- વિલીંગ્ડન ડેમમાં માછીમારી કરનાર પકડ્યો
- માછીમારી કરનારને છોડાવવા માથાકુટ કરી હતી
દિવ્ય ભાસ્કર
Jun 15, 2020, 04:00 AM ISTજૂનાગઢ. જૂનાગઢ વિલીંગ્ડન ડેમમાં પ્રવેશબંધી હોવા છતા ગેરકાયદેસર ઘુસી એક શખ્સ માછીમારી કરતો હોવાથી વન વિભાગને મળેલી બાતમીના આધારે આ શખ્સને ઝડપી લીધો હતો. પરંતુ આ શખ્સને છોડાવવા અન્ય ત્યાં ધસી આવ્યો અને વન કર્મીને ગાળો બોલી ધમકી આપી હોવાથી કર્મીએ તેમના વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ ખોડીયાર રેન્જમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા પી.વી.ગુજરાતી સહિતના સ્ટાફે વિલીગ્ડન ડેમમાં માછીમારી કરતા સાહીલ અમીન શેખને ઝડપી લીધો હતો અને તેમના વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ તેને છોડાવવા ઇમતીયાજ અબ્દુલ સમા ત્યાં ધસી આવ્યો અને ફોરેસ્ટર સામે ગેરવર્તન કરી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ફોરેસ્ટરે ઇમતીયાજ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઇ જે.એમ.કછોટ ચલાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/complaint-against-a-person-who-threatened-a-forest-worker-of-khodiyar-range-127409323.html
No comments:
Post a Comment