Saturday, August 4, 2007

More compensation needed for domestic animals, affected by wild animals.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

News Articles in Gujarati Language!

હિંસક પ્રાણીઓનો ભોગ બનતા પશુઓના વળતરમાં વધારો જરૂરી

તાલાલા, તા.૩
હિંસક પ્રાણીઓનો ભોગ બનતા માલઢોરના માલિકોને સરકાર તરફથી મળતુ વળતર એકદમ ઓછુ તાલાલા પંથક તથા સુત્રાપાડા તાલુકા ખેડૂતો તથા પશુપાલકોને આવા સમયે અપાતા વળતરમાં વધારો કરવા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પાઠવેલ પત્રમાં ગીરપંથકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે માંગણી કરી છે. પત્રમાં જણાવ્યું છે કે, તાલાલા પંથક ફરતુ ગીર અભિયારણ્યમાં તથા સુત્રાપાડા તાલુકાના દરિયા કિનારાના વિસ્તારમાં આવેલ પરદેશી બાવળના જંગલમાં વસવાટ કરતા હિંસક વન્ય પ્રાણીઓને જંગલમાં પુરતા પ્રમાણમાં ખોરાક મળતો ન હોય હિંસક વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળી તાલાલા પંથક તથા સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માલઢોરનું મારણ કરી ખોરાક મેળવે છે. તાલાલા પંથક તથા સુત્રાપાડા વિસ્તારમાં ખેડૂતોના અસંખ્ય કિંમતી માલઢોર અને દુધાળા પશુઓનુ મારણ કર્યુ છે. હિંસક વન્ય પ્રાણીઓનો કિંમતી પશુઓ ભોગ બને છે ત્યારે વનખાતા તરફથી જબરી કાર્યવાહી કરી પશુ પાલકોને વળતર આપવામાં આવે છે.પરંતુ ખેડૂતો અને માલધારીઓને આપવામાં આવતુ વળતર એકદમ ઓછુ મળે છે. પશુપાલકોને વળતર આપવાના દરો જૂના અને વર્ષાે પહેલાના છે.

હિંસક પ્રાણીઓનો ભોગ બનેલ માલઢોરના માલિક એવા ખેડૂતો અને માલધારીના કિંમતી પશુઓના મારણનુ વળતર જુજ પ્રમાણમાં મળતુ હોય પશુપાલકો દયાજનક સ્થીતીમાં મુકાઈ જાય છે. આવી કપરી પરિસ્થિતિ સમયે પશુપાલકોને યોગ્ય રીતે મદદરૂપ થતા માલઢોરના મારણના વળતરની લાંબા સમય પહેલાની નીતિમાં ફેરફાર કરી ઘટતુ કરવા મુખ્યમંત્રીને પાઠવેલ પત્રના અંતમાં ગીર પંથકના ધારાસભ્ય એ માંગણી કરી છે.

No comments: