Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
ફોરેસ્ટ ગાર્ડના પુત્રના મોબાઇલે ઘાયલ સિંહનો જીવ બચાવી લીધો
Bhaskar News, Rajkot
Friday, August 03, 2007 00:15 [IST]
ગીરના જંગલમાં સાવજોના શિકારની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. શિકારી તત્વો સૌરાષ્ટ્રની શાન સમા સાવજોની બેરહેમીથી કતલ કરતા હોઇ વનખાતાએ પણ લોકોને વનમિત્ર’ તરીકે જાગૃતિ બતાવવા અપીલ કરી હતી. ત્યારે ફોરેસ્ટ ગાર્ડના પુત્રે ઘાયલ પાઠડાને સારવાર માટે સક્કરબાગના ઝૂમાં મોકલી આપવાની વ્યવસ્થા કરાવતાં તેની આ કામગીરીને વનખાતાના સ્ટાફે પણ બિરદાવી હતી.
બાબરિયા રેન્જના બીજા શિકાર પ્રકરણને માત્ર ત્રણ જ દિવસ વીત્યા હતા, ત્યારે વિસાવદરના હનુમાનપરા ખાતે ફોરેસ્ટ કોલોનીમાં રહેતો તરૂણ ઇશાર્દ કે. ભટ્ટી પોતાના ફોરેસ્ટગાર્ડ પિતા, ૨ સાથી ગાર્ડ અને ૨ ફોરેસ્ટર સાથે પાંચ દિવસના પેટ્રોલિંગમાં સાથે જવા નીકળ્યો હતો.
નેશમાં રાત્રિ રોકાણ કરી સવારે સાતેક વાગે જંગલમાંથી પસાર થયા ત્યારે કરમદાની ઝાડીમાં આઠેક દિવસથી એક પાઠડો સિંહ કણસતો બેઠો હોવાની બાતમી મળી. સતત ચાર દિવસ કોમ્બિંગ પછી પાંચમાં દિવસે તેની ભાળ મળી. સિંહની હાલત ખૂબ જ નાદુરસ્ત જણાતાં ટાસ્કફોર્સ સાસણની મદદ લેવાનું નક્કી થયું. પરંતુ સ્ટાફ પાસે રહેલા વાયરલેસની બેટરી ડિસ્ચાર્જ થઇ ગઇ હતી.
અચાનક યાદ આવતાં ઇશાર્દ પોતાની પાસે રહેલો મોબાઇલ ચાલુ કરી નજીકમાં ઊંચા સ્થાને જઇ ટાસ્કફોર્સનો તાત્કાલિક સંપર્ક કરતાં ટાસ્કફોર્સ પાંજરા સાથે આવી પહોંચી. સિંહને ડાર્ટ થકી બેહોશ બનાવી સાસણ અને ત્યારબાદ જૂનાગઢ સક્કરબાગ ખાતે લઇ જવાયો.
સારવાર દરમિયાન સિંહની પૂંઠમાં કાણું અને તેમાંથી પરૂ નીકળતું હોવાનું જણાતાં તેને ગોળી મરાયાની શંકા ગઇ હતી, પરંતુ એકસ-રે તપાસ બાદ તેના થાપાના હાડકામાં કમ્પાઉન્ડ ફ્રેકચર જણાયું હતું. હાલ આ સિંહને સારવાર અપાઇ રહી છે.
તરૂણને જાગૃતિ દાખવી સિંહને બચાવી લેવામાં મદદ કરવા બદલ ડીએફઓએ પણ તેની પીઠ થાબડી હતી. જૉ ગીરમાં વસતા દરેક લોકો આવી જાગૃતિ દાખવે, તો શિકારીઓની તાકાત નથી કે ગીરમાં પગ મૂકી શકે.
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment