Saturday, August 4, 2007

News in Gujarati - Village Bhalchhel of Gir - some unsolved problems.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ભાલછેલ ગીર ગામને મુંઝવતા પ્રશ્નોનો તાત્કાલીક ઉકેલ જરૂરી
તાલાલા, તા.૩
તાલાલા તાલુકાના છેવાડાના ભાલછેલ ગિર ગામની પ્રજાના પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે ગીરપંથકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની ઉપસ્થિતીમાં ભાલછેલ ગીર ગામે મોમીન જમાતની ભોજનાલયમાં સમસ્ત ગામજનોની ગ્રામસભા મળી હતી. આ ગામસભામાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓએ ગામની પ્રજાને પજવતા આઠ લોક પ્રશ્નોનુ એક આવેદન પત્ર તૈયાર કરી ધારાસભ્યને અર્પણ કર્યુ હતુ. જેમાં જંગલખાતાએ રૂા.૨૫૦૦/- રોકડા લઈ ઈકો ડેવલપમેન્ટ યોજનાનો લાભ આપવા કામગીરી શરૂ કરી પણ આ પૈકી ગામના ૯૯ ગરીબ પરીવારોને આજ સુધી લાભ મળેલ નથી. એક યા બીજા કારણો બતાવી જંગલખાતુ ગામના ગરીબ પરિવારોને લાંબા સમયથી ધકકા કરાવે છે. તેની તપાસ કરી ઈકોના લાભથી વંચીત પરિવારોને યોગ્ય ન્યાય અપાવવા તથા ભાલછેલ ગામની બોર્ડર ઉપર આવેલ હોય વન્ય પ્રાણીઓથી ગામના ખેડૂતોને સુરક્ષીત રાખવા આ વિસ્તારમાં ખેતીવાડીનો વીજ પાવર દિવસે આપવા તથા ગામલોકોને પીવાનું પાણી ચોખ્ખુ અને મીઠુ આપવા તથા હરીપુર રસ્તા ઉપરની ચોકડી પાસે મુસાફરોને બેસવા એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ બનાવવા સહિતના વિગેરે લોક ઉપયોગી જટીલ પ્રશ્નો હતા. આ પ્રશ્નો અંગે યોગ્ય કરવા ગામજનો ને ધરપત આપતા ઉપસ્થિત વિશાળ ગ્રામજનોને સંબોધન કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભાલછેલ ગામના પ્રજાના પાયાના પ્રશ્નોના ઉકેલ માટે કોઈ કચાશ રાખી શકાય નહીં. ગામના નવા વરાયેલા યુવાન સુકાનીઓને આવકારતા કહ્યું હતું કે લોક ઉપયોગી ગામના ગમે તે પ્રશ્નો હોય મને વિના સંકોચે જણાવશો. ગામને મદદરૂપ થવા મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ. આ પ્રસંગે ઉપસ્થિત સુત્રાપાડા તાલુકા પંચાયત પ્રમુખ રામભાઈ વાઢેરે જણાવ્યું છે કે, ભાજપની સરકારે લોકોના પ્રશ્નો સાંભળી નિકાલ નથી કર્યા પણ પરિણામ લક્ષી ઉકેલ કર્યા છે. માટે આજે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું સરકાર દ્વારા કૃષિ રથ સહિતની ખેડૂતલક્ષી નોંધપાત્ર કામગીરી થતા રાજયનુુ ખેત ઉત્પાદન નવ હજાર કરોડનુ હતુ. તે આજે ૩૪ હજાર કરોડે પહોચ્યું છે. પ્રજાલક્ષી વિકાસ કામગીરી ભાજપ શાસિત કરેલ જેને પરિણામે સુત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા આજે સુત્રાપાડા તાલુકા ભાજપમય બનેલ તેનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો.

No comments: