Tuesday, June 30, 2020

કામગીરી / વર્ષો બાદ ફરી ગીર જંગલમાં વાંસની જાત સુધારવા કવાયત

  • જંગલમાં વધેલા વાંસનું કટીંગ કરી યોગ્ય જગ્યાએ ઉપયોગ કરાશે

દિવ્ય ભાસ્કર

Jun 15, 2020, 05:57 AM IST

જૂનાગઢ. વર્ષો બાદ ફરી એક વખત ગીરના જંગલમાં વાંસની જાત સુધારવાની કામગીરી થઇ રહી છે. વન વિભાગ દ્વારા હાલ વાંસની જાત સર્વે હાથ ધર્યો છે અને દક્ષિણ ડુંગર રેન્જના આરએફઓ, એસીએફ અને બીટ ગાર્ડના માર્ગદર્શન હેઠળ જંગલના કેટલા વિસ્તારમાં કેટલો વાંસ છે તે સહિતની કામગીરી કર્યા બાદ જે વાંસ જુડમાં અને તેમાં પીળા અને મોટા થયેલા વાંસનું કટીંગ કરી તેનો વિસ્તાર સુધારવામાં આવશે.

આ વાંસનું કટીંગ કર્યા બાદ જંગલમાં તેનો યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવામાં આવશે. ગીરના અભ્યારણમાં મોટી સંખ્યામાં વાંસના જંગલ છે. આ વાંસને કારણે જંગલમાં નીચતા વધી ગઇ છે. ત્યારે આ વિસ્તારની સાફ સફાઇ કરવા માટે વધારના વાંસનું કટીંગ કરી તેનો યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. 


વધારના વાંસ કટીંગથી આટલો ફાયદો
} સુકા વાંસને કારણે જંગલમાં આગ બનાવો વધારે બને છે. ત્યારે સુકા વાંસનું કટીંગ થાય તો આગને અટકાવી શકાય 
} વાંસના જુડને કારણે નીચતા ઘટી જાય છે જેથી વન્યપ્રાણીઓને મુશ્કેલી વધે છે પરંતુ તેની કટીંગ કરી સાફ સફાઇ કરાઇ વન્ય પ્રાણીઓ માટે રહેવાનું સ્થળ બને
} વાંસના જુડમાંથી વધારાના વાંસનું કટીંગ કરાઇ તો તેમાં નવી કુપણ ફુટે તે તૃણભક્ષી પ્રાણી માટે ખોરાકમાં ઉપયોગી થઇ શકે છે
} વધારાના વાંસનું કટીંગ કરી તેનો ઉપયોગ જંગલમાં માચડા બનાવવા, પાણીને રોકવામાં વોટર ટાવર બનાવવા સહિતમાં ઉપયોગ થઇ શકે છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/years-later-an-exercise-to-improve-the-quality-of-bamboo-in-gir-forest-again-127411222.html

No comments: