગયા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેનાથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. 

(જયેશ ગોંધિયા, ઉના) 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/heavy-rain-fall-in-talala-area-and-saurashtra-127415649.html

એક્સચેન્જ પ્રોગ્રામ / સક્કરબાગમાં વિદેશી પક્ષીના ઇંડાનો કૃત્રિમ રીતે ઉછેર


Artificial breeding of exotic bird eggs in Sakkarbagh

  • ઇંડાઓનો ઉછેરથી પક્ષીઓની સંખ્યા વધતા અન્ય જિલ્લામાં બ્રિડીંગ સેન્ટર શરૂ

દિવ્ય ભાસ્કર

Jun 19, 2020, 05:33 AM IST

જૂનાગઢ. જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે દેશ-વિદેશના વિવિધ પ્રાણી, પક્ષીઓ જોવા મળી રહ્યા છે. એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ દેશના વિવિધ ઝૂને ગીરના સિંહ સહિતના પ્રાણી અને વિવિધ પક્ષીઓ પણ આપવામાં આવે છે. જ્યારે તેની સામે વિવિધ દેશ-વિદેશના પ્રાણી, પક્ષીઓ પણ લઇ આવવામાં આવે છે. 

સક્કરબાગ ઝૂમાં વિવિધ જાતના 600થી વધુ પક્ષીઓ છે. સક્કરબાગ ઝૂમાં વિદેશી પક્ષીઓ છે જે ઇંડા આપે છે પણ ઉછેર કરતા નથી. આથી તેનું બ્રિડીંગ સેન્ટર વધારવા માટે કૃત્રિમ રીતે ઉછેર થાય તે શરૂ કર્યુ હતું. જેમાં સફળતા મળી છે અને ઇંડામાંથી બચ્ચાની સંખ્યા વધતા આ પક્ષીઓને અન્ય ઝૂમાં પણ મોકલવામાં આવી રહ્યા છે. જ્યાં ઝૂની પધ્ધતિ પ્રમાણે બ્રિડીંગ સેન્ટરમાં વધારો થશે. ઝૂમાં ફિઝન્ટ, રેડ જંગલ ફાઉન્ડ અને ગીંધ જેવા પક્ષી છે જે ઇંડાનો ઉછેર કરતા નથી. પરંતુ કૃત્રિમ રીતે ઉછેર થતા તેનું બ્રિડીંગ સેન્ટર વધુ રહ્યું છે. હાલ ઝૂમાં 30 ફિઝન્ટ, 35 રેડ જંગલ ફાઉન્ડ અને 50 ગીધ હોવાનું જાણવા મળી રહ્યું છે. 

3 જાતના પક્ષી જે ઇંડા ઉછેરતા નથી
વિદેશી પક્ષી તરીકે ઓળખાતા સિલ્વર ફિઝન્ટ, ગોલ્ડ ફિઝન્ટ, લેડીયામ ફિઝન્ટ તેમજ રેડ જંગલ ફાઉન્ડ અને ગીંધનો સમાવેશ થાય છે જે ઇંડા તો આપી દે છે પણ તેના ઉછેર માટે તેના પર બેસતા નથી.

જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં જ ઇંડાના ઉછેર માટે ઇન્કુબેટર બનાવ્યું
સક્કરબાગ ઝૂમાં ઇંડાના ઉછેર માટે ઇન્કુબેટર બનાવ્યું છે. જેમાં ઇંડા મુકવાથી ટેમ્પ્રેસર અને ઇમ્યુનિટી ઓટોમેટીક થતી હોવાથી ઇંડાનો ઉછેર થાય અને સમયસર તેમાંથી બચ્ચા બહાર આવે છે. > ડો.આર.એફ.કડીવાર, સક્કરબાગ ઝૂ.

ફિઝન્ટના 28 દિવસે અને ગીંધના 52 દિવસે ઇંડામાંથી બચ્ચા નિકળે
પક્ષી    એક વર્ષમાં ઇંડા    સમય
ફિઝન્ટ           10            28
રેડ ફાઉન્ડ    28-30         28
ગીંધ               1            52-50
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/artificial-breeding-of-exotic-bird-eggs-in-sakkarbagh-127423448.html